પ્રધાનમંત્રીનું કાર્યાલય

આઈસીસીના 95માં વાર્ષિક સત્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 JUN 2020 12:54PM by PIB Ahmedabad

નોમોશ્કાર !!! આશા કોરિ, આપનારા શોબાઈ ભાલો આછેન !!

95 વર્ષથી સતત દેશની સેવા કરવી કોઇપણ સંસ્થા અથવા સંગઠન માટે પોતાનામાં બહુ મોટી વાત હોય છે.

આઈસીસીએ પૂર્વી ભારત અને ઉત્તર પૂર્વના વિકાસમાં જે યોગદાન આપ્યું છે,

ખાસ કરીને ત્યાંના ઉત્પાદન એકમો માટે તે પણ ઐતિહાસિક છે. આઈસીસીની માટે પોતાનું યોગદાન આપનારા આપ સૌ લોકોને, પ્રત્યેક મહાનુભવને હું અભિનંદન આપું છું.

સાથીઓ, આઈસીસીએ 1925માં પોતાની રચના થયા બાદથી આઝાદીની લડાઈને જોઈ છે, કપરો દુકાળ અને અનાજના સંકટોને પણ જોયા છે અને ભારતના વિકાસ માર્ગનો પણ તમે હિસ્સો રહ્યા છો.

હવે વખતની એજીએમ એક એવા સમયે થઇ રહી છે જ્યારે આપણો દેશ બહુવિધ પડકારો સામે બાથ ભીડી રહ્યો છે.

કોરોના વાયરસ સામે આખી દુનિયા લડી રહી છે, ભારત પણ લડી રહ્યું છે પરંતુ બીજા પ્રકારના સંકટ પણ સતત સામે આવી રહ્યા છે.

ક્યાંક પૂરનો પડકાર, ક્યાંક તીડનો પ્રહાર, ‘પોંગોપાનો કહેર, ક્યાંક કરા વર્ષા, ક્યાંક તેલના કૂવાઓમાં આગ, ક્યાંક નાના મોટા ભૂકંપ, એવું પણ ભાગ્યે બને છે કે પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્રમાં એક પછી એક બે વાવાઝોડા પડકાર બનીને આવ્યા હતા.

આવા તમામ મોરચાઓ ઉપર આપણે સૌ એકસાથે મળીને લડી રહ્યા છીએ. ક્યારેક ક્યારેક સમય પણ આપણને પરખતો હોય છે. ઘણીવાર અનેક મુશ્કેલીઓ, અનેક કસોટીઓ એક સાથે આવી જતી હોય છે.

પરંતુ આપણે વાતનો પણ અનુભવ કર્યો છે કે પ્રકારની કસોટીઓમાં આપણું કૃતિત્વ, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી પણ લઈને આવે છે. કોઇપણ પરીક્ષા સામે આપણે કઈ રીતે પહોંચી વળી રહ્યા છીએ, મુશ્કેલીઓ સામે કેટલી મજબૂતાઈ વડે લડી રહ્યા છીએ, તે આવનારા અવસરોને પણ નક્કી કરે છે.

સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે ને કે- મનથી માનીએ તો હર, મનથી જીતીએ તો જીત, એટલે કે આપણી સંકલ્પશક્તિ, આપણી ઈચ્છાશક્તિ આપણો આગળનો માર્ગ નક્કી કરે છે. જે પહેલાથી હાર માની લે છે તેની સામે નવા અવસરો બહુ ઓછા આવતા હોય છે. પરંતુ જે જીતની માટે સતત પ્રયાસ કરે છે, એક બીજાનો સાથ આપીને, આગળ વધે છે તેની સામે નવા અવસરો પણ તેટલા વધારે આવતા રહે છે.

સાથીઓ, આપણી એકતા, એકસાથે મળીને મોટામાં મોટી આપત્તિનો સામનો કરવો, આપણી સંકલ્પશક્તિ, આપણી ઈચ્છા શક્તિ, આપણી બહુ મોટી તાકાત છે, એક રાષ્ટ્રના રૂપમાં આપણી બહુ મોટી તાકાત છે.

મુસીબતનો ઈલાજ મજબૂતી છે. મુશ્કેલ સમયે દર વખતે ભારતના દ્રઢ નિશ્ચયને મજબૂત કર્યો છે, એક રાષ્ટ્રના રૂપમાં દેશવાસીઓની પ્રતિજ્ઞાને ઉર્જા આપી છે, સંકલ્પને શક્તિ આપી છે. ભાવના હું આજે તમારા ચહેરા ઉપર જોઈ શકું છું, કરોડો દેશવાસીઓના પ્રયાસોમાં જોઈ શકું છું. કોરોના સંકટ આખી દુનિયામાં ફેલાયેલું છે. સમગ્ર દુનિયા તેની સામે લડી રહી છે. કોરોના યોદ્ધાઓની સાથે મળીને આપણો દેશ તેની સામે લડી રહ્યો છે.

પરંતુ બધાની વચ્ચે દરેક દેશવાસી હવે સંકલ્પથી પણ ભરેલો છે કે આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાની છે, તેને આપણે આપણા દેશનો બહુ મોટો વળાંક પણ બનાવવાનો છે.

વળાંક શું છે? આત્મનિર્ભર ભારત, સ્વાશ્રયી ભારત. આત્મનિર્ભરતાનો, સ્વાશ્રયનો ભાવ વર્ષોથી દરેક ભારતીયએ એક મહત્વાકાંક્ષાની જેમ જીવ્યો છે.

પરંતુ તેમ છતાં પણ એક બહુ મોટો કાશ, એક મોટો કાશ, દરેક ભારતીયના મનમાં રહ્યો છે, મસ્તિષ્કમાં રહ્યો છે. કાશઆપણે મેડીકલ સાધનોના ક્ષેત્રમાં આત્મનિર્ભર થઇ શકતા હોત! કાશ આપણે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર હોત! કાશ આપણે કોલસા અને ખનીજ ક્ષેત્રમાં આત્મનિર્ભર હોત!

કાશ આપણે ખાવાના તેલમાં, ફર્ટીલાઈઝરના ક્ષેત્રમાં આત્મનિર્ભર હોત! કાશ આપણે ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં આત્મનિર્ભર હોત! કાશ આપણે સોલાર પેનલ્સ, બેટરીઓ અને ચીપ ઉત્પાદનમાં આત્મનિર્ભર હોત! કાશ આપણે ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભર હોત!

આવા કેટલા બધા કાશ, અગણિત કાશ, હંમેશાથી દરેક ભારતીયને ઢંઢોળતા રહ્યા છે.

સાથીઓ, એક બહુ મોટું કારણ રહ્યું છે કે વીતેલા 5-6 વર્ષોની અંદર, દેશની નીતિ અને રીતીમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે. હવે કોરોના સંકટે આપણને તેની ગતિ વધુ ઝડપી બનાવવાનો પાઠ ભણાવ્યો છે. પાઠમાંથી નીકળ્યું છે- આત્મનિર્ભર ભારત અભિયાન.

સાથીઓ, આપણે જોઈએ છીએ, પરિવારમાં પણ સંતાન- દીકરો હોય કે દીકરી, 18-20 વર્ષનો થઇ જાય છે, તો આપણે કહીએ છીએ કે પોતાના પગ ઉપર ઉભા થતા શીખો. એક રીતે આત્મનિર્ભર ભારતનો પહેલો પાઠ, પરિવારમાંથી શરુ થાય છે. ભારતને પણ પોતાના પગ ઉપર ઉભું થવું પડશે.

સાથીઓ, આત્મનિર્ભર બહ્ર્ત અભિયાનનો સીધો અર્થ છે કે ભારત, બીજા દેશોની ઉપર પોતાની નિર્ભરતા ઓછામાં ઓછી કરે. તે દરેક ચીજવસ્તુઓ, જેને આયાત કરવા માટે દેશ મજબુર છે, તે ભારતમાં કઈ રીતે બને, ભવિષ્યમાં તે ઉત્પાદનોનું ભારત નિકાસકાર કઈ રીતે બને, તે દિશામાં આપણે વધુ ઝડપથી કામ કરવાનું છે.

તે સિવાય, તે દરેક સામાન કે જે ભારતનો લઘુ ઉદ્યોગકાર બનાવે છે, આપણા હસ્તકલાના કારીગરોજે સામાન આપણા સ્વ સહાય જૂથો સાથે સંકળાયેલ કરોડો ગરીબો બનાવે છે, જે દાયકાઓથી આપણે ત્યાં બનતો આવ્યો છે, ગલીઓ મહોલ્લાઓમાં વેચાતો રહ્યો છે, તેને છોડીને વિદેશોમાંથી તે સામાન મંગાવવાની પ્રવૃત્તિ ઉપર પણ આપણે નિયંત્રણ કરવાનું છે.

આપણે નાના નાના વેપાર કરનારા લોકો પાસેથી માત્ર ચીજવસ્તુઓ નથી ખરીદતા, પૈસા નથી આપતા, તેમના પરિશ્રમને પુરસ્કૃત પણ કરીએ છીએ, માન સન્માન વધારીએ છીએ. આપણને તે વાતનો અંદાજો પણ નથી હોતો કે તેનાથી તેના દિલ પર કેટલો પ્રભાવ પડે છે, તે કેટલો ગર્વનો અનુભવ કરે છે.

એટલા માટે હવે આપણા લોકલની માટે વોકલ બનવાનો સમય છે, દરેક ગામ, દરેક કસ્બા, દરેક જીલ્લા, દરેક પ્રદેશ, આખા દેશને આત્મનિર્ભર બનાવવાનો સમય છે.

સાથીઓ, સ્વામી વિવેકાનંદે એક વખત એક પત્રમાં લખ્યું હતું- વર્તમાન સમયમાં સરળમાં સરળ જે બાબત ઉપર કામ કરવાની જરૂર છે તે છે કે ભારતીયોને પોતાના ઉત્પાદનો વાપરવા માટે પ્રેરિત કરવા અને ભારતીય કળાના નમૂનાઓ માટે અન્ય દેશોમાંથી બજાર પ્રાપ્ત કરવું. સ્વામી વિવેકાનંદજી દ્વારા ચિંધવામાં આવેલો માર્ગ કોવિડ પછીના વિશ્વમાં ભારતની પ્રેરણા છે. હવે દેશ પ્રતિજ્ઞા કરી ચુક્યો છે અને દેશ પગલા પણ ભરી રહ્યો છે.

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જે મોટા સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે, તેમને ઝડપથી જમીન પર ઉતારવામાં આવી રહ્યા છે.

એમએસએમઈની વ્યાખ્યાની મર્યાદાને વધારવાની વાત હોય કે પછી એમએસએમઈને ટેકો આપવા માટે હજારો કરોડના વિશેષ ફંડની વ્યવસ્થા હોય, બધું આજે વાસ્તવિકતા બની રહ્યું છે. આઈબીસી સાથે જોડાયેલ નિર્ણયો હોય, નાની નાની ભૂલોને ડી-ક્રિમીનલાઈઝ કરવાનો નિર્ણય હોય, કે પછી રોકાણની ફાસ્ટ ટ્રેકિંગ માટે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ્સની રચના હોય, આવા અનેક કાર્યો પહેલેથી કરી દેવામાં આવ્યા છે.

હવે તમામ ક્ષેત્રો, ખાસ કરીને કોલસા અને ખનીજના ક્ષેત્રને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે જે સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેનો ભરપુર ફાયદો ઉઠાવવા માટે ઉદ્યોગ જગત આગળ આવે, યુવાન સાથીઓ આગળ આવે.

સાથીઓ, ખેડૂતો અને ગ્રામિણ અર્થતંત્રની માટે જે નિર્ણયો હમણાં તાજેતરમાં લેવામાં આવ્યા છે, તેમણે કૃષિ અર્થતંત્રને વર્ષોની ગુલામીમાંથી મુક્ત કરી દીધું છે. હવે ભારતના ખેડૂતોને પોતાના ઉત્પાદન, પોતાનો પાક દેશમાં ગમે ત્યાં વેચવાની આઝાદી મળી ગઈ છે.

એપીએમસી એક્ટ, એસેન્શીયલ કોમોડીટી એક્ટમાં જે સુધારા કરવામાં આવ્યા છે, ખેડૂતો અને ઉદ્યોગોની વચ્ચે ભાગીદારીનો જે રસ્તો ખોલવામાં આવ્યો છે, તેનાથી ખેડૂત અને ગ્રામિણ અર્થતંત્રનો કાયાકલ્પ થવો નક્કી છે. નિર્ણયોએ ખેડૂતને એક ઉત્પાદકના રૂપમાં અને તેના પાકોને એક ઉત્પાદનના રૂપમાં ઓળખ આપી છે.

સાથીઓ, ભલે ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાની વાત હોય કે પછી એમએસપીનો નિર્ણય હોય, કે તેમના પેન્શનની યોજના હોય, અમારો પ્રયાસ ખેડૂતોને સશક્ત કરવાનો રહ્યો છે. હવે ખેડૂતોને એક મોટા બજારના રૂપમાં વિકસિત કરવામાં સહાયતા કરવામાં આવી રહી છે.

સાથીઓ, સ્થાનિક ઉત્પાદનો માટે જે ક્લસ્ટર આધારિત પહોંચને હવે ભારતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમાં પણ સૌની માટે અવસર અવસર છે. જે જીલ્લાઓ, જે બ્લોકસમાં જે ઉત્પન્ન થાય છે, ત્યાં આસપાસ તેમની સાથે જોડાયેલ ક્લસ્ટર વિકસિત કરવામાં આવશે. જેમ કે પશ્ચિમ બંગાળના શણના ખેડૂતોની માટે નજીકમાં શણ આધારિત ઉદ્યોગોને વધુ મજબૂતી આપવામાં આવશે.

જંગલ પેદાશોની અપાર સંપત્તિઓ એકઠી કરનારા આદિવાસી સાથીઓને તેમના ક્ષેત્રમાં આધુનિક પ્રોસેસિંગ એકમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે સાથે વાંસ અને ઓર્ગેનિક ઉત્પાદનોની માટે પણ ક્લસ્ટર્સ બનશે. સિક્કિમની જેમ આખું ઉત્તર પૂર્વ, ઓર્ગેનિક ખેતી માટે બહુ મોટું કેન્દ્ર બની શકે તેમ છે. ઓર્ગેનિક કેપિટલ બની શકે છે.

આઈસીસીની સાથે જોડાયેલ આપ સૌ વેપારીઓ, નક્કી કરી લે તો ઉત્તર પૂર્વમાં ઓર્ગેનિક ખેતી બહુ મોટું આંદોલન બની શકે તેમ છે, તમે તેની વૈશ્વિક ઓળખ સ્થાપિત કરી શકો તેમ છો, વૈશ્વિક બજાર ઉપર છવાઈ શકો છો.

સાથીઓ, આપ સૌ ઉત્તર પૂર્વ, પૂર્વી ભારતમાં આટલા દાયકાઓથી કામ કરી રહ્યા છો. સરકારે જે તમામ પગલાઓ ભર્યા છે, તેનો બહુ મોટો લાભ પૂર્વ અને ઉત્તર પૂર્વના લોકોને થશે.

હું સમજુ છું કે કોલકાતા પણ ફરી એકવાર બહુ મોટું નેતા બની શકે છે. પોતાના જુના ગૌરવમાંથી પ્રેરણા લઈને, ભવિષ્યમાં કોલકાતા સંપૂર્ણ ક્ષેત્રના વિકાસનું નેતૃત્વ કરી શકે છે.

તમારા કરતા વધુ સારી રીતે કોણ જાણે છે કે જ્યારે શ્રમિક પૂર્વના, સંપત્તિ પૂર્વની, સંસાધન પૂર્વના, તો ક્ષેત્રનો વિકાસ કેટલી ઝડપી ગતિએ થઇ શકે તેમ છે.

સાથીઓ, 5 વર્ષ બાદ એટલે કે વર્ષ 2025માં તમારી સંસ્થા પોતાના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. ત્યાં બીજી બાજુ વર્ષ 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. તે તમારી સંસ્થાની માટે, તમારા પ્રત્યેક સભ્યની માટે સારામાં સારો સમય છે એક મોટો સંકલ્પ લેવાનો. મારો તમને આગ્રહ છે કે આત્મનિર્ભર ભારત અભિયાનને ચરિતાર્થ કરવા માટે આઈસીસી પણ પોતાના સ્તર ઉપર 50-100 નવા લક્ષ્યાંકો નક્કી કરે.

લક્ષ્ય સંસ્થાના પણ હોય, તેની સાથે જોડાયેલ દરેક ઉધ્યો અને વેપારી એકમોના પણ હોય અને દરેક વ્યક્તિના પણ હોય. તમે જેટલા તમારા લક્ષ્યની તરફ આગળ વધશો, તેટલું અભિયાન પૂર્વી ભારતમાં ઉત્તર પૂર્વમાં આગળ વધશે.

સાથીઓ, ઉત્પાદનમાં બંગાળની ઐતિહાસિક શ્રેષ્ઠતાને આપણે પુનર્જીવિત કરવી પડશે. આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએબંગાળ આજે જે વિચારે છે તે ભારત આવતીકાલે વિચારે છે”- આપણે આમાંથી પ્રેરણા લઈને આપણે આગળ વધવું પડશે.

સમય, ભારતીય અર્થતંત્રને કમાંડ અને કંટ્રોલમાંથી બહાર કાઢીને પ્લગ અને પ્લે તરફ લઇ જવાનો છે. સમય સંકુચિત પહોંચનો નથી પરંતુ આગળ વધીને સાહસી નિર્ણયો લેવાનો છે, સાહસિક રોકાણો કરવાનો છે.

સમય ભારતમાં એક વૈશ્વિક સ્પર્ધાત્મક સ્થાનિક પુરવઠા શ્રુંખલા તૈયાર કરવાનો છે.

તેની માટે ઉદ્યોગ જગતે પોતાના વર્તમાન પુરવઠા શ્રુંખલાના તમામ હિતધારકોને સંકટમાંથી બહાર કાઢવામાં મદદ પણ કરવાની છે અને મૂલ્ય ઉમેરણમાં તેમનો હાથ પણ પકડવાનો છે.

સાથીઓ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં આગળ વધતા, કોરોના કાળથી સંઘર્ષ કરતા, આજે તમે એજીએમમાં જે પીપલ, પ્લેનેટ અને પ્રોફીટનો વિષય ઉઠાવ્યો છે તે પણ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકોને લાગે છે કે ત્રણેય એકબીજાના વિરોધી છે, વિરોધાભાસી છે.

પરંતુ એવું નથી. પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ એકબીજા સાથે સંકળાયેલા છે. તે ત્રણેય એક સાથે બહાર આવી શકે છે, સહ-અસ્તિત્વ ધરાવી શકે છે.

હું તમને કેટલાક ઉદાહરણ આપીને સમજાવું છું. જેમ કે એલઈડી બલ્બ. 5-6 વર્ષ પહેલા એક એલઈડી બલ્બ સાડા ત્રણસો રૂપિયા કરતા પણ વધુમાં મળતો હતો. આજે બલ્બ 50 રૂપિયા સુધીમાં મળી જાય છે. તમે વિચાર કરો, કિંમતમાં ઘટાડો થવાથી, દેશભરમાં કરોડોની સંખ્યામાં એલઈડી બલ્બ ઘરે ઘરે પહોંચ્યા છે, શેરીની લાઈટોમાં લાગી રહ્યા છે. જથ્થો એટલો મોટો છે કે તેના ઉત્પાદનનો ખર્ચ ઓછો થયો છે અને નફો પણ વધારે થયો છે. તેનાથી લાભ કોને મળ્યો છે?

લોકોને, સામાન્ય દેશવાસીઓને જેનું વીજળીનું બીલ ઓછું થયું છે. આજે દર વર્ષે દેશવાસીઓના લગભગ લગભગ 19 હજાર કરોડ રૂપિયા વીજળીના બીલમાં એલઈડીના કારણે બચી રહ્યા છે.

બચત ગરીબને થઇ છે, બચત દેશના મધ્યમ વર્ગને થઇ છે.

તેનો લાભ પ્લેનેટને પણ થયો છે. સરકારી એજન્સીઓએ જેટલા એલઈડી બલ્બ સસ્તી કિંમતે વેચ્યા છે, માત્ર તેના વડે દર વર્ષે લગભગ લગભગ 4 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઓછું થયું છે.

એટલે કે નફો બંનેને છે, બંનેની માટે વિન વિન સ્થિતિ છે. જો તમે સરકારની અન્ય યોજનાઓ અને નિર્ણયોને પણ જોશો તો વીતેલા 5-6 વર્ષોમાં પીપલ, પ્લેનેટ અને પ્રોફિટનો ખ્યાલ જમીનના સ્તર પર વધારે મજબૂત થયો છે.

હવે જેમ કે તમે પણ જોયું છે કે કઈ રીતે સરકારનું બહુ વધારે ધ્યાન આંતરિક જળમાર્ગો પર છે. હલ્દીયાથી બનારસ સુધી તો જળમાર્ગ શરુ થઇ ચુક્યો છે, હવે ઉત્તર પૂર્વમાં પણ જળમાર્ગો વધારવામાં આવી રહ્યા છે.

જળમાર્ગો દ્વારા લોકોનો ફાયદો છે કારણ કે તેનાથી લોજીસ્ટીક્સનો ખર્ચ ઓછો થઇ જાય છે.

જળમાર્ગો વડે પ્લેનેટનું પણ ફાયદો છે કારણ કે તેમાં બળતણ ઓછું વપરાય છે. અને આપણે પણ ના ભૂલવું જોઈએ કે પેટ્રોલ ડીઝલની આયાતને ઓછી કરશે, રસ્તાઓ ઉપર ટ્રાફિકને ઓછો કરશે, સામાન સસ્તો બનશે, સામાન ટૂંકામાં ટુંકા રસ્તેથી ઝડપથી પહોંચશે, ખરીદી કરનારા અને વેચનારા બંનેને તેમાં નફો નફો છે.

સાથીઓ, ભારતમાં અન્ય એક અભિયાન પણ અત્યારે ચાલી રહ્યું છે- દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવવાનું. તેમાં પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ ત્રણેય વિષયો સંબોધિત થાય છે.

ખાસ કરીને પશ્ચિમ બંગાળની માટે તો તે ખૂબ ફાયદાકારક છે. તેનાથી તમારે ત્યાં શણનો કારોબાર વધવાની સંભાવના વધી જાય છે. શું તમે તેનો ફાયદો ઉઠાવ્યો છે? શું હવે પેકેજીંગ માલ શણમાંથી બનવાનો શરુ થયો છે? એક રીતે તો તમારી પાંચેય આંગળીઓ ઘીમાં છે.

તમારે તો અવસરનો હજુ વધારે ફાયદો ઉઠાવવો જોઈએ. જો અવસર છોડી દેશો તો કોણ મદદ કરશે? જરા વિચારો, જ્યારે પશ્ચિમ બંગાળમાં બનેલ શણની થેલી દરેક વ્યક્તિના હાથમાં હશે, તો બંગાળના લોકોને કેટલો મોટો નફો થશે.

સાથીઓ, લોકો કેન્દ્રી, લોકો દ્વારા સંચાલિત અને આપણા ગ્રહને અનુકૂળ વિકાસની પહોંચ હવે દેશમાં શાસનનો હિસ્સો બની ગઈ છે. જે આપણી ટેકનોલોજીકલ દખલગીરીઓ છે તે પણ પીપલ, પ્લેનેટ અને પ્રોફિટના વિચારને અનુકૂળ છે.

યુપીઆઈના માધ્યમથી આપણી બેન્કિંગ ટચલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેસ અને 24x7 થઇ શકી છે. ભીમ એપ વડે ટ્રાન્ઝેક્શનના હવે નવા નવા રેકોર્ડ્સ બની રહ્યા છે. રૂ પે કાર્ડ હવે ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ, દેશના દરેક વર્ગનું માનીતું કાર્ડ બની રહ્યું છે.

જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો શા માટે ગર્વની સાથે રૂપે કાર્ડનો ઉપયોગ ના કરીએ?

સાથીઓ, હવે દેશમાં બેન્કિંગ સેવાઓની મર્યાદા તેવા લોકો સુધી પણ પહોંચી શકી છે જેમને લાંબા સમય સુધી હેવ નોટ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. ડીબીટી, જેએએમ અર્થાત જનધન આધાર મોબાઇલના માધ્યમ વડે કોઇપણ લીકેજ વિના કરોડો લાભાર્થીઓ સુધી જરૂરી સહાયતા પહોંચાડવી શક્ય બની છે.

રીતે, સરકારી -માર્કેટપ્લેસ, અર્થાત GeM લોકોને સરકારની સાથે જોડીને નફો કમાવાનો એક અવસર આપ્યો છે. તમે જાણો છો કે GeM પ્લેટફોર્મ પર નાના નાના સ્વ સહાય જૂથો, એમએસએમઈ, સીધા ભારત સરકારને પોતાનો સામાન અને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. નહિતર પહેલા તો કેટલાક લાખનું ટર્નઓવર કરનારા ઉદ્યોગકારો તો વિચારી પણ નહોતા શકતા કે તેઓ સીધા કેન્દ્ર સરકારને પોતાના દ્વારા બનાવેલ કોઈ સામાન વેચી પણ શકે છે.

એટલા માટે મારો આઈસીસીને પણ આગ્રહ છે કે તમારા જે સભ્યો છે, જેઓ તમારી સાથે જોડાયેલા ઉત્પાદકો છે, તેમને પણ વધુમાં વધુ સંખ્યામાં GeM સાથે જોડાવા માટે પ્રેરિત કરો.

જો તમારી સાથે જોડાયેલ દરેક ઉત્પાદક, GeM સાથે જોડાઈ જશે તો નાના કારોબારી પણ પોતાના ઉત્પાદન સીધા સરકારને વેચી શકશે.

સાથીઓ, જ્યારે આપણે આપણા ગ્રહની વાત કરીએ છીએ તો તમે પણ જોઈ રહ્યા છો કે આજે આઈસા એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એક બહુ મોટું વૈશ્વિક અભિયાન બની રહ્યું છે. સૂર્ય ઉર્જાના ક્ષેત્રમાં જે લાભ ભારત પોતાની માટે જુએ છે, તેને આખી દુનિયાની સાથે વહેંચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મારો ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સના તમામ સભ્યોને અનુરોધ છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા, સૂર્ય ઉર્જા નિર્માણની માટે જે લક્ષ્યાંકો દેશે રાખ્યા છે, તેમાં તમારા યોગદાન અને રોકાણને વિસ્તાર આપો.

દેશમાં સોલર પેનલ્સના ઉત્પાદન, ઉર્જા સંગ્રહ ક્ષમતા વધારવા માટે વધુ સારી બેટરીઓ અને સંશોધન અને વિકાસ તેમજ ઉત્પાદનમાં રોકાણ કરો. જેઓ કામમાં લાગેલા છે, તેવા સંસ્થાનોનો, એમએસએમઈનો હાથ પકડવામાં મદદ કરો. બદલાતા વિશ્વમાં, સોલર રીચાર્જેબલ બેટરીઓનું બહુ મોટું માર્કેટ બનવાનું છે. શું ભારતનું ઉદ્યોગ જગત તેનું નેતૃત્વ કરી શકે તેમ છે? ક્ષેત્રમાં ભારત એક બહુ મોટું કેન્દ્ર બની શકે તેમ છે.

આઈસીસી અને તેમના સભ્યો, 2022 જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે અને 2025માં જ્યારે આઈસીસી પોતાના સો વર્ષો પૂર્ણ કરશે તો અવસરોની સાથે જોડાયેલ લક્ષ્યોમાં, વિષય ઉપર પણ તમારા પોતાના લક્ષ્યાંકો નિર્ધારિત કરી શકો છો.

સાથીઓ, સમય અવસરોને ઓળખવાનો છે, પોતાની જાતને ચકાસવાનો છે અને નવી ઉંચાઈઓ તરફ આગળ વધવાનો છે. જો સૌથી મોટું સંકટ છે તો આપણે તેમાંથી સૌથી મોટો પાઠ ભણીને તેનો પુરેપૂરો લાભ પણ ઉઠાવવો જોઈએ.

હું તમને ખાતરી આપું છું કે સરકાર તેની માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, તમારી સાથે છે. તમે જરાય અચકાયા વિના આગળ વધો, નવા સંકલ્પોની સાથે, નવા વિશ્વાસની સાથે આગળ વધો!!

આત્મનિર્ભર ભારતના મૂળમાં છે આત્મ-વિશ્વાસી ભારત.

ગુરુદેવ ટેગોરે પોતાની કવિતાનૂતોન જુગેર ભોરમાં કહ્યું છે- “ચોલાય ચોલાય બાજબે જોયેર મેરી, પાએર બેગેઇ પોથ કેટે જાય કોરીશ ના આર દે”, અર્થાતપ્રત્યેક આગળ વધનારા પગલા પર ઘોષનાદ થશે, દોડતા પગ નવો રસ્તો બનાવી દેશે. હવે મોડું ના કરશો”.

જરા વિચાર કરો, કેટલો મોટો મંત્ર છે- દોડતા પગ નવો રસ્તો બનાવી દેશે. જ્યારે આટલી મોટી પ્રેરણા આપણી સામે છે તો રોકવાનો પ્રશ્ન નથી ઉઠતો.

મને પુરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે તમે તમારી સ્થાપનાના 100 વર્ષનો સમારોહ ઉજવશો, જ્યારે દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે તો આત્મનિર્ભર ભારતના માર્ગ પર આપણો દેશ ઘણો આગળ નીકળી ગયેલો હશે.

એક વાર ફરી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.

ખૂબ ખૂબ આભાર!

ભાલો થાકબેન !!

 

GP/DS



(Release ID: 1630893) Visitor Counter : 244