PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 18 JUN 2020 6:20PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 18.06.2020

 

Released at 1900 Hrs

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દર્દીઓ સાજા થવાનો દર સુધરીને 52.96% નોંધાયો; ડૉ. હર્ષવર્ધને ભારતની પ્રથમ મોબાઇલ I-LAB (ચેપી બીમારી નિદાન લેબોરેટરી)નો પ્રારંભ કરાવ્યો

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 7390 દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 1,94,324 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.96% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,60,384 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 699 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 254 (કુલ 953 લેબોરેટરી) કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,65,412 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 62,49,668 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને ભારતમાં છેવાડા વિસ્તારો સુધી કોવિડ-19ની પરીક્ષણની સુવિધા પૂરી પાડી શકાય તેમ માટે દેશની સૌપ્રથમ મોબાઇલ I-LAB (ચેપી બીમારી નિદાન લેબોરેટરી)નો પ્રારંભ કરાવ્યો છે. આ લેબોરેટરી દૂરના, અંતરિયાળ અને જ્યાં સરળતાથી ન પહોંચી શકાય તેવા દેશના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવશે જેની મદદથી દરરોજ 25 કોવિડ-19 RT-PCR પરીક્ષણો, દરરોજ 300 ELSIA પરીક્ષણો તેમજ TB અને HIV વગેરેના પણ પરીક્ષણો CGHSના દરો પ્રમાણે થઇ શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632351

 

પ્રધાનમંત્રીએ વાણિજ્યિક ધોરણે ખાણકામ માટે કોલસાના બ્લૉકની હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાણિજ્યિક ધોરણે ખાણકામ માટે કોલસાના 41 બ્લૉકની હરાજીની પ્રક્રિયાનો આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરંભ કરાવ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી શ્રેણીબદ્ધ જાહેરાતોના ભાગરૂપે આ શરૂઆત કરવામાં આવી છે. કોલસા મંત્રાલયે FICCIના સહયોગથી કોલસાની ખાણોની હરાજીની પ્રક્રિયાનો આરંભ કરાવ્યો છે. કોલસાની ખાણોની ફાળવણી માટે બે તબક્કાની ઇલેક્ટ્રોનિક હરાજી પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે બોલતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત કોવિડ-19 મહામારીમાંથી બહાર આવશે અને રાષ્ટ્ર આ કટોકટીના તબક્કાને તકમાં પરિવર્તિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, કટોકટીના તબક્કાએ ભારતને આત્મનિર્ભર બનવાનો પાઠ શીખવ્યો છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત મતલબ આયાત પર નિર્ભરતા ઓછી કરવી અને આયાત પર ખર્ચાતા વિદેશી હુંડિયામણની બચત કરવી. તેમાં ભારત સ્થાનિક સ્તરે પોતાના સંસાધનો વિકસાવે છે જેથી દેશને વિવિધ ચીજો માટે આયાત પર નિર્ભર રહેવાની જરૂર ના પડે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632332

 

વાણિજયિક ધોરણે ખાણકામ માટે કોલસાના બ્લૉકની હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632349

 

ગ્રામીણ ભારતમાં આજીવિકાની તકોને વેગવાન બનાવવા માટે પ્રધાનમંત્રી 20 જૂને ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કરશે

પોતાના વતન રાજ્યોમાં પરત ફરેલા વિસ્થાપિત શ્રમિકો અને ગ્રામીણ લોકોને આજીવિકાની તકો પૂરી પાડવા માટે અને તેમને સશક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનામથી મોટાપાયે ગ્રામીણ જાહેર કાર્યોની યોજના શરૂ કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન 2020ના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરાવશે જેમાં બિહારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ અભિયાનની શરૂઆત બિહારના ખગરિયા જિલ્લાના બેલદૌર બ્લોકના તેલીહર ગામથી કરવામાં આવશે. વધુમાં, પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સંબંધિત મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 125 દિવસ સુધી ચાલનારા આ અભિયાનને મિશન મોડ ધોરણે આગળ વધવારમાં આવશે, જેમાં એક તરફ વિસ્થાપિત શ્રમિકોને કામ પૂરું પાડવાની સાથે સાથે બીજી તરફ, દેશના ગ્રામીણ પ્રાંતોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે અલગ અલગ પ્રકારના 25 જાહેર કાર્યો હાથ ધરવા માટે પ્રબળતાથી અને પૂરી એકાગ્રતા સાથે આ અભિયાનનો અમલ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રૂપિયા 50,000 કરોડના મૂલ્યોના કાર્યો હાથ ધરવામાં આવશે. છ રાજ્યો એટલે કે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશામાં અન્ય રાજ્યોમાંથી વતન પરત આવેલા 25,000થી વધુ વિસ્થાપિત શ્રમિકો સાથે કુલ 116 જિલ્લાને આ અભિયાન માટે પસંદ કરવામાં આવ્યા છે જેમાં 27 મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632256

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 20 જૂન 2020ના રોજ શરૂ થનારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન માટે શુભારંભ પત્રકાર પરિષદ યોજાઇ

પ્રધાનમંત્રી દ્વારા શરૂ થનારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન સંદર્ભે આજે શુભારંભ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના કામદારો, પુરુષો અને મહિલાઓ બંને, કોવિડ લૉકડાઉન પછી મોટી સંખ્યામાં તેમના વતન પરત ફર્યા છે. ભારત સરકારે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને એવા જિલ્લાઓની યાદી તૈયાર કરી છે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમિકો અન્ય રાજ્યોમાંથી ઘરે પરત આવી ગયા છે અને તેમાં જાણવા મળ્યું છે કે, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશા એમ 6 રાજ્યોમાં અંદાજે 116 જિલ્લા એવા છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો પરત આવ્યા છે. શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત સરકારે વિવિધ સંબંધિત રાજ્યોની સરકારો સાથે મળીને આ વિસ્થાપિત શ્રમિકોના કૌશલ્યોનું મેપિંગ કરવાનું શરૂ કર્યું છે અને તેમાંથી મોટાભાગના શ્રમિકો કોઇને કોઇ પ્રકારના કામમાં કૌશલ્ય ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતના આધારે અને આગામી 4 મહિના સુધી તેમની મુશ્કેલીઓમાં શક્ય એટલો ઘટાડો કરવા માટે, ભારત સરકારે ખૂબ જ મોટાપાયે ગ્રામીણ જાહેર કાર્યોની યોજના ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો અને ગ્રામીણ લોકોને સશક્ત કરી શકાશે અને તેમને રોજગારીની તકો આપી શકાશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632350

 

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ સમીક્ષા બેઠકોના પગલે દિલ્હીમાં કોવિડની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવાર અને સોમવાર, 14 અને 15 જૂનના રોજ દિલ્હીમાં કોવિડ-19ની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે યોજવામાં આવેલી શ્રેણીબદ્ધ સમીક્ષા બેઠકોના પગલે, તાત્કાલિક દિલ્હીમાં સેમ્પલના કોવિડ-19 માટેના પરીક્ષણની સંખ્યા બમણી કરી દેવામાં આવી છે. 15 અને 16 જૂનના રોજ કુલ 16,618 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. 14 જૂન સુધી દરરોજ સેમ્પલના એકત્રીકરણની સંખ્યા 4,000થી 6,000 વચ્ચે રહેતી હતી. દિલ્હીના 242 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેવાસીઓના ઘરે ઘરે જઇને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરીક્ષણ લેબોરેટરીઓ દ્વારા કોવિડ-19ના પરીક્ષણ માટે કેટલો ચાર્જ લેવો તે અંગે ડૉ. વી.કે.પૌલની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિનો અહેવાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પ્રાપ્ત થયો છે અને દિલ્હી સરકારને આ અહેવાલ આગળના જરૂરી પગલાં લેવા માટે મોકલી દેવામાં આવ્યો છે. સમિતિએ કોવિડ-19ના પ્રત્યેક પરીક્ષણ માટે રૂપિયા 2400 ચાર્જ નિર્ધારિત કર્યો છે. દિલ્હીમાં સેમ્લના એકત્રીકરણ અને પરીક્ષણ માટે કુલ 169 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632196

 

CSIR-CDRIના ઘટક ડ્રગ યુમિફેનોવિરને કોવિડ-19 સામે ત્રીજા તબક્કાના તબીબી પરીક્ષણ માટે DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી

CSIRની અંગભૂત લેબોરેટરી CSIR- સેન્ટ્રલ ડ્રગ રિસર્સ ઇન્સ્ટિટ્યુ (CDRI) લખનૌને એન્ટિ વાયરલ દવા યુમિફેનોવિરની કાર્યદક્ષતા, સલામતી અને સહનશીલતાની ચકાસણી કરવા માટે ત્રીજા તબક્કાના રેન્ડમાઇઝ્ડ, ડબલ બ્લાઇન્ડ, પ્લેસબો નિયંત્રણ પરીક્ષણ માટે મંજૂરી મળી ગઇ છે. આ ત્રીજા તબક્કાનું તબીબી પરીક્ષણ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU), ડૉ, રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (RMLIMS) અને લખનૌ ખાતે આવેલી ERAની લખનૌ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. આ દવા સલામતીની સારી પ્રોફાઇલ ધરાવે છે અને માનવીય કોષોમાં વાયરસના પ્રવેશને રોકાવા માટે કામ કરે છે તેમજ રોગ પ્રતિકારકશક્તિમાં પણ વધારો કરે છે. યુમિફેનોવિર મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને ચીન તેમજ રશિયામાં તે ઉપલબ્ધ છે અને તાજેતરમાં કોવિડ-19ના દર્દીઓમાં તેના સંભવિત ઉપયોગના કારણે પ્રાધાન્યતાએ આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632338

 

પૂર્વીય રેલવેના આસન્સોલ વિભાગે આટોમેટિક બેગ સેનિટાઇઝર મશીન તૈયાર કર્યું

કોવિડ-19નો ફેલાવો રોકવાના પૂર્વીય રેલવે (ER)ના પ્રયાસરૂપે પૂર્વીય રેલવેના આસન્સોલ વિભાગ દ્વારા ઓટોમેટિક બેગ સેનિટાઇઝર મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ આટોમેટિક બેગ સેનિટાઇઝર મીશનમાં એર બ્લોઅર પમ્પ છે અને સાથે સ્પ્રે કન્ટેઇનર લગાવેલું છે તેમજ તેમાં ફોગ પ્રકારનું સેનિટાઇઝિંગ કરવા માટે એક નોંઝલ પણ આપવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632190

 

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં ભારત ઇલેક્ટ્રિકલ વાહનોના ઉત્પાદનનું હબ બની જશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી પાંચ વર્ષમાં ભારત ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનું હબ બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર શક્ય હોય તે તમામ પ્રકારે આ શ્રેત્રને શ્રેષ્ઠ છુટછાટો આપવા માટે પ્રયાસ કરે છે અને ઇલેક્ટ્રિકલ વાહનો પર GST દર પણ ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. આજે કોવિડ-19 પછી ભારતના ઇલેક્ટ્રિક વાહનોનો આગળનો માર્ગ વિષય પર વેબિનારને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેઓ EV ક્ષેત્રની વર્તમાન સમસ્યાઓ સારી રીતે જાણે છે પરંતુ એક વાત નક્કી છે કે, જેમ જેમ વેચાણના જથ્થામાં વધારો થશે તેમ સ્થિતિ બદલાઇ જશે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાને હવે ચીન સાથે વધુ વ્યવસાય કરવામાં કોઇ જ રસ નથી અને વ્યવસાયમાં પરિવર્તન માટે ભારતીય ઉદ્યોગ સમક્ષ આ ઝડપી લેવા જેવી ઉત્તમ તક છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632345

 

NRDC ભારતીય નૌસેના દ્વારા તૈયાર કરવામાં આવેલા નવરક્ષક PPE શૂટનું ઉત્પાદન કરવા તે માટે પાંચ MSMEને લાઇસન્સ આપ્યું

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની DSIRની એન્ટરપ્રાઇઝ નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NRDC) ભારતીય નૌસેના દ્વારા તૈયાર કરવામાં આવેલા નવરક્ષક PPE શૂટનું ઉત્પાદન કરવા માટે પાંચ MSMEને લાઇસન્સ આપ્યું છે. હાલમાં ગુણવત્તાપૂર્ણ PPE કીટ્સની માંગ સમગ્ર દેશમાં ખૂબ હોવાથી તેને પહોંચી વળવા માટે આ લાઇસન્સ આપવામાં આવ્યા છે. આ ઉત્પાદકો સાતે મળીને એક વર્ષમાં 10 મિલિયનથી વધુ PPEનું જથ્થાબંધ ઉત્પાદન કરવાની યોજનામાં છે. નવરક્ષક PPEનું ઉત્પાદન કરવા અંગેની પ્રક્રિયા ભારતીય નૌસેનાના ઇન્સ્ટિટ્યુટ ઓફ નવલ મેડિસિન, INHS અશ્વિની હોસ્પિટલ (મુંબઇ) ખાતે તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 'નવરક્ષકનામ મેળવવામાં આવ્યું છે. INMAS, DRDO ખાતે આ PPEનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જે ભારતમાં પ્રવર્તમાન ISO માપદંડો તેમજ ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય/ ટેક્સટાઇલ મંત્રાલયની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ અનુસાર PPE પ્રોટાટાઇપના સેમ્પલના પરીક્ષણ માટે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા અધિકૃત નવ  NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી એક છે અને ત્યાં એવું જાણવા મળ્યું હતું કે, ફેબ્રિક, શુટ અને સીમ બંને માટે કૃત્રિમ લોહી પ્રવેશ અવરોધનના માપદંડોને તે પૂરાં કરે છે. આ ઓછા ખર્ચાળ છે અને તેમાં કોઇપણ મોટાપાયે મૂડી રોકાણની જરૂર પડતી નથી તેમજ પાયાની સિલાઇની તજજ્ઞતા ધરાવતા ગાઉનના ઉત્પાદકો પણ આનું ઉત્પાદન કરી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632335

 

ડૉ. જીતેન્દ્રસિંહે આંતરરાષ્ટ્રીય નાગરિક સેવકો માટે મહામારીના સમયમાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર આંતરરાષ્ટ્રીય વર્કશોપનું ઉદ્ધાટન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, જાગૃતિ એ ચિંતા નથી પરંતુ તે કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે લડવાની ચાવી છે અને હાલમાં જરૂરિયાતના સમયમાં આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ જરૂરી છે. તેઓ વેબિનારના માધ્યમથી, આંતરરાષ્ટ્રીય વર્કશોપનું ઉદ્ઘાટન કર્યા પછી સંબંધોન આપી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ટેકનિકલ અને ઇકોનોમિક કોર્પોરેશન, વિદેશ મંત્રાલય અને વહીવટી સુધારા અને લોક ફરિયાદ વિભાગના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ડૉ. સિંહે પુનરોચ્ચાર કર્યો હતો કે, કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં જીતવા માટે રાષ્ટ્રોની આગળની વ્યૂહરચના હવે અર્થતંત્રને ફરી સક્રિય કરવામાં અને સહકારી સંઘવાદને મજબૂત કરવામાં સમાયેલી છે. તેમણે કહ્યું કે, મજબૂત સંસ્થા, મજબૂત ઇ-ગવર્નન્સના મોડેલ, ડિજિટલી સશક્ત નાગરિકો અને સશક્ત આરોગ્ય સંભાળ પર સૌથી વધુ મદાર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632335

 

SERB  દ્વારા સમર્થિત અભ્યાસમાં જાણવા મળ્યું કે, કોવિડ-19ના દર્દીઓમાં મગજમાં શ્વસનતંત્રના ભંગાણથી બ્રેકડાઉન થઇ શકે છે

CSIR- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ બાયોલોજી (IICB), કોલકાતાની ટીમે SARS-CoV-2ના સંભવિત ચેતાતંત્રમાં પ્રવેશની શક્યતાઓ શોધી કાઢી છે અને સૂચન આપ્યું છે કે, આ વાયરસ મગજમાં શ્વસનક્રિયાના કેન્દ્રને અસર કરી શકે છે અને કોવિડ-19ના કારણે થતા મૃત્યુમાં વધુ શોધ કરવા માટે મધ્યસ્થ ચેતાતંત્રમાં આવેલા શ્વસન કેન્દ્ર પર વધુ ધ્યાન આપવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632341

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • ચંદીગઢ: ચંદીગઢ વહીવટીતંત્રના સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા પોષક દૂધ છોડાવવાના ખોરાક અને બેસન પંજિરીના રૂપમાં ઘરે લઇ જવા માટેના ટેક હોમ રેશનનું વિતરણ કરવામાં આવ્યું છે. અંદાજે 22,586 લાભાર્થીઓને તેમના ઘરે જઇને આ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં 06 મહિનાથી 06 વર્ષ સુધીના બાળકો, ગર્ભવતી મહિલાઓ, નર્સિંગ માતાઓ અને કિશોરીઓ સામેલ છે. પોષક સુકા રેશન ઉપરાંત, ઇંડા, કેળા અને દૂધનું વિતરણ 53 આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ સ્થળે ઝૂંપડપટ્ટી વિસ્તારો અને બાંધકામની સાઇટ્સ પર અંદાજે 350 લાભાર્થીઓમાં ટેક હોમ રેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 • પંજાબ: કોરોના વાયરસના ફેલાવાને વધુ નિયંત્રણમાં લેવાના પ્રયાસરૂપે. પંજાબ સરકારના મહેસૂલ વિભાગે વધુ રૂપિયા 300 કરોડની ફાળવણી વિવિધ વિભાગો અને નાયબ કમિશનરોને કરી છે. નાયબ કમિશનરોને ફાળવવામાં આવેલા 100 કરોડ રૂપિયામાંથી, 98 કરોડ રૂપિયા વિસ્થાપિત શ્રમિતોને તેમના વતન રાજ્યમાં પાછા લાવવા, લોકોમાં સુકા રેશનનું વિતરણ કરવામાં અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ ઉભી કરવામાં ખર્ચાઇ ગયા છે.
 • હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અસરકારક રીતે કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લેવામાં આવી રહ્યો છે અને તેના કારણે પરિસ્થિત અત્યાર સુધીમાં મોટાભાગના પડોશી રાજ્યોની સરખામણીએ બહેતર છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં અચાનક અને નોંધપાત્ર વધારો થવાનું મુખ્ય કારણ દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા અંદાજે બે લાખ લોકો પરત આવી રહ્યા છે તે છે. આ લોકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવે છે અને લોકો ગભરાવાની જરાય જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત રાજ્યમાં યોગ્યતા ધરાવતી 5.90 લાખ મહિલા ખાતાધારકોના ખાતામાં આ વર્ષે એપ્રિલ, મે અને જૂન એમ દર મહિને રૂ. 500 જમા કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 1.37 લાખ કામદારોને બે મહિના માટે સહાય પેટે પ્રતિમાસ રૂ. 2000 આપવામાં આવ્યા છે અને હવે સરકારે હિમાલચ પ્રદેશ ભવન નિર્માણ અને અન્ય બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાયેલા કામદારોના ખાતામાં વધુ રૂપિયા 2000 આપવાનો નિર્ણય લીધો છે.
 • મહારાષ્ટ્ર: રાજ્યમાં બુધવારે કોવિડ-19ના નવા 3307 કેસને પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1,16,752 થઇ ગઇ છે જેમાંથી 51,921 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે. કોરોનાના કારણે વધુ 114 દર્દીઓના મૃત્યુ થયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક 5651 થઇ ગયો છે. તેમજ, તાજેતરના અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં 59,166 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે.
 • ગુજરાત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના વધુ 520 દર્દીઓને પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે જ્યારે વધુ 27 દર્દીઓ કોરોનાની બીમારીમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 25,148 થઇ ગઇ છે જેમાંથી 17,438 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ જતા તેમને રજા આપી દેવામાં આવી છે અને 1561 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
 • રાજસ્થાનઃ આજે સવાર સુધીમાં વધુ 84 પોઝિટીવ કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 13,626 થઇ ગઇ છે. વધુમાં, બુધવાર રાત સુધીમાં 326 નવા કેસો નોંધાયા હતા. જોકે, આજદિન સુધી 10,582 દર્દીઓ સાજા થઇ જતાં સમગ્ર દેશમાં રાજ્યનો સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો છે. આજે મોટાભાગના કેસો ભરતપુર જિલ્લામાંથી અને ત્યારબાદ જયપુર જિલ્લામાંથી નોંધાયા હતા.
 • મધ્યપ્રદેશઃ બુધવાર સાંજ સુધીમાં રાજ્યમાં 161 નવા કેસો નોંધાયા હતા, જેના કારણે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 11,244 થઇ ગઇ છે. મોટાભાગના નવા કેસો ભોપાલ (49) અને ત્યારબાદ કોવિડ-19ના હોટસ્પોટ ઇન્દોર (44) શહેરમાંથી નોંધાયા હતા.
 • છત્તીસગઢઃ બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 71 કેસો નોંધવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1,864 થઇ ગઇ છે, જેમાંથી 756 કેસો સક્રિય છે.
 • ગોવાઃ બુધવારના રોજ 27 નવા કેસો નોંધાયાં છે અને 11 લોકો સાજા થયા છે. કોવિડ-19 કેસોની કુલ સંખ્યા અત્યારે 656 છે, જેમાંથી 560 કેસો સક્રિય છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારો અને તમામ ચેપગ્રસ્ત વિસ્તારોમાં અસંખ્ય પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ માત્ર 8-10 દર્દીઓ કોરોનાના લક્ષણો ધરાવે છે. ગોવાએ કોવિડ હોસ્પિટલ અને કોવિડ સંભાળ કેન્દ્રોમાં જઇ રહેલા દર્દીઓનું વર્ગીકરણ કર્યુ છે.
 • કેરળઃ રાજ્યમાં આજે કોવિડના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ સીમાશુલ્ક વિભાગમાં ફરજ બજાવતો 28 વર્ષીય ડ્રાઇવર હતો, જે કન્નુર ખાતે આવેલી સરકારી મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતો. તેના ચેપનો મૂળ સ્રોત શોધવા માટે પ્રયત્નો ચાલી રહ્યાં છે. કોચીમાં એક પોલીસ અધિકારીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ અધિકારીને હોમ-ક્વૉરેન્ટાઇન કરાયેલા લોકોના ઘરોની મુલાકાત લેવાની અને તેઓ ક્વૉરેન્ટાઇન નિયમોનું પાલન કરી રહ્યાં છે તે બાબત સુનિશ્ચિત કરવાની કામગીરી સોપવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે વંદે ભારત માટે કોવિડ નેગેટીવ પ્રમાણપત્ર અંગે રાજ્ય સરકારનો આગ્રહ વિદેશથી આવી રહેલા લોકોને વધુ મુશ્કેલીમાં મુકશે. આ દરમિયાન રાજ્ય બહાર કોવિડ-19ના કારણે વધુ બે કેરળવાસીઓનું મૃત્યુ નીપજ્યું હતું. ગઇકાલે 90 લોકો સાજા થયા હતા અને 75 નવા કેસો નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં જુદી-જુદી હોસ્પિટલોમાં આશરે 1,351 જેટલા દર્દીઓ હજુ સારવાર હેઠળ છે.
 • તામિલનાડુઃ કોવિડ-19ના ફેલાવા ઉપર નિયંત્રણ મેળવવા માટે તામિલનાડુમાંથી ગેરકાયદેસર પ્રવેશતા લોકોને અટકાવવા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કરાઇકલ સરહદી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 25 માર્ચથી 7 મે સુધી ગેરહાજર રહેલા તામિલનાડુના સરકારી કર્મચારીઓને ફરજ ઉપર હાજર ગણશે. આવતી કાલથી ચેન્નઇ અને તેના પડોશી જિલ્લાઓના ભાગોમાં 12 દિવસ માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે. ગઇકાલે 2,174 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 842 લોકો સાજા થયા હતા અને 48 લોકોના મરણ નીપજ્યાં હતાં. 1,276 કેસો ચેન્નઇમાંથી નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 50,193 છે, જેમાંથી 21,990 કેસો સક્રિય છે. 576 લોકોના મરણ થયા છે, 27,624 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં 16,067 સક્રિય કેસો છે.
 • કર્ણાટકઃ કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય દ્વારા આજનો દિવસ 'માસ્ક દિન' તરીકે ઉજવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે વડી અદાલતને જાણકારી આપી હતી કે 267 જેટલી શ્રમિક ટ્રેનોએ અત્યાર સુધી 3,79,195 જેટલા વિસ્થાપિત શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યાં છે. ગઇકાલે 204 નવા કેસો નોંધાયા હતા, 348 લોકોને રજા અપાઇ હતી અને આઠ લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 7,734 છે, જેમાંથી 2,824 કેસો સક્રિય છે, 102 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 4,804 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 • આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાક દરમિયાન 13,923 નમૂનાઓના પરીક્ષણ બાદ 299 જેટલા નવા કેસો નોંધાયાં છે, જ્યારે બે લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 77 લોકો સાજા થયા છે. કુલ કેસોની સંખ્યા 5,854 છે, 2,779 કેસો સક્રિય છે, 2,983 લોકો સાજા થયા છે, 92 લોકોના મરણ નીપજ્યાં છે. આંતરરાજ્ય કેસોની કુલ સંખ્યા 1,353 છે, જેમાંથી 611 કેસો સક્રિય છે અને છેલ્લા 24 કલાકમાં 51 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે વિદેશમાંથી આવેલા લોકોમાં નોંધાયેલા 289 કેસોમાંથી 242 કેસો સક્રિય છે.
 • તેલંગણાઃ તેલંગણામાં ખાનગી હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓની સારવાર સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી મહત્તમ ફી મર્યાદા અંગે તે રાજ્ય સરકાર સામે પિટિશન દાખલ કરશે. ગુરુવારે શબઘરના કર્મચારીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિનું શબ ખોટા પરિવારને સોપી દેતા ગાંધી હોસ્પિટલની બહાર ભારે હોબાળો થયો હતો. આ પ્રકારની લાપરવાહી ફરી વખત ન થાય તે માટે હોસ્પિટલ પ્રશાસન ભારે મથામણ કરી રહ્યું છે. તાજેતરમાં આ પ્રકારે નોંધવામાં આવેલી આ બીજી ઘટના હતી. અત્યાર સુધી કુલ 5,675 કેસો નોંધાયા છે, જેમાંથી 2,412 કેસો સક્રિય છે અને 3,071 લોકો સાજા થયા છે.
 • આસામઃ આસામમાં કોવિડ-19ના નવા 82 પોઝિટીવ કેસો નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 4,777 છે, જેમાંથી 2,111 કેસો સક્રિય છે, 2,658 લોકો સાજા થયા છે અને 9 લોકોના મરણ નીપજ્યાં છે.
 • મણીપૂરઃ મણીપૂર રાજ્ય દ્વારા 5 RT PCR મશીનો અને 3 TRUENATની મદદથી કોવિડ-19 નમૂનાઓના પરીક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે. આજદિન સુધી રાજ્યમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 29,865 છે.
 • મિઝોરમઃ મિઝોરમમાં કોલાસિબ જિલ્લામાંથી 9 કોવિડ-19ના દર્દીઓનો ટેસ્ટ બીજી વખત નેગેટીવ નોંધાયો છે. રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને આવતી કાલે ઝોરમ મેડિકલ કોલેજમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
 • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં દીમાપુર-કોહિમા ટેક્સી સેવાઓ ઓડ-ઇવન નિયમ અંતર્ગત ફરી વખત શરૂ થઇ છે. નાની કાર 3 મુસાફરો સાથે, જ્યારે મોટા વાહનો 5 લોકો સાથે પરિવહન કરી શકશે. આસામના જોરહાત જિલ્લામાંથી વૈજ્ઞાનિકો દીમાપુરમાં BSL-2 લેબની ટેકનિકલ ટીમને તાલીમ આપવા આવી પહોંચ્યાં છે. લોંગલેંગ અને તુએનશાંગ ખાતે TRUENAT મશીનો લગાવવામાં આવ્યાં છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Image



(Release ID: 1632430) Visitor Counter : 35