PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 23 JUN 2020 6:26PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 23.06.2020

 

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે

WHOનો 22 જૂન 2020નો 154મો પરિસ્થિતિ અહેવાલ દર્શાવે છે કે, ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ કોવિડ-19ના કારણે મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ મૃત્યુદર 1.00 છે જ્યારે વૈશ્વિક સરેરાશ મૃત્યુદર તેના છ ગણાથી પણ વધારે એટલે કે 6.04 છે. યુકેમાં  પ્રત્યેક એક લાખની વસ્તીએ કોવિડ-19ના કારણે 63.13 લોકોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે જ્યારે સ્પેન, ઇટાલી અને યુએસ માટે આ આંકડો અનુક્રમે 60.60, 57.19 અને 36.30 નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YXC5.jpg

 

કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો વધારો થઇ રહ્યો છે. હાલમાં સાજા થવાનો દર 56.38% નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસની બીમારીમાંથી કુલ 2,48,189 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની બીમારીમાંથી 10,994 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,78,014 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કોવિડ-19ના પરીક્ષણ માટે દેશમાં સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 726 કરવામાં આવી છે અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 266 કરવામાં આવી છે જેથી દેશમાં અત્યારે કુલ 992 લેબોરેટરીમાં પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633664

 

કોવિડ-19 સામે લડવા માટે PM CARES ભંડોળ હેઠળ 50,000 મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર્સ અપાશે
PM CARES ભંડોળ ટ્રસ્ટ દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોવિડ હોસ્પિટલો માટે 50,000 'મેડ ઇન ઇન્ડિયા' વેન્ટિલેટર્સનો જથ્થો પૂરો પાડવા માટે રૂપિયા 2000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં, રૂ. 1000 કરોડ વિસ્થાપિત શ્રમિકો માટે કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ કરવા માટે ફાળવવામાં આવ્યા છે. 50,000 વેન્ટિલેટર્સમાંથી 30,000 વેન્ટિલેટર્સનું ઉત્પાદન મેસર્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા, 20,000 વેન્ટિલેટર્સનું ઉત્પાદન AgVa હેલ્થકેર (10000), AMTZ બેઝિક (5650), AMTZ હાઇ એન્ડ (4000) અને સંબંધિત મેડિકલ (350) દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2923 વેન્ટિલેટરનું ઉત્પાદન થઇ ગયું છે જેમાંથી 1340 વેન્ટિલેટર રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી દેવામાં આવ્યા છે. વેન્ટિલેટરનો જથ્થો પ્રાપ્ત કરનારા અગ્રણી રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (275), દિલ્હી (275), ગુજરાત (175), બિહાર (100), કર્ણાટક (90), રાજસ્થાન (75) છે. વર્ષ 2020ના અંત સુધીમાં, વધારાના 14,000 વેન્ટિલેટરની ડિલિવરી અલગ અલગ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરી દેવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633645

 

ઓડિશામાં સામુદાયિક સહભાગીતા અને ડિજિટલ પહેલ સાથે કોવિડ-19ને નિયંત્રણમાં લેવાના પ્રયાસો

ઓડિશામાં કોવિડ સામેનાં વિવિધ પગલાંમાં ITનો સક્રિપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની મદદથી સ્થાનિક સરપંચોને સશક્ત કરવામાં આવે છે, સામુદાયિક ભાગીદારી દ્વારા તેમના કૌશલ્યપૂર્ણ આરોગ્ય સંભાળ દળનું નિર્માણ કરવામાં આવે છે અને સંવેદનશીલ સમૂહોનું વિશેષ રક્ષણ કરવામાં આવે છે. આના કારણે નોંધપાત્ર પ્રમાણમાં બીમારીનું ભારણ ઘટ્યું છે અને મૃત્યુદર પણ ઓછો થયો છે. રાજ્ય દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલી મુખ્ય પહેલ પ્રમાણે છે: સહ બીમારી ધરાવતા લોકો અને વરિષ્ઠ નાગરિકોને સચેત એપ્લિકેશન દ્વારા સહકાર આપવો; અસરકારક દેખરેખ માટે સરપંચનું સશક્તિકરણ; ટેલિમેડિસિન સેવાઓ શરૂ કરવી; તબીબી કર્મચારીઓની ક્ષમતામાં વધારો કરવો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633657

 

પંજાબમાં કન્ટેઇન્મેન્ટના ચુસ્ત પાલન અને સહ-બીમારી ધરાવતા લોકોને સહાય તેમજ કોવિડ-19ના દર્દીઓ સાજા થાય તેના વ્યવસ્થાપન પર કેન્દ્રિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

પંજાબે કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવામાં નોંધનીય પ્રગતી બતાવી છે. રાજ્યમાં એકધારો સૌથી વધુ સાજા થવાનો દર નોંધાઇ રહ્યો છે. પંજાબે અપનાવેલી બહુ-પરિમાણીય વ્યૂહરચનામાં મુખ્ય બાબતોમાં સરકાર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં અતિ જોખમી/ સંવેદનશીલ લોકો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો અભિગમ છે. કન્ટેઇન્મેન્ટ ઝોનને સ્પષ્ટપણે એક શેરી અથવા બે જોડાયેલી શેરી, મહોલ્લા અથવા રહેણાંક સોસાયટી અનુસાર નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, 8 જિલ્લામાં 25000 જેટલી વસ્તીમાં 19 કન્ટેઇન્મેન્ટ ઝોન સ્થાપિત કરવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારાઘર ઘર નિગરાનીનામથી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેનો ઉપયોગ કોવિડ-19ના ફેલાવા પર દેખરેખ રાખવા માટે થાય છે. આશા કામદારો/ સામુયદાયિક સ્વયંસેવકો દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે જેથી કોવિડના કેસોનું વહેલું નિદાન થાય અને સમયસર પરીક્ષણ થઇ શકે. પંજાબમાં પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે; હાલમાં રાજ્યમાં રોજના 8000 પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633415

 

પતંજલી આયુર્વેદ દ્વારા કોવિડ-19ની સારવાર સંબંધિત કરવામાં આવેલા દાવાઓ વિશે આયુષ મંત્રાલયનું નિવેદન

પતંજલી આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા કોવિડ-19ની સારવાર માટે આયુર્વેદિક દવા તૈયાર કરવામાં આવી હોવાના મીડિયા અહેવાલોની આયુષ મંત્રાલયે ગંભીરતાથી નોંધ લીધી છે. દાવાના તથ્યો અને વૈજ્ઞાનિક અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવી વિગત મંત્રાલયની જાણમાં નથી. કંપનીને જાણ કરવામાં આવી છે કે દવાની આવી જાહેરાતો ડ્રગ્સ અને મેજિક રેમેડિઝ (વાંધાજનક જાહેરાત) અધિનિયમ, 1954 અને તેના હેઠળના નિયમોની જોગવાઈઓ હેઠળ નિયમનમાં આવે છે. મંત્રાલય દ્વારા રાજપત્રીય અધિસૂચના પણ બહાર પાડવામાં આવી છે જેમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓ સાથે કોવિડ-19 અંગે સંશોધન અભ્યાસ કરવાની કામગીરીની જરૂરીયાતો વિશે જણાવવામાં આવ્યું છે. ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા સમાચાર અહેવાલોના તથ્યો અંગે મંત્રાલયને જાણ કરવા માટે અને તેમાં કરવામાં આવેલા દાવાઓની ચકાસણી કરવા માટે, પતંજલી આયુર્વેદ લિમિટેડને વહેલામાં વહેલી તકે કોવિડની સારવાર માટે દાવા કરવામાં આવી રહ્યા છે જે દવાઓના નામ અને વપરાશની વિગતો; જ્યાં સંશોધન અભ્યાસ કરવામાં આવ્યો હતો તે સ્થળ(સ્થળો)/ હોસ્પિટલ(હોસ્પિટલો); પ્રોટોકોલ, સેમ્પલનું કદ, સંસ્થાકીય નૈતિકતા સમિતિ દ્વારા આપવામાં આવેલી માન્યતા, CTRI નોંધણી અને અભ્યાસના ડેટાના પરિણામો આપવા કહેવામાં આવ્યું છે તેમજ જ્યાં સુધી મામલે સંપૂર્ણ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી આવા દાવાઓની જાહેરાત/ પ્રચાર કરવાનું બંધ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633690

 

આર્થિક પ્રવૃત્તિમાં વધારો - આર્થિક સંકેતકોમાં સુધારો

જાન હૈ તો જહાં હૈ’ - લોકોના જીવન બચાવવાની તાત્કાલિક જરૂરિયાતને પગલે ભારતે 24મી માર્ચ, 2020ના રોજથી 21 દિવસ રાષ્ટ્રવ્યાપી કડક લોકડાઉન પાળ્યું, જેથી દેશમાં કોવિડ-19 મહામારીને ફેલાતી પ્રારંભિક તબક્કામાં અટકાવી શકાય. લોકડાઉનના ગાળાને કારણે દેશમાં સ્વાસ્થ્ય અને પરીક્ષણના માળખાને વેગ આપવામાં સહાય કરી. જોકે, લોકડાઉન અને સામાજિક અંતરનાં કડક પગલાંને કારણે અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો પડ્યો છે. જીવન ઉગારવાથી ક્રમશઃ આજીવિકા બચાવવા તરફનો વળાંક - ‘જાન ભી જહાં ભીલેતાં ભારત પહેલી જૂનથીઅનલોક ઈન્ડિયાના તબક્કામાં પ્રવેશ્યું છે અને સેવાઓ અને ઉદ્યોગોને તબક્કાવાર ફરી શરૂ કરવા માંડ્યા છે. સરકાર અને આરબીઆઈએ ઓછામાં ઓછા નુકસાને વહેલામાં વહેલી તકે અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડાવવા માટે ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળા - બંને પ્રકારનાં તાત્કાલિક લીધેલાં ગણતરીપૂર્વકનાં નીતિવિષયક પગલાં લીધાં છે. મે અને જૂન મહિનામાં વીજળી અને બળતણનો વપરાશ, માલસામાનની રાજ્યની અંદર અને રાજ્યો વચ્ચેની હેરફેર, છૂટક નાણાંકીય લેવડદેવડ વધવા જેવાં વાસ્તવિક ગતિવિધિઓનાં ઈન્ડિકેટર્સ દ્વારા આર્થિક પુનરુત્થાનનાં પ્રારંભિક સંકેતો મળવા લાગ્યાં છે. કૃષિ ક્ષેત્ર, ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો રહ્યું છે અને ચોમાસું સામાન્ય જવાના અનુમાનને પગલે ભારતીય અર્થવ્યવસ્થાને પુનઃ ધમધમતી બનવામાં સહાય મળશે. ભારતીય ઉત્પાદનની લવચિકતા બાબત ઉપરથી સાબિત થઈ છે કે બે મહિનાના ગાળામાં ભારત પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) ક્ષેત્રે લગભગ શૂન્યમાંથી શરૂ કરીને વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633652

 

MSME અને NBFC માટે સરકારી યોજનાઓનો નોંધપાત્ર પ્રભાવ પડી રહ્યો છે

MSME ક્ષેત્ર માટે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. સરકારની બાંયધરી સાથેની ઇમરજન્સી ક્રેડિટ લાઇન માટે  અત્યાર સુધીમાં જાહેર અને ખાનગી ક્ષેત્રો માટે પહેલાંથી રૂ. 79,000 કરોડથી વધુ મૂલ્યના ધિરાણને 20 જૂન 2020 સુધીમાં મંજૂરી આપવામાં આવી છે જેમાંથી રૂ. 35,000 કરોડથી વધુ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત, માર્ચ- એપ્રિલ 2020માં RBI દ્વારા જાહેર કરવામાં આવેલી વિશેષ તરલતા યોજના, SIDBI હેઠળ રૂ. 10,220 કરોડથી વધુ રકમ NBFC, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન અને બેંકોને આપવામાં આવી છે જેથી તેઓ MSME તેમજ નાના ધિરાણ લેનારાઓને નાણાંનું ધિરાણ કરી શકે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) દ્વારા તેની રૂ. 10,000 કરોડની સંપૂર્ણ સુવિધા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આપવામાં આવી છે. SIDBI અને NHB દ્વારા રિફાઇનાન્સ હાલમાં ચાલી રહેલી વિવિધ યોજના ઉપરાંત છે જે અંતર્ગત રૂ. 30,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633655

 

મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે વિક્રેતા દ્વારા મૂળ દેશની માહિતી GeM પર ફરજિયાત આપવી પડશે

સરકારી -બજાર (GeM), વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતું એક વિશેષ હેતુનું પ્લેટફોર્મ છે જેના પર હવે વિક્રેતાઓએ GeM માટે તમામ નવા ઉત્પાદનોની નોંધણી કરાવતી વખતે તેના મૂળ દેશનું નામ ફરજિયાતપણે જણાવવાનું રહેશે. વધુમાં, જે વિક્રેતાઓએ પહેલાંથી તેમના ઉત્પાદનો GeM પર નવી સુવિધાની શરૂઆત કરતા પહેલાં અપલોડ કરી દીધા છે તેમને નિયમિત ધોરણે તે ઉત્પાદનના મૂળ દેશનું નામ જણાવવા માટે યાદ અપાવવામાં આવશે. ‘મેક ઇન ઇન્ડિયાઅનેઆત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે GeM દ્વારા નોંધપાત્ર પગલું લેવામાં આવ્યું છે. GeM દ્વારા ઉત્પાદનમાં સ્થાનિક બજારની સામગ્રીની ટકાવારી દર્શાવવા માટે પણ ખાસ જોવાઇ ચાલુ કરવામાં આવી છે. નવી સુવિધા સાથે, હવે, માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ તમામ ઉત્પાદનોના મૂળ દેશ તેમજ તેમાં રહેલી સ્થાનિક સામગ્રીની ટકાવારીની માહિતી જોઇ શકાશે. વધુ મહત્વનું છે કે, પોર્ટલ પર હવેમેક ઇન ઇન્ડિયાફિલ્ટર પણ સક્રિય કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633511

 

હજ 2020 માટે ભારતીય મુસ્લિમો સાઉદી અરબ નહીં જાય

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું હતું કે, સાઉદી અરબ સરકારે લીધેલા નિર્ણયનું સન્માન કરીને, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હજ યાત્રા માટે ભારતના મુસ્લિમો સાઉદી અરબ નહીં જાય. આજે મીડિયાને સંબોધતી વખતે શ્રી નકવીએ જણાવ્યું હતું કે, કાલે સાઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રી મહામહિમ ડૉ. મુહમ્મદ સાલેહ બિન તાહેર બેન્તેનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વર્ષે હજ યાત્રાએ ભારતમાંથી આવનારા હજ યાત્રીઓને મોકલવાનું સૂચન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633685

 

ભારતીય રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા કોવિડ સંભાળ કોચનો ઉપયોગ શરૂ; રેલવે દ્વારા 5 રાજ્યોમાં 960 કોવિડ સંભાળ કોચ તૈનાત કરવામાં આવ્યા

કોવિડ-19 સામેની લડાઇ ટકાવી રાખતા, ભારતીય રેલવેએ જેમને દાખલ કરવાની જરૂર હોય તેવા કોરોના અસરગ્રસ્ત દર્દીઓને રાખવા માટે વિવિધ રાજ્યોમાં કોવિડ કોચ તૈનાત કર્યા છે. રાજ્ય સરકારોને પૂરક આરોગ્ય સંભાળ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે રેલવે દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યોને 5231 કોવિડ સંભાળ કોચ પૂરા પાડવા માટે રેલવે તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. ઝોન રેલવે દ્વારા કોચને કોવિડ સંભાળ કોચમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ ઓછા/ અતિ ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરવા માટે થઇ શકે છે. હવે, રેલવેએ કુલ 5 રાજ્યો- દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં કુલ 960 કોવિડ સંભાળ કોચ તૈનાત કર્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633386

 

ડૉ. જીતેન્દ્રસિંહે રાષ્ટ્રીય તબીબી શિક્ષણ સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધીઓની પરિષદ સંબોધી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોવિડ પછીના સમયમાં ચેપી રોગોના અભ્યાસ અને વ્યવસ્થાપન પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તબીબી અભ્યાસક્રમમાં પણ તદઅનુસાર બાબતોને અપનાવવી પડશે. ડૉ. જીતેન્દ્રસિંહ ગઇકાલે રાષ્ટ્રીય તબીબી શિક્ષણ સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધીઓને વર્ચ્યુઅલ કોન્ફરન્સના માધ્યમથી સંબોધી રહ્યા હતા ત્યારે આમ જણાવ્યું હતું. આમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા (AIIMS) નવી દિલ્હી, PGI ચંદીગઢ, પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થા (RIMS) મણીપૂર, પૂર્વોત્તર ભારત ઇન્દિરા ગાંધી પ્રાદેશિક આરોગ્ય અને તબીબી વિજ્ઞાન સંસ્થા (NEIGRIHMS) શિલોંગ અને શેર--કાશ્મીર તબીબી વિજ્ઞાન સંસ્થા, શ્રીનગરના પ્રતિનિધીઓ અને વડાઓ પણ સામેલ થયા હતા. ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ભારતીય તબીબી સમુદાયને તેમના પશ્ચિમી દેશોના સમકક્ષ સમુદાયની સરખામણીએ ફાયદો છે કારણ કે, અહીં દવાઓની પ્રેક્ટિસ સ્વાભાવિક રીતે એકબીજાને થતા ચેપના હાઇજીન અને નિવારણ આધારિત સૂચનોને અનુરૂપ હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633423

 

લૉકડાઉન દરમિયાન બે કરોડ ભવન નિર્માણ અને અન્ય બાંધકામના કામદારો (BOCW)ને રોકડ આર્થિક સહાય પેટે રૂ. 4957 કરોડ પ્રાપ્ત થયા

વિવિધ રાજ્ય સરકારોએ 24 માર્ચ 2020ના રોજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઇઝરીના પ્રતિભાવમાં, આજદિન સુધીમાં રૂ. 4957 કરોડની નોંધપાત્ર રકમ દેશભરમાં નોંધાયેલા અંદાજે બે કરોડ ભવન નિર્માણ અને બાંધકામ કામદારોને આર્થિક રોકડ સહાય પેટે આપ્યા છે. અંદાજે 1.75 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ની મદદથી સીધી કામદારોના બેંક ખાતાંમાં જમા કરાવવામાં આવી છે. લૉકડાઉનના સમય દરમિયાન રૂ. 1000થી રૂ. 6000 સુધીની રકમ કામદારોના ખાતાંમાં જમા કરાવવામાં આવી છે. તેમજ, કેટલાક રાજ્યોએ કામદારોને ખાદ્યાન્ન અને રેશન પણ પૂરું પાડ્યું છે. કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારજનક તબક્કામાં, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે સૌથી વધુ જરૂરિયાતના સમયમાં કામદારોને સમયસર રોકડ નાણાં ટ્રાન્સફર કરવા માટે કોઇ કસર છોડી નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633546

 

NIPER મોહાલી દ્વારા રોગ પ્રતિકારકતા વધારતી ઔષધી તૈયાર કરવામાં આવી

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER) દ્વારા કોવિડ મહામારી સામે લડવા માટે સંખ્યાબંધ નવીનતમ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે જેમ કે, સલામતીના ઉપકરણો, સેનિટાઇઝર્સ અને માસ્ક. સાથે સાથે, તેમણે ચેપ સામે શારીરિક પ્રતિકારકતા વધુ મજબૂત બનાવવા માટે ઔષધીય ચા પણ તૈયાર કરી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633597

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે નોંધ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં કોવિડ-19ના મોટાભાગના પોઝિટીવ કેસો પ્રદેશ બહારથી આવી રહેલા લોકોમાં નોંધાયા છે. તેમણે સ્થાનિક કલ્યાણકારી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓને બહારથી આવી રહેલા લોકોના રોકાણ અને હેરફેર ઉપર દેખરેખ રાખવા આરોગ્ય અને પોલીસ સત્તાધિકારીઓને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે સલાહ આપી હતી કે કોઇપણ લક્ષણના કિસ્સામાં સમગ્ર બાબત તાત્કાલિક ધોરણે આરોગ્ય સત્તાધિકારીઓના ધ્યાનમાં લાવવી જોઇએ. આવી મહત્ત્વપૂર્ણ માહિતી છૂપાવવી ચેપના વધારે ફેલાવા તરફ દોરી જશે.
  • પંજાબઃ કોવિડ-19 મહામારી વચ્ચે ઉદ્યોગ સાહસિકોને વધારે રાહત પૂરી પાડવા માટે પંજાબ કેબિનેટે પંજાબ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ અને પંજાબ નાણાકીય નિગમ સાથે તેમની બાકી નીકળતી રકમનું એક-વખત સમાધાન કરવા માટેનો સમયગાળો 31મી ડિસેમ્બર, 2020 સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પગલું જરૂરી છે, કારણ કે આ મુશ્કેલ સમયમાં ઉદ્યોગોને સહાયતાની જરૂર છે. આ પગલું સ્થગિત થયેલા ઔદ્યોગિક રોકાણો અને અસ્કયામતોને મુક્ત કરવામાં અને માર્ચમાં લૉકડાઉન બાદ બંધ પડેલા પ્રવર્તમાન ઉદ્યોગોના પુનરુત્થાન માટે કેટલાક ઉત્પાદકીય ઉપયોગ માટે રાજ્યને સક્ષમ બનાવવામાં મદદ મળશે.
  • હરિયાણાઃ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન કોરોના મહામારી સંબંધિત માહિતીના આદાન-પ્રદાન માટે વિવિધ વિભાગો દ્વારા સ્થાપિત કરાયેલા રાજ્ય-સ્તરીય નિયંત્રણ કક્ષમાં 4,78,369 કૉલ પ્રાપ્ત થયા હતાં, જેમાંથી 24 માર્ચથી 21 જૂન, 2020ની વચ્ચે 4,54,000 કૉલનો જવાબ આપવામાં આવ્યો હતો. 95 ટકા કૉલના કિસ્સામાં સરેરાશ 10 સેકન્ડ કરતાં પણ ઓછા પ્રતિક્ષા સમય સાથે સફળતાપૂર્વક જવાબ આપવામાં આવ્યાં હતો. આજ રીતે, 31,592 વ્યક્તિઓને ટેલિ-કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તે નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં આરોગ્ય સચિવે કોરોના મહામારીના વધુ સારા વ્યવસ્થાપન માટે રાજ્ય-સ્તરીય સ્થાપવામાં આવેલા નિયંત્રણ કક્ષની પ્રશંસા કરી હતી.
  • હિમાચલ પ્રદેશઃ નાયબ કમિશનર, પોલીસ સુપરિટેન્ડેન્ટ અને મુખ્ય તબીબી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સની અધ્યક્ષતા કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હોમ ક્વૉરેન્ટાઇન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવું પડશે અને લોકો ઉપર સતત દેખરેખ રાખવી જોઇએ, જેથી લોકો હોમ ક્વૉરેન્ટાઇન નિયમોનું ઉલ્લંઘન ન કરે. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન માટે વધારે સુવિધાનું નિર્માણ કરવું જોઇએ, જેથી કોઇ સંજોગોમાં ILI લક્ષણો ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થાય તો પથારીઓની કોઇપણ અછન ન સર્જાય તે સુનિશ્ચિત કરી શકાય. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રેડ ઝોન જાહેર કરેલા શહેરોમાંથી આવતાં તમામ લોકોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન હેઠળ રાખવા જોઇએ અને 4-5 દિવસો પછી તેમની ઉપર કોવિડ-19 પરીક્ષણ કરવામાં આવશે અને માત્ર નેગેટિવ ટેસ્ટ ધરાવતાં લોકોને હોમ ક્વૉરેન્ટાઇનમાં જવા માટે મંજૂરી આપવામાં આવશે.
  • મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાક દરમિયાન 3,721 નવા દર્દીઓના ઉમેરા સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા 1,35,796 છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 67,706 છે અને કુલ સક્રિય કેસોની સંખ્યા 61,793 છે. બીજી તરફ, ભારતીય નૌસેનાની અગ્રગણ્ય તાલીમ સંસ્થા પૈકીની એક INS શિવાજી લોનાવાલાના આઠ તાલીમાર્થી કેડેટ્સનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ચેપગ્રસ્ત થયેલા કેડેટ્સ 150 તાલીમાર્થીઓની બેંચનો ભાગ છે. તમામ પોઝિટીવ કેડેટ્સને પૂણેમાં વાનોવેરી ખાતે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
  • ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં 563 નવા કેસો નોંધાતા અત્યાર સુધી સામે આવેલા કુલ કોવિડ-19 કેસોની સંખ્યા વધીને 27,880 થઇ ગઇ છે. વધુમાં આ સમયગાળા દરમિયાન 21 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે, જેથી રાજ્યનો કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,685 પર પહોંચી ગયો છે.
  • રાજસ્થાનઃ આશરે 15 દિવસ બાદ, આજે રાજસ્થાનમાં સક્રિય કેસોની સંખ્યા 3,000ના આંકડાને પાર કરી ગઇ છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલા અહેવાલ અનુસાર આજે નવા 199 કેસો નોંધાયા હતા. કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 15,431 થઇ ગઇ છે.
  • મધ્યપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 175 કોરોનાના દર્દીઓ નોંધાયા છે, જોકે આજ સમયગાળા દરમિયાન 200 દર્દીઓ સાજા થતાં તેમના ઘરે પરત ફર્યા છે. અત્યારે, રાજ્યમાં કુલ 12,078 કેસોમાંથી સક્રિય કેસોની સખ્યા માત્ર 2,342 જ છે.
  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં 126 સક્રિય કેસોમાંથી 74 કેસો ચાંગલાંગ, 20 કેસો ઇટાનગરમાંથી અને 12 કેસો પશ્ચિમ કામેંગ જિલ્લામાંથી નોંધવામાં આવ્યાં છે. અરૂણાચલ પ્રદેશના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય હજુ પણ ગ્રીન ઝોનની શ્રેણીમાં છે.
  • મણીપૂરઃ મણીપૂરમાં આજદિન સુધી 5,000 લોકો સત્તાવાર ક્વૉરેન્ટાઇનમાં છે, 14,000 લોકો સમુદાય ક્વૉરેન્ટાઇનમાં અને 5,500 લોકો ફી સહિતની ક્વૉરેન્ટાઇન સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યાં છે. મણીપૂરે પ્રતિદિન 2,200થી વધુ પરીક્ષણો હાથ ધરવાની ક્ષમતા વિકસાવી છે. અત્યાર સુધી રાજ્યમાં 38,000 પરીક્ષણો કરવામાં આવ્યાં છે.
  • મિઝોરમઃ ઝોરમ મેડિકલ કોલેજ - ZMCમાંથી વધુ 7 કોવિડ-19 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ મિઝોરમમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 19 થઇ ગઇ છે અને 123 સક્રિય કેસો છે.
  • નાગાલેન્ડઃ છેલ્લા 24 કલાકમાં 312 નમૂનાઓના પરીક્ષણમાંથી, નાગાલેન્ડમાં કોવિડ-19ના 50 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 330 છે જેમાંથી 189 કેસો સક્રિય છે અને અત્યાર સુધી 141 દર્દીઓ સાજા થયા છે.
  • સિક્કિમઃ રાજ્યના મુખ્યસચિવે જણાવ્યું હતું કે સિક્કિમ સરકાર 25 જૂન રોજ 'શહીદવીરોને સલામી' કાર્યક્રમ દ્વારા તાજેતરમાં લદાખના ગલવાન ખાતે શહીદ થયેલા 20 જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.
  • છત્તીસગઢઃ સોમવારે વધુ 46 લોકોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવતાં છત્તીસગઢમાં કોવિડ-19ની કુલ સંખ્યા વધીને 2,303 થઇ ગઇ છે. અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં કુલ 12 વ્યક્તિઓના મરણ નીપજ્યાં છે.
  • ગોવાઃ કોવિડ-19ના નવા 46 કેસો નોંધાતા રાજ્યમાં કોવિડ-19ની કુલ સંખ્યા વધીને 864 થઇ ગઇ છે, જ્યારે અત્યારે સક્રિય કેસોની સંખ્યા 711 છે.
  • કેરળઃ આજે કેરળમાં વધુ એક વ્યક્તિનું કોવિડ-19ના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે, રાજ્યમાં કોવિડ-19ના કારણે નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 23 પર પહોંચી ગઇ છે. આજે કોઝિકોડેમાં ક્વૉરેન્ટાઇનમાં રહેલી એક 68 વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. તેના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. કન્નુરમાં સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેલા વ્યક્તિનો કોવિડ-19 ટેસ્ટ ક્વૉરેન્ટાઇનના 24મા દિવસે પોઝિટીવ આવ્યો હતો, જે મુંબઇમાંથી પરત ફર્યો હતો. કેન્દ્ર સરકારે વિવિધ દેશોમાં ભારતીય દુતાવાસ સાથે પરામર્શ કર્યા પછી ભારત ફરવા માગી રહેલા લોકો ઉપર કોવિડ-19નો ટ્રૂનેટ ટેસ્ટ હાથ ધરવાની કેરળની વિનંતી નકારી કાઢી છે. આ માટે તેમણે રાજ્ય સરકારનું સૂચન અવ્યવહારુ હોવાનું કારણ આપ્યું છે. કોવિડના પોઝિટીવ મુસાફરો માટે વિશેષ ઉડાનની મંજૂરી આપવામાં આવે તેવી રાજ્ય સરકારની માગણી પણ નકારી કાઢવામાં આવી છે. બીજી તરફ, વિવિદ દેશોમાંથી આજે કોચી ખાતે 2,000થી વધુ મુસાફરો આવી પહોંચશે. છેલ્લા ચાર દિવસમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં 138 નવા કેસો નોંધાયા હતા. હાલમાં, જુદા-જુદા જિલ્લાઓમાં 1,540 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
  • તામિલનાડુઃ કેસોમાં થયેલા ઉછાળાને કારણે મદુરાઇમાં પથારીઓની માંગમાં વધારો થયો છે. સક્રિય કેસો (452)ની સંખ્યાના સંદર્ભમાં તે રાજ્યનું હવે છઠ્ઠો જિલ્લો છે. બુધવારથી આગામી 30 જૂન સુધી મદુરાઇ અને તેના આસપાસના વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરાવવામાં આવશે. મદ્રાસ વડી અદાલતની મદુરાઇ ખંડપીઠે કોવિડ-19ની ફરજમાં રોકાયેલા તમામ પોલીસ અધિકારીઓને ફેસ શિલ્ડ પુરું પાડવાની સંભાવના ચકાસવા અંગે જવાબ રજૂ કરવા રાજ્ય સરકારને નિર્દેશો આપ્યાં છે. ગઇકાલે નવા 2,719 કેસો નોંધાવાની સાથે રાજ્યમાં હવે કોવિડ-19ના કેસોની કુલ સંખ્યા 60,000ના આંકડાને પાર કરી ગઇ છે. ગઇકાલે 1,358 લોકો સાજા થયા હતા અને 37 લોકોના મરણ નીપજ્યાં હતા. ચેન્નઇમાંથી 1,487 કેસો નોંધાયા હતા. કુલ સક્રિય કેસો 27,178 છે, જ્યારે 794 લોકોના મૃત્યુ થયા છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 18,372 છે.
  • કર્ણાટકઃ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓ માટે સારવારના દરો નિર્ધારિત કરતાં આદેશો બહાર પાડ્યાં છે. આ આદેશો અનુસાર કોવિડ-19 દર્દીઓની સારવારની સુવિધા ધરાવતી ખાનગી હોસ્પિટલોમાં 50% પથારીઓ જાહેર સત્તાવાળાઓએ સંદર્ભ કરેલા દર્દીઓની સારવાર માટે આરક્ષિત રહેશે. ગઇકાલે 249 નવા કેસો નોંધાયા હતા, 111 દર્દીઓ સાજા થયા હતા અને 5 લોકોના મરણ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 9,399 છે, જેમાંથી 3,523 કેસો સક્રિય છે, 142 વ્યક્તિના મરણ નીપજ્યાં છે અને 5,730 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ 22મી જૂનના રોજ સ્રુંગાવરપુકોટા (વિજિયાનગરમ જિલ્લા)માંથી સત્તાધારી YSR કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કે શ્રીનિવાસરાવ અને તેમના ખાનગી સલામતી અધિકારીનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ ધારાસભ્ય તાજેતરમાં અમેરિકાથી પરત ફર્યા હતા અને સેલ્ફ-આઇસોલેશન હેઠળ હતા. મુખ્યમંત્રીએ 90 દિવસની અંદર તમામ ઘરોને આવરી લે તે રીતે 104 એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરીને સર્વગ્રાહી તપાસ અને પરીક્ષણ હાથ ધરવા આદેશો આપ્યાં છે. ક્રિષ્ણા જિલ્લા પ્રશાસને જિલ્લામાં ઓછામાં ઓછા 2,000 કોવિડ-19 પરીક્ષણ હાથ ધરવાનો અને 10 IMASQ બસો (ઇન્ટિલિજન્ટ મોનિટરિંગ એનાલિસિસ સર્વિસ ક્વૉરેન્ટાઇન)ની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે, જેનો ઉપયોગ પરીક્ષણ હાથ ધરવા નમૂના એકત્રિત કરવા કરવામાં આવે છે. AP જાહેર સેવા આયોગે APPSC 2020ની પરીક્ષાઓ હાથ ધરવા સુધારેલી તારીખો સાથેનું સમયપત્રક બહાર પાડ્યું છે, જેને અગાઉ કોવિડ-19 લૉકડાઉનના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 462 નવા કેસો નોંધાયા છે, 129 લોકોને રજા આપવામાં આવી છે અને પાંચ વ્યક્તિઓના મરણ નીપજ્યાં છે, 407 નવા કેસોમાંથી 40 આંતરરાજ્ય કેસો અને 15 વિદેશથી પરત ફરેલા કેસોનો સમાવેશ થાય છે. કુલ કેસોની સંખ્યા 9,834 છે, જેમાંથી 5,123 કેસો સક્રિય છે, 4,592 લોકોને રજા આપવામાં આવી છે અને 119 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ આરોગ્ય મંત્રી એટેલા રાજેન્દરે ખાનગી નિદાન લેબોરેટરી સંચાલકોને કોવિડ-19 પરીક્ષણ કરાવતી જાહેર જનતાનું વ્યાવસાયિક શોષણ કરવા સામે ચેતવણી આપી છે. પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશી રહેલા તીડોના નવા ઝૂંડના કારણે 25મી જૂનના રોજ તેલંગણામાં તીડોના આક્રમણ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 8,674 છે, જેમાંથી 4,452 કેસો સક્રિય છે, 127 લોકોના મરણ થયા છે અને કુલ 4,005 લોકો સાજા થયા છે.

 

 

 

 

FACTCHECK

 

 

 

Image

 



(Release ID: 1633784) Visitor Counter : 285