PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
03 JUL 2020 6:32PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 03.07.2020
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દર્દીઓ સાજા થવાનો દર 60%થી વધી ગયો; દૈનિક દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો: છેલ્લા 24 કલાકમાં 20,033 દર્દીઓ સાજા થયા; સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોનો આંકડો 1.5 લાખથી વધારે; છેલ્લા 24 કલાકમાં 2.4 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા
આજે કેન્દ્રીય સચિવે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કોવિડ-19 તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો વધારો થઇ રહ્યો છે અને હવે સાજા થવાનો દર 60%થી વધી ગયો છે. આજે દર્દીઓ સાજા થવાનો દર 60.73% નોંધાયો હતો. કોવિડ-19ના દર્દીઓના વહેલા નિદાન અને સમયસર તબીબી વ્યવસ્થાપનના કારણે દૈનિક કોવિડના કેસો સાજા થવાની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, સાજા થયેલા લોકોની સંખ્યામાં ઝડપી વધારો થતા કુલ 20,033 દર્દીઓ કોવિડ-19માંથી મુક્ત થયા છે. આ સાથે દેશમાં કુલ 3,79,891 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,27,439 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,52,452 વધારે નોંધાઇ છે.
દરરોજ પરીક્ષણ કરવામાં આવતા સેમ્પલની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 93 લાખ કરતાં વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,41,576 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 92,97,749 સુધી પહોંચી ગયો છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી આ શક્ય બન્યું છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 775 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 299 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1074 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636180
કેન્દ્ર સરકાર દ્વારા 2 કરોડથી વધુ N95 માસ્ક અને 1 કરોડથી વધુ PPE રાજ્યોને વિનામૂલ્યે આપવામાં આવ્યા
1 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓમાં 2.02 કરોડથી વધુ N95 માસ્ક અને 1.18 કરોડથી વધુ PPEકીટ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 6.12 કરોડથી વધુ HCQ ગોળીઓનું પણ તેમને વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં, અત્યાર સુધીમાં 11,300 'મેક ઇન ઇન્ડિયા' વેન્ટિલેટર્સ વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓમાં પહોંચાડવામાં આવ્યા છે જેમાંથી 6154 વેન્ટિલેટર્સ વિવિધ હોસ્પિટલોમાં પણ મૂકી દેવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા તેનું ઇન્સ્ટોલેશન અને કામગીરી શરૂ કરવાનું પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. આનાથી કોવિડ ICU સુવિધાઓમાં વેન્ટિલેટરની ઉપલબ્ધતાનો ખૂબ મોટો અંતરાલ દૂર કરવામાં મદદ મળશે. MoHFW દ્વારા 1.02 લાખ ઓક્સિજન સિલિન્ડર પણ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવી રહ્યા છે જેમાંથી 72,293 સિલિન્ડરની ડિલિવરી પણ કરી દેવામાં આવી છે જેથી ઓક્સિજન સપોર્ટેડ બેટની સંખ્યા વધારી શકાય. MoHFW દ્વારા અત્યાર સુધીમાં દિલ્હીમાં 7.81 લાખ PPE અને 12.76 લાખ N95 માસ્કનો પૂરવઠો મોકલવામાં આવ્યો છે જ્યારે, મહારાષ્ટ્રમાં 11.78 લાખ PPE અને 20.64 લાખ N95 માસ્ક અને તામિલનાડુમાં 5.39 લાખ PPE અને 9.81 લાખ N95 માસ્કનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636094
આવકવેરા વિભાગે કોવિડ-19 મહામારી વચ્ચે 20 લાખથી વધુ કરદાતાઓને રૂ. 62,361 કરોડના રિફંડની ચુકવણી કરી
કોવિડ-19 મહામારીની સ્થિતિમાં કરદાતાઓને મદદરૂપ થવા માટે તેમના બાકી રહેલા રિફંડની ચુકવણી કરવા બાબતે સરકાર દ્વારા 8 એપ્રિલ 2020ના રોજ લેવામાં આવેલા નિર્ણયને અનુલક્ષીને, આવકવેરા વિભાગે 8 એપ્રિલથી 30 જૂન 2020 દરમિયાન દર મિનિટે 76 કેસોની પતાવટ કરવાની ઝડપ સાથે મોટી સંખ્યામાં કરદાતાઓને રિફંડની ચુકવણી કરી છે. માત્ર 56 દિવસના આ સમયગાળામાં, કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT) દ્વારા 20.44 લાખથી વધુ કેસોમાં રૂ. 62,361 કરોડ રૂપિયાના રિફંડની ચુકવણી કરવામાં આવી છે. કરદાતાઓ આવકવેરા વિભાગની આ મહત્વપૂર્ણ સુવિધાનો અનુભવ કરી રહ્યા છે જે કરદાતાઓ માટે અનુકૂળ હોવા ઉપરાંત, કોવિડ-19 મહામારીના સમયમાં તેણે વિપુલ પ્રમાણમાં પ્રવાહિતા પ્રદાતા તરીકે પણ સુવિધા કરી આપી છે. આ સમયગાળામાં કરદાતાઓના 19,07,853 કેસોમાં રૂપિયા 23,453.57નું આવકવેરા રિફંડ અને 1,36,744 કેસોમાં રૂપિયા 38,908.37 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ રિલીઝ કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636151
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) માટે એકસમાન કોવિડ-19 રણનીતિ અંગે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) માટે એકસમાન કોવિડ-19 રણનીતિ અંગે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડ-19ના શંકાસ્પદ લોકોના પરીક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે જેથી NCR પ્રદેશમાં સંક્રમણના દરમાં ઘટાડો લાવી શકાય. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંગઠને સૂચવ્યા અનુસાર રેપિડ એન્ટિજેન પરીક્ષણ કીટ્સ દ્વારા વધુ સંખ્યામાં પરીક્ષણ કરવાથી આ બીમારીનો ચેપ ફેલાવાનો દર 10 ટકાથી નીચે લાવવામાં ઘણી મદદ મળી રહેશે. શ્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, આ કીટ્સની મદદથી 90 ટકા સ્ક્રિનિંગ શક્ય છે. આ કીટ્સ ઉત્તરપ્રદેશ અને હરિયાણા સરકારને તેઓ ઇચ્છે એટલી સંખ્યામાં ભારત સરકાર પૂરી પાડી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવા માટે માનવીય અભિગમ અપનાવવો ખૂબ જ જરૂરી હોવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, દર્દીઓને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ જેથી, દર્દીઓના મૃત્યુદરમાં પણ ઘટાડો થઇ શકે. શ્રી અમિત શાહે એ બાબત પણ ભારપૂર્વક જણાવી હતી કે, NCR પ્રદેશમાં આરોગ્ય સેતુ અને ઇતિહાસ એપ્લિકેશનના ખૂબ વ્યાપક ઉપયોગથી કોવિડ-19નું મેપિંગ કરવામાં ઘણી મદદ મળી રહેશે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, દિલ્હીના એઇમ્સમાં લાગુ કરવામાં આવેલું ટેલિમેડિસિન મોડેલ દિલ્હીમાં કોવિડના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે તેવી જ વ્યવસ્થા ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પણ શરૂ કરવી જોઇએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધન અને ભારત સરકાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા તેમજ દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635978
કર્ણાટકમાં આશાની 42000 કર્મચારીઓએ અંદાજે 1.59 કરોડ પરિવારોનો સંવેદનશીલતા મેપિંગ સર્વે કર્યો
કર્ણાટકમાં આશાની અંદાજે 42,000 કર્મચારીઓ રાજ્યમાં કોવિડ-19ને નાથવાની સાફલ્ય ગાથામાં મહત્વના આધારસ્તંભ સમાન સાબિત થઇ છે. તેમણે કોવિડ-19ના ઘરે ઘરે સર્વેક્ષણમાં અને આંતર રાજ્ય મુસાફરો, વિસ્થાપિત શ્રમિકોના સ્ક્રિનિંગ અને કોવિડ-19ના લક્ષણો સંબંધિત અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે પોતાની ભૂમિકા નિભાવી છે. કોવિડ-19 માટે કેટલાક ચોક્કસ વસ્તી સમૂહો વધુ સંવેદનશીલ હોય છે તે બાબતને ધ્યાનમાં રાખીને પરિવારોમાં વૃદ્ધ લોકો, સહ-બીમારી ધરાવતા લોકો, પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા લોકોને દરેક ઘરમાંથી શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલા વન-ટાઇમ સર્વેમાં અંદાજે 1.59 કરોડ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આશા કર્મચારીઓએ નિયમિત ધોરણે આવા અતિ જોખમી વસ્તી સમૂહોના વિસ્તારોમાં દેખરેખ રાખે છે અને દરેક કન્ટેઇન્મેન્ટ ઝોન તેમજ અન્ય વિસ્તારોમાં 15 દિવસમાં એક વખતના ધોરણે દરરોજ ફોલોઅપ મુલાકાતો લે છે. તેઓ હાલમાં ILI/SARI લક્ષણોની ફરિયાદ ધરાવતા અને જેમણે રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્પલાઇન નંબરો પર મદદ માટે કૉલ કર્યો હોય તેવા અતિ જોખમ ધરાવતા હોય તેવા લોકોની પણ મુલાકાત લે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636106
જલ જીવન મિશન: લૉકડાઉન દરમિયાન 19 લાખ પરિવારોને નળના જોડાણ આપવામાં આવ્યા
આખો દેશ જ્યારે કોવિડ-19 મહામારી સામે લડી રહ્યો છે ત્યારે, કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારોમાં નળના જોડાણ દ્વારા લોકોને ‘સલામત પીવાના પાણીની જોગવાઇ’ કરવા માટે શક્ય એવા તમામ પ્રયાસો કરી રહી છે જેથી લોકોને જલ જીવન મિશન (JJM) હેઠળ તેમની પોતાની જ પરિસીમામાં શુદ્ધ પાણી મળી રહે. આના કારણે જાહેર જગ્યાઓ પર પાણી મેળવવા માટે લોકોની થતી ભીડ ટાળી શકાશે અને બહારના રાજ્યામાંથી પરત આવેલા વિસ્થાપિતોને તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળવાથી ગ્રામીણ અર્થતંત્રમાં વેગ આવશે. 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, દેશભરમાં વિવિધ ગામડાંઓમાં પાણીના નળના 19 લાખ જોડાણો આપવામાં આવ્યા છે. કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન વચ્ચે પણ રાજ્યોના નક્કર પ્રયાસોના કારણે આ શક્ય બન્યું છે. આ મિશન રાજ્યો સાથે ભાગીદારી હેઠળ ચાલી રહ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635954
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ પ્રાથમિક તબક્કા માટે 8 અઠવાડિયાનું વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યું
કોવિડ-19ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ તેમના ઘરે રહીને તેમના માતા પિતા અને શિક્ષકોની મદદથી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અર્થપૂર્ણ રીતે સંકળાયેલા રહે તેવા આશય સાથે પ્રાથમિક તેમજ ઉચ્ચતર પ્રાથમિક અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. MHRDની માર્ગદર્શિકાઓ હેઠળ NCERT દ્વારા આ કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' ગઇકાલે નવી દિલ્હીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 8 અઠવાડિયાનું વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ કૅલેન્ડરમાં શિક્ષકોને આનંદપૂર્વક તેમજ રસપ્રદ રીતે શિક્ષણ આપવા માટે કેવી રીતે વિવિધ ટેકનોલોજીકલ સાધનો અને સોશિલય મીડિયા પ્લેફોર્મ્સનો ઉપયોગ થઇ શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ અભ્યાસુઓ, માતા-પિતા અને શિક્ષકો તેમના ઘરે બેસીને પણ કરી શકે છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635949
ડૉ. રઘુનાથ માશેલકરે કહ્યું, કોવિડ-19 એ આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના સ્પષ્ટ હુંકાર તરીકે કામ કરે છે
પદ્મ વિભૂષણ ડૉ. રઘુનાથ અનંત માશેલકરે જણાવ્યું હતું કે, કોવિડ-19ની બીમારી દેશમાં દરેક વ્યક્તિ માટે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પોતાની જાતનું પુનઃનિર્માણ, પુનરોત્થાન અને પુનઃપરિકલ્પના કરવાના સ્પષ્ટ હુંકાર તરીકે કામ કરે છે. "આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ” વિષય પર તેઓ સંબોધન આપી રહ્યા હતા ત્યારે આમ કહ્યું હતું. ડૉ. માશેલકરે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આપણા પ્રયાસોમાં, આપણે પોતાની જાતને દુનિયાથી અલગ ના કરી શકીએ પરંતુ વૈશ્વિક પૂરવઠા સાંકળ સાથે આપણે એકીકૃત થવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આત્મનિર્ભરતા'ના પાંચ સ્તંભ – ખરીદો, બનાવો, બહેતર બનાવવા માટે ખરીદો, બહેતર ખરીદવા માટે બનાવો અને સાથે મળીને બનાવો (પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપનું નિર્માણ) છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636108
ASIના તમામ કેન્દ્રીય રીતે સુરક્ષિત સ્મારકો 6 જુલાઇ 2020થી ખોલવામાં આવશે: શ્રી પ્રહલાદસિંહ પટેલ
કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે જાહેરાત કરી હતી કે, ભારતીય સંસ્કૃતિ અને પૂરાતત્વ સર્વે (ASI) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેન્દ્રીય રીતે સુરક્ષિત તમામ સ્મારકોને 6 જુલાઇ 2020થી સલામતીના તમામ પ્રોટોકોલના પાલન સાથે ખોલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર એવા સ્મારકો/ સંગ્રહાલયો કે જે નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવે છે તેને મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. કેન્દ્રીય રીતે સુરક્ષિત તમામ સ્મારકો અને સ્થળોએ સેનિટાઇઝેશન, સામાજિક અંતર તેમજ ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય સંબંધિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય અને/અથવા જિલ્લા પ્રશાસન દ્વારા જો કોઇ અન્ય વિશેષ આદેશ બહાર પાડવામાં આવ્યા હોય તો તેનો પણ ચુસ્ત અમલ કરવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1636161
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ દેખીતા સ્રોત વગર કોવિડ-19ના પોઝિટીવ કેસોને ધ્યાનમાં રાખતા રાજધાની તિરૂવનંતપુરમ જિલ્લામાં ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર દ્વારા એન્ટિજેન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. શહેરમાં 18 વૉર્ડને ચેપગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં આવ્યાં છે. VSSC ખાતે વધુ પરીક્ષણો હાથ ધરવામાં આવશે જ્યાં બે કર્મચારીઓનો કોરોના વાયરસ અંગેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. રાજ્યની બહાર જુદા-જુદા રાજ્યોમાં ત્રણ-ત્રણ અને અખાતી દેશોમાં એક સાધ્વી સહિત કુલ છ કેરળવાસીઓના કોવિડ-19ના કારણે મૃત્યુ નીપજ્યાં છે. ગઇકાલે કુલ 202 લોકો સાજા થતાં અને 160 નવા કેસો નોંધાતા, નવા કેસોની સરખામણીમાં સાજા થયેલા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં 2,088 દર્દીઓ હજુ પણ સારવાર લઇ રહ્યાં છે.
- તામિલનાડુઃ પુડુચેરીમાંમાં કોવિડ-19ના કારણે એક 93 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. 24 નવા કેસોની સાથે અહીં કુલ કેસોની સંખ્યા વધીને 824 થઇ ગઇ છે, નવા કેસો પૈકી 23 કેસો પુડુચેરીમાંથી અને એક કેસ કરાઇકલમાંથી નોંધાયો છે. મદુરાઇમાં કોવિડ-19 કેસોમાં થયેલા વધારાના કારણે સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને ઘરે આઇસોલેશનમાં રાખીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ગઇકાલે 4,343 નવા કેસોની સાથે તામિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધારે કેસો નોંધાયા હતા અને 57 લોકોના મરણ નીપજ્યાં હતા. વધુમાં ચેન્નઇમાંથી નવા 2,027 કેસો નોંધાયા હતા. નવા કેસોની સાથે રાજ્યમાં કુલ કોવિડ-19ના કેસોની સંખ્યા 98,392 પર પહોંચી ગઇ છે, જેમાંથી 41,047 કેસો હજુ પણ સક્રિય છે. આ મહામારીના કારણે અત્યાર સુધી કુલ 1,321 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- કર્ણાટકઃ રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નવા દિશા-નિર્દેશો અનુસાર, લક્ષણ વગરના કોવિડ-19 દર્દીઓ કે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે અને 95 ટકા અથવા તેનાથી વધારે માત્રામાં ઓક્સિજનનું સ્તર ધરાવે છે તેમને ઘર પર જ આઇસોલેશનમાં રાખવામાં આવશે. પોતાની સેવાઓને નિયમિત કરવાની માંગણી સંતોષવામાં થઇ રહેલા વિલંબના કારણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કરાર આધારિત ડૉક્ટરો 8 જુલાઇથી હડતાલ ઉપર જવાની ચિમકી ઉચ્ચારી રહ્યાં હોવાથી, રાજ્ય સરકારે ગુરુવારે તેમનો પગાર દર મહિને રૂ. 45,000થી વધારીને રૂ. 60,000 કરવાના આદેશો બહાર પાડ્યો છે. ગઇકાલે નવા 1,502 કેસો નોંધવામાં આવ્યાં હતા, 271 વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી અને 19 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 18,016 છે, જેમાંથી 9,406 કેસો સક્રિય છે અને 272 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- આંધ્રપ્રદેશઃ ICMR અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવેલી સ્વદેશી કોવિડ-19 વેક્સિન (BBV152 કોવિડ વેક્સિન)ના ક્લિનિકલ પરીક્ષણ માટે સમગ્ર દેશમાં પસંદ કરવામાં આવેલા 12 કેન્દ્રો પૈકી વિશાખાપટ્ટનમ ખાતે આવેલી કિંગ જ્યોર્જ હોસ્પિટલની ICMR દ્વારા પસંદગી કરવામાં આવી છે. તમામ ક્લિનિકલ પરીક્ષણ પૂર્ણ થઇ ગયા બાદ આ વેક્સિનનો 15 ઑગસ્ટ, 2020ના રોજ જાહેર આરોગ્યના હેતુ માટે પ્રારંભ કરવામાં આવે તેવી સંભાવના છે. વિશાખાપટ્ટનમ ખાતે 'ડીઝલ લોકો શેડ' નામની કંપનીએ ચલણી નોટો, કાગળો અને સાધનોને જંતુમુક્ત કરવા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો-આધારિત જંતુનાશક ઉપકરણની રચના કરી છે. આ ઉપકરણ જંતુનાશક પારજાંબલી પ્રકાશમાંથી ઉત્સર્જિત થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, જે 99.9 ટકા વાયરસ, હવાજન્ય બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન 38,989 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 837 નવા કેસો સામે આવ્યાં છે, 258 લોકોને રજા આપવામાં આવી છે અને પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. 837 કેસોમાંથી 46 આંતર-રાજ્ય અને બે વિદેશમાંથી પરત આવેલા લોકોમાં નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 16,934 છે, જેમાંથી 9,096 કેસો સક્રિય છે, 7,632 લોકોને રજા આપવામાં આવી છે અને 206 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- તેલંગણાઃ રાજ્ય સરકારે વડી અદાલતને જાણકારી આપી હતી કે તે રાજ્યમાં મોબાઇલ પરીક્ષણ લેબ શરૂ કરવાનું કોઇ આયોજન કરી રહી નથી અને વધુમાં ઉમેર્યું હતું કે તેઓ RT-PCR પરીક્ષણ કરવાનું ચાલુ રાખશે, જે વધુ ચોક્કસ છે. કોવિડ-19 સામે પ્રથમ રસી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ICMR દ્વારા 15 ઑગસ્ટના રોજ પ્રારંભ કરવામાં આવે તેવી સંભાવના છે. કોવેક્સિન તરીકે ઓળખાતી રસીના માનવીય ક્લિનિકલ પરીક્ષણો ઝડપી બનાવી દેવામાં આવ્યાં છે. NIMS, પુંજાગુટ્ટા પરીક્ષણ સ્થળો પૈકીનું એક છે. ગઇકાલ સુધી કુલ 18,570 કેસો નોંધાયા હતા, જેમાંથી 9,226 કેસો સક્રિય છે, 275 લોકોના મરણ નીપજ્યાં છે અને 9,069 લોકોને રજા આપવામાં આવી છે.
- મહારાષ્ટ્રઃ ગુરુવારે રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો એક લાખની સંખ્યાને પાર કરી ગયો હતો, જોકે વધુ 6,330 નવા કેસો નોંધાવાની સાથે કુલ કેસોની સંખ્યા હજુ પણ 1,86,626 છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 77,260 છે. મુંબઇમાં વધુ 1,554 નવા કેસોનો ઉમેરો થતાં કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 80,262 થઇ ગઇ છે.
- ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 33,999 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 681 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડના કારણે વધુ 19 દર્દીએ જીવ ગુમાવ્યો હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે કુલ 1,888 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં સૌથી વધુ 202 કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે નવા 191 કેસ સુરતમાં નોંધાયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 7,510 છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.88 લાખ સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં આજે સવારે કોવિડ-19ના નવા 123 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે વધુ 5 દર્દીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે. ગુરુવારે, 350 નવા કેસ અને 9 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 18,785 છે જેમાંથી સક્રિય કેસની સંખ્યા 3,307 છે.
- મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડના નવા 245 પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કુલ 14,106 લોકોને કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં હાલમાં 2,702 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કારણે 589 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
- છત્તીસગઢ: છત્તીસગઢમાં કોવિડ-19ના નવા 72 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ નોંધાયેલા કેસનો આંકડો વધીને 3,013 થઇ ગયો છે. હાલમાં રાજ્યમાં 637 સક્રિય હોવાનુ તાજેતરના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.
- ગોવા: ગોવામાં ગુરુવારે કોવિડ-19ના 95 સેમ્પલના પરીક્ષણમાં પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો જેથી રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 1,482 થઇ ગઇ છે. હાલમાં 744 સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે.
- આસામ: ગુવાહાટીમાં GMCH ખાતે પ્લાઝ્મા બેંક શરૂ કરવામાં આવી છે જ્યાં પ્રથમ કોન્વેલેસેન્ટ દાતા ડૉ. લિથિકેશ છે જેઓ વ્યવસાયે તબીબ છે.
- મણિપુર: મણિપુરના બોક્સિંગ આઇકોન અને એશિયલ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ડિંકોસિંહ હવે સાજા થઇ ગયા છે અને તેમને કોવિડ-19નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
- મેઘાલય: મેઘાલયમાં કોવિડ-19ના વધુ ત્રણ કેસનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાની પુષ્ટિ થઇ છે. નવા નોંધાયેલા બેમાંથી એક કેસ પૂર્વ કાસી હિલ્સ (BSF) અને એક કેસ રીભોઇમાં હાઇ રિસ્ક સંપર્કમાંથી નોંધાયો છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 18 છે અને અત્યાર સુધીમાં 43 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે.
- મિઝોરમ: મિઝોરમમાં આજે કોવિડ-19ના એક દર્દીને સાજા થઇ જવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 35 છે જ્યારે આજદિન સુધીમાં 127 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 162 સુધી પહોંચી છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા પોઝિટીવ કેસો મળી આવ્યા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 539 થઇ છે જેમાંથી 342 સક્રિય કેસ છે જ્યારે 197 દર્દીઓ સાજા થઇ ગયા છે.
- પંજાબ: પંજાબના મુખ્યમંત્રીએ સમજવામાં સરળતા રહે તેવું પંજાબ કોવિડ-19 તબીબી વ્યવસ્થાપન મેન્યુઅલ બહાર પાડ્યું છે જે તમામ આરોગ્ય સંભાળ પ્રદાતાઓની માહિતી માટેનું એક સિંગલ સંદર્ભ છે. એકંદરે તેનો હેતુ કોવિડ મહામારીના તમામ પરિબળો સામે સંયોજિત અને સંકલિત અભિગમ સાથે સામનો કરીને મૃત્યુદર ઘટાડવાનો છે. આ મેન્યુઅલને આ સરકારના ‘મિશન ફેચ’માં અનેક ગણો વેગ આપનારું ગણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ મેન્યુઅલ કોવિડના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ અને રાજ્યની જરૂરિયાતો વચ્ચેના સેતુ તરીકે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી આરોગ્ય સંભાળ પ્રદાતાઓને મહામારીને બહેતર રીતે નિયંત્રણમાં લાવવા માટે જરૂરી સાધનોના સરળ ઍક્સેસ સાથે કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓની સંભાળ અને વ્યવસ્થાપનમાં મદદ મળી રહેશે.
FACTCHECK
(Release ID: 1636263)
|