સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


અત્યાર સુધીમાં 20,917 દર્દી સાજા થયા; સાજા થવાનો દર વધીને 31.15% થયો

Posted On: 11 MAY 2020 5:27PM by PIB Ahmedabad

અત્યાર સુધીમાં દેશમાં 20,917 દર્દી કોરોનાની બીમારીથી સાજા થયા છે. કારણે કુલ સાજા થવાનો દર વધીને 31.15% થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67,152 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં, ભારતમા કોવિડ-19ના 4,213 કેસ વધ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

વિવિધ તબીબી પ્રોફેશનલોની કામગીરીની પ્રશંસા કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવામાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં તબીબી પ્રેક્ટિશનરોએ જે દૃઢ સંકલ્પ સાથે સેવા આપી છે તેનાથી દેશને ગૌરવ છે. તેમણે ફરી એકવાર દેશને અપીલ કરી હતી કે, ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ સાથે કોઇપણ પ્રકારે ખરાબ વર્તન થવુ જોઇએ અને તેમના પર હુમલા થવા જોઇએ; તેના બદલે, તેમણે અત્યાર સુધી જાહેર જનતાની મદદ માટે આટલા મોટાપાયે જે પ્રયાસો કર્યા તે બદલ તેમનું સન્માન કરવુ જોઇએ. તેમણે કહ્યું કે, ડૉક્ટરો, નર્સો, આરોગ્ય સંભાળ કર્મચારીઓને કોવિડ-19 સામેની લડાઇમાં આપણે આદર, સહકાર અને મદદ આપવી જોઇએ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે કોવિડ-19 માટે સર્વેલન્સના આધારે જિલ્લા સ્તરે સુવિધાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકા લિંક પરથી ઉપલબ્ધ છે:

https://www.mohfw.gov.in/pdf/DistrictlevelFacilitybasedsurveillanceforCOVID19.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS

 


(Release ID: 1623096) Visitor Counter : 224