PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 22 JUN 2020 6:33PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 22.06.2020

 

 

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસો ધરાવતા દેશોમાંથી એક ભારત છે અને સાજા થયેલા દર્દીઓ તેમજ સક્રિય કેસો વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે

WHOનો 21 જૂન 2020ના રોજનો 153મો પરિસ્થિતિનો અહેવાલ સુચવે છે કે, ભારતમાં વસ્તીની ગીચતા ઘણી વધારે હોવા છતાં, સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ સરેરાશ 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ 114.67 છે. અમેરિકામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સરેરાશ 671.24 કેસ છે જ્યારે જર્મની, સ્પેન અને બ્રાઝીલમાં આંકડો અનુક્રમે 583.88, 526.22 અને 489.42 છે. ભારતમાં નોંધાયેલો ઓછા કેસોનો આંકડો કોવિડ-19ના નિયંત્રણ, નિરાકરણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવેલા તબક્કાવાર, પૂર્વ-સક્રિય અને પૂર્વ-અસરકારક અભિગમનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JVC1.jpg અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસની બીમારીમાંથી કુલ  2,37,195 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની બીમારીમાંથી 9,440 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 55.77% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,74,387 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને હાલમાં સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે નીચે આપેલા ગ્રાફ પરથી તે જોઇ શકાય છે. આજે દેશમાં સક્રિય કેસોની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 62,808 વધુ નોંધાઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633324

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ જેમાં ડૉ. વી.કે. પૌલ સમિતિએ દિલ્હીમાં કોવિડ-19 માટે આપેલી કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચના રજૂ કરવામાં આવી

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના દિશાનિર્દેશો અંતર્ગત દિલ્હીમાં  કોવિડ-19 માટે કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચના અંગેનો અહેવાલ આપવા માટે ડૉ. વી.કે. પૌલની અધ્યક્ષતામાં 14.06.2020ના રોજ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. ડૉ. પૌલની સમિતિનો અહેવાલ ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડૉ. પૌલ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચનાના મુખ્ય મુદ્દા નીચે દર્શાવ્યા અનુસાર છે: કન્ટેઇન્મેન્ટ ઝોનનું સીમાંકન નવેસરથી નિર્ધારિત કરવામાં આવે અને આવા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કડક દેખરેખ અને નિયંત્રણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે; આરોગ્ય સેતુ એપ્લિકેશન અને ઇતિહાસ એપ્લિકેશનની મદદથી તમામ ચેપગ્રસ્ત લોકોના સંપર્કોનું ટ્રેસિંગ અને તેમને ક્વૉરેન્ટાઇન કરવામાં આવે; કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર પણ દરેક પરિવારોની યાદી તૈયાર કરવામાં આવે અને તેમના પર દેખરેખ રાખવામાં આવે જેનાથી દિલ્હી વિશે વ્યાપક માહિતી મેળવવામાં મદદ મળી રહેશે; હોસ્પિટલો, કોવિડ સંભાળ કેન્દ્રો અથવા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા કોવિડ-19ના પોઝિટીવ કેસોની વિગતો તૈયાર રાખવામાં આવે. કોવિડ સંભાળ કેન્દ્રોનું યોગ્ય પરિચાલન કરવામાં આવે અને સંબંધે જરૂર પડે ત્યાં સ્વૈચ્છિક સંગઠનો/ NGOની મદદ લેવામાં આવે. સમગ્ર દિલ્હીમાં  27.06.2020 થી 10.07.2020 દરમિયાન સેરોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવશે જેમાં 20,000 લોકોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633260

 

શ્રી મનસુખ માંડવિયાએ ભારતના સૌથી મોટામાંથી એક અને સૌથી પહેલા વર્ચ્યુઅલ આરોગ્ય સંભાળ અને હાઇજીન એક્સપો 2020નું ઉદ્ઘાટન કર્યું

આ એક્સપોના ઉદ્ઘટાન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું આ સૌથી પહેલું આટલું મોટું વર્ચ્યુઅલ પ્રદર્શન છે જે એક નવી શરૂઆત છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે એક ઇકોસિસ્ટમનું નિર્માણ થઇ રહ્યું છે જે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અને આરોગ્ય તેમજ હાઇજીન ક્ષેત્રમાં સ્થાનિક સ્તરે મોટાપાયે ઉત્પાદનની વૃદ્ધિમાં મદદરૂપ થશે. આરોગ્ય, હાઇજીન અને સ્વચ્છતા, મેડિકલ ટેક્સટાઇલ અને ઉપકરણો, આયુષ અને સુખાકારી ક્ષેત્રને કોવિડ-19 મહામારી સામેની આપણી મોટી લડાઇમાં નોંધપાત્ર મહત્વના માનવામાં આવ્યા છે. તેમણે આદરીણીય પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ 2014થી અત્યાર સુધીમાં શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં દરેક વ્યક્તિને આવાસ પૂરું પાડવું, 10 કરોડ પરિવારને આરોગ્ય સંભાળમાં આવરી લેવા માટે આયુષમાન ભારત યોજના, સ્વચ્છ ભારત અભિયાન, સુવિધા સેનેટરી નેપકિન વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જન ઔષધ સ્ટોર્સ અંગે પણ વાત કરી હતી જ્યાં દરેક લોકોને પરવડે તેવા દરે ગુણવત્તાપૂર્ણ દવાઓ પૂરી પાડવામાં આવે છે. શ્રી માંડવિયાએ શ્રી નરેન્દ્ર મોદીની સરકારની મક્કમ દૂરંદેશીના કારણે કેવી રીતે આ તમામ પહેલ શક્ય બની તે અંગે પણ ચર્ચા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633323

 

ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં નવી તકો ખુલી રહી છે: હરસીમરતકૌલ બાદલ

કેન્દ્રીય FPI મંત્રી સુશ્રી હરસીમરત કૌર બાદલે આજે ભારત સરકારની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલા વિશેષ રોકાણ મંચના ખાદ્ય પ્રસંસ્કરણ એડિશનની શરૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે, આ ક્ષેત્રને અનોખા પડકારોનો સામનો કરવો પડ્યો છે અને લૉકડાઉનના સમયમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવવામાં તે સફળ રહ્યું છે. હાલમાં આ ક્ષેત્રને કેટલાક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે વૈશ્વિક વેપાર સંબંધિત છે જે સ્થાનિક માંગમાં ઘટાડો થતા વધુ ઘેરાં થયા છે. શ્રીમતી બાદલે મંતવ્ય આપ્યું હતું કે, આ પડકારો આ મંચની જેમ નવી તકોના દ્વાર ખોલી રહ્યા છે, જ્યાં 180થી વધુ રોકાણકારો, 6 રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને એક સાથે એક જ મંચ પર લાવવાનું શક્ય બન્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633367

 

EPFO છેલ્લા બે નાણાકીય વર્ષમાં 1.39 કરોડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યાં

તાજેતરમાં EPFO દ્વારા બહાર પાડવામાં આવેલા હંગામી ડેટા સુચવે છે કે, સપ્ટેમ્બર 2017માં પેરોલ ડેટાનું જોડાણ કરવામાં આવ્યું છે ત્યારથી EPFOના સબ્સ્ક્રાઇબર્સમાં એકધારી વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. પેરોલ ડેટા, વર્ષ 2018-19 અને 2019-20 માટે સંકલિત વાર્ષિક આંકડા રજૂ કરે છે. મૂળ સબ્સ્ક્રાઇબર્સના બેઝમાં વર્ષ 2018-19માં 61.12 લાખ અને 2019-20માં 78.58 લાખની ચોખ્ખી વૃદ્ધિ થઇ છે જે 28%નો વધારો દર્શાવે છે. 2019-20 દરમિયાન ઉંમર પ્રમાણે વિશ્લેષણ સૂચવે છે કે, 26-28, 29-35 અને 35થી વધુ ઉંમરના સમૂહની ચોખ્ખી નોંધણીની સંખ્યામાં અગાઉના વર્ષની તુલનાએ 50%નો વધારો થયો છે. ઑનલાઇન માધ્યમમાં ગુણવત્તાપૂર્ણ સેવામાં ઝડપથી સુધારો આવતા દેશમાં મોટી સંખ્યામાં લોકો EPFO તરફ આકર્ષાયા છે. વધુમાં, PFમાં થતી બચતને હવે રોકાઇ ગયેલા નાણાં તરીકે જોવામાં આવતી નથી. EPFO દ્વારા કોવિડ-19 એડવાન્સની ત્રણ દિવસમાં પતાવટ થતી હોવાથી, PFની બચતને હવે એવી લિક્વિડ અસ્કયામત તરીકે જોવામાં આવે છે જે કટોકટીના સમયમાં સબસ્ક્રાઇબરની જરૂરિયાતો સમયસર પૂરી કરી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633325

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે મહત્વાકાંક્ષીજિલ્લાઓમાં આરોગ્ય સંભાળ સુવિધાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), PMO રાજ્યમંત્રી, કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે "મહત્વાકાંક્ષીજિલ્લાઓમાં કોવિડની વર્તમાન સ્થિતિ અને આરોગ્ય સંભાળ સુવિધાઓની સમીક્ષા કરી હતી જેમાં ખાસ પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે એવી પણ માહિતી આપી હતી કે કોવિડ-19 મહામારીના કારણે, પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) મંત્રાલયે પૂર્વોત્તરના આઠ રાજ્યોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓમાં વૃદ્ધિ કરવા માટે રૂપિયા 190 કરોડ ફાળવવાનો નિર્ણય લીધો છે. આમાં ખાસ કરીને ચેપી બીમારીઓના વ્યવસ્થાપન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. વર્ચ્યુઅલ બેઠકમાં પૂર્વોત્તરના 14 મહાત્વાકાંક્ષી જિલ્લાના આરોગ્ય સચિવો અને નાયબ કમિશનરો તેમજ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો સંબોધતા ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી જિલ્લાની પરિકલ્પના 49 મુખ્ય સૂચકો પર આધારિત છે જેમાંથી આરોગ્ય સંભાળની સ્થિતિ સૌથી મહત્વના ઘટકોમાંથી એક હતી. મંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે, પૂર્વોત્તરના રાજ્યોને આરોગ્ય સંબંધિત પરિયોજનાઓ માટે દરખાસ્તો મોકલવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે જેમાં પૂર્વોત્તર વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનામાંથી રૂપિયા 500 કરોડથી વધુ સુધીનું ભંડોળ આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633215

 

ઓપરેશન સમુદ્ર સેતુ - INS ઐરાવત ભારતીય નાગરિકોને લાવવા માટે માલદીવ્સ પહોંચ્યું

ભારત સરકારના ઓપરેશન વંદે ભારતની જેમ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સમુદ્ર સેતુના ભાગરૂપે ભારતીય નૌસેનાનું જહાજ ઐરાવત ગઇકાલે માલદીવ્સના માલે બંદર પર પહોંચી ગયું છે. જહાજમાં કુલ 198 ભારતીય નાગરિકોને બેસાડવામાં આવ્યા છે અને તે તામિલનાડુના ટુટીકોરિન બંદરે આવવા માટે તૈયાર છે. ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત ભારતીય નૌસેના દ્વારા પાંચમા જહાજમાં ભારતીય નાગરિકોને વતન પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારતીય નૌસેના માત્ર માલદીવ્સમાંથી 2386 ભારતીયોને પરત લાવી છે. તેમાંથી 195 નાગરિકો તામિલનાડુના હતા જ્યારે બાકીના પુડુચેરીના હતા.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633284

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: પંજાબ સરકાર ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓને દાખલ કરવા અને તેમની સારવાર સંબંધિત મહત્તમ ચાર્જ નિર્ધારિત કરશે અને જેઓ આ ચાર્જનું પાલન નહીં કરે તે હોસ્પિટલો બંધ કરી દેવામાં આવશે. ખાનગી હોસ્પિટલો દ્વારા ચાર્જ પેટે ખૂબ જ જંગી રકમ વસુલવામાં આવતી હોવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીએ આવી પ્રવૃત્તિઓને 'લોકો વિરોધી' અને 'દેશ વિરોધી' ગણાવી હતી અને ખાનગી સંસ્થાઓને ચેતવણી આપી હતી કે, લોકોના જીવના ભોગે આવી નફાખોરીની પ્રવૃત્તિઓ કરવાની તેમને જરાય મંજૂરી આપવામાં આવશે નહીં.
  • હરિયાણા: છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોલતા રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015થી ખૂબ મોટાપાયે યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે જેમાં જિલ્લા સ્તરના કાર્યક્રમો તેમજ રાજ્ય સ્તરના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લઇને યોગ કે છે તેમજ પોતાના દૈનિક જીવનમાં યોગ અપનાવવા માટે પ્રેરાય છે. જોકે, વર્ષે કોવિડ-19 મહામારીના કારણે, આવા કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું જાહેર આયોજન કરવાના બદલે લોકોને તેમના ઘરે યોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી કારણ કે પ્રવર્તમાન મહામારીના સમયમાં એકમાત્ર એવી રીત છે જેનાથી સંક્રમણથી બચી શકાય છે. મુખ્યમંત્રીએ લોકોને પોતાના  રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરતી વખતે જણાવ્યું હતું કે, યોગ આપણને માનસિક શાંતિ આપે છે, આપણા જીવનમાં સકારાત્મકતા લાવે છે અને આપણને રોગ પ્રતિકારકતા વધારવામાં મદદ કરે છે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,32,075 થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,870 નવા દર્દીઓમાં કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ નોંધાયો છે. તેમજ, 1591 દર્દીઓ સાજા થયા છે જેથી રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા વધીને 65744 થઇ છે. હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 60,147 છે. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનBMC દ્વારા અંધેરીમાં શાહાજી રાજે ભોંસલે સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં મિશન ઝીરો રેપિડ એક્શન શરૂ કરવામાં આવ્યું છે. 50 મોબાઇલ ડિસ્પેન્સરી વાન મુંલુંદ, ભંડૌપ, અંધેરી, મલાડ, બોરીવલી, દહીસર અને કાંદીવલીમાં 2-3 અઠવાડિયા સુધી દર્દીઓની પ્રાથમિક તપાસ માટે તૈનાત કરવામાં આવશે.
  • ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના નવા કેસોનો ઝડપી વધારો થઇ રહ્યો છે. રવિવારે નવા 580 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે વધુ 25 દર્દીનાં મૃત્યુ થયાં હતા. આથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 27,317 થઇ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 1664 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વધુ 655 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19357 દર્દીને રજા આપવામાં આવી છે.
  • રાજસ્થાન: આજે વધુ 67 દર્દીને કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી રાજ્યમાં કુલ 14997 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. જોકે, તેમાંથી 11,661 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 349 દર્દીઓ આજદિન સુધીમાં મૃત્યુ પામ્યા છે. હાલમાં રાજ્યમાં માત્ર 2987 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં વધુ 179 દર્દીને કોવિડ-19 હોવાની પુષ્ટિ થતા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 11,903 થઇ છે. રવિવાર સુધીમાં  રાજ્યમાં કુલ 9,015 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 515 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે 2373 સક્રિય કેસ સારવાર હેઠળ છે. ઇન્દોરમાં કુલ 4329 અને ભોપાલમાં કુલ 2504 કેસ નોંધાયા છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં રવિવારે નવા 139 કેસમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 2273 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 841 સક્રિય કેસ છે.
  • ગોવા: ગોવામાં કોવિડના કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. ઉત્તર ગોવામાં 85 વર્ષના એક પુરુષનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રાજ્યમાં નવા 64 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ કેસની સંખ્યા વધીને 818 થઇ ગઇ છે.
  • કેરળ: આરોગ્યમંત્રી કે.કે. શૈલેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં કોવિડ-19 સામુદાયિક ફેલાવાના તબક્કે પહોંચ્યો નથી અને બીમારી ધરાવતા લોકોને વિદેશમાંથી કેરળમાં આવતી ફ્લાઇટ્સમાં ન બેસવા દેવાના નિર્ણયના કારણે કેરળ આવી રહેલા અન્ય મુસાફરોની આરોગ્યની સલામતી સુનિશ્ચિત કરી શકાય છે. સહકારી મંત્રી કે. સુરેન્દ્રને જણાવ્યું હતું કે, પંચાયત સ્તરે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ખોલવામાં આવશે. કારીપુર હવાઇમથકે ચાર્ટર્ડ ફ્લાઇટમાં સોનાની દાણચોરી કરી રહેલા ચાર વ્યક્તિઓ ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, વધુ એક કેરળવાસીનું ઓમાનમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. ગઇકાલે વધુ 133 લોકોને કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી રાજ્યમાં કોવિડના કેસોનો ગ્રાફ એકધારો વધી રહ્યો છે. હાલમાં રાજ્યમાં 1490 કેસ સક્રિય છે.
  • તાલિમનાડુ: પુડુચેરીમાં ઓછા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાથી કોવિડ-19ના નવા 17 કેસ નોંધાયા છે જે અગાઉના દિવસોની સરખામણીએ ઓછા છે. આ સાથે, અહીં કુલ કેસની સંખ્યા વધીને 383 થઇ ગઇ છે. તામિલનાડુમાં કોવિડના વધુ 2532 કેસ નોંધાયા છે જે એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં નોંધાઇ છે. રાજ્યમાં રવિવારે વધુ 1438 દર્દીઓ સાજા થયા છે અને 53 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ચેન્નઇમાં નવા 1493 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 59377, સક્રિય કેસ: 25863, મૃત્યુ પામ્યા: 757, રજા આપવામાં આવી: 32754, કુલ સેમ્પલનું પરીક્ષણ કર્યું: 861211, ચેન્નઇમાં સક્રિય કેસ: 1783.
  • કર્ણાટક: મુખ્યમંત્રીએ બોલાવેલી તાકીદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે કલ્સ્ટર્સમાં વધુ સંખ્યામાં કેસો નોંધાય છે ત્યાં લૉકડાઉનનું સખત પાલન કરવામાં આવશે જેમાં ખાસ કરીને કે.આર. માર્કેટ અને આસપાસના વિસ્તારો જેમ કે, સિદ્ધપુરા, વી.વી. પુરમ, કાલાસિપાલિયા વગેરેમાં સખત લૉકડાઉન રહેશે. ક્વૉરેન્ટાઇનનું ઉલ્લંઘન કરનારી બે વ્યક્તિ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવ્યા છે અને જો જરૂર જણાશે તો તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, તમામ વૉર્ડમાં તાવના ક્લિનિક શરૂ કરવામાં આવશે. બેંગલોરમાં પોલીસ અધિકારીઓમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અને ત્રણ પોલીસ જવાનો કોરોનામાં મૃત્યુ પામ્યા હોવાથી, શહેર પોલીસ કમિશનરે 55 વર્ષથી વધુ વયના તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર ના આવવાનો આદેશ આપ્યો છે. ગઇકાલે રાજ્યમાં નવા 453 કેસ નોંધાયા છે જ્યારે 225 દર્દીઓ સાજા થયા છે અને પાંચ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 9150, સક્રિય કેસ: 3391, મૃત્યુ થયા: 137, સાજા થયા: 5618.
  • આંધ્રપ્રદેશ: રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 439 કેસ નોંધાયા છે જ્યારે 151 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 7059, સક્રિય કેસ: 3599, સાજા થયા: 3354, મૃત્યુ પામ્યા: 106.
  • તેલંગાણા: રાજ્યમાં કોવિડના નવા કેસ વિક્રમી સંખ્યામાં નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસ હૈદરાબાદમાં નોંધાયા છે; અત્યાર સુધીમાં કુલ 7,802 કેસ નોંધાયા છે જેમાંથી 3861 કેસ સક્રિય છે જ્યારે 3731 દર્દી સાજા થઇ ગયા છે. લૉકડાઉન પહેલાં 22 માર્ચે રાજ્યમાં 22 કેસ નોંધાયા હતા, લૉકડાઉન 1 વખતે 23 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન 622 કેસ, લૉકડાઉન 2 વખતે 14 એપ્રિલથી 3 મે દરમિયાન 438 કેસ, લૉકડાઉન 3 વખતે 3 મેથી 17 મે દરમિયાન 439 કેસ નોંધાયા હતા. લૉકડાઉન 4 વખતે 18 મેથી 31 મે દરમિયાન કેસ વધવાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો અને નવા 1147 કેસ નોંધાયા. અનલૉક 1 દરમિયાન તેલંગાણા રાજ્યમાં 5104 કેસ પોઝિટીવ નોંધાયા છે. કોવિડના કેસમાં ઝડપથી વધારો થતો હોવાથી તેલંગાણા સરકારે દિવસમાં દરેક જિલ્લામાં 50 રેન્ડમ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.
  • મેઘાલય: કોવિડ-19 મહામારીના કારણે બે મહિનાથી બંધ રાખવામાં આવેલા મેઘાલયના લેવદુહને આજથી ફરી ખોલવામાં આવ્યું છે. તેમજ રેસ્ટોરન્ટ્સ, કાફે, વાળંદની દુકાનો અને બ્યૂટી સલૂન પણ ફરી ખોલવામાં આવ્યા છે.
  • મણીપૂર: મણીપૂરનો તમેંગલોંગ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત બની ગયો છે કારણ કે અહીં અત્યાર સુધીમાં 101 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારબાદ, 95 કેસ સાથે કાંગપોકપી બીજો સૌથી અસરગ્રસ્ત અને 94 કેસ સાથે ચંદ્રપુર ત્રીજો સૌથી અસરગ્રસ્ત જિલ્લો છે. મણીપૂર રાજ્યમાં પ્રથમ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં કુલ 2.76 સાથ વ્યક્તિનાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે.
  • મિઝોરમ: મિઝોરમમાં ભૂકંપના આંચકા આવ્યા પછી કેન્દ્રએ સંપૂર્ણપણે મદદ કરવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, DONER મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે રાજ્યના મુખ્યમંત્રી ઝોરમથાંગા સાથે ટેલીફોન પર વાતચી કરી હતી.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડના પાટનગર કોહીમામાં ઓડ-ઇવન વાહનનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેથી રાજ્યમાં વાહનોની બિન-આવશ્યક ગતિવિધીને નિયંત્રણમાં લાવી શકાય. જોકે, આવશ્યક ચીજવસ્તુઓનું પરિહવન કરતા વાહનોને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

 

 

 

Image

 



(Release ID: 1633468) Visitor Counter : 215