PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
21 JUN 2020 6:33PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 21.06.2020
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થયેલા લોકોની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતા 50,000થી પણ વધુનો આંકડો વટાવી ગઇ; દર્દીઓનો સાજા થવાનો દર વધીને 55.49% નોંધાયો
દેશમાં કોવિડ-19માંથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 2,27,755 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 13,925 લોકો સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 55.49% સુધી પહોંચી ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,69,451 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. આજે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા 58,305 વધુ હોવાનું નોંધાયું છે. સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતા વધારવા માટેના સઘન પ્રયાસો રૂપે માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 722 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 259 (કુલ 981 લેબોરેટરી) કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,90,730 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 68,07,226 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633165
ધારાવીમાં “ચેઝિંગ ધ વાયરસ”થી દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો, મે મહિનામાં સરેરાશ દૈનિક 43ની સરખામણીએ જૂનના ત્રીજા સપ્તાહમાં 19 થયા
પૂર્વ-અસરકારક, સક્રિય અને તબક્કાવાર પ્રતિક્રિયા નીતિ દ્વારા, ભારત સરકાર રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ, નિરાકરણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લઇ રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે વિવિધ માર્ગદર્શિકાઓ, એડવાઇઝરી અને સારવારના પ્રોટોકોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને રાજ્યોને આપવામાં આવ્યા છે જેથી કોવિડ-19ના સામનો કરવાની દિશામાં સહિયારી પ્રતિક્રિયા વધુ મજબૂત બનાવી શકાય. કેટલાક રાજ્યો દ્વારા આ કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચનાનો અમલ કરવામાં આવ્યો છે અને તેનાથી અસરકારક પરિણામો મળ્યા છે. મહારાષ્ટ્ર સરકાર અને બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પ્રયાસોએ, પ્રોત્સાહજનક પરિણામો આપ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, તેમણે સક્રિયપણે ‘વાયરસ ચેઝ કર્યો છે’ અને આક્રમક અભિગમ સાથે કોવિડના શંકાસ્પદોનું ટ્રેસિંગ હાથ ધર્યું છે. ખૂબ ગીચ વસ્તી ધરાવતા (2,27,136 વ્યક્તિ/ચોરસ કિમી) ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એપ્રિલ 2020માં 12%ના વૃદ્ધિદર સાથે 491 કેસ નોંધાયા હતા અને કેસ બમણા થવાનો સમય 18 દિવસનો હતો. BMC દ્વારા હાથ ધરવામાં આવેલા સક્રિય પગલાંના કારણે કોવિડ-19ના કેસોનો વૃદ્ધિદર મે 2020માં ઘટીને 4.3% થઇ ગયો અને જૂનમાં વધુ ઘટીને 1.02% થઇ ગયો. આ પગલાં લેવાથી મે 2020માં કેસ બમણા થવાનો સમય 43 દિવસ દિવસ હતો તે પણ સુધરીને જૂન 2020માં 78 દિવસ થઇ ગયો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633177
છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ડિજિટલ મીડિયા દ્વારા કરવામાં આવી
સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહપૂર્વક ડિજિટલ માધ્યમ દ્વારા છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રાષ્ટ્રને સંબોધન આપ્યું હતું અને ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, યોગ પારિવારિક જોડાણને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે, યોગ આપણને એકબીજાની નજીક લાવે છે અને બાળકો તેમજ વડીલો સહિત પરિવારના દરેક સભ્યને એકબીજા સાથે જોડે છે. આ કારણે જ આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં “યોગ વિથ ફેમિલી” થીમ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 માનવ શરીરમાં મુખ્યત્વે શ્વસનને લગતા અંગો પર પ્રહાર કરે છે અને પ્રાણાયામ કરવાથી આપણા શ્વસનતંત્રને વધુ મજબૂત કરવામાં મદદ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, “જો આપણે આપણા આરોગ્ય અને આશાના તારને સૂમેળમાં લાવી શકીએ તો એ દિવસ દૂર નથી જ્યારે આખી દુનિયા તંદુરસ્ત અને ખુશ માનવજાતની સાક્ષી બનવામાં સફળ થશે. યોગ ચોક્કસપણે આ બાબતને સાર્થક કરી શકે છે.” પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થવું સલાહભર્યું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને, સરકારે લોકોને ઘરમાં પોતાના પરિવારજનો સાથે રહીને યોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ સંબંધે આયુષ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી મહત્તમ લોકો ઑનલાઇન માધ્યમથી યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ શકે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633083
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633166
પ્રધાનમંત્રીનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન: યોગ કોવિડ-19 વાયરસ સામે લડવા માટે પ્રતિકારક શક્તિ વધારે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ એકતાનો દિવસ છે. આ દિવસ સાર્વત્રિક ભાઇચારાનો દિવસ છે. કોવિડ-19ના કારણે ઉભી થયેલી વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન ઇલેક્ટ્રોનિક માધ્યમ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકો તેમના આખા પરિવાર સાથે મળીને પોતાના ઘરે જ યોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, યોગ આપણને સૌને ભેગા કરે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633168
ઉપરાષ્ટ્રપતિએ શૈક્ષણિક સંસ્થાઓને ઑનલાઇન અભ્યાસ કાર્યક્રમોમાં યોગ સામલે કરવાની અપીલ કરી
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ શૈક્ષણિક સંસ્થાઓને વિનંતી કરી હતી કે, કોવિડ-19 મહામારીના કારણે તેમના દ્વારા યોજવામાં આવતા ઑનલાઇન અભ્યાસ કાર્યક્રમોમાં યોગ સામેલ કરવામાં આવે, કારણ કે શરીરમાં પ્રતિકારક શક્તિ વધારવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે SPIC MACAY દ્વારા યોજવામાં આવેલી ‘યોગ અને મેડિટેશન શિબિર’માં સંબોધન આપતી વખતે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતે દુનિયાને આપેલી અનન્ય ભેટ છે જે આખી દુનિયામાં સફળતાપૂર્વક લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. કોવિડ-19 મહામારીના કારણે લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર થતી અસરોનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, “દુનિયા અત્યારે ખરેખર ખૂબ પડકારજનક તબક્કામાંથી પસાર થઇ રહી છે અને આપણે આ મહામારીને આપણા કરતા બહેતર તો ના થવા દઇ શકીએ. આપણે એકજૂથ થવાનું છે અને તેની સામે મજબૂત લડત આપવાની છે અને આપણે શારીરિક તેમજ માનસિક બંને પ્રકારે તંદુરસ્ત રહીએ તે સુનિશ્ચિત કરવાનું છે.”
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633068
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
પોતાના સંદેશામાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “યોગ લોકોને તંદુરસ્ત રાખવાથી પણ ઘણા વિશેષ છે. આ એક માધ્યમ છે જે શરીર અને મન વચ્ચે, કામ અને વિચારો વચ્ચે તેમજ માણસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન રાખે છે.” કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિએ સમગ્ર માનવજાતને આપેલી એક અનન્ય ભેટ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અથાક પ્રયાસોના કારણે હવે સમગ્ર દુનિયાએ યોગને અપનાવ્યા છે, તેને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633076
લઘુમતી બાબતોન મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના ઘરે અલગ અલગ સમુદાયના લોકો સાથે યોગ કર્યા
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને અલગ અલગ સમુદાયના લોકો સાથે યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તે સલાહભર્યું ના હોવાથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગ વિથ ફેમિલી’ની તેમણે હિમાયત કરી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633129
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 3874 કેસ નોંધાયા છે જે એક જ દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસની સંખ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 1,28,205 થઇ ગઇ છે. રાજ્યમાં વધુ 160 દર્દીઓ આ બીમારીથી મૃત્યુ પામ્યા છે જે એક જ દિવસમાં બીજો સૌથી વધુ મૃત્યુઆંક છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ 5,984 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના અંદાજે 51% કેસ અને 59% મૃત્યુ માત્ર મુંબઇમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર સરકારે હોસ્પિટલોને જણાવ્યું હતું કે તેઓ કોવિડ-19ના દર્દીઓને તાત્કાલિક રાહત આપવા માટે ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ કરે કારણ કે, રાજ્યમાં અત્યારે વેન્ટિલેટરની ઘણી અછત છે. મહારાષ્ટ્રમાં માત્ર 3028 વેન્ટિલેટર ઉપલબ્ધ છે જે રાજ્યમાં કોવિડ-19ના સતત વધતા કેસોની સરખામણીએ પૂરતી સંખ્યા નથી.
- ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના વધુ 539 કેસ પોઝિટીવ નોંધાયા છે જે એક જ દિવસમાં બીજો સૌથી વધુ વધારો છે. આ કારણે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત નોંધાયેલા કુલ દર્દીનો આંકડો 26,737 સુધી પહોંચી ગયો છે. શનિવારે રાજ્યમાં વધુ 20 લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કોવિડના કારણે કુલ મૃત્યુઆંક 1639 થયો છે જેમાંથી 1315 દર્દીઓ માત્ર અમદાવાદમાં જ મૃત્યુ પામ્યા છે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં રવિવારે સવારે કોવિડ-19ના વધુ 154 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 14691 સુધી પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લા અનુક્રમે ધોલપુર (59), જયપુર (31) અને જુંજૂનું (22) છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસની બીમારીના કારણે કુલ 341 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મનરેગા હેઠળ રોજગારીની મર્યાદા 100 દિવસથી વધારીને 200 દિવસ કરવા માટે વિનંતી કરી છે જેનાથી રાજ્યમાં કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોમાં 70 લાખથી વધુ લોકોને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં પણ લૉકડાઉનના સમયમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો વતન પરત ફર્યા છે પરંતુ તેમને PMGKRY હેઠળ આવરી લેવામાં આવ્યા નથી.
- મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના વધુ 142 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 11,724 થઇ ગઇ છે. શનિવારે નવા નોંધાયેલા કેસો ઉપરાંત રાજ્યમાં વધુ છ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી કોરોનાના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 501 વ્યક્તિનાં મરણ નીપજ્યાં છે.
- મણીપૂર: હાલમાં સામુદાયિક ક્વૉરેન્ટાઇનમાં 14,983 લોકોને રાખવામાં આવ્યા છે જ્યારે 5,438 લોકોને સત્તાવાર ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે અને 530 વ્યક્તિઓને પેઇડ ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવી છે. મણીપૂરમાં લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન સામે પોલીસ કાર્યવાહીમાં ગઇકાલે 599 લોકોની અટકાયત કરવામાં આવી હતી જ્યારે 349 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા; જોકે બાદમાં ચેતવણી આપીને તેમને છોડી દેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ રૂપિયા 62,100 દંડ પેટે વસુલવામાં આવ્યા હતા.
- મેઘાલય: રાજ્યમાં વધુ 5 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થયા છે અને તેમના કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 44 છે જેમાંથી સક્રિય કેસ 6 છે જ્યારે 37 દર્દીઓ સાજા થઇ ગયા છે.
- મિઝોરમ: ગઇકાલે મિઝોરમમાં સિવિલ હોસ્પિટલ લુંગ્લેઇ ટ્રૂનેટ લેબોરેટરી ખાતે 15 સ્વેબ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 14 વ્યક્તિના કોવિડ-19ના રિપોર્ટ નેગેટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. ZMC લેબોરેટરી દ્વારા માત્ર એક વ્યક્તિને કોવિડ-19 પોઝિટીવ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ દર્દી હાલમાં ક્વૉરેન્ટાઇનમાં છે અને તેમને DCHC લુંગ્લેઇ ખાતે ખસેડવામાં આવ્યા છે.
- નાગાલેન્ડ: દીમાપુરના DC અનૂપ કિંચીએ દીમાપુરના બર્મા કેમ્પ ખાતે વિસ્થાપિત શ્રમિકો માટે આત્મનિર્ભર ભારત યોજનાની શરૂઆત કરી હતી. અંદાજે 100 વિસ્થાપિત શ્રમિકોને રેશનના ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોહીમા મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને હાથમોજાં, ફેસમાસ્ક જેવી PPEનો સાર્વજનિક કચરાપેટીઓ અને જાહેર સ્થળોએ નિકાલ કરવા સામે ચેતવણી આપી છે; લોકોને PPEનો અલગથી અને સલામત રીતે નિકાલ કરવાની વિનંતી કરી છે.
- કેરળ: રાજ્યના પાટનગર તિરુવનંતપુરમમાં એક ઓટો રીક્ષાચાલક અને તેના પરિવારના સભ્યોને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી સખત કોવિડ-19 હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના મોટાભાગના સંભવિત સંપર્કો, જે 80-100ની સંખ્યામાં હોઇ શકે છે, તેમની હજુ પણ કોઇ વિગતો મળી નથી. શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન, કન્નુરમાં તાજેતરમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા આબકારી જકાત વિભાગના એક યુવાન ડ્રાઇવરના ચેપના સ્રોતની જાણ ના થાય ત્યાં સુધી શહેરમાં પ્રતિબંધોનો અમલ ચાલુ રાખવામાં આવશે. વંદે ભારત મિશનના ભાગરૂપે 1490 પ્રવાસીઓ આજે કોચી આવી પહોંચશે. અખાતી દેશોમાંથી સાત ફ્લાઇટ તેમને લઇને આવશે. 1610 પ્રવાસીઓ ગઇકાલે નવ ફ્લાઇટમાં કોચી આવી પહોંચ્યા હતા. દરમિયાન, દમામમાં આજે વધુ એક કેરળવાસીનું મૃત્યુ થયું હોવાથી અખાતી દેશોમાં કુલ 250 મલયાલી લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં ગઇકાલે નવા 127 વ્યક્તિના પોઝિટીવ રિપોર્ટ સાથે એક જ દિવસામાં સૌથી વધુ કોવિડ-19ના કેસોની વૃદ્ધિ નોંધાઇ હતી.
- તામિલનાડુ: પુડુચેરીમાં એક વ્યક્તિ કોવિડ-19થી મૃત્યુ પામી છે જ્યારે નવા 30 કેસ પોઝિટીવ નોંધાયા છે; આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 366 થઇ છે જ્યારે આઠ દર્દી મૃત્યુ પામ્યા છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ લોકોનો સહકાર માંગ્યો છે કારણ કે, રાજ્યમાં વધુ 2396 કેસ નોંધાયા છે જ્યારે 38 દર્દીઓ મૃત્યુ પામ્યા છે; તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે લોકોના સહકાર વગર આ બીમારીને નિયંત્રણમાં લેવી શક્ય નથી. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 56845, સક્રિય કેસ: 24822, મૃત્યુ થયા: 704, સાજા થયા: 30271, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 17285.
- કર્ણાટક: કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં રાજ્ય સરકારના સત્તામંડળો, સ્થાનિક સત્તામંડળો અને સિવિક સંગઠનો અને સાર્વજનિક પાર્ક સવારે 5થી રાત્રે 9 સુધીમાં ગમે તેટલા સમય માટે ખુલ્લા રહેશે. રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટે દર નક્કી કરવામાં આવે તે પહેલાં, રાજ્યના આરોગ્ય વિભાગે આયુષમાન ભારત- આરોગ્ય કર્ણાટક હેઠળ સંકળાયેલી 518 ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને નિર્દેશો આપ્યા છે કે, સરકારના પ્રોટોકોલ અને માપદંડો અનુસાર કોવિડ-19ના દર્દીઓને ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવે. રાજ્યમાં ગઇકાલે નવા 416 કેસ નોંધાયા હતા જ્યારે 181 દર્દીસાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસ: 8697, સક્રિય કેસ: 3170, મૃત્યુ થયા: 132.
- આંધ્રપ્રદેશ: કોરોના વાયરસથી સૌથી ખરાબ સ્થિતિ હોય તેવા વિસ્તારોમાં રાજ્ય દ્વારા લૉકડાઉન લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24,451 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 439 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને 151 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 7059, સક્રિય કેસ: 3599, સાજા થયા: 3354, મૃત્યુ પામ્યા: 106. કુલ આંતર રાજ્યમાંથી આવેલા લોકોમાં નોંધાયેલા કુલ કેસ: 1540, સક્રિય કેસ: 639, સાજા થયા: 901. અન્ય સમાન સમય ગાળામાં દેશોમાંથી પરત આવેલામાં નોંધાયેલા કુલ કેસ: 330, સક્રિય કેસ: 278, સાજા થયા: 52.
- તેલંગાણા: હૈદરાબાદ સ્થિત હેટેરોને કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે ઇન્વેસ્ટિગેશનલ એન્ટિવાયરલ દવા ‘રેમડેસિવિર’ના ઉત્પાદન અને માર્કેટિંગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી માન્યતા મળી ગઇ છે. ‘કોવીફોર’ નામની આ દવા 100 mg વાયલ (ઇન્જેક્ટેબલ) સ્વરૂપમાં ઉપલબ્ધ થશે જે આરોગ્ય સંભાળ પ્રેક્ટિશનલની દેખરેખ હેઠળ દર્દીને નસમાં આપવાની રહેશે. આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ- 7072, સક્રિય કેસ 3363, સાજા થયા- 3506, મૃત્યુ પામ્યા- 203.
(Release ID: 1633235)
Visitor Counter : 263
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam