PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 20 APR 2020 6:25PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 20.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં કોવિડ-19ના કુલ 17,265 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 2547 એટલે કે કુલ કેસમાં 14.75% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19ના કારણે દેશમાં કુલ 543 લોકોનાં મૃત્યુ થયા છે. કોવિડ-19ના કેસો બમણો થવાનો દર છેલ્લા સાત દિવસના કેસોના આધારે ગણવામાં આવે છે જે સુચવે છે કે, ભારતનો લૉકડાઉનના એક અઠવાડિયા પહેલાં કેસ બમણા થવાનો દર 3.4 હતો અને 19 એપ્રિલ 2020ના રોજ સુધરીને 7.5 થયો છે (છેલ્લા સાત દિવસ માટે).

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616525

 

કોવિડ-19ના યુગમાં જીવન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લિન્ક્ડઇન પર યુવાનો અને વ્યાવસાયિકોને રસ પડે એવા વિચારો અંગે વિસ્તાર પૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આજે દુનિયા એક નવા વ્યાવસાયિક મોડેલને અપનાવી રહી છે. ભારત, એક યુવા દેશ છે જે નવીનતમ જુસ્સા માટે જાણીતો છે, તે કામકાજની નવી સંસ્કૃતિ પૂરી પાડવામાં નેતૃત્વ કરી શકે છે." પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, હું નીચેની ખાસિયતો કે સ્વરો- એડપ્ટિબલિટી, એફિસિએન્સી, ઇન્ક્લુઝિવિટી, ઓપર્ચ્યુનિટી અને યુનિવર્સલિઝમ- નવી બિઝનેસ અને કાર્યશૈલીને નવેસરથી પરિભાષિત કરશે એવું માનું છું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616185

 

કોવિડ-19 સામે અસરકારક રીતે લડવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાજ્યોના પ્રયાસો વધારવા માટે 6 આંતર-મંત્રાલય ટીમોની રચના કરી

કેન્દ્ર સરકારે 6 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT) ટીમની રચના કરી છે જેમાંથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર માટે બે-બે ટીમ અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન માટે એક-એક ટીમની રચના કરવામાં આવી છે. ટીમો સ્થળ પર જઇને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને કોઇપણ સમસ્યા હશે તો તેના નિવારણ માટે રાજ્ય સત્તામંડળને જરૂરી સૂચનો આપશે તેમજ સામાન્ય જનતાના વ્યાપક હીતમાં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616366

 

આવશ્યક ચીજવસ્તુઓ માટે -કોમર્સ સહિત સંપૂર્ણ પૂરવઠા સાંકળ સરળતાથી ચાલે તે રાજ્યો અચૂક સુનિશ્ચિત કરે

ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંબંધે સંદેશાવ્યવહાર કર્યો છે અને તેમને વિનંતી કરી છે કે, સંદર્ભે તમામ ફિલ્ડ એજન્સીઓને સ્પષ્ટતા કરવામાં આવે અને સામાન્ય લોકોમાં પણ અંગે પૂરતી માહિતી ફેલાવવામાં આવે જેથી -કોમર્સ સહિત આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ પૂરવઠા સાંકળ સરળતાથી ચાલી શકે તે સુનિશ્ચિત થાય. એવો પણ સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના અનુપાલનમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા/ આદેશોમાં સાચી પરિસ્થિતિને અનુલક્ષીને સુધારો થઇ શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616176

 

કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે સરકારે મહત્વપૂર્ણ માનવ સંસાધનોનો ઑનલાઇન ડેટા પૂલ શરૂ કર્યો

કેન્દ્ર સરકારે રાજ્ય, જિલ્લા અને નગરપાલિકાના સ્તરે પાયાના સ્તરે વહીવટીતંત્રને ઉપયોગમાં લઇ શકાય તેમ માટે https://covidwarriors.gov.in પર આયુષ તબીબો સહિત તમામ તબીબો, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સ, NYK, NCC NSS, PMGKVY, નિવૃત્ત સૈન્યદળ કર્મચારીઓ વગેરે સ્વયંસેવકોનો ઑનલાઇન ડેટા તૈયાર કર્યો છે. માહિતી એક ડૅશબોર્ડ પર અપલોડ કરવામાં આવી છે જેને નિયમિત ધોરણે અપડેટ કરવામાં આવે છે. કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે જરૂરી માનવ સંસાધોનની માહિતી આમાં આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616372

 

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે પગલાંની ચર્ચા કરવા G-20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાઇ

9 દેશોની સરકારો અને યુરોપિયન સંઘ (ઈયુ)ના આંતરરાષ્ટ્રીય ફોરમ જી20 દેશોના આરોગ્ય મંત્રીઓની વીડિયો કોન્ફરન્સ દરમિયાન આજે ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડ-19 રોગનો સામનો કરવા માટે પારસ્પરિક સહયોગ અને પરસ્પર સમ્માન સાથે ઉપયોગી ભાગીદારી સ્થાપિત કરીએ. ડૉ. હર્ષવર્ધને પૂનરોચ્ચાર કર્યો હતો કે, વૈશ્વિક આરોગ્ય એજન્ડાને ભારતનું સમર્થન છે અને તેમણે કહ્યું કે, "કોવિડ-19ને ખતમ કરવા માટે સંયુક્ત પ્રયાસોમાં જી-20 સભ્ય દેશો સાથે કામ કરવા માટે ભારત તત્પર છે."

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616402

 

કોવિડ-19 લોકડાઉન છતાં ખેડૂતોની માગ પૂર્ણ કરવા ખાતરનું ઉત્પાદન અને પરિવહન યથાવત્

17 એપ્રિલનાં રોજ પ્લાન્ટ અને પોર્ટમાંથી ખાતરની સૌથી વધુ 41 રેક રવાના કરવામાં આવી, જે લોકડાઉન દરમિયાન કોઈ પણ દિવસમાં સૌથી વધુ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616188

 

લૉકડાઉન દરમિયાન પૂર્વોત્તરના પ્રદેશમાં FCIની કામગીરી

લૉકડાઉનના 25 દિવસ દરમિયાન FCI દ્વારા 158 ટ્રેનમાં 4,42,000 મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો પૂર્વોત્તરના પ્રદેશમાં મોકલવામાં આવ્યો જે સામાન્ય દિવસોમાં તેના દર મહિનાના 80 ટ્રેનના સરેરાશ પરિવહન કરતા બમણો જથ્થો છે. પૂર્વોત્તરના પ્રદેશોમાં અંતરિયાળ વિસ્તારોમાં રેલવેની હેરફેરમાં મોટાપાયે માર્ગ પરિવહનની પૂરક સેવા મળી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616375

 

પ્રધાનમંત્રી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહીમ મોહમ્મદ સોહીલ વચ્ચે આજે ટેલીફોન પર વાર્તાલાપ થયો હતો. બંને નેતાએ પોતાના દેશમાં કોવિડ-19ના ચેપ અને તેની વર્તમાન સ્થિતિ અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા. સાર્ક દેશો વચ્ચે સંમતિ સાધવામાં આવેલી સંકલન પદ્ધતિઓનું સક્રીયતાપૂર્વક અમલીકરણ થઇ રહ્યું છે તે અંગે બંનેએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616363

 

સૈન્યએ નારેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્રને મદદ કરી

દિલ્હીમાં આવેલું નારેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્ર દેશમાં કોવિડ શંકાસ્પદ કેસોનું વ્યવસ્થાપન કરતા સૌથી મોટા કેન્દ્રોમાંથી એક છે. કેન્દ્રની સ્થાપના દિલ્હી સરકાર દ્વારા માર્ચ 2020ના મધ્યમાં કરવામાં આવી હતી. સૈન્યના ડૉક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ નારેલા ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં 01 એપ્રિલ 2020થી નાગરિક વહીવટીતંત્રને મદદ કરી રહ્યો છે. 16 એપ્રિલ 2020થી સૈન્યની ટીમે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સુવિધાનું સંચાલન કરવા માટે પગલાં લઇને દિલ્હી સરકારના ડૉક્ટરો અને મેડિટલ સ્ટાફને રાહત આપી છે જેથી તેમણે માત્ર રાત્રિના સમયે સુવિધાનું વ્યવસ્થાપન કરવું પડે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616371

માર્ગ મંત્રાલયે પોતાની વેબસાઈટ ઉપર ઢાબાઓ અને ટ્રક રીપેરીંગ દુકાનોની યાદી ધરાવતું ડેશબોર્ડ શરુ કર્યું

માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ (MoRTH) મંત્રાલય દ્વારા જુદા જુદા સંસ્થાનો જેવા કે NHAI, રાજ્યો, ઓઈલ ઉત્પાદન કરતી કંપનીઓ વગેરે દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ ઢાબાઓ અને ટ્રક રિપેરિંગ દુકાનોની યાદી પૂરી પાડવા માટે પોતાની વેબસાઈટ ઉપર ડેશબોર્ડ લીંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય કોવિડ-19ની મહામારીને નાથવા માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનના વર્તમાન પડકારજનક સમય દરમિયાન જરૂરી માલસામાન પહોંચાડવા માટે દેશના એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચે મુસાફરી કરી રહેલા ટ્રક/સામાન વાહક ડ્રાઈવર અને ક્લીનર્સને તેમના આવાગમનમાં સુવિધા પૂરી પાડવાનો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616418

 

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને કોવિડ-19 સામેના સંઘર્ષમાં પોતાનું યોગદાન આપવા વિવિધ પગલાં લીધા

અત્યાર સુધી 80 કેન્દ્રીય વિદ્યાલયોને ક્વારેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે વિવિધ સક્ષમ સત્તામંડળોને ફાળવાયા. વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 32,247 શિક્ષકોએ 7,07,312 વિદ્યાર્થીઓનાં ઓનલાઇન વર્ગો લીધા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616368

 

દેશમાં કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે સમગ્ર દેશના જિલ્લા વહીવટીતંત્રો અને ગ્રામ પંચાયતો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે

સલાહકાર સમિતિની રચના; બીમારી અંગે લોકોમાં જાગૃતિ માટે દિવાલો પર ચિત્રકામ અને લખાણ; માસ્કનું સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વિતરણ; જરૂરિયાતમંદ લોકોને રાંધેલા ભોજન/રેશનનું વિનામૂલ્યે વિતરણ; અને સાર્વજિનક સ્થળોના સેનિટાઇઝેશન સહિત વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616367

 

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલની મુલાકાત લીધી

હોસ્પિટલની તૈયારી માટે નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલ્ટી હોસ્પિટલ કાર્યરત છે, જેમાં 450-બેડની કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેમાં પર્યાપ્ત સંખ્યામાં આઇસોલેશન વોર્ડ અને બેડ છે. ડૉ. હર્ષવર્ધને એમ પણ કહ્યું હતું કે, દેશમાં કોવિડ-19ના નિયંત્રણ, નિરાકરણ અને વ્યવસ્થાપન પર તમામ રાજ્યોના સહકારથી ઉચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616186

 

ભારતીય રેલવેએ 2 મિલિયનથી વધુ લોકોને મફત ભોજનનું વિતરણ કર્યું

સંખ્યાબંધ રેલવે સંગઠનોમાં સંકળાયેલા ભારતીય રેલવેના સ્ટાફે કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન પછી 28 માર્ચ 2020થી જરૂરિયાતમંદ લોકોને રાંધેલું ભોજન આપવા માટે અવિરત પ્રયાસો આદર્યા છે. રેલવે તંત્ર દ્વારા IRCTCના બેઝ રસોડા, RPF સંસાધનો અને NGOના યોગદાન મારફતે બપોરના ભોજન માટે કાગળની ડીશો સાથે જથ્થાબંધ રાંધેલું ભોજન અને સાંજના ભોજન માટે મોટી સંખ્યામાં તૈયાર ફુડ પેકેટ પૂરા પાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરતી વખતે, સામાજિક અંતર અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616369

કોવિડ-19 સામે લડવા માટે કોલસા અને ખાણના જાહેર ક્ષેત્રના એકમો શક્ય તેટલી સહાયતા કરી રહ્યા છે: શ્રી પ્રહલાદ જોશી

નેશનલ એલ્યુમિનિયમ કંપની (NALCO) અને કોલ ઇન્ડિયાની પેટા શાખા મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) ઓડીશામાં મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કોવિડ-19ને સમર્પિત બે દવાખાનાઓને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલ ઉદ્ઘાટન પ્રસંગમાં કેન્દ્રીય પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય કોલસા તથા ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઓડીશા સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ દવાખાનાઓ રાજ્યના જુદા જુદા મેડીકલ દવાખાનાઓની સહાયતાથી કાર્ય કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616395

 

કોવિડ-19 સામેની લડાઇમાં ચંદીગઢ શહેરમાં કચરા એકત્રીકરણ ડ્રાઇવરો માટે વાહન ટ્રેકિંગ એપ્લિકેશન અને GPS સક્ષમ સ્માર્ટ વોચનો ઉપયોગ કરવામાં આવે છે

ચંદીગઢમાં કોવિડ પોઝિટીવનો પહેલો કેસ નોંધાયો ત્યારથી, શહેરમાં પોઝિટીવ કેસના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ક્વૉરેન્ટાઇન કરેલા લોકોનું CVD ટ્રેકર એપ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવે છે. ક્વૉરેન્ટાઇ કરેલા પરિવારોને આવશ્યક ચીજો આપવા માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616528

 

લાઇફલાઇન ઉડાનની ફ્લાઇટ્સે 3 લાખ કિમીથી વધુ અંતર કાપીને ભારતના વિવિધ ભાગોમાં આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડ્યો

લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને અન્ય ખાનગી કેરિયર્સ દ્વારા ચલાવવામાં આવતી ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 3 લાખ કિલોમીટરથી વધુ હવાઇ અંતર કાપીને અંદાજે 507.85 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616378

 

ગ્રામ-નેગેટિવ સ્પેસિસથી પીડાતા ગંભીર બીમાર દર્દીઓની સારવાર માટે દવા તૈયાર કરવાના પ્રયાસોમાં CSIR મદદ કરે છે

કોવિડ-19ના અતિ ગંભીર બીમાર દર્દીઓમાં મૃત્યુદર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા CSIR હવે રેન્ડમાઇઝ્ડ, બ્લાઇન્ડેડ, દ્વીભૂજ, એક્ટિવ કોમ્પ્યૂટર નિયંત્રિત તબીબી પરીક્ષણ શરૂ કરી રહ્યું છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616420 
 

ઉનામાં કેન્સરથી પીડિત બાળકીને ભારતીય પોસ્ટ દ્વારા તાત્કાલિક દવાઓ પહોંચાડવામાં આવી

ભારતીય પોસ્ટે હરિયાણાના ઉનામાં કેન્સર પીડિત 8 વર્ષીય બાળકી શાલીની (નામ બદલ્યું છે)ને દવાઓ પહોંચાડી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616180

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબઃ પંજાબ મંડી બોર્ડે કોવિડ-19ની મહામારીના મુશ્કેલ તબક્કામાં સરળ અને તકલીફ વગર ઘઉંની ખરીદી સુનિશ્ચિત કરવા તેના 5,600 અધિકારીઓને 1.50 લાખ માસ્ક અને સેનિટાઇઝરની 5,600 બોટલ પૂરી પાડીને આરોગ્ય સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. પંજાબના ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગે સરકારી વિભાગોમાં ત્રણ લાખ માસ્ક પૂરા પાડ્યાં હતાં, જેને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલાઓના સ્વ સહાય જૂથ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હતા.
  • હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશ સરકારે નાગરિકોને આયુષ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા દિશાનિર્દેશોનું પાલન કરવા અપીલ કરી હતી, જે અંતર્ગત શ્વસનતંત્રના વિશેષ સંદર્ભમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રોગ નિવારાત્મક આરોગ્ય પગલાં ભરવા માટે કેટલીક સ્વ-કાળજીની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
  • અરૂણાચલ પ્રદેશઃ રાજ્યમાં લૉકડાઉનનો ભંગ કરનારા 1,669 વ્યક્તિઓની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે, 492 લોકોની ધરપકડ કરાઇ છે, 750 વાહનો જપ્ત કરાયા છે, કુલ 161 FRI નોંધવામાં આવી છે અને દંડ તરીકે રૂ. 6.5 લાખ ઉઘરાવવામાં આવ્યાં છે.
  • આસામઃ આરોગ્ય મંત્રી હિમંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે રાજ્ય સરકારે રાજ્યની બહાર ફસાયેલા 86,000 લોકો માટે વ્યક્તિદીઠ રૂ. 2,000ની ફાળવણી કરી છે.
  • મણીપૂરઃ મુખ્યમંત્રીએ પુર્વ ઇમ્ફાલ અને પશ્ચિમ જિલ્લાઓના નવા બનાવેલા વિશિષ્ટ પેટ્રોલ એકમો માટે નવી ખરીદવામાં આવેલી 12 પેટ્રોલ કાર સુપરત કરી હતી.
  • મિઝોરમઃ રાજ્યના શાળા શૈક્ષણિક મંડળે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે આગામી 22મી એપ્રિલથી યોજાનાર ધોરણ 12ની પરીક્ષાઓ મુલતવી રાખી છે.
  • નાગાલેન્ડઃ કાચાકામના કેદીઓ અંગે બનેલી સમીક્ષા સમિતિએ જુદા-જુદા જિલ્લાઓમાં બેઠકો યોજી હતી. કોવિડ-19 મહામારી દરમિયાન જેલોમાં ગીચતા ઓછી કરવા માટે 109 કાચા કામના કેદીઓ અને 8 જુવેનાઇલ કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યાં હતા.
  • નાગાલેન્ડઃ લૉકડાઉનની વચ્ચે કોહિમા અને દીમાપૂર જિલ્લાઓમાં કબ્બાથ દિનની ઉજવણી કરાઇ હતી. ચર્ચમાંથી લાઉડ સ્પીકર દ્વારા ધાર્મિક વાંચન કરાયું હતું અને લોકોએ પોતાના ઘરની અગાશીઓ, બાલ્કની, બારીમાંથી તે સાંભળીને પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
  • સિક્કીમઃ સિક્કીમમાં પાવરગ્રીડ દ્વારા કોવિડ-19 સામે લડવા માટે DC પશ્ચિમને 10 વેન્ટિલેટર માટે રૂ. 7.85 લાખ, રેશન અને PPE કિટ માટે DC પૂર્વ અને DC ઉત્તરને રૂ. 7 લાખ અને આજ હેતુસર DC પશ્ચિમને રૂ. 3 લાખની ફાળવણી કરવામાં આવી હતી.
  • ત્રિપૂરાઃ રાજ્ય સરકારે જુદા-જુદા 16 ઉદ્યોગો અને ઔદ્યોગિક સંસ્થાઓ (સરકારી અને ખાનગી)ને કામગીરી માટે પરવાનગી આપતો ઠરાવ રજૂ કર્યો હતો, જેને સરકારી માર્ગદર્શિકાઓના પાલનની શરતે કામગીરી કરવા માટે મંજૂરી આપવામાં આવશે.
  • કેરળઃ કેન્દ્રસરકારના દિશા-નિર્દેશો બાદ રાજ્ય સરકારે રાજ્યમાં લૉકડાઉનમાંથી આપેલી રાહતોમાં ફેરફાર કર્યા હતા. એક ઇટાલિયન નાગરિક કોરાના વાયરસના સંક્રમણમાંથી સાજો થયો હતો અને રાજ્ય સરકાર પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરીને સ્વદેશમાં પરત ફર્યો હતો. ગઇકાલે 13 લોકો સાજા થયા હતા અને 2 નવા કેસો નોંધાયા હતા. 129 લોકો હજુ પણ સારવાર લઇ રહ્યાં છે.
  • તામિલનાડુઃ રાજ્ય સરકાર આગામી 3 મે સુધી લૉકડાઉનનું પાલન કરશે. કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા ડૉક્ટરની દફનવિધી કરવાનો કિલપોકના સ્થાનિકોએ ઇનકાર કરતાં તેની અન્ય સ્થળે દફનવિધી કરવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,477 કેસ નોંધાયા છે, 16 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 411 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે ચેન્નઇમાંથી 290, કોઇમ્બતુરમાંથી 133 અને તિરુપુરમાંથી 108 કેસો નોંધાયા છે.
  • કર્ણાટકઃ આજે રાજ્યમાં 5 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા, જે તમામ કલબુર્ગી જિલ્લામાંથી હતા. અત્યાર સુધી કુલ 395 કેસો નોંધાયા છે, જેમાંથી 16 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 112 લોકોને રજા આપવામાં આવી છે. બેંગલુરુમાં આશા વર્કર્સ અને પોલીસ ઉપર થઇ રહેલા હુમલાના કારણે કોરોના યોદ્ધાના રક્ષણ માટે રાજ્ય સરકારે પણ કેરળ અને ઉત્તરપ્રદેશ સરકારની જેમ વટહુકમ બહાર પાડ્યો હતો.
  • આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 75 નવા કેસ નોંધાયા; કુલ કેસની સંખ્યા 722 થઇ. કુલ મૃત્યુઆંક 20 થયો. અત્યાર સુધીમાં 90 દર્દી સાજા થયા. દરેક વ્યક્તિને 3 માસ્ક મફત આપવાની રાજ્યની પહેલમાં માટે SHG દ્વારા 16 કરોડ માસ્ક તૈયાર કરીને 40 હજાર મહિલાઓને રોજગારી આપવામાં આવી જેઓ રોજના 500 રૂપિયા કમાય છે. પોઝિટીવ કેસો ધરાવતા મુખ્ય જિલ્લા: કુર્નૂલ (174), ગુંતૂર (149), ક્રિશ્ના (80), નેલ્લોર (67), ચિત્તૂર (53) છે.
  • તેલંગાણા: હૈદરાબાદ સ્થિત ટી- વર્ક્સ દ્વારા બહુવિધ સ્ટાર્ટઅપ સાથે જોડાણ કરીને બેગ વાલ્વ માસ્ક (BVM) આધારિત વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં NIMSની માર્ગદર્શિકા હેઠળ થઇ શકે છે. રાજ્યમાં 7 મે સુધી લૉકડાઉન લંબાવાયું. કુલ કેસની સંખ્યા 858 થઇ, સક્રિય કેસ: 651, મૃત્યુ: 21, સાજા થતા રજા આપી: 186.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યાનો આંકડો 4,000 ઓળંગીને 4,203 નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં 223 વ્યક્તિનાં મોત નીપજ્યાં જ્યારે 507 દર્દી સાજા થયા. મહારાષ્ટ્રમાં પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોય તેમાંથી અંદાજે બે તૃત્યાંશ લોકોમાં લક્ષણો હતા જ નહીં અને તેમનામાં પરીક્ષણ સમયે કોરોનાના કોઇ ચિહ્નો દેખાતા નહોતા.
  • ગોવા: 265 બ્રિટિશ નાગરિકો ગોવા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરથી આજે વિશેષ વિમાન દ્વારા યુકે જવા રવાના થયા. ગોવા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરથી આ 27મી વિશેષ ફ્લાઇટ રવાના થઇ હતી. રશિયા, ફ્રાન્સ, યુએસ, કેનેડા સહિત કુલ 5,000થી વધુ વિદેશીઓને 24 માર્ચે કોવિડ-19ના કારણે લૉકડાઉનની જાહેરાત થયા પછી વતન મોકલવામાં આવ્યા.
  • ગુજરાત: ગુજરાતમાં કોરોના પોઝિટીવના વધુ 139 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1,743 થઇ જેમાંથી આજદિન સુધીમાં 105 દર્દી સાજા થયા જ્યારે 63 દર્દી મૃત્યુ પામ્યા છે. દરમિયાન, એન્ટિ-મેલેરિયલ હાઇડ્રોક્સિલ ક્લોરોક્વિન (HCQ)ની માંગ વધતા, ગુજરાતમાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સ્થાનિક માંગ ઉપરાંત વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન વધાર્યું છે. ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા રાજ્યમાં 13 ફાર્મા કંપનીઓને 20 પ્રોડક્ટના લાઇસન્સ આપવામાં આવ્યા છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં, કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,478 થઇ છે અને અત્યાર સુધીમાં કુલ 14 દર્દીના મોત નીપજ્યાં છે. કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે, રાજસ્થાન સરકારે આરોગ્ય સંભાળ સ્ટાર્ટઅપ મેડકોર્ડ્સ સાથે ભાગીદારી કરી છે જેના દ્વારા 24X7 કન્સલ્ટેશન થઇ શકશે અને તેમના એકીકૃત ઉકેલ – આયુ અને સેહતસાથી એપ્લિકેશન દ્વારા દવાઓની ડિલિવરી કરવામાં આવશે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 1,407 થઇ છે. 131 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા છે જ્યારે અત્યાર સુધીમાં 72 દર્દી મૃત્યુ પામ્યા છે. ઇન્દોરમાં સૌથી વધુ 890 દર્દી નોંધાયા છે જ્યારે ભોપાલમાં 214 દર્દીઓ છે.

 

 

Fact Check on #Covid19


(Release ID: 1616548) Visitor Counter : 415