આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

પીંપરી- ચિંચવડ કોરોના વાયરસ વૉર રૂમ ટેકનોલોજીનો તથા ઉપયોગમાં લેવાયેલા ડેટાનો ઉપયોગ અસરકારક નિર્ણય કરવામાં સહાય કરે છે

Posted On: 24 APR 2020 6:21PM by PIB Ahmedabad

એક કોરોના વાયરસ વૉર રૂમ પીસીએમસી ખાતે સ્થાપવામાં આવેલો છે, જે શહેરમાં કોરોના વાયરસની સ્થિતિનુ ધ્યાન રાખીને પરિસ્થિતિનું મોનિટરીંગ કરે છે. સ્માર્ટ સીટી મિશન હેઠળ ટેકનોલોજી સોલ્યુશન્સ અપનાવવામાં આવ્યાં છે, જેમાં ડેટા એકત્ર કરીને તથા તેને વ્યવસ્થિત ગોઠવીને તેનું વિગતવાર વિશ્લેષણ કરીને તેમાં પગલાં લેવા લાયક સ્થિતિ તપાસીને ઝડપી નિર્ણયો લેવામાં આવે છે.

વૉર રૂમમાં નીચે મુજબની કામગીરીઓ હાથ ધરવામાં આવે છેઃ

 

આરોગ્ય તથા દર્દીઓની સ્થિતિ ચકાસતું ડેશબોર્ડ : પીસીએમ એસ ખાતે એક ડેશબોર્ડ વિકસાવવામાં આવ્યું છે કે જે કોરોના વાયરસ સંબંધિત વિવિધ કેસની ટેસ્ટીંગ તથા આરોગ્ય વ્યવસ્થાની રિયલ ટાઈમ માહિતી આપે છે. દરેક હૉસ્પિટલ એક સમર્પિત ઓનલાઈન વ્યવસ્થા મારફતે ડેશબોર્ડથી જોડાયેલુ છે. દરેક હોસ્પિટલ તેમાં માહિતી પૂરી પાડે છે અને માહિતીને આઈસીસી ખાતે રિયલ ટાઈમ ધોરણે અપડેટ કરતા રહેવામાં આવે છે. ડેશબોર્ડ 10 હૉસ્પિટલના કોરોના વાયરસની સારવારના ડેટા નિયમિત પૂરા પાડે છે અને તેના આધારે પથારીની સંખ્યા, સેમ્પલ ટેસ્ટીંગ, પોઝિટિવ અને કવોરેન્ટાઈન કેસ અંગેની માહિતી ઉપલબ્ધ રહે છે.

 

કોરોના વાયરસ (કોવિડ-19) જીઆઈએસ ડેશબોર્ડ: એક સ્થળ આધારિત માહિતી પધ્ધતિ છે, જે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકોને જીયો ટેગ કરવામાં ઉપયોગમાં લેવાય છે (જે નકશામાં પર્પલ કલરના ડોટ મારફતે દેખાડાય છે). કોરોના વાયરસ પોઝીટીવ વ્યક્તિઓનું છેલ્લું લોકેશન લાલ મીંડાથી દર્શાવવામાં આવ્યું છે, એરિયા કોર્ડનીંગ (કાળી રેખાઓ), લેન ક્લોઝર વગેરે દર્શાવાય છે. એક વખત દર્દી કોરોના વાયરસ પોઝીટીવ હોવાની જાણ થાય એટલે ડેશબોર્ડમાં છેલ્લા ક્યાં રોકાયો હતો તેની નોંધ કરવામાં આવે છે. સમાન પ્રકારે તમામ હોમ ક્વોરેન્ટાઈન કરેલા લોકોની નકશામાં નોંધ રખાય છે. માહિતીનો ઉપયોગ એક હીટ મેપ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેને આધારે હાઈ રીસ્કથી માંડીને લોએસ્ટ એરિયા નક્કી થાય છે. ડેશબોર્ડનો ઉપયોગ કોરોના વાયરસ કેસના એપી સેન્ટરની ઓળખ માટે પણ થાય છે, જેના આધારે આરોગ્ય વિભાગને તાત્કાલિક ધોરણે ડીસઈન્ફેક્ટન્ટ છાંટવામાં સહાય થાય છે. માહિતીનો ઉપયોગ તબીબી વિભાગ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને બહાર મોકલવા માટે કરે છે અને ઘેર ઘેર સર્વે ઝૂંબેશ ચલાવીને વધુ કેસ હોય તો નોંધવામાં આવે છે. ભૌગોલિક માહિતી ને આધારે રોગનો વ્યાપ વધ્યો છે કે નહીં તે જાણી શકાય છે. જીઆઈએસ ડેશબોર્ડ અને સીટી સર્વેલન્સ ડેશબોર્ડ સમગ્ર શહેરને આવરી લે છે.

 

સીટી સર્વેલન્સ ડેશબોર્ડઃ પીસીએમસીના ક્ષેત્રમાં 85 સર્વેલન્સ કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જે 298 પોઈન્ટની વિગતો આપે છે અને પ્રવૃત્તિઓનું મોનિટરીંગ કરે છે. સર્વેલન્સનું એક ડેસબોર્ડ આઈસીસી ખાતે સ્થાપવામાં આવ્યું છે અને તેનું પીસીએમસી અને પીમ્પરી-ચીંચવડ પોલિસ મારફતે સંયુક્તપણે મોનિટરીંગ કરવામાં આવે છે. પીસીએમસી તરફથી વિડીયો વિશ્લેષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. તે 3 થી વધુ લોકો એકત્ર થયા હોય તો કોઈપણ સ્થળે સર્વેલન્સ કેમેરા મારફતે ટોળુ એકઠું થયાની સમજથી એલર્ટ કરે છે. આવી સમાન પ્રકારની દરમ્યાનગિરીઓનો ઉપયોગ કરીને પધ્ધતિનો અમલ કરવામાં આવે છે.

 

સારથી હેલ્પલાઈન ડેશબોર્ડઃ પીસીએમસી પાસે એક સમર્પિત હેલ્પલાઈન પ્લેટફોર્મ છે, જેને સારથી (સિસ્ટમ ઓફ આસિસ્ટીંગ રેસિડેન્ટ એન્ડ ટુરિસ્ટ થ્રુ હેલ્પલાઈન ઈન્ફોર્મેશન) નામ આપવામાં આવ્યું છે, જેમાં નાગરિકો સર્વિસ ડીલીવરી અંગે વિનંતી કરી શકે છે. હેલ્પલાઈન મારફતે મળેલા તમામ કોલ ઓડિયો ફાઈલમાં સાચવીને તેનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે છે અને તેની જાળવણી તારીખ, પ્રકાર અને વિનંતી મુજબ કરવામાં આવે છે. એક સારથી ડેશબોર્ડ આઈસીસીસી ખાતે સ્થાપવામાં આવ્યું છે, જેમાં નાગરિકોની મહત્વની વિનંતીઓ અને ફરિયાદોનુ વિશ્લેષણ કરવામાં આવે છે. ફરિયાદની સ્થિતિ અંગેની નોંધ પણ હોય છે, તથા ઝોન મુજબ વિનંતી અને ફરિયાદો નોંધવામાં આવે છે.

 

માત્ર બે અઠવાડિયાના ગાળામાં પીસીએમસી સ્માર્ટ સારથી એપ્લિકેશનના 30,000 થી વધુ ડાઉનલોડ થયા છે. તેના ટ્વીટર ફોલોઅર્સની સંખ્યા ત્રણ ગણી અને ફેસબુક ફોલોઅર્સની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વૉર રૂમમાંથી કોરોના વાયરસના દર્દીઓ અને ક્વોરેન્ટાઈન કરવામાં આવેલી વ્યક્તિઓની તપાસ રાખવામાં આવે છે.

 

GP/DS



(Release ID: 1617984) Visitor Counter : 174