ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

શ્રી સંજય ધોત્રે દ્વારા દેશમાં IT સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી


75 મિલીયન લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચુક્યા છે

Posted On: 24 APR 2020 6:16PM by PIB Ahmedabad

ઇલેક્ટ્રોનીક્સ અને IT, કમ્યુનિકેશન અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શ્રી સંજય ધોત્રે દ્વારા આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19 લોકડાઉનના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Meity)ના વિવિધ વિભાગો અને એકમો દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલોની સમીક્ષા કરવામાં આવી. મંત્રીએ હાથ ધરવામાં આવેલ જુદા જુદા પગલાઓ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિભાગોને સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરીને દેશની સેવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીને માહિતી આપવામાં આવી હતી કે 75 મિલીયન લોકો પોતાના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચુક્યા છે. તેમણે એપને કોવિડ-19 સામે લડવા માટેના સૌથી મહત્વના સાધન તરીકે અને વૈશ્વિક મહામારીના સમય દરમિયાન સામાન્ય જનતા માટે એક જીવાદોરી સમાન ગણાવી. તેમણે એપને વધુમાં વધુ લોકો સુધી પહોંચતી કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જણાવ્યું.

મંત્રી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને IT ઇનેબલ્ડ સેવાઓ (ITES) ક્ષેત્ર ઉપર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે અને લોકડાઉન બાદ ક્ષેત્રોને ધીમે ધીમે ખોલવા વિષે તેમણે મુખ્ય અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ હાથ ધરી હતી. તેમણે અધિકારીઓ અને હિતધારકોને IT ઉપાયો અને સેવાઓ રીતે શોધી કાઢવા જણાવ્યું કે પ્રકારના કપરા સમય દરમિયાન સામાન્ય માણસોને સૌથી વધુ લાભપ્રદ બની શકે. તેમણે દેશમાં તમામ ક્ષેત્ર માટે કરોડરજ્જુ તરીકે ITની અત્યંત મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંકટના સમયમાં ભારત સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બહુઆયામી નેતૃત્વમાં અથાકપણે કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું કે માનવતાની સેવા કરવાની જે ઐતિહાસિક તક આપણને મળી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અને સામાન્ય જનતાને રાહત આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ.

સમગ્ર દેશમાં CSCsના ઘણા વિશાળ નેટવર્કનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે તેમની સેવાઓનો ઉપયોગ સંકટની ક્ષણો દરમિયાન ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ટેલી મેડિસીન સેવાઓ પૂરી પાડવા માટે પણ કરી શકાય. એવા લોકોને જરૂરી ઘણી રાહત આપશે કે જેઓ લોકડાઉનના સમયગાળા દરમિયાન મેડીકલ સેવાઓ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

 

GP/DS


(Release ID: 1617988) Visitor Counter : 316