PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 27 MAY 2020 6:15PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                           

Date: 27.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ;

દર્દીઓ સાજા થવાનો દર સુધરીને 42.4% થયો; ગઇકાલે 1,16,041 સેમ્પલનું પરીક્ષણ કરાયું

દેશમાં લૉકડાઉનના અમલના કારણે બહુવિધ ફાયદા થયા છે જેમાં સૌથી પહેલાં તો બીમારી ફેલાવાની ગતિને નિયંત્રણમાં લાવી શકાઇ છે. સાથે સાથે, લૉકડાઉનના સમયગાળા દરમિયાન, કોવિડ-19 વિશેષ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ; માનવ સંસાધનોની ક્ષમતાનો વિકાસ; પરીક્ષણની ક્ષમતામાં વધારો; પૂરવઠા, ઉપકરણો, ઓક્સિજનમાં વધારો; સંબંધિત માર્ગદર્શિકાઓ બહાર પાડવી, પ્રમાણભૂત ધોરણો નક્કી કરવા, તેનો પ્રસાર કરવો, અપનાવવા અને આચરણમાં લાવવા; નિદાનાત્મક ચીજો, દવાના પરીક્ષણો, રસીના સંશોધનમાં વિકાસ; અને ટેકનિકલ બાજુએ આરોગ્ય સેતુ જેવી એપ્લિકેશન સહિત વધુ સંપર્ક ટ્રેસિંગ, ઘરે ઘરે સર્વેની મદદથી દેખરેખ વ્યવસ્થાતંત્ર વધુ મજબૂત કરવું વગેરે હાંસલ કરવામાં સફળતા મળી છે.

દેશમાં 435 સરકારી લેબોરેટરી અને 189 ખાનગી લેબોરેટરી (કુલ 624 લેબોરેટરી)ની મદદથી પરીક્ષણની ક્ષમતા વધારી શકાઇ છે. કુલ મળીને અત્યાર સુધીમાં 32,42,160 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે ગઇકાલે 1,16,041 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 1,51,767 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેમાંથી 64,426 દર્દીઓ સાજા થઇ ગયા છે. આંકડો દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 42.4% હોવાનું દર્શાવે છે. કોવિડ-19ના કારણે ભારતમાં મૃત્યુદર 2.86% ટકા છે જ્યારે દુનિયામાં સરેરાશ મૃત્યુદર 6.36% છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19 મહામારી દરમિયાન અને તે પછી પ્રજોત્પતિ, માતૃત્વ, નવજાત, બાળક, કિશોર + પોષણ સેવાઓની જોગવાઇઓ માટે માર્ગદર્શિકા નોંધ બહાર પાડી છે.

 

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627194

 

આરોગ્ય સેતુ એપ્લિકેશન હવે ઓપન સોર્સ છે

કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે પ્રયાસો વધારવાના ભાગરૂપે 2 એપ્રિલ 2020ના રોજ ભારતમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય બ્લુટુથ આધારિત સંપર્ક ટ્રેસિંગ, સંભવિત હોટસ્પોટ્સનું મેપિંગ અને કોવિડ-19 સંબંધિત માહિતીનો પ્રસાર કરવાનો છે. 26 મેના રોજની સ્થિતિ અનુસાર એપ્લિકેશનના 11.4 કરોડ વપરાશકર્તા છે જે દુનિયામાં સંપર્ક ટ્રેસિંગની બીજી કોઇપણ એપ્લિકેશન કરતા વધુ છે. એપ્લિકેશન એન્ડ્રોઇડ, iOS અને KaiOS પ્લેટફોર્મ પર 12 ભાષામાં ઉપલબ્ધ છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનના મુખ્ય આધારસ્તંભ પારદર્શકતા, ગોપનીયતા અને સુરક્ષા છે. ઓપન સોર્સ સોફ્ટવેર માટે ભારતની નીતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેતુ એપ્લિકેશનનો સોર્સ કોડ હવે ઓપન સોર્સ કરવામાં આવ્યો છે. એપ્લિકેશન માટે એન્ડ્રોઇડ સંસ્કરણનો સોર્સ કોડ હવે સમીક્ષા અને જોડાણ માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશનનું iOS સંસ્કરણ આગામી બે અઠવાડિયામાં ઓપન સોર્સ તરીકે ઉપલબ્ધ થઇ જશે અને તે પછી સર્વર કોડ બહાર પાડવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626979

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કતારના આમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ થયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કતારના આમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો અને ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે તેમને તેમજ કતારના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કોવિડ-19 મહામારીના સમયમાં કતારમાં વસતા ભારતીય નાગરિકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ કરેલા પ્રયાસો અને મહામહિમ કતારના આમીરે બાબતે વ્યક્તિગત રીતે લીધેલી કાળજી બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઉષ્માભેર પ્રશંસા કરી હતી. કતારમાં ભારતીય સમુદાયે આપેલા યોગદાનને કતારના આમીરે બિરદાવ્યું હતું. ખાસ કરીને ભારતીય આરોગ્ય સંભાળ કર્મચારીઓએ વર્તમાન સ્થિતિમાં નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627121

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દેલ ફત્તહ અલ-સીસી વચ્ચે ટેલીફોનિક વાર્તાલાપ થયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇજિપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દેલ ફત્તહ અલ-સીસી ને ટેલીફોન કરીને તેમને તેમજ ઇજિપ્તના લોકોને ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી શ્રી મોદીનો શુભેચ્છા સંદેશ સ્વીકારી વિશ્વની બે સૌથી જુની સંસ્કૃતિઓ ઇજિપ્ત અને ભારતનો ઉલ્લેખ કરી બંને દેશો વચ્ચે ખૂબ ઝડપથી ઘનિષ્ઠ થઇ રહેલા દ્વિપક્ષીય સંબંધો અંગે ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી દરમિયાન ઇજિપ્તમાં વસતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી માટે ઇજિપ્તના સત્તાધીશોએ આપેલા સહાકાર બદલ તેમની પ્રશંસા કરી હતી. અગાઉ, વર્ષે પ્રધાનમંત્રી શ્રી મોદીની ઇજિપ્તની મુલાકાતનું આયોજન હતું પરંતુ કોવિડ-19 મહામારીના કારણે તે મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. પૂર્વાયોજિત મુલાકાતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સંજોગો અનુકૂળ થાય પછી તેઓ વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપતિ સીસી ને મળવા માટે ઇચ્છુક છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627120

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. એલેક્ઝાન્ડર વાન દેર બૈલન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. એલેક્ઝાન્ડર વાન દેર બૈલન વચ્ચે આજે ટેલીફોન પર ચર્ચા થઇ હતી. બંને મહાનુભવોએ પોત પોતાના દેશમાં કોવિડ-19 મહામારીના કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્રો પર વિપરિત અસરો દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પોતાના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓ વાતે પણ સંમત થયા હતા કે, વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ મહત્વનો છે. બંને નેતાઓએ કોવિડ પછીના વિશ્વમાં ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા અને સંબંધોમાં વધુ વિવિધતા લાવવા અંગે તેમની સહિયારી ઇચ્છાઓનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, સંશોધન અને નાવીન્યકરણ, SME વગેરે ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો પર પ્રકાશ પાડ્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627122

 

સરકાર દેશમાં પૂર્વોત્તરના રાજ્યોના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે: કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી

સરકારે યાંગયાગ ખાતે રૂપિયા 986.47 કરોડ રૂપિયાના ખર્ચે સિક્કિમ યુનિવર્સિટીનું કાયમી સંકુલ સ્થાપિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. સિક્કિમ સરકારે રૂપિયા 15 કરોડની કિંમતની 300 એકર જમીન યુનિવર્સિટી માટે ફાળવી દીધી છે અને તેમાંથી 265.94 એકર જમીન હાલમાં યુનિવર્સિટીને હસ્તાંતરીત કરી દેવામાં આવી છે. મંત્રીશ્રીએ એવી પણ માહિતી આપી હતી કે, સરકારે પહેલાંથી અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, દિલ્હી અને પુડુચેરીમાં રૂપિયા 4371.90 કરોડના ખર્ચે 6 NIT શરૂ કરવા માટેના સુધારેલા ખર્ચના અનુમાનને મંજૂરી આપી દીધી છે. તમામ NIT 31 માર્ચ 2022 સુધીમાં તેમના કાયમી સંકુલમાંથી સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626950

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19 મહામારીના ઉપદ્રવ અંગે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો પરત ફરી રહ્યા હોવાથી અને કોવિડના કેસોની સંખ્યામાં વધારો થતો હોવાથી તેમણે સમીક્ષા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627177

 

કોવિડ-19નો સામનો કરવા માટે, CIPET આરોગ્ય સંભાળ ક્ષેત્રે સંશોધન અને વિકાસ પહેલની શરૂઆત કરશે; WHO/ ISOની માર્ગદર્શિકા અનુસાર PPE તેમજ અન્ય સંબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન અને પ્રમાણીકરણ કરવું

કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત આવતી અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET) WHO/ ISOની માર્ગદર્શિકા અનુસાર PPE તેમજ અન્ય સંબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન અને પ્રમાણીકરણ કરવા જેવા આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ (R&D)ની પહેલ હાથ ધરી છે. મુરુથલ, જયપુરસ મદુરાઇ અને લખનઉ ખાતે આવેલા CIPETના કેન્દ્રોએ કોરોના વાયરસ સામે લડવા માટે સુરક્ષાત્મક ઉપકરણ તરીકે ફેસ શિલ્ડ તૈયાર કર્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627131

 

PFC કોવિડ-19ના દર્દીઓની સારવારમાં જોડાયેલા ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફને ભોજન પૂરું પાડશે

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં યોગદાન આપવા માટે વધુ એક પગલાંરૂપે, ઉર્જા મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય PSU અને ભારતની અગ્રણી NBFC ગણાતી પાવર ફાઇનાન્સ કોર્પોરેશને (PFC) અગ્ર હરોળમાં રહીને લડત આપી રહેલા કોવિડ યોદ્ધાઓને સ્વચ્છ અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવા માટે એશિયાની સૌથી મોટી ફુડ કંપની TajSats સાથે જોડાણ કર્યું છે. કામગીરીના ભાગરૂપે, PFC નવી દિલ્હીમાં ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓની સારવારમાં સેવા આપી રહેલા ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ માટે લંચબોક્સમાં પેક કરેલું તૈયાર ભોજન પૂરું પાડશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627186

 

NCSTC લોકપ્રિય કોવિડ કથા હિન્દીમાં શરૂ કરી

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અંતર્ગત આવતી રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી કમ્યુનિકેશન પરિષદે (NCSTC) ડૉ. અનામિકા રે મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી લોકપ્રિય કોવિડ કથાની હિન્દી આવૃત્તિ શરૂ કરી છે. કોવિડ-19 મહામારી અંગે લોકોને સંપૂર્ણ અને મહત્વની માહિતી પૂરી પાડીને વ્યાપક રીતે લોકજાગૃતિ ફેલાવતી મલ્ટીમીડિયા માર્ગદર્શિકા લોકોમાં અત્યંત લોકપ્રિય છે. મલ્ટીમીડિયા માર્ગદર્શિકાનું અંગ્રેજી સંસ્કરણ મહિનની શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને હિન્દી પટ્ટામાં કોવિડ કથાની હિન્દીમાં ખૂબ ભારે માંગ હોવાથી લોકોની લાગણીને પૂરી કરવા માટે કોવિડ કથાનું હિન્દી સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં લોકોના લાભાર્થે કેટલીક માહિતી ઉમેરવામાં આવી છે તેમજ જુની માહિતીમાં સુધારો કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627188

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે મ્યુનિસિપલ, પોલીસ અને આરોગ્ય અધિકારીઓ સહિત તમામ સરકારી સ્ટાફને નિર્દેશો આપ્યા છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફરજ નિભાવતી વખતે તેઓ યોગ્ય સુરક્ષાત્મક સાધનોનો ઉપયોગ કરે. પ્રશાસકે નાયબ કમિશનરોને પણ નિર્દેશો આપ્યા છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોન વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં રેશનની વસ્તુઓનું સુનિશ્ચિતપણે વિતરણ કરવામાં આવે. ખાનગી દાતાઓ અને NGO પણ લોકહિતમાં યોગદાન આપવા જોડાયેલા હોવા જોઇએ. પ્રશાસકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને નિર્દેશો આપ્યા છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયમિત સેનિટાઇઝેશન કરવામાં આવે અને નકામો કચરો જેમાં ખાસ કરીને સેમ્પલ કેન્દ્રોના મેડિકલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. આજે એક ગર્ભવતી મહિલા તેના પતિ અને એક બાળક સાથે ઉત્તરપ્રદેશની શ્રમિક વિશેષ ટ્રેનમાં જવા માટે હોલ્ડિંગ કેન્દ્ર પર આવી હતી. તેની તબીબી તપાસ કર્યા પછી ટ્રેનમાં બેસવા માટે રેલવે સ્ટેશને તેને મોકલવામાં આવી હતી. ત્યાં તેણીને પ્રસૂતીની પીડા શરૂ થઇ હતી. તેને GMCH-32 ખાતે લઇ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, તેને અતિ વેદના થતી હોવાથી, નજીકમાં મનીમાર્જા હોસ્પિટલ ખાતે તેને લઇ જવામાં આવી હતી જ્યાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને પુત્ર બંનેનું સ્વાસ્થ્ય હાલમાં સારું છે.
  • પંજાબ: પંજાબ સરકારે હવાઇમાર્ગ, રેલવે માર્ગ અને જમીનમાર્ગે મુસાફરી કરી રહેલા તમામ આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક પ્રવાસીઓ માટે વ્યાપક અને સંકલિત માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે આક્રમક પરીક્ષણ, ટ્રેસિંગ અને આઇસોલેશન એકમાત્ર રીત છે. સામાન્ય દેખરેખના હેતુથી, સરકાર અનિશ્ચિત ધોરણે સ્થાનિક ઇનબાઉન્ડ લોકોમાં વધુ પરીક્ષણો કરે તેવી શક્યતા છે. ઉદાહરણ તરીકે, અમૃતસર અને મોહાલીના હવાઇમથકે કેટલાક સ્થાનિક મુસાફરોનું અનિશ્ચિત ધોરણે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • હરિયાણા: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના અમલ દરમિયાન લોકોની ધીરજ અને પ્રતિબંધોનું પાલન કરવામાં તેમણે આપેલો સહકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અસરકારક વ્યવસ્થાના પરિણામે મહામારીનો સામનો કરવામાં ઘણી મોટી મદદ મળી છે.
  • હિમાચલ પ્રદેશ: કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતા, રાજ્ય સરકારે 24 માર્ચ 2020થી સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. 23 મે 2020ના રોજ રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કલમ 144 અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના ક્ષેત્રની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 30 જૂન 2020 સુધી કર્ફ્યૂ લાગુ કરવા અંગેની સત્તા સોંપવામાં આવશે.
  • કેરળ: પેઇડ સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનના નિર્ણયમાં સરકાર હવે ફેરફાર કરવા માંગે છે, કારણ કે વિવિધ વર્ગો દ્વારા નિર્ણયનો ભારે વિરોધ થયો છે. રાજ્ય મંત્રીમંડળ એવા તારણ પર આવ્યું છે કે, લૉકડાઉનમાં આપવામાં આવેલી છુટછાટોના કારણે લોકો દ્વારા લૉકડાઉનનું વ્યાપકપણે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં 415 કેસ થઇ ગયા છે. તેમાંથી 231 કેસ છેલ્લા ચાર દિવસમાં નોંધાયા છે જેમાં 67 કેસ ગઇકાલે નોંધાયા હતા જે અત્યાર સુધીમાં સર્વાધિક આંકડો છે. આમાંથી, 133 કેસ વિદેશથી આવેલા છે જ્યારે 178 કેસ અન્ય રાજ્યોમાંથી આવેલા છે. વિદેશથી આવવા માટે કુલ 1.35 લાખ લોકોએ નોંધણી કરાવી છે જેમાંથી માત્ર 11,189 લોકો અત્યાર સુધીમાં પરત આવ્યા છે.
  • તામિલનાડુ: રાજ્ય સરકારે 47,150 નોકરીઓનું સર્જન કરવાની સંભાવના ધરાવતા રૂપિયા 15,128 કરોડના મૂલ્યના રોકાણના 17 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સર્વોચ્ચ અદાલતે તામિલનાડુ સરકારને ચેન્નઇ સ્થિત બિલોર્થ હોસ્પિટલ લિમિટેડના સૌથી ઉપરના ચાર માળનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે કરવાનો આદેશ આપ્યો છે; આઠ માળની હોસ્પિટલના બ્લોકમાં માન્યતા પ્રાપ્ત બિલ્ડિંગના પ્લાનનું ઉલ્લંઘન થયું હોવાથી ઉપરના પાંચ માળ તોડી પાડવાના મદ્રાસ ઉચ્ચ અદાલતના આદેશ પર હાલમાં સર્વોચ્ચ અદાલતે મનાઇહુકમ આપી દીધો છે. તિરુચી મધ્યસ્થ જેલના કેદીનો કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે; તેજ બ્લોકમાં રહેલા અન્ય 28 કેદીઓને સત્તાધીશોએ આઇસોલેશનમાં ખસેડ્યા છે; રાજ્યમાં ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા: 17728, સક્રિય કેસ: 8256, મૃત્યુ: 127, સાજા થતા રજા આપવામાં આવી: 9342, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 6056
  • કર્ણાટક: રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોવિડ-19ના નવા 122 કેસ નોંધાયા છે જ્યારે 14 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે; આજે નવા નોંધાયેલા કેસોમાંથી કુલબુર્ગીમાં 28, યદાગીરીમાં 16, હસનમાં 15, બિદરમાં 12, દક્ષિણ કન્નડમાં 11, ઉડુપીમાં 9, ઉત્તર કન્નડમાં 6, રાઇચુરમાં 5, બેલાગાવીમાં 4, ચિક્કમગલુરમાં 3, વિજયપુરામાં 2 અને માંડ્યા, તુમકુર તેમજ બેલ્લારીમાં એક એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2405 થઇ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 1596 છે, જ્યારે 762 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 45 દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.
  • આંધ્રપ્રદેશ: લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન બદલ વિપક્ષના નેતા ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પીટિશનની તપાસ ઉચ્ચ અદાલત કરશે. રાજ્યમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ખાદ્યચીજોના સ્ટોલ, ટેક્સટાઇલ, જ્વેલરીની દુકાનોને ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9664 સેમ્પલનું પરીક્ષણ કર્યા પછી 68 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 10 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 2787 થઇ છે. સક્રિય કેસ: 816, સાજા થયા: 1913, મૃત્યુ: 58, અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ 219 પોઝિટીવ કેસમાંથી અત્યારે 75 કેસ સક્રિય છે. વિદેશમાંથી આવેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 111 છે.
  • તેલંગાણા: તેલંગાણામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા જિલ્લાઓને તીડના આક્રમણને ધ્યાનમાં રાખતા હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. હૈદરાબાદ અને રંગારેડ્ડીમાં સ્લેના કારણે લોકો ભેગા થતા કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. તેલંગાણામાં 27 મેના રોજ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1991 થઇ. ગઇકાલ સુધીમાં 172 વિસ્થાપિત લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. વિદેશથી પરત આવેલામાંથી 42 લોકોમાં કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધુ 2,091 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં પુષ્ટિ થયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 54,758 થઇ છે જ્યારે  36,004 સક્રિય કેસ છે. હોટસ્પોટ મુંબઇમાં નવા 1,002 કેસ નોંધાયા છે જેથી માત્ર મુંબઇમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો વધીને 32,791 થઇ ગયો છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના સેમ્પલનું પરીક્ષણ કરવા માટે 72 લેબોરેટરી છે અને ટુંક સમયમાં નવી 27 લેબોરેટરી કાર્યાન્વિત થઇ જશે. દરમિયાન, કોવિડ-19ના કેસ બમણા થવાનો દર વધીને 14 દિવસ થયો છે જ્યારે મૃત્યુદર પણ ઘટીને 3.27 થયો છે.
  • ગુજરાત: રાજ્યમાં 19 જિલ્લામાં કોવિડ-19ના નવા 361 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં પુષ્ટિ થયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 14,829 થઇ છે જ્યારે હાલમાં રાજ્યમાં 6,777 કેસ સક્રિય છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે કોરાના ચેપગ્રસ્ત નવા 144 કેસ નોંધાયા હોવાથી કોવિડ-19ના નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 7680 થઇ ગઇ છે જ્યારે 4341 દર્દીઓ અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના બીમારીથી સાજા થઇ ગયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં બીમારીના કારણે કુલ 172 દર્દીઓના મરણ નીપજ્યાં છે. ICMR દ્વારા કોવિડ-19 સીરો સર્વે કરવા માટે તૈયાર કરાયેલા શહેરોની યાદીમાં જયપુરનો પણ સમાવેલ કરવામાં આવ્યો છે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડ-19ના વધુ 165 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ કેસની સંખ્યા વધીને 7,024 થઇ છે જેમાંથી 3030 કેસ હાલમાં સક્રિય છે. હોટસ્પોટ ઇન્દોરમાં આજદિન સુધીમાં સૌથી વધુ 3103 કેસ પોઝિટીવ નોંધાયા છે. ભોપાલમાં આજે લૉકડાઉનના પ્રતિબંધોમાં તબક્કાવાર છુટછાટ આપવામાં આવી હોવાથી દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ ફરી ખુલી હતી. સરકારે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 50 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ સક્રિય કેસનો આંકડો વધીને 271 થઇ ગયો છે. રાજ્ય સરકારે કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે રાજ્યમાં તેર વિકાસ બ્લોકને રેડ ઝોન તરીકે, 39ને ઓરેન્જ ઝોન તરીકે વર્ગીકૃત કર્યા છે. ઉપરાંત, રાજ્યમાં જ્યાં તાજેતરમાં કોવિડ-19ના પોઝિટીવ કેસો નોંધાયા હોય તેવા 95 વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.
  • અરુણાચલ પ્રદેશ: નાફેજ દ્વારા અરુણાચલ પ્રદેશમાં મે અને જૂન મહિનામાં 313.956 મેટ્રિક ટન દાળની ડિલિવરી કરવામાં આવી છે.
  • આસામ: રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સોનાપુર જિલ્લા હોસ્પિટલ હવે 108 બેડની ક્ષમતા સાથે કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે કાર્યરત થઇ ગઇ છે. આસામમાં કોવિડ-19ના વધુ 18 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યના આરોગ્યમંત્રીએ કરેલા ટ્વીટ અનુસાર રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 704 થઇ છે જેમાંથી સક્રિય કેસ 635 છે જ્યારે 62 દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં 4 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
  • મણીપૂર: સરકારે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (IGNOAPS), ઇન્દિરા ગાંધી વિધવા પેન્શન યોજના (IGNWPS) અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગતા પેન્શન યોજના (IGNDPS) માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોવિડ-19 મહામારી દરમિયાન વંચિતોને આર્થિક સહાય પેટે રૂપિયા 500નું વળતર આપ્યું છે.
  • મિઝોરમ: મિઝોરમ શાળા શિક્ષણ બોર્ડે HS શાળા લિવિંગ સર્ટિફિકેટ પરીક્ષા અને HSLC પરીક્ષા (કમ્પાર્ટમેન્ટલ) 2020 16 જૂનથી 11 કેન્દ્રોમાં યોજવાનું ફરી શિડ્યૂલ તૈયાર કર્યું છે.
  • નાગાલેન્ડ: દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા નાગાલેન્ડના લોકોને વતન રાજ્યમાં પરત લાવવા માટે નાગાલેન્ડની સરકારે ગોવા, આંધ્રપ્રદેશ, બેંગલુરુ, રાજસ્થાનથી વિશેષ ટ્રેન અને પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, પંજાબ, દમણ અને દીવ તેમજ લખનઉથી વિશેષ બસોની વ્યવસ્થા કરી છે. કોવિડ-19 બાગાયત વિશેષ કવાયત ટીમે લૉકડાઉન દરમિયાન વધુ વાવો, વધુ ઉપજાવો, વધુ કમાઓ થીમ સાથે કૃષિ અને બાગાયત પ્રવૃત્તિઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.

 

 

PIB FACT CHECK



(Release ID: 1627274) Visitor Counter : 310