સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સાઉદી અરેબિયામાં જી20નાં સભ્ય દેશોનાં આરોગ્ય મંત્રીઓની બેઠકમાં કોવિડ-19ને નિયંત્રિત કરવાના પગલાં પર ચર્ચા વિચારણા


કોરોનાવાયરસ રોગ (કોવિડ-19)નો સામનો કરવા પારસ્પરિક સહયોગ અને પરસ્પર સમ્માનની સાથે ઉપયોગી ભાગીદારી કરીએઃ ડૉ. હર્ષવર્ધન

બધાની નજર છે કે, 1 અબજથી વધારે વસ્તી ધરાવતો ભારત દેશ કેવી રીતે આ અભૂતપૂર્વ રોગચાળાનો સામનો કરી રહ્યો છેઃ ડૉ. હર્ષવર્ધન

ડૉ. હર્ષવર્ધને આ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં તમામ સભ્ય દેશોએ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં રોગચાળાની સ્થિરતાનો સંકેત મળ્યો છે, કારણ કે કેસ બમણા થવાનો દર સુધરીને 3.4થી 7.2 દિવસ થઈ ગયો

Posted On: 19 APR 2020 9:46PM by PIB Ahmedabad

19 દેશોની સરકારો અને યુરોપિયન સંઘ (ઈયુ)ના આંતરરાષ્ટ્રીય ફોરમ જી20 દેશોના આરોગ્ય મંત્રીઓની વીડિયો કોન્ફરન્સ દરમિયાન આજે ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડ-19 રોગનો સામનો કરવા માટે પારસ્પરિક સહયોગ અને પરસ્પર સમ્માન સાથે ઉપયોગી ભાગીદારી સ્થાપિત કરીએ. જી20ના 19 સભ્યો દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાંસ, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયન સંઘ, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે, અમેરિકા અને ભારત સામેલ છે.

બેઠક દરમિયાન ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “હું કોવિડ-19 સામે આપણી લડાઈમાં આપણા દેશોમાં હાલતને સંભાળવા અને એનું વ્યવસ્થાપન કરવા માટે તમને બધાને અભિનંદન આપ્યું છું.” તેમણે કહ્યું હતું કે, “દુનિયા સામે હાલના વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટે એક એવી તક પ્રદાન કરી છે, જેમાં આપણે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે કે આપણે કેવી રીતે એકબીજા સાથે જોડાઈ શકીએ. સાથે સાથે આપણે સામૂહિક તાકાત અને બુદ્ધિમત્તા સાથે કામ કરવાની તક પણ મળી છે.” અગાઉના સફળ સામૂહિક વૈશ્વિક પ્રયાસોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, “ભૂતકાળમાં વૈશ્વિક સમુદાય તરીકે આપણે આપણા લોકોના સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનો સામનો કર્યો છે અને એકબીજા સાથે ઉદ્દેશ, સહયોગ અને ભાગીદારીની સામૂહિકા ભાવના સાથે એને નિયંત્રણમાં લીધો હતો. હું કોરોનાવાયરસ (કોવિડ-19) સામે લડવા પ્રકારનાં સહયોગ અને પરસ્પર સમ્માન તથા ઉપયોગી ભાગીદારીની આશા રાખું છું. કેટલાંક દેશો, ખાસ કરીને જ્યારે જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયાએ બહુ સારી કામગીરી કરી છે, ત્યારે કોવિડ-19ની સામે અન્ય દેશો સંઘર્ષ કરી રહ્યાં છે. એના પ્રભાવનું સ્તર અભૂતપૂર્વ છે અને એટલે સામાન્ય સ્થિતિમાં પહોંચવા માટે દેશો વચ્ચે સાથસહકારની અપીલ કરી છે.”

દેશમાં કોવિડ અંગે પ્રવર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપીને તેમણે કહ્યું હતું કે, “આજે 19 એપ્રિલના હિસાબથી જોઈએ તો આપણે 25 દિવસોનું લોકડાઉન પૂર્ણ કર્યું છે, જેને 3 મે સુધી આગળ લંબાવવામાં આવ્યું છે. એના પરિણામોનો સંકેત રીતે મળ્યો છે કે, કેસ બમણા થવાનો દર 17 માર્ચનાં રોજ 3.4 દિવસ હતો, જે વધીને 25 માર્ચનાં રોજ 4.4 થયો અને અત્યારે લગભગ 7.2 દિવસ થઈ ગયો છે.”

કોવિડ-19નો મુકાબલો કરવામાં ભારતનો દ્રષ્ટિકોણની રૂપરેખા આપતા તેમણે કહ્યું હતું કે, “અત્યારે અમારા અભિગમની વિશિષ્ટતા પાંચ મુદ્દાઓમાં વ્યક્ત કરી શકાયઃ (1) સતત સ્થિતિને લઈને જાગૃતિ જાળવી રાખવી, (2) સતર્કતા અને સક્રિય દ્રષ્ટિકોણ, (3) સતત બદલાતા સ્થિતિસંજોગોને હિસાબે ક્રમિક પ્રતિક્રિયા આપવી, (4) તમામ સ્તરો પર આંતરક્ષેત્રીય સમન્વય અને છેલ્લે પણ સૌથી મહત્ત્વપૂર્ણ (5) બિમારીનું  સમાધાન કરવા માટે એક જનઆંદોલન ઊભું કરવામાં આવ્યું છે.”

રોગચાળાને લઈને ભારતની વ્યૂહાત્મક પ્રતિક્રિયા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે જન સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી એના ઘણા સમય અગાઉ ભારતે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિનિયમ (આઈએચઆર) અંતર્ગત મુખ્ય ક્ષમતાઓને લક્ષ્યાંક બનાવવાના નિર્ણયનો અમલ કરવાની શરૂઆત કરી હતી. અમે વહેલાસર અને સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. અમે ભારતમાં 30 જાન્યુઆરી, 2020નો પહેલો કેસ આવ્યાથી 12 દિવસ અગાઉ કોવિડ પ્રભાવિત દેશોમાંથી ફ્લાઇટ પર નજર રાખવાની શરૂ કરી દીધી હતી. 22 માર્ચ, 2020 સુધી 400થી પણ ઓછા કેસ હતા, પણ અમે ભારતથી જતી અને આવતી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને 25 માર્ચ, 2020 સુધી અમે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો અમલ શરૂ કરી દીધો હતો.”

રોગચાળાનો સામનો કરવામાં ભારતની ક્ષમતાને લઈને તેમણે કહ્યું હતું કે, “ભૂતકાળમાં પણ ભારતે રોગચાળા અને આંતરરાષ્ટ્રીય ચિંતાના જન સ્વાસ્થ્યની કટોકટીની સ્થિતિનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.” તેમણે એવું પણ કહ્યું હતું કે, “આપણા દેશમાં જન સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીની સ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિનિયમમાં અપેક્ષિત રાષ્ટ્રીય મુખ્ય ક્ષમતાઓ છે. કોવિડ પ્રતિક્રિયામાં રોગચાળાનું જોખમ ધરાવતી બિમારીઓ સાથે સંબંધિત રાષ્ટ્રવ્યાપી નજર રાખવાની વ્યવસ્થા માટે હાલ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) સક્રિય થઈ ગયો  છે અને ડિજિટલ ઇનપુટ સાથે એને મજબૂત કરવામાં આવી રહ્યો છે.”

તેમણે આગળની વ્યૂહરચનાને સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, “ભારતે કોવિડના દર્દીઓની સારવાર માટે વિશેષ માળખાગત સુવિધાઓનું નિર્માણ પર ધ્યાન દેવાની સાથે જાગૃતિ લાવવાનો નિર્ણય લીધો છે, જેથી કોવિડના દર્દીઓ એકબીજાને મળી શકે. તમામ કોવિડ પોઝિટિવ દર્દીઓને ત્રણ પ્રકારનાં સમર્પિત કોવિડ વ્યવસ્થાપન કેન્દ્રોમાં સારવાર આપવામાં આવે છેઃ હળવા રોગસૂચક કેસો માટે કોવિડ કેર સેન્ટર્સ (સીસીસી), મધ્યમ કેસ માટે કોવિડ હેલ્થ સેન્ટર્સ (સીએચસી) અને ગંભીર કેસો માટે કોવિડ હોસ્પિટલ (સીએચ). સમર્પિત કોવિડ સુવિધાઓ રેફરલ નેટવર્ક આર્કિટેક્ચર ડિઝાઇનમાં એકબીજા સાથે મેપ કરવામાં આવી છે, જેથી લક્ષણ વધવાના સંજોગોમાં દર્દીઓને સરળતાથી એક સુવિધામાંથી બીજી સુવિધામાં લઈ જઈ શકાય અને લક્ષણોને અનુરૂપ સમય પર ઉચિત ચિકિત્સાલક્ષી દેખભાળ કરી શકાય.

વિશિષ્ટ રોગના નિવારણ અને પ્રસારને અટકાવવાના ઉપાયો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “કોઈ વિશિષ્ટ દવા કે રસી હોવાની સ્થિતિમાં ભારતમાં વિવિધ પ્રકારનાં દવાના વિનાના ઉપચાર પર નિર્ભરતા રાખવામાં આવે છે. ખાસ કરીને હાથને સ્વચ્છ રાખવા અને શ્વાસોશ્વાસ સાથે સંબંધિત શિષ્ટતા, જેમ કે સરળ જન સ્વાસ્થ્ય નિર્ણયોમાં જનતા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને રિસ્ક કમ્યુનિકેશન જેવા ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” કોવિડ-19 માટે રસી વિકસાવવાના વિષય પર તેમણે કહ્યું હતું કે, “રોગનો સામનો કરવા પરંપરાગત રીતો અને સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. અમારા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો અમારી પહોંચ વધારવા નવા અને વિકસિત ઉપાય પણ શોધી રહ્યાં છે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત ઇન્વેન્ટરી અને રોગના સ્તરની જાણકારી માટે થઈ રહ્યો છે તેમજ નાગરિકો માટે ભૌગોલિક જોખમ અને ઉત્તમ પ્રેક્ટિસનું પાલન કરવા માટે મોબાઇલ એપ્લિકેશન્સનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.”

પરંપરાગત ભારતીય સિદ્ધાંતવસુધૈવ કુટુમ્બકમએટલે કે સમગ્ર દુનિયા એક પરિવાર છેએના પર ભાર મૂકીને તેમણે કહ્યું હતું કે, “ રોગચાળાની શરૂઆત પછી ભારતે નેતૃત્વ કરીને પડોશી દેશોની ઘણી રીતે સહાયત કરી છે. ચીનનાં વુહાન અને કોવિડ પ્રભાવિત ડાયમન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપમાંથી લોકોને કાઢવા દરમિયાન અમે માલદિવ્સ, બાંગ્લાદેશ, મ્યાન્માર, દક્ષિણ આફ્રિકા, અમેરિકા, મડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ અને પેરુના વિદેશી નાગરિકોને પણ બહાર કાઢ્યાં છે.” તેમણે કહ્યું હતું કે, ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સમાં એક ગ્લોબલ લીડર સ્વરૂપે ભારતે હાઇડ્રોક્સિરક્લોરોક્વિન જેવી દવાઓનો પુરવઠો દુનિયાભરના દેશોને ઉપલબ્ધ કરાવવા સુનિશ્ચિત કરવા માટે પગલું ઉઠાવ્યું છે. અસરકારક દવાઓ અને રસીનો ઝડપી વિકાસ અને શક્ય એટલી ઝડપથી તમામ માટે ઉપલબ્ધ કરવાની સુનિશ્ચિતતા કરવા માટે ભારત વૈશ્વિક ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યું છે.

છેલ્લે આભાર વ્યક્ત કરીને ડૉ. હર્ષવર્ધને વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્ડાને લઈને ભારતના સમર્થન પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “ભારત કોવિડ-19થી રાહત મેળવવા માટે એકીકૃત પ્રયાસોને આગળ વધારવા માટે જી20 સભ્ય દેશોની સાથે કામ કરવા ઇચ્છે છે.”

 

 

GP/DS



(Release ID: 1616402) Visitor Counter : 354