PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 02 JUL 2020 6:21PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 02.07.2020

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થવાનો દર ઝડપથી વધી રહ્યો હોવાથી 60%ની નજીક પહોંચી ગયો; સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત હવે 1,32,912 થઇ ગયો

કોવિડ-19ના કેસોના સમયસર તબીબી વ્યવસ્થાપનના કારણે હવે દરરોજ 10,000થી વધુ દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 11,881 દર્દીઓ સાજા થઇ ગયા છે જેના કારણે દેશમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ લોકોનો આંકડો વધીને 3,59,859 સુધી પહોંચી ગયો છે. અત્યારે દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.52% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,26,947 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,29,588 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 90,56,173 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીના નેટવર્કને વધુ મજબૂત કરવામાં આવ્યું છે. 768 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે અને 297 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની હોવાથી હાલમાં દેશમાં કોવિડના પરીક્ષણ માટે કુલ 1065 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635911  

 

અવરોધો દૂર કરવાથી કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ થઇ; હવે ખાનગી પ્રેક્ટિશનરો પણ કોવિડ-19ના પરીક્ષણ માટે સૂચન કરી શકશે

ભારત સરકાર દ્વારા પરીક્ષણ સંબંધિત તમામ અવરોધો દૂર કરવામાં આવ્યા હોવાથી આ શક્ય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લેમાં આવેલા વિવિધ પગલાંના કારણે કોવિડ-19ના પરીક્ષણની સંખ્યા વધારવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારપૂર્વક સલાહ આપવામાં આવી હતી કે, ખાનગી ક્ષેત્રના પ્રેક્ટિશનરો સહિત તમામ ક્વોલિફાઇડ તબીબી પ્રેક્ટિશનરો કોઇપણ વ્યક્તિને ICMRની પરીક્ષણની માર્ગદર્શિકા અનુસાર જરૂરી માપદંડો પૂર્ણ કરીને કોવિડનું પરીક્ષણ કરવા માટે સુચન કરી શકે તે માટે સુવિધા પૂરી પાડવામાં આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, 'ટેસ્ટ -ટ્રેક -ટ્રીટ' (પરીક્ષણ કરો- ધ્યાન આપો- સારવાર કરો) વ્યૂહરચના આ મહામારીમાં વહેલાં નિદાન અને નિયંત્રણ માટે મુખ્ય રણનીતિ છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારપૂર્વક સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાના રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ની પરીક્ષણની લેબોરેટરીઓનો પૂર્ણ ક્ષમતાએ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લે. આનાથી ખાસ કરીને ખાનગી સુવિધાઓનો પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ સુનિશ્ચિત થશે અને  મોટી સંખ્યામાં લોકોને લાભ થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635869

 

કોવિડ-19ના પરીક્ષણમાં આવતા અવરોધો ભારત સરકારે દૂર કર્યા; રાજ્યોને પરીક્ષણની સંખ્યામાં વૃદ્ધિ કરવાનો અનુરોધ કર્યો

કોવિડ-19ના પરીક્ષણમાં આવી રહેલા તમામ અવરોધો દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાન અને DG (ICMR) ડૉ. બલરામ ભાર્ગવે આજે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો હતો કે, તેઓ પરીક્ષણની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, 'ટેસ્ટ -ટ્રેક -ટ્રીટ' (પરીક્ષણ કરો- ધ્યાન આપો- સારવાર કરો) વ્યૂહરચના આ મહામારીમાં વહેલાં નિદાન અને નિયંત્રણ માટે મુખ્ય રણનીતિ છે. કેટલાક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, પરીક્ષણની લેબોરેટરીઓની ક્ષમતાના ઉપયોગ, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં, પૂરતા પ્રમાણમાં ના થઇ રહ્યો હોવાનું નોંધીને, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારપૂર્વક સલાહ આપવામાં આવી છે કે, ખાનગી ક્ષેત્રના પ્રેક્ટિશનરો સહિત તમામ ક્વોલિફાઇડ તબીબી પ્રેક્ટિશનરો કોઇપણ વ્યક્તિને ICMRની પરીક્ષણની માર્ગદર્શિકા અનુસાર જરૂરી માપદંડો પૂર્ણ કરીને કોવિડનું પરીક્ષણ કરવા માટે સુચન કરી શકે તે માટે સુવિધા પૂરી પાડવામાં આવે. જ્યારે RT-PCR કોવિડ-19ના નિદાન માટે સોનેરી માપદંડ છે ત્યારે, ICMR દ્વારા તાજેતરમાં કોવિડ-19ના વહેલા નિદાન માટે પોઇન્ટ-ઓફ-કેર રેપિડ એન્ટિજેન પરીક્ષણનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષણની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ, શિબિરો ઉભી કરીને/ મોબાઇલ વાનનો ઉપયોગ કરીને ખૂબ મોટી સંખ્યામાં કોવિડના કેસો નોંધાતા હોય ત્યાં તમામ લક્ષણો ધરાવતા લોકો અને તેમના સંપર્કોના સેમ્પલો એકત્ર કરવા અને અભિયાન મોડમાં પ્રયાસો શરૂ કરો અને તે સેમ્પલોનું રેપિડ એન્ટિજેન કીટથી પરીક્ષણ કરે. પરીક્ષણની સુવિધામાં વધારો કરવાના ઉપરાંત, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સંપર્ક ટ્રેસિંગ પર વધુ ધ્યાન આપે કારણ કે વાયરસનું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે તે એક મુખ્ય પરિબળ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635746

 

ઓડિશાની આશા કર્મચારીઓ: કોવિડ સંબંધિત કલંક અને ભેદભાવથી મુક્તિની દિશામાં પ્રયાસ; 46000થી વધુ આશા કર્મચારીઓ કોવિડ-19 સામેની લડાઇમાં સ્થાનિક સમુદાયો સાથે નીકટતાથી કામ કરી રહી છે

ઓડિશામાં 46,627થી વધુ આશા કર્મચારીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કોવિડ-19 સામેની લડાઇમાં વિજયી યોદ્ધાઓ તરીકે ઉભીરી આવી છે અને તેઓ સ્થાનિક આરોગ્ય સંભાળની જરૂરિયાતો પૂર્ણ કરી રહી છે. તેઓ ગ્રામીણ વિસ્તારોમાં ગાંવ કલ્યાણ સમિતિઓ અને શહેરી વિસ્તારોમાં મહિલા આરોગ્ય સમિતિઓ સાથે ખૂબ જ નીકટતાથી સંકલન કરીને કામ કરી રહી છે. તેમણે જાહેર જગ્યાએ જતી વખતે માસ્ક/ ફેસ કરવાનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા અને શારીરિક અંતરની કાળજી રાખવી વગેરે માપદંડોનો પ્રસાર કરીને તેમજ કોવિડના લક્ષણો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીને કોવિડ સુરક્ષાત્મક કામગીરીઓ પાર પાડવા માટે આ મંચોનો ઉપયોગ કર્યો છે. આશા દ્વારા પત્રિકાઓનું વિતરણ અને સ્વાસ્થ્ય કાંથ (જિલ્લા સ્તરે દિવાલો) પર પોસ્ટરો લગાવવા જેવી IEC પ્રવૃત્તિઓ હાથ ધરીને લોકોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં કોવિડ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635840

 

NPPA દ્વારા પલ્સ ઓક્સિમીટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સના ભાવ વધારા પર દેખરેખ રાખવામાં આવે છે અને દેશમાં પૂરતા પ્રમાણમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે

કોવિડ-19 મહામારીના પગલે સરકાર દેશમાં કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપન માટે પૂરતા પ્રમાણમાં મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoH&FW) દ્વારા આ માટે મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો ઓળખી કાઢવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત સત્તામંડળ (NPPA)ને અનુરોધ કર્યો છે કે, દેશમાં આ તમામ ઉપકરણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય તેના પર તેઓ ધ્યાન આપે. જીવનરક્ષક દવાઓ/ ઉપકરણો ગ્રાહકોને પરવડે તેવા ભાવે મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. તમામ તબીબી ઉપકરણોને નિયમન કાયદામાં દવા તરીકે અધિસૂચિત કરવામાં આવ્યા છે. તબીબી ઉપકરણોના ભાવોમાં વૃદ્ધિને નિયંત્રણમાં રાખવા માટે NPPA દ્વારા DPCO, 2013 અંતર્ગત તેમને મળેલી સત્તાની રૂએ, (I) પલ્સ ઓક્સિમીટર અને (ii) ઓક્સિજન કંટ્રોલરની કિંમતો સંબંધિત ડેટા ઉત્પાદકો/ આયાતકારો પાસેથી મંગાવવામાં આવ્યા છે જેથી સુનિશ્ચિત થઇ શકે કે, 1 એપ્રિલ 2020ના રોજ તેનો જે ભાવ હતો તે રહે અને ભાવમાં વાર્ષિક મહત્તમ 10%થી વધારે વૃદ્ધિ ના થવી જોઇએ. તબીબી ઉપકરણ ઉદ્યોગ સંગઠન અને સિવિલ સોસાયટી સમૂહો સાથે 1 જુલાઇ 2020ના રોજ હિતધારક વિચારવિમર્શ યોજવામાં આવ્યો હતો જેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, તમામ ઉત્પાદકો/ આયાતકારો દેશમાં તબીબી ઉપકરણોની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. તબીબી ઉપકરણ ઉદ્યોગ સંગઠનોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ મહત્વપૂર્ણ તબીબી ઉપકરણોની છુટક વેચાણ કિંમત ઓછી કરે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635899

 

પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 જુલાઇ 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી વ્લાદીમીર પુતિન સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ પોત પોતાના દેશોમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીના નકારાત્મક પરિણામોનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓની નોંધ લીધી હતી અને કોવિડ-19 પછીની દુનિયામાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે ભારત- રશિયાના નીટકતાપૂર્વકના જોડાણના મહત્વ અંગે સંમત થયા હતા. તેઓ દ્વિપક્ષીય  સંપર્કો અને વિચારવિમર્શ માટેની ગતિવિધિઓ જાળવી રાખવા માટે પણ સંમત થયા હતા, જેના ભાગરૂપે આ વર્ષના અંતમાં ભારતમાં દ્વિપક્ષીય સમિટનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આ દ્વિપક્ષીય સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં આવકારવા માટે પોતાની આતુરતા વ્યક્ત કરી હતી.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635882

 

કેન્દ્રીય HDR મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સંયુક્ત રીતે ડ્રગ ડિસ્કવરી હેકાથોન 2020નો પ્રારંભ કર્યો

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ઑનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી ડ્રગ ડિસ્કવરી હેકાથોન 2020નો પ્રારંભ કર્યો હતો. ડ્રગ ડિસ્કવરી હેકાથોન MHRD, AICTE અને CSIRની સંયુક્ત પહેલ છે અને CDAC, MyGov, સ્ક્રોડિંજર તેમજ કેમેક્સોન દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. હેકાથોનમાં પ્રાથમિકરૂપે દવાની શોધના ગાણિતિક પરિબળોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને તેના ત્રણ ટ્રેક રહેશે. ટ્રેક-1માં દવાની ડિઝાઇન અથવા વર્તમાન સમયમાં ઉપલબ્ધ ડેટાબેઝમાંથી એવા મુખ્ય ઘટકો ઓળખવા માટે ગાણિતિક મોડેલિંગ પર કામ કરવાનું રહેશે જેમાં SARS-CoV-2ને અવરોધવાની સંભાવના પણ હોઇ શકે છે જ્યારે ટ્રેક-2માં સ્પર્ધકોને ડેટા એનાલિટિક્સ અને AI/ML અભિગમનો ઉપયોગ કરીને નવા ટૂલ્સ અને અલગોરીધમ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે જેનાથી દવા જેમકે ઓછામાં ઓછી ઝેરી અસર અને મહત્તમ ચોક્કસતા અને પસંદગી સાથેના સંયોજનોનું અનુમાન કરી શકાય. ત્રીજો ટ્રેક મૂન-શોટ અભિગમનો છે જેમાં ક્ષેત્રમાં માત્ર નવતર અને મર્યાદાથી બહારના આઇડિયા પર કામ કરવાનું રહેશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635913

 

નાણામંત્રી: વ્યવસાયમાં સરળતાને સુનિશ્ચિત કરવા સાથે GST કર વહીવટીતંત્રને સરળ બનાવવા માટે સરકાર પ્રયાસરત છે.

GST દિવસ, 2020 અર્થાત્ GSTના અમીકરણની ત્રીજી વર્ષગાંઠ CBIC અને તેના તમામ ક્ષેત્રો દ્વારા દેશભરમાં 01 જુલાઇ 2020ના રોજ ઉજવવામાં આવી. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે GST દિવસ નિમિત્તે પોતાના સંદેશમાં પ્રકાશ પાડ્યો હતો કે, તમામ હિતધારકો તરફથી મળેલા પ્રતિભાવોના આધારે GST કર વહીવટીતંત્રમાં વધુ સરળીકરણ લાવવા માટે GST ઘણી લાંબી મજલ કાપી છે. નાણામંત્રીના સંદેશના મુખ્ય મુદ્દા પ્રમાણે હતા: આદરણીય પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના આહ્વાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કરદાતાઓને વ્યવસાય કરવામાં સરળતા પડે તે સુનિશ્ચિત કરવા સાથે કર વહીવટીતંત્રમાં સરળતા લાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે જેથી હાલમાં અને ભવિષ્યમાં વ્યાપારી સમુદાયને પડતી કોઇપણ સમસ્યાઓને દૂર કરી શકાય અને સક્રિયપણ તેનો ઉકેલ લાવી શકાય. નાણામંત્રીએ CBICને કોવિડ-19ના સમયમાં તેમના દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરી બદલ અને કરદાતાઓને મદદરૂપ થવા માટે પોતાની ફરજ કરતા પણ વિશેષ કામ કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમયગાળામાં કરદાતાઓના હાથમાં રોકડનો પ્રવાહ ચાલુ રહે તે માટે વિક્રમી સંખ્યામાં રિફંડ રિલીઝ કરવા બદલ પણ તેમની પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635730

 

શ્રી રામ વિલાસ પાસવાને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અગાઉના મહિનાઓમાં બાકી રહેલો ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવા અને લાભાર્થીઓમાં ખાદ્યાન્નનું ઝડપથી વિતરણ કરવા માટે અનુરોધ કર્યો

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને ગઇકાલે મીડિયાને સંબંધોન કર્યું હતું અને મંત્રાલય દ્વારા NFSA (DBT અંતર્ગત આવરી લેવામાં આવ્યા હોય તે સહિત) અનુસાર લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થી (AAY અને PHH)ને વિનામૂલ્યે દરેક વ્યક્તિ દીઠ 5 કિલો વધારાનું ખાદ્યાન્ન પૂરું પાડવા માટે કરવામાં આવેલી જોગવાઇઓ અંગે વિગતો પૂરી પાડી હતી. શ્રી પાસવાને યોજના નવેમ્બર મહિનાના અંત સુધી લંબાવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે નિર્ણયથી ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલીના સમયમાં અને હવે આવી રહેલી તહેવારોની મોસમમાં કોવિડ-19 મહામારીના કારણે ભૂખ્યા રહેવાની નોબત નહીં આવે. 80 કરોડ NFSA લાભાર્થીઓમાં કુલ 200 LMT ખાદ્યાન્નનો જથ્થો વિનામૂલ્યે વિતરિત કરવામાં આવશે તેમજ 9.78 લાખ મેટ્રિક ટન ચણાનું પણ અંદાજે 20 કરોડ પરિવારોમાં વિતરણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635691

 

ઓપરેશન સમુદ્ર સેતુ; INS જલશ્વ ઇરાનથી 687 ભારતીય નાગરિકોને લઇને સ્વદેશ પરત આવ્યું

ભારતીય નૌસેના દ્વારા "ઓપરેશન સમુદ્ર સેતુઅંતર્ગત તૈનાત કરવામાં આવેલું INS જલશ્વ 01 જુલાઇ 2020ના રોજ સવારે 687 ભારતીય નાગરિકો સાથે ઇરાનથી સ્વદેશ પરત આવ્યું હતું. જહાજ ઇરાનના અબ્બાસ બંદરેથી રવાના થયું હતું. સાથે અત્યાર સુધીમાં ભારતીય નૌસેનાના જહાજો દ્વારા ઇરાનમાંથી 920 ભારતીયોને વતન પરત લાવવામાં આવ્યા છે. વિદેશમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી સાથે ભારતીય નૌસેના પ્રવર્તમાન મહામારીના કારણે લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં માલદીવ્સ, શ્રીલંકા અને ઇરાનમાંથી 3992 ભારતીયોને વતન પરત લાવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635766

 

ડિજિટલ પ્રવાસ સશક્તિકરણ, સમાવેશ અને ડિજિટલ પરિવર્તન પર કેન્દ્રિત છે અને તેની સકારાત્મક અસરો ભારતીય નાગરિકોના જીવનમાં તમામ પરિબળોમાં અનુભવાઇ રહી છે: શ્રી રવિશંકર પ્રસાદ, Meity ડિજિટલ ઇન્ડિયાના 5 વર્ષની ઉજવણી કરી

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક, આઇટી અને કમ્યુનિકેશન તેમજ કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ડિજિટલ પ્રવાસ સશક્તિકરણ, સમાવેશ અને ડિજિટલ પરિવર્તન પર કેન્દ્રિત છે અને તેની સકારાત્મક અસરો ભારતીય નાગરિકોના જીવનમાં તમામ પરિબળોમાં અનુભવાઇ રહી છે. ગઇકાલે ભારતના ડિજિટલ કાર્યક્રમના પાંચ વર્ષની સફરની ઉજવણી નિમિત્તે વીડિયો કોન્ફરન્સથી સંબોધન આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન મહામારીના પરિદૃશ્યમાં JAM ટ્રીનિટ (જનધન, આધાર અને મોબાઇલ)ના કારણે લોકો પોતાના ઘરેથી કામ કરી શક્યા છે, લોકો ડિજિટલ ચુકવણીઓ કરી શક્યા છે, વિદ્યાર્થીઓ ટીવી, મોબાઇલ, લેપટોપ વગેરે માધ્યમોથી અભ્યાસ કરી શક્યા છે, માતાપિતા ટેલિ-કન્સલ્ટેશન કરી શક્યા છે અને ખેડૂતો ભારતના દૂરના વિસ્તારોમાં PM-KISAN યોજના અંતર્ગત લાભાર્થી તરીકે સીધા તેમના બેંક ખાતાંમાં નાણાં મેળવી શક્યા છે. ડિજિટલ ઇન્ડિયાની વિવિધ પહેલે કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન આરોગ્ય સેતુ, -સંજીવની, MyGov દ્વારા સેન્સિટાઇઝેશન અને સોશિલય મીડિયા પ્લેટફોર્મ વગેરે દ્વારા મધ્યવર્તી ભૂમિકા નિભાવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635683

 

દક્ષિણ પૂર્વીય રેલવે દ્વારા કોવિડ-19ના પગલે આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા માટે 2266 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી

દક્ષિણ પૂર્વીય રેલવે (SER) દ્વારા વર્તમાન રાષ્ટ્રીય કટોકટીના સમયમાં અત્યાર સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે, ખાદ્યચીજો, કરિયાણુ, દવાઓ, તબીબી ઉપકરણો, માછલીઓ, ફળો, કપાસનો સામાન, શણાન થેલા, શાકભાજી, ડુંગળી, આદુ, લસણ અને અન્ય દૈનિક ઉપયોગમાં આવતી ચીજોને દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડવા માટે 2 એપ્રિલથી 30 જૂન 2020 સુધીમાં 2266 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી છે. ઉપર ઉલ્લેખ કરવામાં આવેલા સમયગાળા દરમિયાન SER દ્વારા 36,532 ટન પાર્સલ લઇ જવામાં આવ્યા હતા જેમાં દેશના વિવિધ ભાગોમાં તેમણે 13,73,645 પેકેજ પહોંચાડ્યા હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635687

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળઃ રાજ્યના કૃષિમંત્રી વી.એસ. સુનિલ કુમારે જણાવ્યું હતુ કે ઇર્નાકુલમ બજારમાં કોવિડ-19ના પ્રસરણના કારણે કોચીમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયે ઇર્નાકુલમ જિલ્લામાં કોઇ સામુદાયિક સંક્રમણ નોંધાયું નથી અને જે વ્યક્તિઓ લક્ષણો છૂપાવી રહ્યાં છે અને નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યાં છે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુવૈતથી પાછા ફરીને જિલ્લામાં સારવાર લઇ રહેલા એક દર્દીની હાલત અત્યંત ગંભીર છે. ગઇકાલે વાયરસના 12 પોઝિટીવ આવેલા કેસો પૈકી આઠ વ્યક્તિને સંપર્ક દ્વારા ચેપ લાગ્યો હતો. બીજી તરફ બજારમાં એક કર્મચારીનો ટેસ્ટ પોઝિટીવ આવતાં 26 લોકોના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યાં છે. દિલ્હીમાં એક કેરળવાસી સાધ્વીનું કોવિડ-19 કારણે મરણ નીપજ્યું છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19 કુલ 151 નવા કેસો નોંધાયા છે અને 132 લોકો સાજા થયા છે. સમગ્ર રાજ્યમાં હજુ 2,130 લોકો સારવાર લઇ રહ્યાં છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19 63 નવા કેસો નોંધાયા છે, અત્યારે 459 લોકો સારવાર હેઠળ છે. કોવિડ મહામારીના કારણે ચૂંટણીઓ યોજાઇ શકે તેમ હોવાથી રાજ્ય સરકારે અનેક જિલ્લાઓમાં શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ખાસ અધિકારીઓનો કાર્યકાળ વધારવા માટે વધુ એક વટહુકમ બહાર પાડ્યો છે. અગાઉ તેમનો કાર્યકાળ 30 જૂન સુધી વધારવામાં આવ્યો હતો, જે હવે વધારીને 31 ડિસેમ્બર, 2020 સુધી કરી દેવાયો છે. ગઇકાલે 3,882 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 2,852 લોકો સાજા થયા હતા અને 63 લોકોના મરણ નીપજ્યાં હતા. અત્યાર સુધી કુલ 94,049 કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાંથી 39,856 કેસો સક્રિય છે, 1,264 લોકોના મૃત્યુ થયા છે. ચેન્નઇમાં 22,777 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકાર SSLC (ધોરણ 10)ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ 7 જુલાઇથી ચેપગ્રસ્ત વિસ્તારોમાં લૉકડાઉન લાદવાનું આયોજન કરી રહી છે. કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ બાદ, રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને મૃત્યુ પામેલા કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર માટે શહેરોની બહાર વિસ્તારોની ઓળખ કરવા આદેશ કર્યા છે. ગઇકાલે 1,272 નવા કેસો નોંધાયા હતા, 145 લોકોને રજા આપવામાં આવી હતી અને 7 લોકોના મરણ નીપજ્યાં છે. અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 16,514 છે, જ્યારે 8,194 સક્રિય કેસો છે, 253 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 8,063 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ હૈદરાબાદના GHMC સિમાવિસ્તાર અને તેલંગણાની સાથે જોડાયેલા જિલ્લાઓમાં 15 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની સંભાવનાની અફવાના કારણે આંધ્રપ્રદેશમાંથી આવતાં લોકો ફરીથી તેમના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. તેના પરિણામે આંધ્રપ્રદેશ - તેલંગણાની સરહદ ઉપર કેટલાક સ્થળોએ ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા તથા કેટલાક સ્થળોએ વાહનોની અનેક કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. રાજ્ય સરકાર શૈક્ષણિક અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરવાની અને 3 ઓગસ્ટ, 2020થી મે 2021ના બીજા અઠવાડિયા સુધી કામકાજના દિવસો 180 કરી દેવા માટે વિચારણા કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં 14,285 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 845 નવા કેસો નોંધાયા હતા, 281 લોકોને રજા આપવામાં આવી હતી અને પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. 845 કેસોમાંથી 29 કેસો આંતર-રાજ્ય કેસો અને વિદેશમાંથી પરત આવેલા લોકોના છે. કુલ કેસોની સંખ્યા 16,097 છે, જેમાંથી 8,586 કેસો સક્રિય છે, 7,313 લોકોને રજા આપવામાં આવી છે, 198 લોકોના મરણ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે સરકારની મંજૂરી મેળવવા માટે ખાનગી હોસ્પિટલોએ લાઇન લગાવી દીધી છે. સરકારે કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે 100 પથારીઓની ક્ષમતા ધરાવતી હોસ્પિટલોને મંજૂરી આપવાની સાથે કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. 1,018 નવા કેસો નોંધાયા છે, 788 લોકો સાજા થયા છે અને 7 લોકોના મરણ થયા છે. ગઇકાલ સુધી કુલ 17,357 કેસો નોંધાયા છે, જેમાંથી 9,008 કેસો સક્રિય છે, 267 લોકોના મૃત્યુ થયા છે અને 8,082 લોકોને રજા આપવામાં આવી છે.
  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોવિડ-19નો વર્તમાન આંકડો 1,80,298 ઉપર પહોંચી ગયો છે. બુધવારે 5,537 નવા દર્દીઓ નોંધાયા હતા અને 2,243 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. બુધવાર સુધી સાજા થયા બાદ સમગ્ર રાજ્યની હોસ્પિટલોમાંથી અત્યાર સુધી કુલ 93,154 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 79,075 છે.
  • ગુજરાતઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 675 નવા કેસો સામે આવતાં રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 33,318 ઉપર પહોંચી ગઇ છે. ઉપરાંત વધુ 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હોવાથી રાજ્યમાં મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,869 થઇ ગઇ છે.
  • રાજસ્થાનઃ 115 નવા કેસોની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 18,427 થઇ ગઇ છે અને આજે સવાર 5 લોકોના મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં 3,358 સક્રિય કેસો અસ્તિત્વ ધરાવે છે, જ્યારે અત્યાર સુધી 14,643 દર્દીઓ સાજા થયા છે. ઉદેપુરમાં સૌથી વધારે 21 કેસો, ત્યારબાદ બિકાનેરમાં 12 નવા કેસો અને રાજસામાંદ અને ધોરપુર બંને જિલ્લાઓમાં 10-10 નવા કેસો નોંધાયા હતા.
  • મધ્યપ્રદેશઃ બુધવારે મધ્યપ્રદેશમાં કોવિડ-19ના 268 નવા કેસો નોંધાતાં રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 13,861 થઇ ગઇ છે. જ્યારે એક તરફ 2,625 સક્રિય કેસો છે ત્યારે અત્યાર સુધી 10,655 લોકો સાજા થયા છે અને 581 લોકોના મૃત્યુ નોંધાયા છે. હોટસ્પોટ ઇન્દોરમાં બુધવારે 25 નવા કેસો નોંધાયા હતા અને 3 લોકોના મૃત્યુ થયા હતા. ઇન્દોરમાં કુલ કેસોની સંખ્યા 4,734 છે. રાજધાની શહેર ભોપાલમાં બુધવારે 41 નવા કેસો નોંધાયા છે અને 4 લોકોના મરણ નીપજ્યાં છે. આથી ભોપાલમાં કુલ કેસોની સંખ્યા 2,830 છે. મોરેના જિલ્લામાં સૌથી વધારે 73 નવા કેસો નોંધાયા હતા અને એક વ્યક્તિનું મરણ નીપજ્યું હતુ, જ્યારે બુધવારે ગ્વાલિયરમાં 25 કેસો અને ભીંડમાં 22 કેસો નોંધાયા હતા.
  • છત્તીસગઢઃ બુધવારે રાજ્યમાં 81 નવા કેસો ઓળખી કાઢવામાં આવ્યાં છે અને વધુ 53 લોકો સાજા થયા છે તથા એક વ્યક્તિનું મરણ નીપજ્યું છે. જ્યારે પોઝિટીવ કેસોની સંખ્યા 2,940 છે ત્યારે અત્યારે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 623 છે.
  • ગોવાઃ બુધવારે રાજ્યમાં 72 નવા પોઝિટીવ કેસો નોંધાતા કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,387 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યારે 713 સક્રિય કેસો છે. બુધવારે 74 લોકો સાજા થતા અત્યાર સુધી સાજા થયેલા કુલ લોકોની સંખ્યા વધીને 670 થઇ ગઇ છે. બુધવારે સહ-બિમારી ધરાવતા એક દર્દીનું મૃત્યુ નીપજતાં રાજ્યનો મૃત્યુઆંક વધીને 4 પર પહોંચી ગયો છે.
  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 24,856 નમૂનાઓ પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યાં છે. આમાંથી 1,669 નમૂનાઓના પરિણામોની હજુ રાહ જોવાઇ રહી છે. અત્યારે 128 સક્રિય કેસો છે અને 66 લોકો સારવાર બાદ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં દોઇમુખ બજાર સમિતિએ કોવિડ-19નો ફેલાવો થતો અટકાવવા માટે નિવારાત્મક પગલા તરીકે 5મી જુલાઇ સુધી બજારમાં તમામ વ્યાપારી સંસ્થાઓ ચાર દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
  • આસામઃ આસામના આરોગ્ય મંત્રી હેમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કર્યું હતું કે આજે કોવિડ-19ના કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.
  • મણિપુરઃ મણિપુરમાં NIELIT ચુરાચંદપુર વિસ્તરણ કેન્દ્ર ખાતે ચુરાચંદપુર કોવિડ-19 સંભાળ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ચુરાચંદપુરના CMO દ્વારા 50 પથારીઓ ધરાવતા કેન્દ્ર ઉપર દેખરેખ રાખવામાં આવશે.
  • મિઝોરમ: મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નો એકપણ નવો કેસ નોંધાયો નથી. 382 લોકોના સ્વેબ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે 15 દર્દીઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 37 છે જ્યારે 123 દર્દીઓ સાજા થઇ ગયા છે. તેમજ રાજ્યમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના કેસની સંખ્યા 160 છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા 34 કેસનો રિપોર્ટ પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 535 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધીમાં 182 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે. નાગાલેન્ડના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ જણાવ્યું હતું કે, તુએનસાંગ ખાતે BSL-2 લેબોરેટરીના ઇન્સ્ટોલેશન માટે ઉપકરણોનો પહેલો જથ્થો આવી ગયો છે અને ટેકનિકલ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે.
  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઠના પ્રશાસકે નિર્દેશો આપ્યા હતા કે તાવ, ILI, SARI, SARS અને વેક્ટરના તમામ કેસોનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવશે. તેમણે રહેવાસીઓને એવી પણ અપીલ કરી હતી કે, જો તેમની આસપાસમાં કોઇપણ શંકાસ્પદ કેસ જણાય તો તેઓ તુરંત સત્તાધીશોને જાણ કરે જેથી મેડિકલ ટીમ તેમનો સંપર્ક કરે અને તેમના પરીક્ષણની સુવિધા પૂરી પાડી શકે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલો અનલૉક -2નો આદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં અપનાવવામાં આવ્યો છે. માસ્ક પહેરવું, જાહેર જગ્યાએ સામાજિક અંતરના માપદંડોનું પાલન કરવું વગેરે નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે અને કોઇપણ વ્યક્તિ જો માર્ગદર્શિકાઓ/ નિર્દેશોનું ઉલ્લંઘન કરશે તો તેમને દંડ કરવામાં આવશે.
  • પંજાબ: સરકારી હોસ્પિટલોમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે દર્દીઓ સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી તેને અસરકારક રીતે પહોંચી વળવા માટે, પંજાબના મંત્રીમંડળે આરોગ્ય વિભાગમાં હાલમાં ખાલી રહેલી 3954 જગ્યાઓ પર ભરતી કરવા માટે અને તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગમાં 291 ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે મંજૂરી મેળવી લીધી છે.
  • હિમાચલ પ્રદેશ: મુખ્યમંત્રી ગ્રામ કૌશલ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન માત્ર ગ્રામીણ અર્થતંત્ર ટકી શક્યું છે, જે એવું સૂચવે છે કે વિસ્તારો કોઇપણ પ્રકારની ઘટનાનો સામનો કરવા માટે મજબૂત આધાર ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ગ્રામીણ વિકાસ લક્ષી યોજનાઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસોનો આરંભ કરવો જોઇ જેથી યુવાનોને લાભ મળે અને તેમણે રોજગારીની શોધમાં ગામડાં છોડીને ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર ના પડે.
  • હરિયાણા: કોવિડ-19 મહામારી વચ્ચે, હરિયાણાની સરકારે સમગ્ર રાજ્યમાં જાહેર અને ખાનગી બંને પ્રકારની આરોગ્ય સંસ્થાઓમાં પ્રસૂતીની કામગીરી વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે જેથી ગર્ભવતી મહિલાઓને સલામત અને વિના અવરોધે સંસ્થાકીય પ્રસૂતી સુવિધાઓ આપવાનું સુનિશ્ચિત થઇ શકે. બિન-કોવિડ હોસ્પિટલોમાં, અલગ LDR રૂમ એટલે કે (લેબર, ડિલિવરી અને રિકવરી)ની જોગવાઇ કરવામાં આવી છે. સાથે, કોવિડથી અસરગ્રસ્ત ગર્ભવતી મહિલાની પ્રસૂતી અને તેને દાખલ કરવા માટે અલગ આઇસોલેશન વૉર્ડની વ્યવસ્થા પણ કરી શકાય, જેથી કોવિડ વિશેષ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાને મોકલી શકાય તેવી સ્થિતિ ના હોય તેવા સંજોગોમાં સુવિધાનો ઉપયોગ થઇ શકે.

 

 

FACTCHECK

 

 

 

 

 



(Release ID: 1635990) Visitor Counter : 246