PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 25 APR 2020 6:48PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 25.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે GOMએ વર્તમાન સ્થિતિ અને કાર્યોની સમીક્ષા કરી

કોવિડ-19 પર મંત્રીઓના જૂથ (GOM)ની 13મી ઉચ્ચસ્તરીય બેઠક આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, તમામ જિલ્લાઓને કોવિડ-19 સામે તેમની કટોકટીની યોજનાઓનું પાલન કરવા અને એને વધારે મજબૂત કરવા જણાવવામાં આવ્યું હતું. જીઓએમને દરેક રાજ્યમાં કોવિડ-19ની સારવાર માટે સમર્પિત હોસ્પિટલોની વિગત સાથે આઇસોલેશન બેડ/વોર્ડ, પીપીઇ, એન95 માસ્ક, દવાઓ, વેન્ટિલેટર, સીલિન્ડર વગેરેની પર્યાપ્તતા વિશે ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી. જીઓએમને એવી જાણકારી પણ આપવામાં આવી હતી કે, અત્યાર સુધી 20.66 ટકાના રિકવરી દર સાથે 5,062 લોકો સાજાં થયા છે. ગઈ કાલથી અત્યાર સુધી 1429 નવા કેસ નોંધાયા હતા. ઉપરાંત કુલ 24,506 લોકો કોવિડ-19 પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618181

 

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ અને મલ્ટી-બ્રાન્ડ મોલની દુકાનો બાદ કરતા અમુક શ્રેણીઓની દુકાનો ખોલવા સંબંધિત આદેશ આપ્યો

વ્યાપારી અને ખાનગી સંસ્થાઓની શ્રેણીમાં મુક્તિ આપતા ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એક આદેશ બહાર પાડીને સંબંધિત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દુકાનો અને સંસ્થાઓ અધિનિયમ અંતર્ગત નોંધાયેલા રહેણાક વિસ્તારો, પડોશ અને એકાંતમાં ચાલતી તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. નગર નિગમો અને નગર પાલિકોઓની હદ બહાર બજાર પરિસરોની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. એકલ અને મલ્ટી-બ્રાન્ડ મોલની દુકાનો ક્યાંય પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618162

 

દુકાનો ખોલવાની મંજૂરી બાબતે ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે: ગ્રામીણ વિસ્તારોમાં શોપિંગ મોલ સિવાય તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે; શહેરી વિસ્તારોમાં તમામ એકલ દુકાનો, પડોશમાં આવેલી દુકાનો અને રહેણાક પરિસરોમાં આવેલી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. બજાર/ બજાર પરિસરોમાં આવેલી દુકાનો અને શોપિંગ મોલમાં આવેલી દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી નથી; આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે, -કોમર્સ કંપનીઓ દ્વારા માત્ર મંજૂરી આપવામાં આવેલી આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ ચાલુ રાખી શકાશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618160

 

ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે કોવિડ-19 અંગે લેવામાં આવેલા પગલાં સંબંધે વીડિયો કોન્ફરન્સ યોજાઇ

ડૉ. હર્ષવર્ધને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડ-19 સામે લડવાની સજ્જતા અને દેશમાં જાહેર આરોગ્ય માટે લેવામાં આવેલા પગલાં અંગે વીડિયો કોન્ફરન્સ (VC)ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે તમામ રાજ્યોએ અત્યાર સુધી કરેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જે જિલ્લાઓમાં કેસની સંખ્યા ઝડપથી બમણી થઇ રહી છે અને જ્યાં વધુ મૃત્યુદર નોંધાયો છે ત્યાં વધુ ધ્યાન આપો. તેમણે રાજ્યોને વિનંતી કરી કે, તેઓ તકેદારી, ઘરે ઘરે સક્રીય કેસો શોધવા, કેસોની વહેલી ઓળખ અને યોગ્ય તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન આપે જેથી દર્દીઓને સમયસર સારવાર મળે અને મૃત્યુદર ઘટે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618299

 

IIT દિલ્હીએ એક મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી, કોવિડ 19ના નિદાન માટે ઓછા ખર્ચની પ્રોબ-ફ્રી કિટ વિકસાવી

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ પ્રોબ-ફ્રી કોવિડ-19 નિદાન કિટ વિકસાવવામાં સંકળાયેલી IIT દિલ્હીના વૈજ્ઞાનિકોની ટીમનું સન્માન કર્યું. ટેસ્ટિંગ કિટ કોવિડ-19 સાથે સંકળાયેલી હેલ્થકેર સેવાઓને સક્ષમ બનાવશે અને સરકારનાં પ્રયાસોને ટેકો આપશે. ટેસ્ટિંગ કિટ આઇસીએમઆર દ્વારા માન્યતાપ્રાપ્ત કોવિડ-19 માટે સૌપ્રથમ પ્રોબ-ફ્રી કિટ છે. આમાં ફ્લોરોસેન્ટ પ્રોબ્સની જરૂર હોવાથી તે સરળતાથી વધારી શકાશે. ટીમ ટૂંક સમયમાં યોગ્ય ઔદ્યોગિક ભાગીદાર સાથે મળીને કીટ પરવડે તેવા ભાવે મોટાપાયે તૈયાર કરવાની યોજનામાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617994

 

સરકાર MSME ને ચુકવણીમાં વિલંબની સમસ્યાનું સમાધાન કરવા અલગ યોજના પર કામ કરી રહી છેઃ શ્રી નીતિન ગડકરી

MSMEને ચુકવણીમાં વિલંબ અંગે શ્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે, સરકાર એમએસએમઇની ચુકવણીમાં વિલંબની સમસ્યાઓનું સમાધાન કરવા અલગ યોજના પર કામ કરી રહી છે, જેમાં એમએસએમઈને ચુકવણી માટે અલગ ફંડ ઊભું કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617999

 

ગ્રામીણ વિકાસ, પંચાયતીરાજ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યના ગ્રામણી વિકાસમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી

મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના (મનરેગા), પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના કામકાજો આગળ વધારવા અંગે ચર્ચા થઇ. મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, કોવિડ-19 પડકારનો ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઉભી કરવા અને ગ્રામીણ આજીવિકાઓનું વૈવિધ્યકરણ પૂરું પાડવામાં તક તરીકે ઉપયોગ કરવો જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618159

 

કિસાન રથમોબાઇલ એપ્લિકેશનને શરૂઆતના એક જ અઠવાડિયામાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂતો અને વેપારીઓને ખાદ્યાન્ન (ધાન્ય, જાડુ અનાજ, કઠોળ વગેરે), ફળ અને શાકભાજી, તેલીબિયા, તેજાના, ફુલો, વાંસ, લાકડાના ઢીમચા અને ગૌણ વન પેદાશો, નાળિયેર વગેરેના પરિવહન માટે હેરફેરની સુવિધા આપવાના આશયથી 17.04.2020ના રોજ કિસાન રથએપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 80,474 ખેડૂતો અને 70,581 વેપારીઓએ આ એપ્લિકેશન પર નોંધણી કરાવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618156

 

નાણાં આયોગે તેની ઍડવાઈઝરી કાઉન્સિલ સાથે બેઠક યોજી

ઍડવાઈઝરી કાઉન્સીલને સભ્યોને એવું જણાયું છે કે કોરોના મહામારીની અસર તથા લૉકડાઉનને કારણે ભારતની સ્થાનિક પ્રવૃત્તિઓમાં મંદી આવી શકે છે. નાણાં સંસ્થાઓના અને બિઝનેસના એકમોના રોકડ પ્રવાહ ઉપર તેની અસર થઈ શકે છે તથા વૈશ્વિક મંદીને કારણે ભારતીય પ્રોડક્ટસની માંગમાં ઘટાડો પણ થઈ શકે છે. આ બેઠકમાં હાજર તમામ એ બાબતે સંમત હતા કે માર્ચ 2020 પહેલાં જીડીપીની વૃધ્ધિનો સાચો અંદાજ જાહેર કરવો જોઈએ અને તેમાં સમગ્રપણે ફેરવિચારણા કરવાની તથા નોંધપાત્ર પ્રમાણમાં અંદાજ નીચો રાખવાની જરૂર છે. એક વખત અર્થતંત્રમાં લૉકડાઉનની પરિસ્થિતિ દૂર થશે એટલે તેમાંથી બહાર આવવાની સ્થિતિ ધીમી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617996

 

પોસ્ટ વિભાગ 500 કિમીથી વધુ લાંબા 22 રૂટ સાથેના રાષ્ટ્રીય માર્ગ પરિવહન નેટવર્ક દ્વારા આવશ્યક ચીજોની ડિલિવરી કરશે

પોસ્ટ વિભાગના વર્તમાન વાહનોના કાફલાની મદદથી માર્ગ પરિવહનનું નેટવર્ક શરૂ કરવાનો વિચાર સામે આવ્યો જેમાં પ્રાથમિકરૂપે શહેરની અંદર ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા વાહનોનો ઉપયોગ સમગ્ર દેશમાં 75 શહેરોને સાંકળી લેતા 34 આંતરરાજ્ય/ અંતરદેશીય શિડ્યૂલ સાથે 500 કિમીથી વધુ લાંબા 22 રૂટ સાથેના રાષ્ટ્રીય માર્ગપરિવહન નેટવર્કંમાં કરવાનો વિચાર આવ્યો. આ પહેલથી હવે પોસ્ટ વિભાગ દેશમાં કોઇપણ સ્થળે આવશ્યક ચીજવસ્તુઓના પાર્સલની હેરફેર કરી શકશે જેથી દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન સુનિશ્ચિત થઇ શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618157

 

શ્રી સંજય ધોત્રે દ્વારા દેશમાં IT સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી

મંત્રીને માહિતી આપવામાં આવી હતી કે 75 મિલીયન લોકો પોતાના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચુક્યા છે. તેમણે આ એપને કોવિડ-19 સામે લડવા માટેના સૌથી મહત્વના સાધન તરીકે અને વૈશ્વિક મહામારીના આ સમય દરમિયાન સામાન્ય જનતા માટે એક જીવાદોરી સમાન ગણાવી. તેમણે આ એપને વધુમાં વધુ લોકો સુધી પહોંચતી કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જણાવ્યું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617988

 

કઠોળના વિતરણની સૌથી મોટી કામગીરી હાલમાં ચાલી રહી છે

દેશમાં અંદાજે 20 કરોડ પરિવારોને ત્રણ મહિના સુધી એક કિલો મફત કઠોળ આપવાની વિરાટ કામગીરી માટે કઠોળના પરિવહન અને મિલિંગની કામગીરી ચાલુ છે. નાફેડ અંદાજે 5.88 લાખ મેટ્રિક ટન કઠોળ 20 કરોડ NFSA પરિવારોને રેશનિંગની દુકાનોએથી ત્રણ મહિના માટે PMGKAY હેઠળ આપશે. આ કામગીરીમાં ચાર અઠવાડિયામાં અંદાજે બે લાક ટ્રકોના ફેરાનું લોડિંગ/ અનલોડિંગ થશે.

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618291

 

શ્રી મનસુખ માંડવિયાએ ભારતીય મેરિટાઇમ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય ચાલુ રાખવાની યોજના અને કોવિડ-19 પછી રીકવરી માર્ગ અંગે ચર્ચા કરી

શ્રી મનસુખ માંડવિયાએ મેરિટાઇમ ક્ષેત્ર ઉદ્યોગના હિતધારકોને ખાતરી આપી હતી કે, ભારતીય બંદરો સામાન્ય સ્થિતિની જેમ જ ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવા માટે તૈયાર છે પરંતુ કોવિડ-19ના કારણે કેટલાક પડકારો ઉભા થયા છે જેને નીતિગત નિર્ણયો દ્વારા ઉકેલી દેવામાં આવશે અને ગંભીરતાથી તેનો અમલ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618009

 

ભારતીય રેલવેમાં કોચનું નિર્માણ શરૂ થયું

કપૂરથલામાં ભારતીય રેલવેના ઉત્પાદન એકમ રેલ કોચ ફેક્ટરી (આરસીએફ)એ રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનના 28 દિવસ પછી 23.04.2020ના રોજ એની ઔદ્યોગિક પ્રક્રિયાઓ ફરી શરૂ કરી છે. કોવિડ-19 સામે સતત લડાઈમાં સલામતીની તમામ સાવચેતીઓ અને ગૃહ મંત્રાલયે આદેશો બહાર પાડીને જાહેર કરેલી માર્ગદર્શિકા તથા સ્થાનિક વહીવટીતંત્રોએ બહાર પાડેલા નીતિનિયમોનું પાલન કરીને ફેક્ટરી ફરી ચાલુ થઈ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618209

 

R&D આધારિત ટેકનોલોજીક ઉકેલો અને ઉત્પાદનો ઉપરાંત CSIR  દ્વારા કોવિડ-19ના નિયંત્રણ માટે હેન્ડ સેનિટાઇઝર, સાબુ અને ડિસઇન્ફેક્ટરન્ટ પૂરા પાડીને પણ રાહત આપવામાં આવી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618289

 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતી ટ્રકો/ લોરી ડ્રાઇવરો માટે આટલું કરવુંઅને આટલું ન કરવુંઅંગે એનિમેશન વીડિયો રજૂ કર્યો કારણ કે તેઓ દેશભરમાં માલની વધતી હેરફેરનું કામ સંભાળે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618294

 

 

રોટરી ક્લબ ઓફ દિલ્હી હેરીટેજે PIBના સહયોગથી ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા 50,000 ફેસ માસ્ક પૂરા પાડ્યા; લૉકડાઉનના સમયમાં ઘરેથી સીવણકામ કરતી મહિલાઓએ ફેસ માસ્ક તૈયાર કર્યા; PIBના અગ્ર મહાનિદેશકે માસ્કનું વિતરણ કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618196

 

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618176

 

પ્રવાસન મંત્રાલય દ્વારા "દેખો અપના દેશ" સિરિઝના 8મા વેબીનારનું "પૂર્વોત્તર ભારત- વિશિષ્ઠ ગામડાંનો અનુભવ કરો" વિષયે આયોજન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618215

 

આવકવેરા ન્યાયપંચ, ITAT, દ્વારા પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી યોજાઇ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617991

 

પીંપરી- ચિંચવડ કોરોના વાયરસ વૉર રૂમ ટેકનોલોજીનો તથા ઉપયોગમાં લેવાયેલા ડેટાનો ઉપયોગ અસરકારક નિર્ણય કરવામાં સહાય કરે છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617984

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 20% છે જ્યારે ચંદીગઢમાં દર્દીઓના સાજા થવાનો દર 56% છે. ચંદીગઢ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી ઝડપી રીકવરીમાં ત્રીજા સ્થાને છે. ચંદીગઢમાં કોરોનાના કેસોની સંખ્યા બમણી થવાનો દર 30.26 દિવસ છે; જ્યારે દેશમાં દર સરેરાશ 8.6 દિવસ છે. જેલમાં કેદીઓના પરીક્ષણ માટે વિશેષ કવાયત કરવામાં આવી જેથી જેલ પરિસરમાં કોવિડ-19નો ફેલાવો થાય નહીં.
  • પંજાબ: મુખ્યમંત્રીએ ઉદ્યોગ વિભાગ અને DC હેઠળ કાર્યરત જિલ્લા ઔદ્યોગિક કેન્દ્રોને ફરી ખોલવા માટે યોગ્યતા ધરાવતા તમામ ઔદ્યોગિક એકમોને અરજી કર્યાના 12 કલાકમાં કર્ફ્યૂ પાસ પુરા પાડીને ફરી ખોલવાની મંજૂરી આપવા કહ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પંજાબમાં સૌથી નાની વયની મહિલા સરપંચ પલ્લવી ઠાકુર સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશના ખેડૂતો જેમાં ખાસ કરીને પંજાબના ખેડૂતોએ દેશમાં ખાદ્યાન્નનો જથ્થો પૂરો પાડવામાં નિઃસ્વાર્થ કામ કર્યું છે.
  • હરિયાણા: કટોકટીના સમયમાં, હરિયાણા સરકારના કોવિડ-19 કંટ્રોલ રૂમ દ્વારા લોકોને રાજ્ય સંબંધિત ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવે છે જેથી તેઓ હેલ્પલાઇન પર કૉલ કરીને પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. વર્તમાન કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને, હરિયાણા સરકારે હવે ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી માસિક ધોરણે ટ્યુશન ફી લે.
  • હિમાચલ પ્રદેશ: વિદ્યાર્થીઓને ઘરે રહીને અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હર ઘર પાઠશાલા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેથી રાજ્યમાં કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા કર્ફ્યૂ દરમિયાન તેમના અભ્યાસમાં કોઇ વિક્ષેપ પડે નહીં. અંતર્ગત, મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય તેમ માટે બહુવિધ કાર્યક્રમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધોરણ X અને XII પર ધ્યાન કેન્દ્રિત કરીને દૂરદર્શન સીમલા પર દરરોજ ત્રણ કલાકનો સ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત, શિક્ષકો દ્વારા વોટ્સએપ અને કેન્દ્રીયકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન વર્ગો પણ યોજવામાં આવે છે.
  • અરુણાચલ પ્રદેશ: સરકારે ખાદ્ય પ્રસંસ્કરણ અને કોટેજ ઉદ્યોગ પરથી લૉકડાઉન પ્રતિબંધો હટાવી લીધા.
  • મણીપૂર: સત્તાધીશો રમજાન દરમિયાન સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે તમામ સાવચેતીઓ લઇ રહ્યા છે.
  • મિઝોરમ: કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે આસામ- મિઝોરમ સરહદે વૈરેંગ્યે ખાતે આવશ્યક ચીજોની ટ્રકોની ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી.
  • નાગાલેન્ડ: દીમાપૂરના મુસ્લિમ કાઉન્સિલે સમુદાયના સભ્યોને રમજાન મહિના દરમિયાન સામાજિક અંતરનું મહત્વ સમજવા અપીલ કરી. આથી છત પર, પાર્કિંગમાં અને એપાર્ટમેન્ટ વગેરે જગ્યાએ નમાઝ--તવારીહ યોજવાનું કહ્યું. નાગાલેન્ડ રાજ્ય સત્તાધીશો શાળામાં શનિવારને કામકાજનો દિવસ કરશે જેથી કોવિડ-19ના કારણે વર્ગોમાં પડેલી ખોટ પૂરી શકાય.
  • સિક્કીમ: આરોગ્ય મંત્રી ડૉ. એમ. કે. શર્માએ કોવિડ-19નો સામનો કરવા રાંગપો ખાતે RT-PCR માટે મોબાઇલ ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યું
  • કેરળ: રાજ્યમાં રેડ ઝોન સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં આજથી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી. રાજ્યમાં 7 નવા સ્થળો હોટસ્પોટ જાહેર કરાયા. રાજ્યએ કોવિડ મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના કેન્દ્રના પ્રયાસોની પ્રશંસા કરી. અર્નાકૂલમમાં 6000 ઘરો અને ફ્લેટ વિદેશથી પાછા આવી રહેલા લોકો માટે ક્વૉરેન્ટાઇન સુવિધામાં રૂપાંતરિત કરવા તૈયાર. ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા: 450, સાજા થયા: 331, સક્રીય કેસ: 116.
  • તામિલનાડુ: ચેન્નઇ સહિત 5 શહેરોમાં રવિવારથી સંપૂર્ણ લૉકડાઉનના કારણે ચેન્નઇમાં રહેવાસીઓ ગભરાટમાં આવી ચીજવસ્તુઓ ખરીદવા દોડ્યા. પુડુચેરીમાં કોવિડ દર્દીના 18 વર્ષીય પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો. સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ સંખ્યા 9 થઇ જેમાંથી 4 કેસ સક્રીય છે. મુખ્યમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રીને વિનંતીપત્ર લખ્યો કે તામિલનાડુના 559 મુસ્લિમોએ મરકઝ કાર્યક્રમમાં ભાગ લીધા પછી હાલમાં તેઓ દિલ્હીમાં ક્વૉરેન્ટાઇનમાં છે તેમની સંભાળ રાખે. ગઇકાલ સુધીમાં કુલ કેસ: 1755, મૃત્યુ: 22, સાજા થયા: 866, ચેન્નઇમાં સૌથી વધુ 452 કેસ.
  • કર્ણાટક: આજે 15 નવા કેસની પુષ્ટિ થઇ. બેંગલોરમાં 6, બેલાગાવીમાં 6, ચિક્કાબલ્લાપુરમાં 1, માંડ્યામાં 1 અને દક્ષિણ કન્નડમાં 1. બેંગલુરુ શહેરના એક પત્રકારને ચેપ લાગ્યો. કુલ કેસ 489 થયા. અત્યાર સુધીમાં 18નાં મૃત્યુ અને 153ને સાજા થતા રજા આપવામાં આવી.
  • આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 61 નવા કેસ નોંધાયા; કુર્નૂલ અને ક્રિશ્નામાં બે મૃત્યુ નોંધાયા. અત્યાર સુધી શૂન્ય કેસ ધરાવતા શ્રીકકુલમમાં 3 પોઝિટીવ કેસ નોંધાયા. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસ: 1016, સક્રીય કેસ: 171, મૃત્યુ: 31, પરીક્ષણ કરાયા: 61,266. રાજ્યમાં હાઇ એલર્ટ પર કુર્નૂલ (275), ગુંતૂર (209), ક્રિશ્ના (127) અને ચિત્તૂર (73) જ્યાં કુલ કેસોમાંથી 66% કેસ નોંધાયા છે.
  • તેલંગાણા: કોવિડ-19ની સ્થિતિનું આકલન કરવા અને મહામારીને રોકવા માટે રાજ્ય સરકારને જરૂરી નિર્દેશો આપવા માટે આજે આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમ હૈદરાબાદ આવી પહોંચી. ઓછામાં ઓછા 15 સાજા થયેલા દર્દી જ્યારે પણ જરૂર હોય ત્યારે પ્લાઝમા આપવા તૈયાર. તેલંગાણાના અંદાજે 30% જિલ્લાને સરકારે કોવિડ-19 મુક્ત જાહેર કર્યા. હાલમાં તેલંગાણામાં કોઇ નવો કેસ નોંધાયો નથી. પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 983. સક્રીય કેસ 663
  • જમ્મુ અને કાશ્મીર: છેલ્લા 24 કલાકમાં 1071 નમૂનાનું પરીક્ષણ કરવામં આવ્યું. આજે નવા 40 કેસ પોઝિટીવ નોંધાય જે તમામ કાશ્મીરના છે. હવે કુલ પોઝિટીવ કેસની સંખ્યા 494 થઇ. જમ્મુ -57, કાશ્મીર – 437, કુલ મૃત્યુ- 6.

 

 

 

PIB FACTCHECK

 

​​​​​​​


(Release ID: 1618304)