ગૃહ મંત્રાલય

દુકાનો ખોલવાની મંજૂરી બાબતે ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Posted On: 25 APR 2020 11:34AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લૉકડાઉનના પગલાં દરમિયાન દુકાનો ખોલવાની મંજૂરી આપવા બાબતે સંકલિત સુધારેલી માર્ગદર્શિકામાં સુધારા અંગે ગઇકાલે આદેશ બહાર પાડ્યો હતો.

(https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1618049)

 

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે:

  • ગ્રામીણ વિસ્તારોમાં શોપિંગ મોલ સિવાય તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે.
  • શહેરી વિસ્તારોમાં તમામ એકલ દુકાનો, પડોશમાં આવેલી દુકાનો અને રહેણાક પરિસરોમાં આવેલી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. બજાર/ બજાર પરિસરોમાં આવેલી દુકાનો અને શોપિંગ મોલમાં આવેલી દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી નથી.

 

આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે, -કોમર્સ કંપનીઓ દ્વારા માત્ર મંજૂરી આપવામાં આવેલી આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ ચાલુ રાખી શકાશે.

અહીં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, દારુ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કોવિડ-19 વ્યવસ્થાપન માટે નિર્દિષ્ટ રાષ્ટ્રીય દિશાનિર્દેશોમાં હજુ પણ પ્રતિબંધિત રહેશે.

 

સંકલિત સુધારેલી માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર, દુકાનો ગ્રામીણ અથવા શહેરી વિસ્તારોમાં જ્યાં પણ સંબંધિત રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ચેપગ્રસ્ત ઝોન જાહેર કરવામાં આવ્યા હોય ત્યાં ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી નથી.

 

 

 

 

GP/DS(Release ID: 1618160) Visitor Counter : 399