માનવ સંસાધન વિકાસ મંત્રાલય
IIT દિલ્હીએ એક મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી, કોવિડ 19ના નિદાન માટે ઓછા ખર્ચની પ્રોબ-ફ્રી કિટ વિકસાવી
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ પ્રોબ-ફ્રી કોવિડ-19 નિદાન કિટ વિકસાવવામાં સંકળાયેલી IIT દિલ્હીના વૈજ્ઞાનિકોની ટીમનું સન્માન કર્યું
ટેસ્ટિંગ કિટ કોવિડ-19 સાથે સંકળાયેલી હેલ્થકેર સેવાઓને સક્ષમ બનાવશે અને સરકારનાં પ્રયાસોને ટેકો આપશેઃ કેન્દ્રીય માનવસંસાધન વિકાસ મંત્રી
ટેસ્ટિંગ કિટ આઇસીએમઆર દ્વારા માન્યતાપ્રાપ્ત કોવિડ-19 માટે સૌપ્રથમ પ્રોબ-ફ્રી કિટ છે
કોવિડ 19 ટેસ્ટિંગ કિટ આઇઆઇટી દિલ્હીએ બનાવી છે, જે મેક ઇન ઇન્ડિયા પહેલને અનુરૂપ છે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
Posted On:
24 APR 2020 6:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય માનવસંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ આજે કોવિડ 19નાં પરીક્ષણ માટે ફ્રી રિયલ-ટાઇમ પીસીઆર ડાઇગ્નોસ્ટિક કિટના વિકાસમાં સંકળાયેલી આઇઆઇટી દિલ્હીના વિજ્ઞાનીઓની ટીમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે એમએચઆરડીનાં સચિવ શ્રી અમિત ખરે, એમએચઆરડીનાં અધિક સચિવ શ્રી રાકેશ સર્વાલ, આઇઆઇટી દિલ્હીના ડાયરેક્ટર શ્રી રામગોપાલ રાવ તથા પ્રોફેસર વિવેકાનંદ પેરુમલ અને પ્રોફેસર મનોજ મેનનના નેતૃત્વમાં આઇઆઇટી દિલ્હીના વિજ્ઞાનીઓની ટીમ ઉપસ્થિત હતી.
https://twitter.com/DrRPNishank/status/1253636361896132609?s=19
https://twitter.com/DrRPNishank/status/1253656017059098625?s=19
https://twitter.com/DrRPNishank/status/1253637288019415040?s=19
https://twitter.com/DrRPNishank/status/1253637291060289538?s=19
આ પ્રસંગે એચઆરડી મંત્રીએ જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19નો સામનો કરવા વિજ્ઞાનીઓ, વિદ્યાર્થીઓ અને સંશોધકોને આગળ આવવા અપીલ કરી છે અને એમની અપીલ પર સારો પ્રતિસાદ મળ્યો છે. એચઆરડી મંત્રાલય અંતર્ગત આવતી ટોચની તમામ સંસ્થાઓ આગળ આવી હતી અને પ્રશંસનીય કામગીરી કરી છે તથા કોવિડ-19ને કારણે ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા તેમની શ્રેષ્ઠ ક્ષમતા પ્રદાન કરી છે. શ્રી પોખરિયાલે જણાવ્યું છે કે, આપણા પ્રધાનમંત્રીને હંમેશા આશા છે કે, આપણે આપણી પોતાની ક્ષમતા વિકસાવવી જોઈએ અને આપણે દુનિયા પર નિર્ભર ન રહેવું જોઈએ. એટલે આપણી સંસ્થાઓ, ખાસ કરીને આઇઆઇટી સંસ્થાઓની ક્ષમતા અને સંશોધનનાં ઊંચા ધારાધોરણોને ધ્યાનમાં રાખીને રોગચાળાની શરૂઆતથી કોવિડ-19 સામે લડવા સંશોધન કરવા અને નવીન પહેલો હાથ ધરવામાં આવી છે.
જ્યારે શ્રી પોખરિયાલે વિજ્ઞાનીઓની ટીમનું સન્માન કર્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે, એચઆરડી મંત્રાલયને તમામ સંસ્થાઓ, સંશોધકો, શિક્ષાવિદો, ફેકલ્ટીના સભ્યો અને વિદ્યાર્થીઓ પર અતિ ગર્વ છે, જેઓ સંપૂર્ણ લોકડાઉનના સમયે કોવિડ-19ના રોગચાળામાંથી ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન લાવવા અવિરતપણે કામ કરી રહ્યાં છે. કોવિડ 19નો સામનો ભારતની સાથે સાથે સમગ્ર માનવજાત કરી રહી છે.
મંત્રીએ ભારતનાં લોકો માટે અતિ ઓછા ખર્ચે પરીક્ષણ કિટ વિકસાવવામાં આઇઆઇટી દિલ્હીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ કિટ હેલ્થકેર સેવાઓને સક્ષમ બનાવવાની સાથે કટોકટીનાં સમયમાં સરકારને ટેકો પણ આપશે. તેમણે આઇઆઇટી દિલ્હી કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિસ (કેએસબીએસ)ના સંશોધકોને કોવિડ-19 માટે નિદાન મૂલ્યાંકન વિકસાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં, જેને હવે આઇસીએમઆર દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે, 100 ટકાની સંવેદનશીલતા અને ચોકસાઈ સાથે આઇસીએમઆરમાં આ મૂલ્યાંકન કિટને માન્યતા આપવામાં આવી છે. એનાથી આઇઆઇટીડી પ્રથમ શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે, જેને રિયલ-ટાઇમ પીસીઆર આધારિત નિદાન કિટ માટે આઇસીએમઆરની માન્યતા મળી છે.
શ્રી પોખરિયાલે એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, એચઆરડી મંત્રાલય તેમની સંશોધનાત્મક પહેલો માટે સંસ્થાઓને શક્ય તમામ સહકાર પ્રદાન કરશે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનાં પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયાની સરકારની પહેલને અનુરૂપ છે. શ્રી પોખરિયાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનનો પણ ટેકનોલોજી અને સંશોધનને માન્યતા આપવા બદલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પ્રયાસો માટે આભાર માન્યો હતો.
શ્રી રામગોપાલ રાવે મંત્રીને જાણકારી આપી હતી કે, કોવિડ-19 માટે પ્રથમ પ્રોબ-પ્રી મૂલ્યાંકનને આઇસીએમઆર દ્વારા માન્યતા આપવામાં આવી હતી તથા સંપૂર્ણ પરીક્ષણ માટે સચોટ અને અતિ વાજબી છે. આ નિદાન પદ્ધતિનો વ્યાપ સરળતાપૂર્વક વધારી શકાશે, કારણ કે આ માટે ફ્લોરેસન્ટ ચકાસણીની જરૂર નથી. ટીમે કિટનું વાજબી કિંમતે મોટા પાયે ઉત્પાદન કરવાની યોજના બનાવી છે, જે માટે ટૂંક સમયમાં અનુકૂળ ઔદ્યોગિક પાર્ટનર્સ પસંદ કરવામાં આવશે.
સંશોધન ટીમમાં આઇઆઇટીના પ્રશાંત પ્રધાન (પીએચડી સ્કોલર), આશુતોષ પાંડે (પીએચડી સ્કોલર), પ્રવીણ ત્રિપાઠી (પીએચડી સ્કોલર), ડૉ. અખિલેશ મિશ્રા, ડૉ. પારુલ ગુપ્તા, ડૉ. સોનમ ધમિજા, પ્રોફેસર વિવેકાનંદ પેરુમલ, પ્રોફેસર મનોજ બી મેનન, પ્રોફેસર બિશ્વજીત કુંદુ, પ્રોફેસર જેમ્સ ગોમ્સ સામેલ છે.
GP/DS
(Release ID: 1617994)
Visitor Counter : 319