પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના વાર્ષિક પૂર્ણ સત્ર 2020માં સંબોધન કર્યું


આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની જરૂર છે: પ્રધાનમંત્રી

Posted On: 11 JUN 2020 2:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્ડિનય ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના 95મા વાર્ષિક પૂર્ણ સત્રના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન આપ્યું હતું.

કોવિડ-19 સામેની લડાઇનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયા સાથે હિંમતપૂર્વક ડગલાં ભરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશ અત્યારે તીડના હુમલા, કરા, ઓઇલ કાઢવાના સ્થળોએ ભીષણ આગ, શ્રેણીબદ્ધ હળવા ભૂકંપના આંચકા, બે ચક્રાવાત જેવી કુદરતી આપત્તિઓના કારણે ઉભી થયેલી અન્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો છે પરંતુ દેશ અત્યારે તમામ સમસ્યાઓ સામે એકજૂથ થઇને લડત આપી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા મુશ્કેલીના સમયે ભારતને વધુ દૃઢ બનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, દૃઢ સંકલ્પ, મજબૂત ઇચ્છાશક્તિ અને એકતા આપણા દેશની ખરી તાકાત છે જેની મદદથી આપણો દેશ તમામ કટોકટીઓમાંથી બહાર આવી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ કટોકટી એક નવી તક લઇને આવે છે જેની મદદથી આપણે તેને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પરિવર્તિત કરી શકીએ છીએ.

આત્મનિર્ભર ભારત

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મ નિર્ભરતા વર્ષોથી ભારત દેશની પ્રેરણા રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, “હવે દેશના દરેક ગામ, દરેક જિલ્લાને આત્મનિર્ભર બનાવવાનો સમય આવી ગયો છે.” તેમણે ભારતના અર્થતંત્રનેકમાન્ડ એન્ડ કંટ્રોલમોડમાંથી બહાર લાવીનેપ્લગ એન્ડ પ્લેમોડલમાં લઇ જવા માટે આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સમય વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્થાનિક પૂરવઠા સાંકળ તૈયાર કરવા માટે હિંમતપૂર્ણ નિર્ણયો લેવાનો અને હિંમત પૂર્ણ રોકાણ કરવાનો છે અને અત્યારનો સમય રૂઢીવાદી અભિગમોને વળગી રહેવાનો નથી. ભારત જે ક્ષેત્રોમાં આત્મનિર્ભર થઇ શકે છે તેની યાદી પણ તેમણે જણાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આત્મનિર્ભર થવાનું લક્ષ્ય દેશની નીતિ અને આચરણમાં સૌથી ઉપર છે અને હવે કોરોના વાયરસ મહામારીએ શીખવ્યું છે કે આપણે કેટલી ઝડપ વધારવાની જરૂર છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આના પરથી જે બોધપાઠ મળ્યો છે તેના કારણે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.”

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં આપણે જે વસ્તુની આયાત કરીએ છીએ તે બધી વસ્તુઓની ભારત નિકાસ કરવા માંડે દિશામાં આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ તે આવશ્યક છે. નાના વેપારીઓના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે નાના વેપારીઓ પાસેથી સ્થાનિક ઉત્પાદન ખરીદીએ છીએ ત્યારે, આપણે માત્ર તેમના સામાન અથવા સેવા માટે ચુકવણી નથી કરતા પરંતુ, આપણે તેમના યોગદાન બદલ તેમને પુરસ્કૃત પણ કરી રહ્યા છીએ.

અત્યારે સૌથી સરળ પદ્ધતિ છે કે, ભારતીય લોકો પોતાના ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રેરાય અને અન્ય દેશોમાં ભારતીય ઉત્પાદનો માટે તેમને બજારો મળે તે માટે કામ કરવામાં આવે’ – સ્વામી વિવેકાનંદના શબ્દોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, માર્ગ સ્વામી વિવેકાનંદે બતાવ્યો છે અને કોવિડ-19 પછીની દુનિયામાં ભારત માટે વાત પ્રેરણારૂપ બની જશે.

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવેલા મોટા સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં MSMEની પરિભાષાનું વિસ્તરણ, MSMEને સહકાર આપવા માટે વિશેષ ભંડોળની વ્યવસ્થા, IBC સંબંધિત નિર્ણયો, રોકાણ પર ઝડપથી ટ્રેકિંગ કરવા માટે પરિયોજના વિભાગ સેલની રચના વગેરે પણ સામેલ હતા.

APMC અધિનિયમમાં સુધારો

કૃષિ ક્ષેત્રે તાજેતરમાં લેવામાં આવેલા નીતિગત નિર્ણયોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી પ્રતિબંધોમાં અટાવેલા કૃષિ અર્થતંત્ર માટે ઉદારતા અપનાવી તેમાં મુક્તિ આપવામાં આવી છે. હવે ભારતના ખેડૂતોને દેશમાં ગમે ત્યાં તેમની ઉપજ વેચવાની આઝાદી મળી ગઇ છે.

પૂર્વોત્તર પ્રદેશ આર્ગેનિક ખેતીવાડીનું હબ

તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક ઉત્પાદનો માટે સરકારનો વર્તમાન ક્લસ્ટર આધારિત અભગિમ તમામ લોકોને તકો પૂરી પાડશે. સાથે સંકળાયેલા ક્લસ્ટરો એવા જિલ્લાઓ, બ્લોકમાં વિકસાવવામાં આવશે જ્યાંથી તેની શરૂઆત થઇ છે. તેમણે કહ્યું હતું કે, “આની સાથે સાથે, વાંસ અને ઓર્ગેનિક ઉત્પાદનો માટે પણ ક્લસ્ટર તૈયાર કરવામાં આવશે. સિક્કિમની જેમ, સમગ્ર પૂર્વોત્તર પ્રદેશ આર્ગેનિક ખેતીવાડીનું હબ બની જશે.” તેમણે કહ્યું હતું કે, જો ઓર્ગેનિક ખેતીવાડીને વૈશ્વિક સ્તરે ઓળખ આપવામાં આવે તો પૂર્વોત્તર પ્રદેશમાં ખૂબ મોટાપાયે હિલચાલ લાવી શકે છે અને વૈશ્વિક બજાર પર તેનું વર્ચસ્વ થઇ શકે છે.

લોકો, પૃથ્વી અને નફો એકબીજા સાથે જોડાયેલા છે

પ્રધાનમંત્રીએ ઉત્પાદન ક્ષેત્રે બંગાળની ઐતિહાસિક શ્રેષ્ઠતાને પુનર્જિવિત કરવા માટે આહ્વાન કર્યું હતું. “આજે બંગાળ જે વિચાર છે, તેના પર આવતીકાલે ભારત વિચાર કરશે ઉક્તિ પરથી પ્રેરણા લઇને પ્રધાનમંત્રીએ ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તેઓ આગળ આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકો, પૃથ્વી અને નફો બધા એકબીજા સાથે જોડાયેલા છે. ત્રણેય એક સાથે ખીલી ઉઠે છે અને સહઅસ્તિત્વ ધરાવે છે. બાબતને વધુ સારી રીતે વર્ણવવા માટે પ્રધાનમંત્રીએ વર્ષ પહેલાની સરખામણીએ હાલમાં LED બલ્બની કિંમતમાં થયેલા ઘટાડાનું ઉદાહરણ આપ્યું હતું. બલ્બના ભાવમાં થયેલા ઘટાડાના કારણે દર વર્ષે અંદાજે રૂપિયા 19 હજાર કરોડના વીજળીના બિલની બચત થાય છે. આનાથી, લોકો અને પૃથ્વી બંનેને નફો થયો છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 5-6 વર્ષમાં સરકારે અમલમાં મૂકેલી અન્ય યોજનાઓ અને તેમણે લીધેલા અન્ય નિર્ણયો લોકો, પૃથ્વી અને નફાની પરિકલ્પના આધારિત છે. લોકો જળમાર્ગોનો ઉપયોગ કરીને કેવી રીતે ફાયદો ઉઠાવે છે અને કેવી રીતે તેના કારણે માલની હેરફેરમાં ખર્ચ ઘટે છે તેમજ ઇંધણ ઓછુ બળતું હોવાથી પૃથ્વીને તેના કારણે કેવો ફાયદો થાય છે તે તમામ બાબતો પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો.

લોક કેન્દ્રી, લોકો દ્વારા ચાલિત અને પૃથ્વીને અનુકૂળ વિકાસનો અભિગમ

દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાન દ્વારા તેમણે અન્ય એક ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના કારણે શણના ઉદ્યોગમાં વધારો થશે જેથી બંગાળને ફાયદો થશે. તેમણે ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તકનો હજુ પણ વધુ લાભ ઉઠાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લોક કેન્દ્રી, લોકો દ્વારા ચાલિત અને પૃથ્વીને અનુકૂળ વિકાસનો અભિગમ હવે દેશમાં સુસાશનનો હિસ્સો બની ગયો છે. તેમણે કહ્યું કે, “આપણા ટેકનોલોજીકલ હસ્તક્ષેપો લોકો, પૃથ્વી અને નફાની પરિકલ્પનાને સુસંગત છે.”

રૂપે કાર્ડ અને UPI

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, UPIની મદદથી બેંકિંગ સેવાઓ, ટચલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેસ બની ગઇ છે અને 24X7 ધોરણે કામ કરી રહી છે. ભીમ એપ્લિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યાએ હવે નવા વિક્રમો નોંધાવ્યા છે. રૂપે પાર્ડ હવે ગરીબો, ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો અને દેશના દરેક વર્ગોમાં લોકપ્રિય બની રહ્યું છે. તેમણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે રૂપે કાર્ડનો ઉપયોગ કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં હવે બેંકિંગ સેવાઓ એવા સ્તરે પહોંચી ગઇ છે જ્યાં પહેલાં ક્યારેય નહોતી. તેમણે કહ્યું કે, તેના કારણે DBT, JAM (જનધન આધાર મોબાઇલ) દ્વારા કોઇપણ પ્રકારની ચૂક કે ખામી વગર લાખો લાભાર્થીઓને જરૂરી સહકાર આપવાનું શક્ય બન્યું છે.

કેવી રીતે નાના સ્વ સહાય સમૂહો, MSME તેમના સામાન અને સેવાઓ સીધા ભારત સરકારને GeM પ્લેટફોર્મ પર આપીને લાભ ઉઠાવી શકે છે તે બાબતે પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.

દેશમાં સોલર પેનલોની વીજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે બહેતર બેટરીઓ તૈયાર કરવા R&D અને ઉત્પાદન પાછળ રોકાણ કરવા માટે પણ તેમણે ઉદ્યોગોને વિનંતી કરી હતી. તેમણે કાર્યોમાં પહેલાંથી જોડાયેલી આવી સંસ્થાઓ માટે MSMEને સહકાર આપવાનું પણ આહ્વાન કર્યું હતું.

ગુરુવર ટાગોરની પ્રસિદ્ધ કવિતાનૂતોન, જુગેર ભોરનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઉદ્યોગોને ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ વર્તમાન પડકારોના સમયમાં ઉપલબ્ધ તકોને સમજે અને કહ્યું કે, માત્ર આગળ વધતા કદમથી નવો માર્ગ સર્જાશે. તેમણે કહ્યું કે, હવે કોઇ વિલંબ ના થવો જોઇએ.

પ્રધાનમંત્રીએ પૂર્વ ભારત અને પૂર્વોત્તર પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવા બદલ ICCની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.

 

 

GP/DS



(Release ID: 1630886) Visitor Counter : 302