વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

લોકડાઉનના સમયગાળા દરમિયાન ઉદ્યોગો તથા વેપારના પ્રશ્નો ઉપર દેખરેખ રાખવા માટે અને જુદા જુદા હિતધારકો દ્વારા સામનો કરવામાં આવી રહેલ સમસ્યાઓને ઉકેલવામાં DPIIT કન્ટ્રોલ રૂમ એ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે


89% પ્રશ્નોનો ઉકેલ/ નિકાલ કરવામાં આવ્યો;

મંત્રી, સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિયમિતપણે રાખવામાં આવેલ દેખરેખ અને સમીક્ષાના કારણે તાત્કાલિક ઉકેલ લાવવામાં મદદ કરી છે;

ટેલીફોન નંબર 011-23062487 છે અને ઈમેઈલ controlroom-dpiit@gov.in છે

Posted On: 30 APR 2020 2:04PM by PIB Ahmedabad

વાણિજ્ય અને ઉદ્યોગો મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એક 26.03.2020ની અસરથી ઉદ્યોગો અને વેપારના મુદ્દાઓ ઉપર દેખરેખ રાખવા અને પ્રકારના મુદ્દાઓને સંલગ્ન રાજ્ય સરકારો, જીલ્લા અને પોલીસ તંત્ર તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓ સુધી પહોંચાડવા માટે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમ નીચેની બાબતો ઉપર દેખરેખ રાખે છે

  1. આંતરિક વેપાર, ઉત્પાદન, જરૂરી ચીજવસ્તુઓના લોજીસ્ટીક અને ડિલીવરીને લગતા મુદ્દાઓ અને
  2. લોકડાઉનના સમયગાળા દરમિયાન પુરવઠા શ્રુંખલાને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે જુદા જુદા હિતધારકો દ્વારા સામનો કરવામાં આવી રહેલ સમસ્યાઓ

28 એપ્રિલ 2020 સુધી નોંધવામાં આવેલ કુલ 1962 સંખ્યાના પ્રશ્નો અંતર્ગત 1739ને ઉકેલી/ નિકાલ કરી દેવામાં આવ્યા છે. 223 ઉકેલવાની પ્રક્રિયા અંતર્ગત કાર્યરત છે. નોંધાયેલ 1962 પ્રશ્નોમાંથી 1000 પ્રશ્નો પાંચ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાંથી મેળવવામાં આવેલ છે.

વિભાગમાં વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપવા માટે રોજીંદો MIS અહેવાલ તૈયાર કરવા અને ઉકેલવામાં આવતા પ્રશ્નો પર દેખરેખ રાખી અને તેમની પર નજર રાખવા માટે એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી છે. ટીમ અસરગ્રસ્ત લોકોને ફોન કરીને મહત્વના પ્રશ્નો ઉપર નજીકથી નજર રાખે છે અને સંલગ્ન સંસ્થાઓ પાસે બાબત લઇ જઈને તેમના પ્રતિભાવો પ્રાપ્ત કરે છે. બાબત મુદ્દાઓના ઉકેલની પ્રક્રિયામાં સંકળાયેલ જુદી જુદી સંસ્થાઓની અસરકારકતા વિષે મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરે છે. વ્યવસાયિકોની ટીમ વરિષ્ઠ અધિકારીઓને તેમના નક્કર પ્રયત્નોની અસર વિષે માહિતગાર કરે છે અને રીતે દરેક વ્યક્તિને ફરિયાદોના નિકાલની સ્થિતિ વિષે અવગત કરાવે છે.

કંટ્રોલ રૂમમાં પ્રશ્નો ટેલીફોન અને સાથે સાથે -મેઈલના માધ્યમથી પણ મેળવવામાં આવી રહ્યા છે. કોઇપણ ઉત્પાદન, ટ્રાન્સપોર્ટર, ડિસ્ટ્રીબ્યુટર, જથ્થાબંધ વેપારી અથવા -કોમર્સ કંપની કે જે વાહનવ્યવહાર દરમિયાન અને સામાન પહોંચાડવા દરમિયાન અથવા સંસાધનોના આવાગમનમાં મૂળભૂત સ્તરની કોઇપણ સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો તેઓ વિભાગને નીચે આપેલા નંબર/ -મેઈલ ઉપર માહિતી આપી શકે છે:

ટેલીફોન: 91-11-23062487

ઈમેઈલ: controlroom-dpiit[at]gov[dot]in

ટેલીફોન નંબર સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કાર્યરત હોય છે. કંટ્રોલ રૂમ ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટર્સ, વિતરકો, જથ્થાબંધ વેપારીઓ અને -કોમર્સ કંપનીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલ મૂળભૂત સ્તરની સમસ્યાઓ અને સાથે સાથે પ્રક્રિયાગત અને નીતિઓને લગતી સમસ્યાઓ પણ મેળવી રહ્યું છે. પ્રશ્નોની નોંધણી કરાવીને DPIIT કંટ્રોલ રૂમ સ્ટાફ તેને રાજ્ય સ્તરના કંટ્રોલ રૂમ અને રાજ્યોના મુખ્ય સચિવોને મોકલી આપે છે અને તેમને વિનંતી કરે છે કે તેઓ જરૂરી કાર્યવાહી શરુ કરે અને તે બાબતની ખાતરી કરે કે પ્રશ્ન પૂછનારાઓને ટૂંક સમયમાં જરૂરી રાહત મળી રહે તેની ખાતરી કરવામાં આવે.

કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત કરવામાં આવેલ પ્રશ્નો DPIITના વરિષ્ઠ અધિકારીઓને મોકલી આપવામાં આવે છે કે જેઓ મુદ્દાઓ ઉપર સતત નજર રાખે છે અને તાત્કાલિક દખલગીરી કરવાની જરૂર હોય તેવા કિસ્સાઓમાં સંલગ્ન જીલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ દળો સહીત રાજ્ય સરકારના અન્ય અધિકારીઓ સુધી તેને પહોંચાડવામાં આવે છે. DPIITના તમામ વરિષ્ઠ અધિકારીઓને ચોક્કસ રાજ્યો ફાળવી દેવામાં આવ્યા છે કે જેમની સાથે તેઓ સતત સંવાદ સાધે છે અને પડતર કેસો ઉપર જરૂરી કાર્યવાહી ચાલુ કરવા માટે રાજ્યના કર્મચારીઓને વિનંતી કરે છે. રાજ્ય સરકારના વિભાગો જેવા કે ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ વગેરે પણ પ્રકારના પ્રશ્નો ઉપર અલગથી નજર રાખી રહ્યા છે.

રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગો મંત્રી શ્રી પીયુષ ગોયલ કંટ્રોલ રૂમના માધ્યમથી ઉભા થતા પ્રશ્નોની પ્રકૃતિ અંગે અવારનવાર માહિતી લેતા રહે છે અને દેશના પ્રત્યેક ખૂણામાં સામાન્ય જનતા સુધી જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો મળી રહે તેની ખાતરી કરવા માટે જરૂરી પગલાઓ શરુ કરવા માટે તમામ સંલગ્ન લોકોને વિનંતી કરતા રહે છે. DPIITના સચિવ ડૉ. ગુરુપ્રસાદ મોહાપાત્રા પણ તેમના વરિષ્ઠ સહકર્મીઓ સાથે મળીને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાતી તેમની બેઠકો દરમિયાન રાજ્યોમાં પડતર રહેલા પ્રશ્નોની સ્થિતિની નિયમિતપણે સમીક્ષા કરતા રહે છે.

24 માર્ચ 2020ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19 વાયરસના ફેલાવાને અટકાવવા માટેની બાબતને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ તમામ નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓનો પૂરવઠો નિર્બાધ રીતે મળી રહે તે બાબતની ખાતરી કરવા માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

GP/DS



(Release ID: 1619612) Visitor Counter : 210