PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 11 MAY 2020 6:15PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 11.5.2020

 

 

Released at 1900 Hrs

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ,

ભારતમાં અત્યાર સુધીમાં દેશમાં 20,917 દર્દી કોરોનાની બીમારીથી સાજા થયા છે. આ કારણે કુલ સાજા થવાનો દર વધીને 31.15% થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67,152 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં, ભારતમા કોવિડ-19ના 4,213 કેસ વધ્યા હોવાની પુષ્ટિ થઇ છે. વિવિધ તબીબી પ્રોફેશનલોની કામગીરીની પ્રશંસા કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવામાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં તબીબી પ્રેક્ટિશનરોએ જે દૃઢ સંકલ્પ સાથે સેવા આપી છે તેનાથી દેશને ગૌરવ છે. તેમણે ફરી એકવાર દેશને અપીલ કરી હતી કે, ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ સાથે કોઇપણ પ્રકારે ખરાબ વર્તન ન થવુ જોઇએ અને તેમના પર હુમલા ન થવા જોઇએ; તેના બદલે, તેમણે અત્યાર સુધી જાહેર જનતાની મદદ માટે આટલા મોટાપાયે જે પ્રયાસો કર્યા તે બદલ તેમનું સન્માન કરવુ જોઇએ. તેમણે કહ્યું કે, ડૉક્ટરો, નર્સો, આરોગ્ય સંભાળ કર્મચારીઓને કોવિડ-19 સામેની લડાઇમાં આપણે આદર, સહકાર અને મદદ આપવી જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623096

 

એન્ટિબોડી શોધવા માટે પૂણેના ICMR- NIV દ્વારા તૈયાર કરવામાં આવેલું સખત સ્વદેશી IgG ELISA પરીક્ષણ કોવિડ-19 માટે દેખરેખ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવશે: ડૉ. હર્ષવર્ધન

પૂણે ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)- નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ (NIV) દ્વારા કોવિડ-19 માટે એન્ટીબોડી શોધવા કોવિડ કવચ એલિસા નામથી સ્વદેશી IgG ELISA પરીક્ષણ તૈયાર કરીને તેને માન્યતા આપવામાં આવી છે. NIVના વૈજ્ઞાનિકોની ટીમે ભારતમાં લેબોરેટરીમાં પુષ્ટિ થયેલા દર્દીમાંથી સફળતાપૂર્વક SARS-CoV-2 વાયરસ અલગ પાડ્યા છે. આનાથી SARS-CoV-2 માટે સ્વદેશી નિદાન વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે. વાસ્તવિક સમયનું RT-PCR પરીક્ષણએ SARS-CoV-2 માટે અગ્ર હરોળનું તબીબી નિદાન છે જ્યારે, સખત એન્ટિબોડી પરીક્ષણો આ ચેપનો ફેલાવો મોટી સંખ્યામાં લોકોમાં થાય તેની પ્રકૃતિ સમજવા માટે અને તેના પર દેખરેખ રાખવા માટે મહત્વપૂર્ણ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622766

 

ડૉ. હર્ષવર્ધને મંડોલી કોવિડ-19 સંભાળ કેન્દ્રની મુલાકાત લઇને કોવિડ-19ના વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને નવી દિલ્હીમાં આવેલી મંડોલી જેલ ખાતે કોવિડ સંભાળ કેન્દ્ર (CCC)ની મુલાકાત લઇને કોવિડ-19ના વ્યવસ્થાપનની સમીક્ષા કરી હતી. હાલમાં ઉભી થઇ રહેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા હોસ્પિટલોમાં સજ્જતા માટે, મંડોલી CCC પોલીસ રહેણાંક કોમ્પલેક્સને સમર્પિત કોવિડ-19 સંભાળ કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જ્યાં કોવિડ-19ના મધ્યમ/ એકદમ ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે આઇસોલેશન રૂમ અને બેડની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વ્યક્તિગત અને શ્વસન સંબંધિત શિષ્ટાચારનું સતત પાલન કરીને તેમજ સામાજિક અંતર જાળવીને એકંદરે કોવિડ-19 સામેની લડાઇમાં આપણને સારું પરિણામ મળી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622740

 

તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરો; કોવિડ અને બિન-કોવિડ બંને ઇમરજન્સી સેવાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે: ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10 મે 2020ના રોજ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફને આવનજાવન પર કેટલાક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોનો મુદ્દો ચર્ચાયો હતો. આ બેઠકના અનુસંધાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલેય તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિત સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે, તમામ આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને લોકોના અમુલ્ય જીવન બચાવવા માટે તમામ તબીબી પ્રોફેશનલો અને પેરા મેડિકલ સ્ટાફ સરળતાથી અને વિના અવરોધે આવનજાવન કરી શકે તે સુનિશ્ચિત થવું જોઇએ. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફને આવનજાવન પર કોઇપણ પ્રકારના પ્રતિબંધોના કારણે કોવિડ અને બિન-કોવિડ તબીબી સેવાઓમાં ગંભીર અડચણો ઉભી થઇ શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622954

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું: ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત ફરવા માટે વધુ શ્રમિક વિશેષ ટ્રેનોદ્વારા વિના અવરોધે ઝડપથી મુસાફરીની સુવિધા પૂરી પાડવા રેલવેને સહકાર આપો

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં 10 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સથી એક બેઠકનું આયોજન કરીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત ફરવા માટે શ્રમિક વિશેષ ટ્રેનોઅને બસો દ્વારા મુસાફરી માટે કરેલી મદદની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકના અનુસંધાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે, રસ્તા પર અને રેલવે ટ્રેક પર ચાલીને વતન જઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને રોકવામાં આવે. તેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, ‘શ્રમિકવિશેષ ટ્રેનો અને બસોમાં તેમને મુસાફરી કરવા માટે પહેલાંથી જ મંજૂરી આપવામાં આવી છે. આથી, તેમને શ્રમિકવિશેષ ટ્રેન અથવા બસની સુવિધા પૂરી પાડીને તેમના વતન પરત ફરવાની વ્યવસ્થા કરી શકાય અને આ વ્યવસ્થા થાય ત્યાં સુધી પરપ્રાંતીયોને સમજાવીને તેમને નજીકની આશ્રય શિબિરોમાં રાખવા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622955

 

ભારતીય રેલવે દ્વારા 12 મે 2020ના રોજથી પસંદગીની મુસાફર સેવાઓ તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે

ભારતીય રેલવે 12 મે 2020થી તેમની મુસાફર ટ્રેન સેવાઓ તબક્કાવાર ફરી શરૂ કરવાની યોજનામાં છે જેમાં શરૂઆતમાં 15 જોડીમાં (30 રીટર્ન મુસાફરી) ટ્રેનોનું પરિચાલન શરૂ કરવામાં આવશે. 1 મે 2020ના રોજ ફસાયેલા નાગરિકોના પરિવહન માટે શરૂ કરવામાં આવેલી શ્રમિક વિશેષ ટ્રેનો ઉપરાંત આ મુસાફરો ટ્રેનોની સેવા શરૂ કરવામાં આવશે. અન્ય નિયમિત મુસાફર ટ્રેનોમાં તમામ મેલ/ એક્સપ્રેસ, મુસાફર અને ઉપનગરીય સેવાઓ હજુ પણ આગામી સલાહ સુધી રદ રાખવામાં આવશે. આ વિશેષ ટ્રેનોમાં માત્ર એર કન્ડિશન્ડ કોચ રહેશે. આ ટ્રેનો માટે માત્ર IRCTCની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પરથી બુકિંગ મળી શકશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર બંધ રહેશે અને કોઇ પ્રકારની કાઉન્ટર ટિકિટ બુક કરવામાં આવશે નહીં. એજન્ટ મારફતે બુક કરાવેલી ટિકિટ માન્ય ગણાશે નહીં. મહત્તમ 7 દિવસનું એડવાન્સ રિઝર્વેશન કરાવી શકાશે. રિઝર્વેશન વગરની કોઇપણ ટિકિટને મંજૂરી આપવામાં આવશે નહીં. કોઇપણ મુસાફરની તબીબી તપાસ (સ્ક્રિનિંગ) કર્યા પછી જો તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ ન દેખાય તો જ ટ્રેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622963

 

ભારતીય રેલવેએ 15 વિશેષ ટ્રેનોનું સમયપત્રક બહાર પાડ્યું

રેલવે મંત્રાલય (MoR) દ્વારા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) સાથે વિચારવિમર્શ કરીને 12 મે 2020ના રોજથી ભારતીય રેલવે દ્વારા તબક્કાવાર મુસાફર ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સંબંધે સમયપત્રક બહાર પાડવામા આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623014

 

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 11 મે 2020 (1000 કલાક) સુધીમાં 468શ્રમિક વિશેષ ટ્રેનનું પરિચાલન કર્યું

દેશના વિવિધ રાજ્યોમાં 11 મે 2020 (1000 કલાક) સુધીમાં 468શ્રમિક વિશેષ ટ્રેનનું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 363 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચી ગઇ છે જ્યારે 105 ટ્રેનો રસ્તામાં છે. આ 363 ટ્રેનો આંધ્રપ્રદેશ (1 ટ્રેન), બિહાર (100 ટ્રેન), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), ઝારખંડ (22 ટ્રેન), મધ્યપ્રદેશ (30 ટ્રેન), મહારાષ્ટ્ર (3 ટ્રેન), ઓડિશા (25 ટ્રેન), રાજસ્થાન (4 ટ્રેન), તેલંગાણા (2 ટ્રેન), ઉત્તરપ્રદેશ (172 ટ્રેન), પશ્ચિમ બંગાળ (2 ટ્રેન), તામિલનાડુ (1 ટ્રેન) જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે. આ ટ્રેનોએ વિસ્થાપિત શ્રમિક મુસાફરોને તિરુચિરાપલ્લી, તીતલાગઢ, બરૌની, ખંડવા, જગન્નાથપુરી, ખુર્દા રોડ, પ્રયાગરાજ, છાપરા, બાલિયા, ગયા, પૂર્ણિયા, વારાણસી, દરભંગા, ગોરખપુર, લખનઉ, જૌનપુર, હાટિયા, બસ્તી, કટીહાર, દાનાપુર, મુઝફ્ફરનગર, સહરસા વગેરે શહેરોમાં પહોંચાડ્યા છે. આવી પ્રત્યેક શ્રમિક વિશેષ ટ્રેનમાં સામાજિક અંતરના માપદંડોનું પાલન કરીને મહત્તમ અંદાજે 1200 મુસાફરો જઇ શકે છે. ટ્રેનમાં મુસાફરો બેસે તે પહેલાં તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવ છે. મુસાફરી દરમિયાન તેમને વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622964

 

ગૃહ મંત્રાલયે અને રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનોના પરિચાલનની સમીક્ષા માટે રાજ્યોના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી, ફસાયેલા શ્રમિકોને ઝડપથી તેમના ઘર સુધી પહોંચાડવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) અને રેલવે મંત્રાલયે શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોના આવનજાવન પર અંગે આજે સવારે એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય (નોડલ) અધિકારીઓએ ભાગ લીધો હતો. ગઇકાલની 101 ટ્રેનો સહિત 450થી વધુ ટ્રેનોમાં કેટલાય લાખ વિસ્થાપિત શ્રમિકોને લઇને ટ્રેનો રવાના થઇ ચુકી છે તે કામગીરીની પ્રશંસા કરવામાં આવી. વીડિયો કોન્ફરન્સ દરમિયાન અનેક મુદ્દા પર ચર્ચા થઇ અને તેના ઉકેલો પણ લાવવામાં આવ્યા. આ ઉપરાંત, એ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કે, વિસ્થાપિત શ્રમિકોને આશ્વાસન આપવામાં આવે કે ઘરે જવા માંગતા તમામ લોકોની મુસાફરી માટે પૂરતી સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવશે. આગામી કેટલાક અઠવાડિયા સુધી દરરોજ 100 થી વધુ ટ્રેનો ચલાવવામાં આવે તેવી આશા છે જેથી ફસાયેલા તમામ શ્રમિકો પોતાના મૂળ વતન સુધી વહેલામાં વહેલી તકે પહોંચી શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622962

 

ગૃહ મંત્રાલયે ટ્રેનો દ્વારા લોકોને મુસાફરી સુવિધાજનક બનાવવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટ્રેનો દ્વારા લોકોને મુસાફરી સુવિધાજનક બનાવવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડ્યા છે. માત્ર કન્ફર્મ ઇ-ટિકિટ હશે તેવા મુસાફરોને જ આવનજાવન અને રેલવે સ્ટેશનમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. તમામ મુસાફરોનું ફરજિયાત સ્ક્રિનિંગ કરવામાં આવશે અને માત્ર એવા લોકોને જ ટ્રેનમાં જવાની મંજૂરી આપવામાં આવશે જેમનામાં કોરોના બીમારીના કોઇ પણ લક્ષણો ન દેખાતા હોય. તમામ મુસાફરોએ ટ્રેનમાં પ્રવેશે ત્યારે અને મુસાફરી દરમિયાન ફેસ કવર/ માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622960

 

લૉકડાઉનના સમય પછી ઉત્પાદન ઉદ્યોગો ફરી શરૂ કરવા અંગે NDMA(MHA) દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લૉકડાઉનનો સમય પૂરો થયા પછી ઉત્પાદન ઉદ્યોગોને ફરી શરૂ કરવા અંગે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે, સંબંધિત મોટા આકસ્મિક હાનિકારક (MAH) એકમોના ઓફ-સાઇટ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર છે અને તેનો અમલ કરવાની પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. આ ઉપરાંત એ પણ સલાહભર્યું છે કે, જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓ ઔદ્યોગિક ઓન-સાઇટ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનનો અમલ કરાયેલો છે અને કોવિડ-19 લૉકડાઉન દરમિયાન તેમજ તે પછી ઉદ્યોગોને ફરી શરૂ કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓનો અમલ કરવામાં આવ્યો છે તે સુનિશ્ચિત કરે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622957

 

ભારતીય વાયુ સેનાએ વિઝાગ ગેસ ગળતરની ઘટનામાં રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે આવશ્યક રસાયણોનો જથ્થો એરલિફ્ટ કર્યો

આંધ્રપ્રદેશ સરકારના ઉદ્યોગો અને વ્યાપાર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિનંતીના પગલે, ભારતીય વાયુ સેનાએ આંધ્રપ્રદેશના વિઝાગમાં એલ.જી. પોલીમર ખાતે સ્ટાઇરિન મોનોમર સ્ટોરેજ ટેન્કમાં થયેલી ગેસ ગળતરની ઘટનાને અસરકારક રીતે અંકુશમાં લેવા માટે જરૂરી આવશ્યક રસાયણોનો 8.3 ટન જથ્થો એરલિફ્ટ કરીને પહોંચાડ્યો હતો. આ ઉપરાંત, કોવિડ-19ના મહામારીના કારણે ભારત સરકારની ઉભી થતી માંગના ભાગરૂપે ભારતીય વાયુ સેના સતત રાજ્ય સરકારોને આવશ્યક પૂરવઠો પહોંચાડવામાં અને ચેપ નિયંત્રણ માટે કાર્યરત એજન્સીઓને મદદરૂપ થવા માટે શક્ય એટલી મદદ કરે છે. 25 માર્ચ 2020ના રોજ ભારત સરકારને મદદરૂપ થવા માટે ભારતીય વાયુ સેનાએ ઓપરેશન્સ શરૂ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં 703 ટન જથ્થાનું વાયુ માર્ગે પરિવહન કર્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623002

 

ફસાયેલા ભારતીયોને લઇને યુદ્ધ જહાજ INS જલશ્વ માલદીવ્સથી કોચીના બંદર પર આવી પહોંચ્યું

 “ઓપરેશન આરોગ્ય સેતુ અતર્ગત તૈનાત કરવામાં આવેલું યુદ્ધ જહાજ INS જલશ્વ 10 મેના રોજ સવારે અંદાજે 10 વાગે માલદીવ્સથી 698 ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને કોચીના બંદર પર આવી પહોંચ્યું હતું જેમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ સામેલ હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622791

 

ઓપરેશન સમુદ્ર સેતુINS મગર ભારતીય નાગરિકોને લઇને માલેથી રવાના થયું

માલદીવ્સમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે માલે પહોંચેલું બીજુ ભારતીય જહાજ INS મગર, ભારતીય નાગરિકોને જહાજમાં બેસાડવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી માલેથી રવાના થયું છે. ભારતીય નૌસેનાએ વંદે ભારત મિશન અંતર્ગત ઓપરેશન સમુદ્ર સેતુના ભાગરૂપે માલદીવ્સમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવાની બીજા તબક્કાની કામગીરી માટે INS મગરને માલે મોકલ્યું હતું. પ્રથમ તબક્કામા INS જલશ્વ દ્વારા 698 ભારતીય નાગરિકોને 10 મે 2020ના રોજ માલદીવ્સથી ભારતમાં લાવવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622776

 

10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની નવી 177 મંડી કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ માટે ઇ-નામ પ્લેટફોર્મ સાથે એકીકૃત કરવામાં આવી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આજે 177 નવી મંડીનું રાષ્ટ્રીય કૃષિ બજાર (ઇ-નામ) સાથે એકીકરણ કર્યું છે જેથી કૃષિ માર્કેટિંગની કામગીરી વધુ મજબૂત બને અને ખેડૂતોને ઑનલાઇન પોર્ટલના માધ્યમથી તેમના લણેલા પાક વેચવાની સુવિધા પ્રાપ્ત થાય. આજે એકીકૃત કરવામાં આવેલી મંડીમાં: ગુજરાત (17), હરિયાણા (26), જમ્મુ અને કાશ્મીર (1), કેરળ (5), મહારાષ્ટ્ર (54), ઓડિશા (15), પંજાબ (17), રાજસ્થાન (25), તામિલનાડુ (13) અને પશ્ચિમ બંગાળ (1) છે. વધારાની 177 મંડી એકીકૃત કરવાથી અત્યાર સુધીમા સમગ્ર દેશની 962 મંડી ઇ-નામ પ્લેટફોર્મ પર એકીકૃત થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622906

 

લૉકડાઉન દરમિયાન દાળ અને તેલીબિયાની ખરીદી એકધારી ચાલી રહી છે

9 રાજ્યોમાંથી 2.74 લાખ MT ચણાની ખરીદી કરવામાં આવી છે. 5 રાજ્યોમાથી 3.40 લાખ MT રાઇની ખરીદી કરવામાં આવી છે. તેલંગાણામાંથી 1700 MT સૂર્યમુખીની ખરીદી કરવામાં આવી છે. 8 રાજ્યોમાંથી 1.71 લાખ MT તુવેરની દાળ ખરીદવામાં આવી છે. અંદાજે 34.87 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 25.29 લાખ હેક્ટર વિસ્તારમા વાવેતર થયું હતું. આ વર્ષે અંદાજે 10.35 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 5.92 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું હતું. આ વર્ષે અંદાજે 9.57 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ ધાન્યનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 6.20 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ ધાન્યનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે અંદાજે 9.17 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 7.09 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર થયું હતું. રવી માર્કેટિંગ મોસમ (RMS) 2020-21માં કુલ 241.36 લાખ મેટ્રિક ટન ઘઉં FCIમાં આવ્યા છે જેમાંથી 233.51 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી લેવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622702

 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એવા તમામ વિજ્ઞાનીઓને બિરદાવ્યાં હતાં, જેઓ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. શ્રી મોદીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના પ્રસંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર આપણો દેશ એ તમામ વૈજ્ઞાનિકોને સલામ કરે છે, જેઓ અન્ય લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આપણે આ દિવસની ઉજવણી વર્ષ 1998માં આપણા વૈજ્ઞાનિકોએ મેળવેલી ઉત્કૃષ્ટ સફળતા માટે કરીએ છીએ. આ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623001

 

DRDO દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણીના પ્રસંગે સંરક્ષણમંત્રીએ ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આગામી નિકાસકાર બનવાનું આહ્વાન કર્યું

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (NTD)ની ઉજવણી નિમિત્તે વૈજ્ઞાનિકોને સંબોધતા સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે ભારતના નિષ્ણાતોના આ સમૂહને આહ્વાન કર્યું હતું કે તેઓ ભારતને ટેકનોલોજીકલ પાવરહાઉસ બનાવે. શ્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સંરક્ષણ સંગઠનો શ્રેષ્ઠતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યા છે. ભારતના સંરક્ષણ દળો અને સંશોધન તેમજ વિકાસ પ્રયાસોએ આ અદૃશ્ય દુશ્મનના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ઉકેલો શોધવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622958

 

ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા દેશના અર્થતંત્રને રીબૂટ કરવા માટે સારી સ્થિતિમાં છે: ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આજે કોવિડ-19 સામે ભારતની લડાઇ મજબૂત રીતે અને ઝડપથી આગળ વધી રહી છે. તેઓ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી RE-START એટલે કે રીબૂટ ધ ઇકોનોમી થ્રુ સાયન્સ, ટેકનોલોજી એન્ડ રીસર્ચ ટ્રાન્સલેશન ડિજિટલ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે આમ કહ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622992

 

કોવિડ-19 સંબંધિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓના પ્રશ્નો, ફરિયાદો અને અન્ય શૈક્ષણિક બાબતો પર ધ્યાન આપવા માટે UGC પગલાં લીધા

કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને UGC દ્વારા 29 એપ્રિલ 2020ના રોજ માર્ગદર્શિકા અને પરીક્ષાઓ તેમજ શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તદઅનુસાર, તમામ યુનિવર્સિટીઓને તમામ હિતધારકોની સલામતી અને હિતોને ધ્યાનમાં રાખીને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સલાહ આપવામાં આવી છે જેમાં માર્ગદર્શિકા અપનાવતી વખતે અને તેનો અમલ કરતી વખતે તમામ સંબંધિત લોકોના આરોગ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીઓને એક વિશેષ સેલ તૈયાર કરવાની પણ વિનંતી કરવામાં આવી છે જેથી ત્યાં મહામારીના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંબંધિત ફરિયાદોનો ઉકેલ લાવી શકાય અને આ બાબતે વિદ્યાર્થીઓને સૂચિત કરી શકાય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622869

 

HRD દ્વારા ઓડિશાના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઓડિશાની જ્ઞાનાત્મક ભાવનાત્મક પુનર્વસન સેવા ભરોસા હેલ્પલાઇનનો પ્રારંભ

કોવિડ-19 મહામારીના કારણે મુશ્કેલીના સમયમાં વિદ્યાર્થી સમુદાયને તણાવમાંથી બહાર આવવા માટે મદદરૂપ થવાના આશયથી કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઓડિશાની હેલ્પલાઇન ભરોસા શરૂ કરી છે અને તેનો હેલ્પલાઇન નંબર 08046801010 છે. આજે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા આ સેવા શરૂ કરતી વખતે શ્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે, દેશ અત્યારે કોવિડ-19 મહામારીના કારણે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623012

 

DBT-BIRAC કોવિડ રીસર્ચ કન્સોર્ટિયમે રસી, નિદાન, ઉપચાર અને અન્ય ટેકનોલોજી શોધવા માટે 70 દરખાસ્તોની ભલામણ કરી

SARS CoV-2 વિરુદ્ધ તાકીદના ધોરણે સલામત અને અસરકારક બાયોમેડિકલ ઉકેલો તૈયાર કરવા માટે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી એન્ડ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રીસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) દ્વારા કોવિડ-19 રીસર્ચ કન્સોર્ટિયમ માટે અરજી મંગાવવામાં આવી હતી. બહુસ્તરીય સમીક્ષા વ્યવસ્થાતંત્ર દ્વારા સમીક્ષા કર્યા પછી, ઉપકરણો, નિદાન, રસીના ઘટકો, ઉપચાર અને અન્ય હસ્તક્ષેપો માટેની 70 દરખાસ્તોને આર્થિક સહાય પ્રાપ્ત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. પસંદ કરવામાં આવેલી દરખાસ્તોમાં 10 રસીના ઘટકો, 34 નિદાનના ઉત્પાદનો અથવા તેમાં વધારો કરતી સુવિધાઓ, 10 ઉપચારના વિકલ્પો, 02 દરખાસ્ત દવાઓના પુનઃઉપયોગ અને 14 પ્રોજેક્ટ સુરક્ષાત્મક હસ્તક્ષેપ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622757

 

કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે  KVIC કુંભારો નવીનતમ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે

કોવિડ-19 સામેની લડાઇમાં એક નાનું એવું પગલું પણ લોકોમાં એક નવી આશાનું કિરણ જગાવે છે તેવા સમયમાં, રાજસ્થાનના એક ગામમાં KVICના કુંભારોએ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે નવીનતમ પદ્ધતિ અપનાવીને દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. રાજસ્થાનના બરન જિલ્લાના કિશનગંજ ગામમાં આવેલા કુંભારો જે પણ માટલા ઘડે છે તેના પર કોરોના સામે લડવાના વિવિધ સંદેશા લખે છે.

વધુ વિગતો માટે:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622984

 

પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત એક્સપ્લોરિંગ રીવલ નીલા શીર્ષકથી 17મા વેબિનારનું આયોજન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622761

 

દહેરાદુન સ્માર્ટ સિટીએ કોવિડ-19ને નાથવા માટે એકીકૃત કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્ર, CCTV અને લૉકડાઉન પાસ જેવા વિવિધ પગલાં લીધા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622892

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • હિમાચલ પ્રદેશ: દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા અને રાજ્યમાં પરત આવવા માંગતા હિમાચલ પ્રદેશના તમામ લોકો તેમના વતન પરત જાય તે પહેલાં સંપૂર્ણ તબીબી તપાસ થશે અને તેમણે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નોડલ અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલા રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે નીકટતાપૂર્વક સંપર્કમાં રહે જેથી હિમાચલ પ્રદેશના ફસાયેલા લોકોને પરત લાવવાની બાબતોને સંબંધિત રાજ્ય સરકારો સમક્ષ વહેલી તકે રજૂ કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને રાજ્યમાં પરત લાવવા માટે સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે કારણ કે તેઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયેલો વર્ગ છે.
 • પંજાબ: નાણાં વિભાગે કોરોના વાયરસ મહામારી સામેની લડાઇમાં સરકારી ફરજ નિભાવતી વખતે મૃત્યુ પામનારા કોરોના યોદ્ધાઓના પરિવારજનો/ કાયદેસર વારસદારોને રૂપિયા 50 લાખનું વળતર આપવા સંબંધે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી. આ વળતર માત્ર કોવિડ-19 મહામારી પૂરતું લાગું પડે છે અને તે 1 એપ્રિલ 2020 થી 31 જુલાઇ 2020 સુધી અમલમાં રહેશે અને ત્યારબાદ તે સમીક્ષાને આધિન છે.
 • હરિયાણા: રાજ્યમાં શાકભાજીના ફેરિયાઓ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ જવાનો, મીડિયા કર્મચારીઓ, ફાર્માસિસ્ટ્સ, ડીપો ધારકો, સેનિટેશન કર્મચારીઓ વગેરેના કોવિડના રેન્ડમ સેમ્પલ લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું. હરિયાણામાં 26,125 લોકોને કોવિડ સમર્પિત હોસ્પિટલો અને કોવિડ સમર્પિત આરોગ્ય કેન્દ્રોમાં ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
 • કેરળઃ રેલવે મંગળવારથી કેરળથી નવી દિલ્હીની વચ્ચે અઠવાડિયામાં છ દિવસ રાજધાની ટ્રેન દોડાવશે. આ ટ્રેન માત્ર કોઝિકોડે અને એર્નાકુલમ રેલવે સ્ટેશન ખાતે જ રોકાશે અને કોંકણ રૂટ ઉપર દોડશે. કેરળ અને તામિલનાડુ એમ બંને રાજ્યોના DGPએ નિર્ણય લીધો છે કે જરૂરી પાસ વગર કેરળ આવી રહેલા લોકોને તમિલનાડુ દ્વારા સરહદ ઉપર અટકાવવામાં આવશે. બીજી તરફ વિદેશમાં ફસાયેલા મુસાફરોની બચાવ કામગીરી માટે વંદે ભારત મિશન અંતર્ગત એક દુબઇથી કોચી અને બીજી બહેરિનથી કોઝિકોડે ખાતે બે ઉડાનો આજે રાત્રે ઉતરાણ કરશે. કેરળ રાજ્ય બેવરેઝિસ નિગમ લોકડાઉન બાદ જ્યારે દારૂની દુકાનો ખુલે ત્યારે લોકોની ભીડ નિયંત્રિત કરવા ઑનલાઇન કતાર સુવિધા ગોઠવવા તૈયારી કરી રહ્યું છે.
 • તામિલનાડુઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ પરપ્રાંતીય કામદારોને એક અઠવાડિયાની અંદર પોતાના વતન પરત મોકલવામાં આવશે. અત્યાર સુધી વિશેષ ટ્રેનો દ્વારા 9000 કામદારોને મોકલવામાં આવ્યાં છે. રાજ્યમાં 47 દિવસ બાદ મોટાભાગનો છૂટક ધંધા-રોજગાર શરૂ થતાં ટ્રાફિકમાં વધારો નોંધાયો હતો. કોવિડ-19ની અસરકારક સારવાર શોધવામાં મદદ કરવા WHO દ્વારા શરૂ કરાયેલી આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ ટ્રાયલ - 'સોલિડરિટી ટ્રાયલ' અંતર્ગત ચેન્નઇમાં બે સરકારી હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે. કોવિડ-19ના ફેલાવાના કારણે બંધ થયેલા કોયામ્બેડુ બજાર બાદ થિરૂમાઝિસાઇમાં નવા જથ્થાબંધ શાકભાજી અને ફળોના બજાર શરૂ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,204 કેસો નોંધાયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 5,195 છે અને 47 લોકોના મરણ નીપજ્યાં છે. સાજા થયેલા 1,959 લોકોને રજા અપાઇ છે. ચેન્નઇમાં સક્રિય કેસો 3,839 છે.
 • કર્ણાટકઃ આજે નવા 10 કેસો નોંધાયા હતા, જેમાંથી દેવાનગેરેમાંથી 3, બિદાર અને બાગલકોટમાં 2-2, કાલબુર્ગી, હાવેરી અને વિજયપુરામાં 1-1 કેસ નોંધાયાં હતા. અત્યાર સુધી કુલ 858 કેસો નોંધાયાં છે, 31 લોકોના મરણ નીપજ્યાં છે અને 422 લોકો સાજા થયા છે. લંડનમાં ફસાઇ ગયેલા આશરે 200 જેટલા કન્નડવાસીઓ વંદે ભારત મિશનના ભાગરૂપે આજે સવારે એર ઇન્ડિયાની વિશેષ ઉડાન મારફતે બેંગલોર ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમણે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતરાણ કર્યું હતું અને તમામ મુસાફરોને ક્વૉરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે કોવિડ કટોકટીની વચ્ચે રોકાણ આકર્ષવા માટે વિશેષ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યુ છે.
 • આંધ્રપ્રદેશઃ રાજ્યની ઉચ્ચ અદાલતે કોવિડ-19ની મહામારી વચ્ચે દારૂના વેચાણ સામે દાખલ થયેલી પિટીશનની વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરી હતી. વધુ સુનાવણી આગામી શુક્રવારે હાથ ધરાશે. આ દરમિયાન કેન્દ્રની ટીમે કુર્નૂલ જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં પોઝિટીવ કેસોની સંખ્યા ખૂબ જ વધારો નોંધાયો છે અને બીજા દિવસે પણ વધુ પોઝિટીવ કેસ નોંધાયાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 7,409 નમૂનાઓના પરીક્ષણ બાદ કોવિડ-19ના 38 નવા કેસો નોંધાયા હતા, 73 લોકોને રજા આપવામાં આવી હતી અને કોઇ મૃત્યુ નોંધાયું નથી. કુલ કેસોની સંખ્યા 2,018 છે, જેમાંથી 975 કેસો સક્રિય છે અને 998 લોકો સાજા થયા છે. કુલ 45 લોકોના મરણ નીપજ્યાં છે. ચિત્તુરમાં નોંધાતા નવમાંથી આઠ કેસો ચેન્નાઇમાં કોયામ્બેડુ સાથે સંબંધ ધરાવે છે. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસો ધરાવતાં જિલ્લાઓમાં કુર્નૂલ (575), ગુંતૂર (387) અને ક્રિશ્ના (342)નો સમાવેશ થાય છે.
 • તેલંગણાઃ અમેરિકામાં ફસાઇ ગયેલા આશરે 118 લોકો આજે વંદે ભારત મિશનના ભાગરૂપે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર આવી પહોંચ્યાં હતા. અબુધાબીથી વધુ એક ભારતીય નાગરિકોનો સમૂહ એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે સોમવારે રાત્રે 9.30 વાગે આવી પહોંચશે. અન્ય રાજ્યોમાંથી પરત ફરી રહેલા કામદારોનું કોવિડ-19 ટેસ્ટિંગ પોઝિટીવ આવતાં રાજ્ય સરકારે ટેસ્ટિંગના વ્યાપમાં વધારો કર્યો છે. લૉકડાઉન બાદ નિયમિત કામકાજના કલાકો ઉપરાંત દુકાનો અને વ્યવસાયોને ખુલ્લા રાખવાનો પ્રસ્તાવ સક્રિય વિચારણાં હેઠળ છે. ગઇકાલ સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 1,196 હતી, જેમાંથી 415 કેસો સક્રિય હતા અને 751 લોકોને રજા આપવામાં આવી છે અને 30 લોકોના મરણ નીપજ્યાં છે.
 • અરુણાચલ પ્રદેશ: મુખ્યમંત્રીએ રાજ્યમાં કોવિડ-19ની પરીક્ષણ ક્ષમતા વધારવા માટે IMAIndiaOrgના અરુણાચલ ચેપ્ટર સાથે અલગ અલગ માર્ગો પર ચર્ચા કરી
 • આસામ: આરોગ્યમંત્રીએ આજે જોરહાટની કાઝીરંગા યુનિવર્સિટીની મુલાકાત લઇને ક્વૉરેન્ટાઇન સુવિધાની સમીક્ષા કરી હતી. આ સુવિધા ગુવાહાટીમાં સરુસજલ સ્ટેડિયમની જેમ તૈયાર કરવામાં આવી રહી છે.
 • મણીપૂર: ગૃહ વિભાગે રાજ્યમાં ટ્રેનોમાં પરત ફરી રહેલા લોકો માટે SOP બહાર પાડ્યા. માત્ર તબીબી રીતે તંદુરસ્ત લોકોને જ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
 • મણીપૂર: મણીપૂરમાં, જિરિબાન સ્ટેશને આવી રહેલા મુસાફરોને તબીબી સ્ક્રિનિંગ કર્યા પછી સરકારી બસોમાં ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં લઇ જવામાં આવશે.
 • મિઝોરમ: મુખ્યમંત્રી ઝોરામથાંગાએ આજે રાજ્યને કોવિડ-19 મુક્ત રાજ્ય તરીકેના દરજ્જાનો શ્રેય રાજ્યમાં લોકોના શિસ્તપાલનને આપ્યો.
 • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં, DRDA મોન જિલ્લાની અંદર અને આસપાસમાં બાગાયત વિભાગ સાથે મળીને પ્રબળ કૃષિ પ્રવૃત્તિઓ હાથ ધરશે. મેરેઇમા ગામમાં 545 બેડ અને કે. બડ્ઝેકોહીમા ગામમાં 254 બેડ રાજ્યમાં બહારથી પરત આવતા લોકોને ક્વૉરેન્ટાઇન કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
 • સિક્કીમ: સરકારે સિક્કીમ જાહેર આરોગ્ય અને સલામતી (કોવિડ-19) નિયમનો, 2020ના તાત્કાલિક અમલીકરણ માટે અધિસૂચના આપીને વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને જો કોઇ વ્યક્તિ જાહેર જગ્યાએ અથવા કાર્યસ્થળે માસ્ક વગર જોવા મળે તો રૂપિયા 300 દંડ કરવાની સત્તા આપી. તેમજ જાહેર સ્થળે થુંકવા પર સખત પ્રતિબંધ પણ મૂક્યો અને સામાજિક અંતરના માપદંડોનું પાલન પણ સૂચવવામાં આવ્યું.
 • ત્રિપૂરા: મહારાષ્ટ્રમાં ફસાયેલા ત્રિપૂરાના લોકોને પરત લાવવા માટે સરકારે મુંબઇથી અગરતલાની શ્રમિક ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો; સંભવિત મુસાફરો covid19.tripura.gov.in પર નોંધણી કરાવી શકે છે.
 • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના નવા 1278 કેસ નોંધાયા જેથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 22,171 થઇ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આ વાયરસના કારણે 53 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જેથી કુલ મૃત્યુઆંક 832 થયો છે. રાજ્યના પાટનગર મુંબઇમાં ગઇકાલે કોવિડ-19ના વધુ 875 કેસ નોંધાતા અહીં કુલ આંકડો 13,564 થયો છે અને 24 કલાકમાં વધુ 19 વ્યક્તિનાં મોત નીપજતા અહીં કોવિડ-19ના કારણે કુલ 508 વ્યક્તિનાં મરણ નીપજ્યાં છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી શ્રી સુભાષ દેસાઇએ જણાવ્યું હતું કે, અંદાજે 25,000 કંપનીઓએ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તેમની કામગીરી ફરી શરૂ કરી દીધી છે, જેમાં અંદાજે 6 લાખ લોકોને રોજગારી મળી છે. મુંબઇના અત્યંત ઔદ્યોગિક પટ્ટા મુંબઇ- થાણે- પીમ્પરી- છીંદવાડ- પૂણેમાં આવતા ઉત્પાદન એકમોમાંથી રેડ ઝોનમાં હોય તેવા એકમે હજુ પણ ફરી શરૂ થઇ શક્યા નથી.
 • ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના નવા 398 કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 8195 થઇ. અત્યાર સુધીમાં કુલ 493 દર્દીનાં મૃત્યુ થયા છે; 21 વ્યક્તિનાં મૃત્યુ ગઇ કાલે થયા હતા જેમાંથી 18 દર્દી માત્ર અમદાવાદમાં જ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં વધુ 454 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2545 દર્દીઓ કોરોના વાયર બીમારીમાંથી સાજા થયા છે.
 • રાજસ્થાન: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કુલ 3940 કોવિડના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 2264 દર્દી સાજા થયા છે જ્યારે 110 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં વધુ 126 દર્દી પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 46 કેસ ઉદયપુરમાંથી જ નોંધાયા છે. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટે જણાવ્યું હતું કે, રાજ્યમાં 22 લાખથી વધુ શ્રમિકો મનરેગામાં કામ કરી રહ્યા છે.
 • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના નવા 172 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 3650 થઇ છે. શહેરોમાં, ઇન્દોરમાં નવા 77 કેસ નોંધાયા છે. ભોપાલમાં નવા 30 નોંધાયા છે જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર દાગા અને ચાર જુનિયર ડૉક્ટરોનો પણ સમાવેશ થાય છે.
 • ગોવા: ઉત્તર ગોવા જિલ્લા વહીવટીતંત્રએ નિર્દેશો આપ્યા છે કે દેશની બહાર ફસાયેલા જે લોકો ગોવા પરત આવી રહ્યા છે તેમણે કોવડ-19 પરીક્ષણમાં તેમનો રીપોર્ટ નેગેટીવ આવે તો પણ ફરજિયાત સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. દરિયાઇ મુસાફરી કરનારાઓનો ખર્ચ તેમની કંપનીઓ ભોગવવાનો રહેશે જ્યારે અન્ય લોકો ક્વૉરેન્ટાઇનમાં રહેશે તેમણે પોતાનો ખર્ચ જાતે ભોગવવાનો રહેશે. અંદાજે 100 જેટલા ગોવાના નાગરિકોએ યુએઇથી ભારત પરત આવવા માટે નોંધણી કરાવી છે.

 

 

  •  

FACT CHECK

 

 (Release ID: 1623101) Visitor Counter : 74