સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ


રિકવરી રેટ સુધરીને 42.4 ટકા થયો

ગઇકાલે 1,16,041 નમૂનાનું પરીક્ષણ થયું હતું

Posted On: 27 MAY 2020 5:03PM by PIB Ahmedabad

રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભારત સરકારે તબક્કાવાર, સાવચેતી સ્વરૂપે અને અતિ સક્રિય અભિગમ દ્વારા કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવાર માટે કેટલાંક પગલાં લીધા છે. પગલાઓની નિયમિત સમીક્ષા થાય છે અને એના પર ઉચ્ચ સ્તરે નજર રાખવામાં આવે છે.

લોકડાઉનથી એકથી વધારે ફાયદા થયા છે અને તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ લાભ છે કે, એનાથી રોગના પ્રસારની ગતિ ધીમી પડી છે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વ્યક્ત કરેલા વિવિધ અંદાજો મુજબ, મોટી સંખ્યામાં મૃત્યુ અને કેસો ટાળી શકાયા છે. સાથે સાથે લોકડાઉનના સમયગાળા દરમિયાન કોવિડ-19 સંબંધિત ચોક્કસ આરોગ્યલક્ષી માળખાગત સુવિધાનો વિકાસ થયો છે; ઓનલાઇન ટ્રેનિંગ મોડ્યુલ્સ અને વેબિનારો દ્વારા માનવ સંસાધનની ક્ષમતાનો વિકાસ થયો છે; પરીક્ષણ ક્ષમતામાં વધારો થયો છે; સપ્લાય, ઇક્વિપમેન્ટ, ઓક્સિજનમાં વધારો થયો છે; પ્રસ્તુત માર્ગદર્શિકાઓ ઇશ્યૂ થઈ છે, પ્રમાણભૂત તૈયારી, સર્ક્યુલેટેડ, સ્વીકૃત, પ્રેક્ટિસ અપનાવવામાં આવી છે; નિદાન, દવાનું પરીક્ષણ, રસી સંશોધનનો વિકાસ થયો છે; અને ટેકનિકલ મોરચે વધારે કોન્ટેક્ટ ટ્રેસિંગ સાથે સર્વેલન્સ સિસ્ટમ મજબૂત થઈ છે, આરોગ્ય સેતુ જેવા ટૂલ સાથે ઘરેઘરે સર્વે હાથ ધરવામાં સફળતા મળી છે.

લોકડાઉન દરમિયાન કોવિડ-19 માટે જરૂરી આરોગ્યલક્ષી માળખાગત સુવિધાનાં વ્યવસ્થાપનમાં વધારો થયો છે. 27 મે, 2020 સુધી 930 ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં 1,58,747 આઇસોલેશન બેડ, 20,355 આઇસીયુ બેડ અને 69,076 ઓક્સિજન સપોર્ટેડ બેડ ઉપલબ્ધ થયા છે. 2,362 ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર્સ, જેમાં 1,32,593 આઇસોલેશન બેડ; 10,903 બેડ અને 45,562 ઓક્સિજન સપોર્ટેડ બેડ કાર્યરત થયા છે. અત્યારે દેશમાં કોવિડ-19નો સામનો કરવા 6,52,830 બેડ સાથે 10,341 ક્વારેન્ટાઇન સેન્ટર્સ અને 7,195 કોવિડ કેર સેન્ટર ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો/કેન્દ્ર સરકારની સંસ્થાઓને 113.58 લાખ એન95 માસ્ક અને 89.84 લાખ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) પણ પ્રદાન કર્યા છે. દેશમાં 435 સરકારી પ્રયોગશાળા અને 189 ખાનગી પ્રયોગશાળા (કુલ 624 પ્રયોગશાળાઓ) સાથે પરીક્ષણ ક્ષમતામાં વધારો થયો છે. અત્યાર સુધી કોવિડ-19ના કુલ 32,42,160 નમૂનાનું પરીક્ષણ થયું છે, ત્યારે ગઈકાલે 1,16,041 નમૂનાનું પરીક્ષણ થયું હતું.

દેશમાં અત્યાર સુધી કુલ 1,51,167 કેસો નોંધાયા છે, જેમાંથી 64,426 વ્યક્તિઓ સાજી થઈ છે અને રિકવરી રેટ 42.4 ટકા છે. મૃત્યુદર 2.86 ટકા છે, ત્યારે દુનિયામાં સરેરાશ મૃત્યુદર 6.36 ટકા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને પછી રિપ્રોડક્ટિવ, મેટરનલ, ન્યૂબોર્ન, ચાઇલ્ડ, એડોલસન્ટ હેલ્થ + ન્યૂટ્રિશન (RMNCAH+N) સેવાઓ પર ગાઇડન્સ નોટ ઇશ્યૂ કરી છે. વિગતો નીચની લિન્ક પરથી મળી શકશેઃ

https://www.mohfw.gov.in/pdf/GuidanceNoteonProvisionofessentialRMNCAHNServices24052020.pdf

મંત્રાલયે આઇ-પ્રોટેક્શન ગોગ્ગલ્સના રિ-પ્રોસેસિંગ અને રિ-યુઝ પર એડવાઇઝરી પણ ઇશ્યૂ કરી છે. એની વિગતો નીચેની લિન્ક પરથી મળી શકશેઃ

https://www.mohfw.gov.in/pdf/Advisoryonreprocessingandreuseofeyeprotectiongoggles.pdf

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ મુદ્દાઓ, માર્ગદર્શિકાઓ અને સલાહો પર તમામ અધિકૃત અને લેટેસ્ટ માહિતી મેળવવા માટે કૃપા કરીને સતત વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA જુઓ.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ જાણકારી મેળવવા તમે technicalquery.covid19[at]gov[dot]in પર લખીને મોકલી શકો છો તથા અન્ય પ્રશ્રો માટે ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર લખીને મોકલી શકો છો.

કોવિડ-19  સાથે સંબંધિત કોઈ પણ પૂછપરછથ માટે કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટોલ-ફ્રી) પર સંપર્ક કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં પણ ઉપલબ્ધ છે  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

GP/DS



(Release ID: 1627194) Visitor Counter : 215