PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 04 JUL 2020 6:27PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 04.07.2020

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોનો આંકડો અંદાજે 1.6 લાખ વધારે; દર્દીઓ સાજા થવાનો દર 60.81% નોંધાયો; 95 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું

કોવિડ-19માં દૈનિક દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી અને સતત વધારો થઇ રહ્યો છે. કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા સક્રિય કેસોની સરખામણીએ 1,58,793 વધારે નોંધાઇ છે. આના પરિણામે, દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 60.81% નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કુલ 14,335 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં કુલ 3,94,226 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,35,433 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી આ શક્ય બન્યું છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 780 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 307 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1087 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,42,383 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 95,40,132 સુધી પહોંચી ગયો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636423

 

રાષ્ટ્રપતિએ કહ્યું, મહામારી સમગ્ર દુનિયામાં માનવજીવન અને અર્થતંત્રને બરબાદ કરી નાખે છે, બુદ્ધનો ઉપદેશ માર્ગસૂચક સંકેત તરીકે કામ કરે છે

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, મહામારી સમગ્ર દુનિયામાં માનવજીવન અને અર્થતંત્રને બરબાદ કરી નાખે છે, બુદ્ધનો ઉપદેશ માર્ગસૂચક સંકેત તરીકે કામ કરે છે. ભગવાન બુદ્ધે ખુશીઓની શોધ માટે લોકોને લોભ, ઘૃણા, હિંસા, ઇર્ષા અને અન્ય સંખ્યાબંધ દુર્ગુણો દૂર કરવાનો ઉપદેશ આપ્યો હતો. અપરાધની ઉત્કંઠા સાથે માનવજાત કેટલીક જુની હિંસાઓ અને પ્રકૃતિના વિનાશના કૃત્યોમાં સામેલ થઇ ગઇ છે તેની સાથે આ સંદેશની સરખામણી કરીને જુઓ. આપણે સૌ જાણીએ છીએ કે, કોરોના વાયરસના ઘાતકી સંક્રમણની પ્રચંડતા થોડીક ઓછી થશે એટલે તુરંત જ આપણી સમક્ષ જળવાયુ પરિવર્તનની વધુ ગંભીર સમસ્યા ઉભી છે. ધર્મ ચક્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફેડરેશન દ્વારા યોજવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ આમ જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636335

 

ધર્મચક્ર દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

પ્રધાનમંત્રીએ ભગવાન બુધ્ધના બોધ અંગે તથા માનવ જાતના અને ઘણા સમાજોના કલ્યાણનો માર્ગ બતાવતા અષ્ટાપથ અંગે વાત કરી હતી. તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે બૌધ્ધ ધર્મ, લોકો, ગરીબો, શાંતિ અને અહિંસા માટે સન્માનની લાગણી દર્શાવે છે. ભગવાન બુધ્ધનો આ બોધ પૃથ્વીને લાંબા સમય સુધી ટકાવવા માટેનાં સાધન ગણવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે ભગવાન બુધ્ધે આશા અને ઉદ્દેશ અંગે વાત કરી હતી અને બંને વચ્ચે મજબૂત કડી હોવાનુ જણાવ્યુ હતું. પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં જમાવ્યુ હતું કે શા માટે 21મી સદીના યુવાનો અંગે આશાવાદી છે. તેમણે કહ્યુ કે તેમની આશા યુવાનોમાંથી પ્રગટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે ભારત સૌથી મોટી સ્ટાર્ટ-અપ વ્યવસ્થા ધરાવે છે અને તેમાં તેજસ્વી યુવા માનસ ધરાવનારા લોકો વિશ્વની સમસ્યાઓના ઉપાયો શોધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે આજે વિશ્વ એક અસામાન્ય પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યુ છે. આ પડકારોના દૂરગામી ઉપાયો ભગવાન બુધ્ધના આદર્શોમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636432

 

ધર્મચક્ર દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636419

 

ધન્વંતરી રથ: અમદાવાદમાં બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ લોકોના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનોખું અને અનન્ય દૃશ્ટાંત પૂરું પાડતા, ધન્વંતરી રથનો પ્રારંભ કર્યો છે જેમાં બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ આપતી મોબાઇલ વાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમના ઘરઆંગણે સેવાઓ પૂરી પાડે છે. શહેરમાં સંખ્યાબંધ મોટી હોસ્પિટલો કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે તેથી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારી વગેરે બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ પણ સુનિશ્ચિતપણે એવા લોકોને પૂરી પાડી શકાય જેઓ હોસ્પિટલોની મુલાકાત લઇ શકતા નથી કારણ કે ઘણી હોસ્પિટલોમાં તો OPDની કામગીરી પણ બંધ છે. મોબાઇલ ધન્વંતરી રથમાં આયુષ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તેમજ AMCના શહેરી આરોગ્ય કેન્દ્રોના સ્થાનિક મેડિકલ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વાન શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લે છે અને બિન-કોવિડ આવશ્યક તેવાઓ માટે OPD સેવાઓ પૂરી પાડે છે અને સમગ્ર અમદાવાદ શહેરમાં લોકોને તેમના ઘરઆંગણે ફિલ્ડ મેડિકલ કન્સલ્ટેશનની સેવા પણ આપે છે. આ મોબાઇલ મેડિકલ વાનમાં આયુર્વેદિક અને હોમિઓપેથિક દવાઓ, વિટામીન પૂરક દવાઓ, મૂળભૂત પરીક્ષણના ઉપકરણો તેમજ પલ્સ ઓક્સિમીટર સહિત તમામ આવશ્યક દવાઓ રાખવામાં આવે છે. જેઓ વિવિધ કારણોસર હોસ્પિટલના OPDની સેવાઓ મેળવી શકતા નથી તેવા લોકો સુધી પહોંચીને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા ઉપરાંત, ધન્વંતરી રથ દ્વારા જેમને વધુ સારવારની જરૂર  હોય અથવા IPDમાં દાખલ થવું જરૂરી હોય તેમને પણ ઓળખી કાઢવામાં આવે છે અને તેઓ સમયસર હોસ્પિટલમાં પહોંચી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. AMC દ્વારા શહેરમાં 120 ધન્વંતરી રથ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ ધન્વંતરી વાન દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 4.27 લાખથી વધુ OPD કન્સલ્ટેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636425

 

મેઘાલયમાં 6700 આશાએ સર્વેલન્સ અને લોકજાગૃતિની કવાયત વધુ મજબૂત કરી

મેઘાલયમાં જેવા કોરોનાના કેસો ક્રમબદ્ધ વધવા લાગ્યા એટલે તુરંત આશા અને આશા સુવિધાકારોને ઓળખી કાઢવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં સક્રિય કેસો શોધવાની ટીમોના અભિન્ન હિસ્સો બનાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. મેઘાલયમાં અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ કોરોના વાયરસની બીમારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવામાં મહત્વની ભૂમિકામાં રહ્યા છે. રાજ્યમાં સમુદાયોમાં આશાની કર્મચારી બહેનો કોવિડ-19 સામેની લડાઇમાં ખૂબ જ મજબૂત રીતે જોડાયેલી જોવા મળી. તમામ સ્તરે અંદાજે 6700 આશા વર્કરો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં કોવિડ ગ્રામ્ય આરોગ્ય જાગૃતિ અને સક્રિય કેસ શોધ ટીમોની હિસ્સો બની હતી. આ ટીમોએ સામુદાયિક સ્તરે કોવિડ-19 સામે સુરક્ષાત્મક પગલાં જેમકે હાથ ધોવા, માસ્ક/ ફેસકવર પહેરવું, શારીરિક અંતર જાળવવું વગેરે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. સક્રિય કેસ શોધની તેમની કામગીરીના કારણે દર્દીઓને સમયસર પરીક્ષણ અને સારવાર પ્રાપ્ત થયા હતા.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636402

 

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કર્યો છે. લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલી પહેલાંથી જ અસ્તિત્વમાં હોય તેવી અને પોતાની સંબંધિત શ્રેણીમાં વિશ્વ કક્ષાની એપ્લિકેશનના દરજ્જા સુધી પહોંચવાની જેનામાં સંભાવના હોય તેમજ તેવી એપ બનવાનું સામર્થ્ય હોય તેવી શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશનો ઓળખવા માટે આ ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે વિશ્વ કક્ષાની મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશનો તૈયાર કરવા માટે ટેક અને સ્ટાર્ટ-અપ સમુદાયમાં પ્રબળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના આડિયા અને ઉત્પાદનોને સુવિધા પૂરી પાડવા માટે @GoI_MeitY અને @AIMtoInnovate દ્વારા આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જો તમારી પાસે આવું કોઇ કામ કરતું ઉત્પાદન હોય અથવા જો તમને લાગતુ હોય કે, તમારી પાસે આવા કોઇ ઉત્પાદનો તૈયાર કરવાની દૂરંદેશી અને નિપુણતા છે તો આ ચેલેન્જ તમારા માટે જ છે. ટેક સમુદાયમાં રહેલા મારા તમામ મિત્રોને હું વિનંતી કરું છુ કે, તેઓ આમાં ભાગ લે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636444

 

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જમાં સહભાગી થવા ટેક સમુદાયને અપીલ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જમાં સહભાગી થવા ટેક સમુદાયને અપીલ કરી છે. લિન્ક્ડઇન પર પ્રકાશિત એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ભારતમાં વાઇબ્રન્ટ ટેક અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમનો તેમજ યુવાનો કેવી રીતે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ટેક સોલ્યુશન્સ પ્રદાન કરી શકે છે એનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વદેશી એપ્સમાં ઇનોવેશન લાવવા, એને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ અને ટેક ઇકોસિસ્ટમ વચ્ચે જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશ આત્મનિર્ભર ભારત બનવા કાર્યરત છે, ત્યારે એપ્સમાં પરિવર્તન લાવવા દિશા અને ગતિ આપવાની આ એક સારી તક છે, જે આપણા બજારની માગ પૂર્ણ કરી શકે અને દુનિયા સાથે સ્પર્ધા કરી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636441

 

પ્રધાનમંત્રીની ડિજિટલ ઇન્ડિયા- આત્મનિર્ભર ભારત દૂરંદેશીને સાર્થક કરવા માટે Meity-NITI દ્વારા ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવી

ભારતીય એપ્લિકેશનોને સહકાર આપવા અને તેમના માટે મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાના હેતુ સાથે ભારતીય ટેક ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ માટે MeitY દ્વારા અટલ ઇનોવેશન મિશનનીતિ આયોગ સાથે ભાગીદારીમાં ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. આનાથી ડિજિટલ ભારતનું નિર્માણ કરવાની અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ડિજિટલ ટેકનોલોજીઓના ઉપયોગની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાર્થક કરવા માટે મદદ થઇ શકાશે. ચેલેન્જ બે ટ્રેક પર ચાલશે: હાલમાં અસ્તિત્વમાં હોય તેવી એપ્લિકેશનોને પ્રોત્સાહન અને નવી એપ્લિકેશનોનો વિકાસ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636407

 

કેન્દ્રીય HDR મંત્રીએ  NEET અને JEE મેઇન અને એડવાન્સ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલનિશંકેઆજે ઑનલાઇન માધ્યમથી NEET અને JEEની મેઇન અને એડવાન્સ પરીક્ષાઓ માટે નવી તારીખોની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સલામતી અને શિક્ષણની ગુણવત્તા બંનેને ધ્યાનમાં રાખીને HRD મંત્રાલયની સલાહ અનુસાર, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા JEE અને NEETની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, JEE મેઇન પરીક્ષા હવે 1 થી 6 સપ્ટેમ્બર 2020 અને JEE એડવાન્સ પરીક્ષા 27 સપ્ટેમ્બર 2020ના રોજ લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બર 2020ના રોજ લેવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636289

 

દેશ નિકાસક્ષેત્રે ઝડપથી બેઠો થઇ રહ્યો હોવાથી નિકાસકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની શ્રી પીયૂષ ગોયલે પ્રશંસા કરી

EPCને ગઇકાલે સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આ નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં કોવિડ-19ના કારણે નિકાસ ક્ષેત્રમાં આવેલી પડતી પછી હવે તેમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે કારણે અનલૉકમાં ઘણી પ્રગતી જોવા મળી રહી છે અને આર્થિક પ્રવૃત્તિઓ હવે ફરી તબક્કાવાર સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જૂન 2020ના ડેટામાં લાભ થતો જોવા મળશે કારણ કે, વ્યાપારી નિકાસના આંકડા લગભગ અગાઉના વર્ષે સમાન સમયાગાળની સરખામણીએ 88% સુધી પહોંચી ગયા છે. આટલા ટૂંકા સમયમાં નિકાસકારોએ જે પ્રકારે પ્રગતિ નોંધાવી તે બદલ તેમણે નિકાસકારોની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમના સખત પરિશ્રમ, આત્મવિશ્વાસ અને મક્કમતાનું ખરેખર વળતર મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ સિદ્ધિ વિશેષ પ્રશંસનીય છે કારણ કે, દેશમાં સંખ્યાબંધ વિસ્તારો હજુ પણ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે અને ત્યાં પ્રતિબંધો લાગુ છે. તેમણે કહ્યું કે, મોટાભાગના વિદેશી બજારો હજુ પણ નોંધનીય સ્થિતિમાં પાછા આવી શક્યા નથી. શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, અનલૉક 2.0માં અગાઉ કરતા વધુ મંજૂરીઓ આપવામાં આવી હોવાથી, આશા છે કે ભવિષ્યમાં સ્થિતિ હજુ પણ વધુ બહેતર થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636250

 

ભારત સરકારના કૃષિ સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગે કોવિડ-19 મહામારી દરમિયાન ક્ષેત્રીય સ્તરે ખેડૂતો અને કૃષિ સંબંધિત ગતિવિધિઓને સુવિધાજનક બનવવા માટે ઘણા ઉપાય કર્યા

ભારત સરકારના કૃષિ સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન ક્ષેત્રીય સ્તરે ખેડૂતો અને કૃષિ સંબંધિત ગતિવિધિઓને સુવિધાજનક બનવવા માટે ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. ખરીફ પાકો અંતર્ગત વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર પ્રમાણમાં પ્રગતિ જોવા મળી છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 49.23 લાખ હેક્ટરની સરખામણીએ આ વર્ષે ઉનાળુ ડાંગરનુ લગભગ 68.08 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636289

 

પૂર્વોત્તર પ્રદેશ કોવિડ પછીના સમયમાં ભારતને આર્થિક સત્તા તરીકે ઉભરી આવવામાં મોખરાની ભૂમિકા નિભાવશે: ડૉ. જીતેન્દ્રસિંહ

કેન્દ્રીય પૂર્વોત્તર પ્રદેશ વિકાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), રાજ્યમંત્રી PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, પૂર્વોત્તર પ્રદેશ પોતાના વિશાળ કુદરતી અને માનવ કૌશલ્ય સંસાધનોના કારણે કોવિડ પછીના સમયમાં ભારતને આર્થિક સત્તા તરીકે ઉભરી આવવામાં મોખરાની ભૂમિકા નિભાવશે તેમમે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીના સફળ વ્યવસ્થાપનના કારણે પૂર્વોત્તર પ્રદેશની માતૃશક્તિ (નારીશક્તિ) આર્થિક પ્રવૃત્તિઓના તમામ મોરચે નેતૃત્વ સંભાળી રહી છે. તેમણે કહ્યું કે, મહિલાઓએ મહામારી સામેની લડાઇમાં મહારત પ્રાપ્ત કર્યું છે અને તેમણે પૂર્વોત્તરના પ્રદેશને કોરોના વ્યવસ્થાપનના મોડેલ તરીકે ઉભરી આવવામાં મદદ કરી છે. વેબિનારના માધ્યમથી પૂર્વોત્તર પ્રદેશ સામુદાયિક સંસાધન અને વ્યવસ્થાપન કાર્યક્રમ સાથે વિવિધ સ્વ-સહાય જૂથો સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે આમ જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636426

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • મહારાષ્ટ્ર: ભારતમાં એક દિવસમાં પહેલી વખત કોવિડ-19ના 20,000 નવા કેસ નોંધાયા છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોવિડના વધુ 6,364 નવા કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો વધીને 1,92,990 થઇ ગયો છે. અત્યાર સુધીમાં 1.01 લાખ દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ ગયા છે અને કુલ સક્રિય કેસની સંખ્યા 79,911 છે. મુંબઇ શહેરમાં નવા 1392 કેસ પોઝિટીવ નોંધાયા છે. મુંબઇમાં કોરોના વાયરસના કેસો વધવાની સંખ્યામાં સ્થિરતા આવી હોવા છતાં, મુંબઇ મેટ્રોપોલિટન પ્રદેશના ઉપનગરો – થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, મીરા- ભાયંદર હવે કોવિડના નવા હોટસ્પોટ બની રહ્યા છે.
  • ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 687 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 34,686 થઇ ગયો છે. ઉપરાંત, વધુ 18 દર્દીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,906 થયો છે. અમદાવાદમાં નવા કેસો મળી રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં નવા 26 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગે વિસ્તારોમાં ઘરે ઘરે સઘન સર્વે અને સામૂહિક સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં આજે સવારે કોરોનાના નવા 204 કેસ નોંધાયા છે જ્યારે વધુ 3 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. સાથે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 19,256 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 3,461 સક્રિય કેસો છે જ્યારે કુલ મૃત્યુઆંક 443 થઇ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.70 લાખ સેમ્પલના કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં કોરોના વાયરસના નવા 191 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો વધીને 14,297 થયો છે. હાલમાં રાજ્યમાં 2655 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે આજદિન સુધીમાં 11049 દર્દીઓ સાજા થઇ ગયા છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં કોવિડ-19ના નવા 40 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હોવાથી કુલ નોંધાયેલા કેસ વધીને 3065 થયા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 637 છે.
  • ગોવા: ગોવામાં શુક્રવારે નવા 95 કેસમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો જેના કારણે રાજ્યમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના કેસની સંખ્યા 1,482 થઇ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 734 છે.
  • ચંદીગઢ: કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના માતાપિતાઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ચંદીગઢ પ્રશાસનના શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં ભણી રહેલા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓનું વાર્ષિક અને માસિક ભંડોળ શૈક્ષણિક સત્ર 2020-21માં મહિના સુધી એટલે કે, એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી એક વખતના પગલાં તરીકે માફ કરવાનો નિર્ણય લીધો છે