પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 14 APR 2020 10:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો નિમિત્તે સમગ્ર દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ભારતભરના લોકોને વિવિધ તહેવારોની શુભેચ્છા. આ તહેવાર ભારતમાં ભાતૃત્વની ભાવના ફેલાવે એવી પ્રાર્થના.

આ તહેવારો આપણા સૌના જીવનમાં આનંદ અને સ્વાસ્થ્ય લાવે એવી પ્રાર્થના. આગામી સમયમાં આપણને કોવિડ-19ના મહામારી સામે સહિયારી લડત લડવાની ક્ષમતા પ્રદાન કરે એવી કામના.

શુભો નબો બરશો! પોઇલા બૈશાખ પર અભિનંદન. આગામી વર્ષ ફળદાયક બની રહે એવી શુભેચ્છા, જેમાં દરેક સ્વસ્થ અને સમૃદ્ધ બને.

દરેકને હેપ્પી વિશુ! નવું વર્ષ આશા અને ઊર્જા લાવે એવી પ્રાર્થના. દરેકના જીવનમાં આગામી વર્ષ સારું સ્વાસ્થ્ય અને સુખાકારી લાવે એવી પ્રાર્થના.

તમામને પુથાંડુની શુભેચ્છા. આનંદદાયક અને સમૃદ્ધિકારક વર્ષ બને રહે એવી પ્રાર્થના.

બોહાગ બિહુના પવિત્ર પ્રસંગ પર શુભેચ્છા.

 

GP/RP


(रिलीज़ आईडी: 1614273) आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam