આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

ચંદીગઢ શહેરે કોવિડ-19 સામે ના સંઘર્ષમાં કચરો એકત્ર કરતાં ડ્રાઇવરો માટે વ્હિકલ ટ્રેકિંગ એપ્લિકેશનોનો અને જીપીએસ ઇનેબલ્ડ સ્માર્ટ વોચનો ઉપયોગ કર્યો

Posted On: 20 APR 2020 4:51PM by PIB Ahmedabad

ચંદીગઢમાં કોવિડ પોઝિટિવનો પ્રથમ કેસ બહાર આવ્યા પછી તરત શહેરમાં પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓને ક્વારેન્ટાઇન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વળી સીવીડી ટ્રેકર એપ દ્વારા ક્વારેન્ટાઇન કરવામાં આવેલી વ્યક્તિઓ પર પણ નજર રાખવામાં આવી હતી. ક્વારેન્ટાઇન કરવામાં આવેલા પરિવારોને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

કચરાનું એકત્રીકરણઃ પીપીઇ કિટ્સ સાથે સજ્જ ડ્રાઇવરો અને હેલ્પર સાથે 15 વાહનોને ક્વારેન્ટાઇન કરેલા ઘરોમાંથી કચરો એકત્ર કરવા અને એનો નિકાલ કરવાની કામગીરી સુપરત કરવામાં આવી હતી. ક્વારેન્ટાઇન કરવામાં આવેલા ઘરોને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યાં હતાં અને દરેક ઝોન પર નજર રાખવા એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી હતી.

કલેક્શન વાહનોના તમામ ડ્રાઇવરોએ -હ્યુમન રિસોર્સ ટ્રેકિંગ પ્રોજેક્ટ (-એચઆરટીએસ) હેઠળ જીએપીસ ઇનેબલ્ડ સ્માર્ટ વોચ પહેરી હતી. તમામ વાહનોની અવરજવર પર ડેશબોર્ડ દ્વારા સ્માર્ટ વોચ થકી નજર રાખવામાં આવતી હતી. ટ્રેકિંગનો એકમાત્ર ઉદ્દેશ સુનિશ્ચિત કરવાનો હતો કે, ક્વારેન્ટાઇન કરવામાં આવેલા કુટુંબો રહી જાય.

સેનિટાઇઝેશનઃ જાહેર સ્થળોનું નિયમતપણે સેનિટાઇઝેશન કરવામાં આવે છે. ગીચ વિસ્તારો/ઝૂંપડપટ્ટીઓ અને મંડીઓનું સેનિટાઇઝેશન ડ્રોનનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યું છે.

શહેરી ગરીબોને સેવા પૂરી પાડવીઃ મલોયા ગામમાં પરપ્રાંતીય કામદારો માટે આશ્રયસ્થાન ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં કામદારોને અગાઉથી રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવતું હતું. શહેરી ગરીબો માટે શહેરના સ્થાનિક તંત્રએ નાગરિક સમાજ, ખાનગી ક્ષેત્ર, રેસ્ટોરાં તથા ખાદ્ય ચીજવસ્તુઓ, સાબુ, સેનિટરી નેપ્કિનો અને એનયુએલએમ અને વિક્રેતા સેલ નેટવર્ક દ્વારા અનાજના વિતરણ માટે વિવિધ દાતાઓ સાથે જોડાણ કરવામાં આવ્યું છે.

શહેરી ગરીબ કુટુંબો માટે ઘરઆંગણે વિતરણઃ

  • એસોસિએશન ઓફ પ્રોફેશનલ સોશિયલ વર્કર્સ એન્ડ ડેવલપમેન્ટ પ્રેક્ટિશનર્સ (APSWDP) દ્વારા પર્સનલ હાઇજીન કિટ્સ (માસ્ક, સેનિટાઇઝર્સ, સેનિટરી નેપ્કિન્સ, બેબી ડાયપર્સ, સાબુ, ડેટ્ટોલ, સેવ્લોન વગેરે ડિસઇન્ફેક્ટન્ટ વગેરે)
  • મેરિકો લિમિટેડ, એપીએસડબલ્યુડીપી દ્વારા પ્રેરિત ફિક્કી દ્વારા 500 કિલોગ્રામ ઓટનો તૈયાર લોટ
  • લોકડાઉનનો અમલ થયો ત્યારથી ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન એસોસિએશનના ચંદીગઢ ચેપ્ટર દ્વારા અગાઉથી રાંધેલુ ભોજન નિયમિતપણે પ્રદાન કરવામાં આવે છે
  • સ્વરમણિ યૂથ એસોસિએશન દ્વારા સંકલિત નાગરિક દાન દ્વારા ઓછી આવક ધરાવતા લોકો અને કન્સ્ટ્રક્શન રાઇટ પર કાર્યરત કુટુંબો માટે 14 દિવસનું રાશન (ઘઉંનો લોટ 10 કિલોગ્રામ, કઠોળ અને ખાંડ 1-1 કિલોગ્રામ, સરસિયાનું તેલ 1 લિટર, અડધો કિલોગ્રામ ડિટરજન્ટ અને 200 ગ્રામ અથાણું)
  • એમસીસી દ્વારા 30000થી વધારે સેનિટરી નેપ્કિનનું વિતરણ થયું

 

પુરવઠાની સાંકળની જાળવણીઃ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ચંદીગઢ (એમસીસી) દુકાનદારોની જરૂરિયાતોને ઓળખવા અને વિતરકો માટે એને ઉપલબ્ધ કરાવી પુરવઠાની સાંકળ જાળવવા ગૂગલ ફોર્મ્સ વિકસાવ્યું છે. શહેરમાં વિવિધ કેટેગરીઓમાં વિક્રેતાઓની ઓળખ કરીને નોંધણી કરવામાં આવી હતી અને વિક્રેતાઓની કેટેગરી (દૂધ, અનાજ-કરિયાણું, ફળફળાદિ અને શાકભાજી, દવા વગેરે)ની યાદીને લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા દરેક સેક્ટરમાં હોમ ડિલિવરી માટે વિક્રેતાઓનો મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો.

ચંદીગઢ વહીવટીતંત્રે વિવિધ હોમ ડિલિવરી એપ-આધારિત વિક્રેતાઓ અને મોટા સ્ટોર્સ સાથે પણ જોડાણ કર્યું હતું, જેઓ હોમ ડિલિવરી કરે છે અને જાહેર જનતાના ઉપયોગ માટે નંબરો પૂરાં પાડ્યાં હતાં.

ચંદીગઢ  ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ સાથે જોડાણમાં મ્યુનિસિપલ કોર્પોરેશને નિયમિત ધોરણે પડોશી વિસ્તારોમાં ફળફળાદિ અને શાકભાજીની ડિલિવરી પણ શરૂ કરી હતી. સેવા તમામ 12 લાખ નાગરિકોને ઉપલબ્ધ છે અને દોઢ લાખથી વધારે કુટુંબો દ્વારા સમગ્ર શહેરોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે.

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સંસાધનો પર અસરકારક રીતે નજર રાખવા અને એનો વપરાશ થાય છે કે નહીં એની ચકાસણી કરવા વિવિધ સેક્ટર/ગામ સુધી આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતાં વાહનોનું ટ્રેકિંગ કરવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં વાહન પર અધિકારીઓ નજર રાખી શકે છે.

વિક્રેતાઓ પર નજર રાખવા માટે એપ્લિકેશનઃ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં કામ કરવા ડ્રાઇવરો સાથે ડિલિવરી વાહનો ધરાવે છે. ટેકનોલોજી આધારિત યુઝ કેસમાં કેટલાંક નીચે મુજબ સામેલ છેઃ

  • સમગ્ર શહેરમાં અવરજવર પર રિયલ ટાઇમ ટ્રેકિંગ
  • અસ્કયામતોનો વધારે સારો ઉપયોગવાહનોનો વધારે અસરકારક ઉપયોગ કરવા માટે એપ દ્વારા રોજિંદા ધોરણે ટ્રિપ્સ ફાળવવામાં આવે છે
  • સ્થાનિક નાગરિકો કે ઇમરજન્સીની સ્થિતિમાં પ્રાપ્ત અરજીઓનાં કેસમાં નજીકનાં વિસ્તારમાં સેવા પૂરી પાડવા ડ્રાઇવરને રિયલ-ટાઇમમાં માહિતી આપવી
  • વાહનોની કેટેગરી દ્વારા વેબ-પોર્ટલનો ઉપયોગ કરીને વાહનની અવરજવર પર નજર રાખવી
  • ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન, જેના દ્વારા નાગરિકો આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ માટે કાર્યરત વાહનો માટે લેટેસ્ટ લોકેશન જોઈ શકશે

 

 

 

GP/DS


(Release ID: 1616528) Visitor Counter : 342