ચૂંટણી આયોગ
                
                
                
                
                
                
                    
                    
                        મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીઓ એક વર્ષ સુધી ચૂંટણી પંચમાંથી તેમના મળતા વેતનમાંથી ૩૦ ટકા સ્વૈચ્છિક કપાત કરીને કોવિડ ભંડોળમાં પોતાનું યોગદાન આપશે
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                13 APR 2020 12:18PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જેમ જ દેશ પણ કોવિડ-19 મહામારીના ભરડામાં ફસાયેલો છે. એ બાબત સ્પષ્ટ છે કે અન્ય સંસ્થાઓ સાથે મળીને સરકાર આ તેના ફેલાવાને અટકાવવા માટેના પ્રચંડ કાર્યમાં લાગેલી છે અને જાહેર આરોગ્ય તથા રાષ્ટ્રીય અર્થતંત્ર ઉપર તેની પડનારી અસરને ઘટાડવા અને તેનું વ્યવસ્થાપન કરવા માટે જુદા-જુદા પગલાઓ ભરી રહી છે. સરકાર અને સિવિલ સોસાયટી સંસ્થાનો દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ પગલાઓ માટે બહોળા સંસાધનોની જરૂર પડે છે જેની માટે તમામ સ્રોતોમાંથી મળતું યોગદાન સહાયક બની શકે તેમ છે અને તેમાં સરકારી તિજોરી પર વેતનના ભારણને ઘટાડવાનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનીલ અરોરા અને ચૂંટણી અધિકારીઓ શ્રી અશોક લવાસા અને શ્રી સુશીલ ચંદ્રને ચૂકવવામાં આવતા બેસિક વેતનમાંથી ત્રીસ ટકા સ્વૈચ્છિક કપાતના રૂપમાં 1 એપ્રિલ, 2020ના રોજ શરુ કરીને એક વર્ષના સમયગાળા માટે યોગદાન આપવાનું નક્કી કર્યું છે.
GP/RP
                
                
                
                
                
                (Release ID: 1613897)
                Visitor Counter : 253
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam