PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 07 APR 2020 6:39PM by PIB Ahmedabad

  • અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 4421 કેસોની પુષ્ટિ થઇ છે અને 117ના મોત નોંધાયા છે.
  • કોવિડ-19 કેસોની અલગ અલગ શ્રેણી માટે ત્રણ પ્રકારની સુવિધા ઉભી કરાશે.
  • નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં કોવિડ-19ને નિયંત્રણમાં લેવા અને સારવાર સંબંધિત માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી
  • દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ અને લૉકડાઉન દરમિયાન જહાજ પરિચાલન સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવા માટે જહાજ મંત્રત્રાલય સક્રીય ભૂમિકા ભજવી રહ્યું છે.
  • લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સમાં પૂર્વોત્તરના અન્ય પ્રદેશોમાં તબીબી પૂરવઠો પહોંચાડવામાં આવ્યો.

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 4421 કેસોની પુષ્ટિ થઇ છે અને 117ના મોત નોંધાયા છે. 326 દર્દીઓ સાજા થઇ ગયા છે/ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19 દર્દીઓને સારવાર આપવા માટે યોગ્ય કોવિડ-19 સમર્પિત સુવિધાની ઓળખ માટે નિર્ધારણ અને નિર્ણય લેવા માટે વિવિધ શ્રેણીના કોવિડ-19 કેસો માટે ત્રણ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612088

 

પ્રધાનમંત્રી અને સ્વીડનનાં પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વીડનનાં પ્રધાનમંત્રી મહામહિમ સ્ટિફન લોફવેન સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારી પર ચર્ચા કરી હતી તથા આરોગ્ય અને આર્થિક અસરોને નિયંત્રણમાં લેવા માટે તેમના દેશોમાં લેવામાં આવેલા પગલાં વિશે એકબીજાને જાણકારી આપી હતી.

વધુ માહિતી માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612007

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનો સંદેશ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611991

 

પ્રધાનમંત્રી અને ઓમાનનાં સુલ્તાન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓમાનનાં સુલ્તાન મહામહિમ હાઇતામ બિન તારિક સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારી દ્વારા ઊભા થયેલા આરોગ્યલક્ષી અને આર્થિક પડકારો પર ચર્ચા કરી હતી તથા બંને દેશોએ હાથ ધરેલા પગલાં વિશે ચર્ચા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612005

 

પ્રધાનમંત્રીએ બહેરીનના રાજા સાથે ટેલીફોન પર વાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બહેરીનના રાજા મહામહિમ હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને મહાનુભવોએ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 સ્વાસ્થ્ય સંકટ અને તેના કારણે માલપરિવહનની સાંકળ તેમજ આર્થિક બજારો સહિત અન્ય પરિબળો પર થનારી અસરો અંગે વિગતે ચર્ચા કરી હતી.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611845

નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં કોવિડ-19ને નિયંત્રણમાં લેવા અને સારવાર સંબંધિત માર્ગદર્શિકા દેશમાં કોવિડ-19ના પ્રસાર અને ન્યૂયોર્કમાં કોવિડ-19નો ચેપ એક વાઘને લાગ્યો હોવાના તાજેતરનાં સમાચારને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે નેશનલ પાર્ક / અભયારણ્ય / ટાઇગર રિઝર્વ્સમાં કોવિડ-19ના નિયંત્રણ અને સારવારના સંબંધમાં માર્ગદર્શિકા જાહેર કરી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં પ્રાણીઓ વચ્ચે વાયરસનાં પ્રસારની સંભાવના છે અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ચેપ લાગવાની સંભાવના છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611831

 

ન્યુ યોર્કમાં એક વાઘમાં કોવિડ-19ના પોઝિટીવ લક્ષણો મળી આવવાના પગલે કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળે ભારતમાં પ્રાણી સંગ્રહાલયોને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપી

કેન્દ્રીય ઝૂ ઑથોરીટી દ્વારા દેશમાં તમામ પ્રાણી સંગ્રહાલયોને અત્યંત સાવચેત રહેવા, પ્રાણીઓ પર 24x7 નજર રાખવા, કોઇપણ અસામાન્ય વર્તણુક/લક્ષણો માટે CCTVનો ઉપયોગ કરવા, કીપર્સ/હેન્ડલર્સને તેમની આસપાસ સુરક્ષાત્મક સાધનો ખાસ કરીને PPE (વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો) વગર પ્રવેશવાની અનુમતી ના આપવા, બીમાર પ્રાણીઓને એકાંતમાં રાખવા અને ક્વૉરન્ટાઇન કરવા અને જ્યારે પ્રાણીઓને ખોરાક પૂરો પાડવામાં આવે ત્યારે ઓછામાં ઓછો તેમની સાથે સંપર્ક રાખવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611805

 

દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ અને લૉકડાઉન દરમિયાન જહાજ પરિચાલન સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવા માટે જહાજ મંત્રત્રાલય સક્રીય ભૂમિકા ભજવી રહ્યું છે

એપ્રિલથી માર્ચ 2020 દરમિયાન મુખ્ય બંદરો પર નિયંત્રિત કરવામાં આવેલા કુલ ટ્રાફિકમાં ટન પ્રમાણે 0.82% વધારો જોવા મળ્યો છે. 46000થી વધુ ક્રૂ/ મુસાફરોનું બંદરો પર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. મુખ્ય બંદરો દ્વારા કોઇપણ બંદર વપરાશકર્તા પાસેથી દંડ, ડેમરેજ, ચાર્જ, ફી, ભાડુ લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તમામ મુખ્ય બંદર ટ્રસ્ટની હોસ્પિટલો કોવિડ-19 માટે તૈયાર કરવામાં આવી છે. જહાજ વિભાગના DG સીફેરર્સ, વેવર્સ, શિપિંગ લાઇન્સ, સેનિટાઈઝેશન, સલામતી પ્રમાણપત્રોને લગતી રાહત પૂરી પાડે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612096

 

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સમાં જોરહાટ, લેંગપુઇ, દીમાપૂર, ઇમ્ફાલ તેમજ પૂર્વોત્તરના અન્ય પ્રદેશોમાં તબીબી પૂરવઠો લઇ જવામાં આવ્યો

152 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સમાં 200 ટનથી વધુ તબીબી માલસામાન અંતરિયાળ અને પર્વતીય વિસ્તારો સહિત સમગ્ર ભારતમાં પહોંચાડવામાં આવ્યો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612031

 

સ્માર્ટ સિટીમાં શહેરી વહીવટીતંત્ર અને તબીબી કર્મીના સહયોગથી કોવિડ-19નો સામનો કરવા માટેના સમન્વિત પ્રયાસો હાથ ધરાયા

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612001

 

ઇન-હાઉસ PPE કવરઓલ બનાવવા માટે ભારતીય રેલવેએ સમયની સામે હોડ લગાવી

ભારતીય રેલવે દ્વારા PPE પ્રકારના કવરઓલના ઉત્પાદનની ઇન-હાઉસ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જગધરી ખાતે આવેલા વર્કશોપમાં તૈયાર કરવામાં આવેલા કવરઓલને તાજેતરમાં DRDO લેબ દ્વારા માન્યતા આપવામાં આવી છે અને આ હેતુ માટે તેમને અધિકૃતતા આપવામાં આવી છે. આ માન્યતા પ્રાપ્ત ડિઝાઇન અને સામગ્રીનો ઉપયોગ હવે વિવિધ ઝોન હેઠળ આવેલા અન્ય વર્કશોપ દ્વારા આ સુરક્ષાત્મક કવરઓલ તૈયાર કરવા માટે થશે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611930

કોવિડ-19ના કારણે લૉકડાઉન વચ્ચે FCI 24 માર્ચથી 14 દિવસ દરમિયાન દેશભરામાં 18.54 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન માટે 662 રેક્સ ચલાવ્યા

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના અમલીકરણ માટે FCI દ્વારા સમગ્ર દેશના રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં માલનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે જેમાં ખાદ્યાન્ન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત આગામી ત્રણ મહિના માટે દરેક વ્યક્તિને દર મહિને 5 કિલોનો જથ્થો આપવામાં આવશે જે તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે વિતરિત કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611999

 

માનવ સંસાધન મંત્રાલય દ્વારા કોવિડ-19 સામે અને ભવિષ્યના પડકારો સામે લડવા માટે સમાધાન સ્પર્ધા શરૂ કરવામાં આવી

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના ઇનોવેશન સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ફોર્જ એન્ડ ઇનોવેશન ક્યૂરીઝના સહયોગથી સમાધાન નામની મેગા ઑનલાઇન સ્પર્ધા શરૂ કરવામાં આવી છે - આ સ્પર્ધા વિદ્યાર્થીઓની સંશોધનની ક્ષમતાની કસોટી કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612080

 

કોવિડ-19 સામેના સંઘર્ષમાં લોકોને રાહત પ્રદાન કરવાના કાર્યોમાં પૂર્વ સૈનિકો પોતાની ભૂમિકા નિભાવવા એકત્ર થયા સમગ્ર દેશ કોરોના વાયરસ (કોવિડ-19) સામે લડી રહ્યો છે ત્યારે, આર્મી, નૌકાદળ અને વાયુ સેના સાથે સંકળાયેલા ભૂતપૂર્વ સૈનિકો (ESM) નાગરિક વહીવટીતંત્રને મદદ કરી રહ્યા છે અને સ્વૈચ્છિક તેમજ નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવા આપી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612111

 

લૉકડાઉન પછી પણ જાહેર આરોગ્યને આર્થિક વિકાસની તુલનામાં પ્રાથમિકતા આપવામાં આવે: ઉપરાષ્ટ્રપતિ

દેશની આગેવાની જ્યારે 14 એપ્રિલ પછી કેવી રીતે આગળ વધુ તે અંગે મુંઝવણ અનુભવી રહી છે ત્યારે અને કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલ 3 સપ્તાહનુ લૉકડાઉન અંતની નજીક પહોંચ્યુ છે ત્યારે હવે પછી કેવો નિર્ણય લેવાશે તે અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ લોકોને અર્થતંત્રની સ્થિરતાની તુલનામાં લોકોના આરોગ્ય અંગેની નિસ્બતને વિશેષ અગ્રતા આપવા અનુરોધ કર્યો છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611967

 

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ (PMBJP) પરિયોજનાના સ્વસ્થ કે સિપાહીઆવશ્યક સેવાઓ અને દવાઓ દર્દીઓ તથા વૃદ્ધોને ઘર આંગણે પૂરી પાડી રહ્યા છે

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટોને લોક ભાષામાં સ્વસ્થ કે સિપાહીતરીકે ઓળખવામાં આવે છે. આ લોકો દર્દી અને વૃદ્ધો આવશ્યક સેવાઓ તથા દવાઓ ઘર આંગણે પૂરી પાડી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612035

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય માટે કોવિડ-19 સંબંધિત પગલાં અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી

પૂર્વોત્તર પ્રદેશ વિકાસ વિભાગ(DoNER) કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), રાજ્યમંત્રી PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ, ડૉ. જિતેન્દ્ર સિંહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DoPT, DARPG અને DoPPWની વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611995

 

પ્રધાનમંત્રીની લાઇટ બંધ કરવાની અપીલને જબરદસ્ત પ્રતિસાદમળ્યો કેન્દ્રીય વીજ મંત્રી

કોવિડ-19 સામેની લડાઈમાં રાષ્ટ્રવ્યાપી એકતા પ્રદર્શિત કરવા માટે લાઇટ બંધ કરીને દીવા પ્રગટાવીને પ્રકાશ પાથરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અપીલને વ્યાપક જનસમર્થન મળ્યું છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611824

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

પૂર્વોત્તર પ્રદેશ

  • અરુણાચલ પ્રદેશમાં, આજીવિકા મિશન પરિયોજના સહિત કેટલાક SHG કોવિડ-19 સામેની લડાઇમાં માસ્ક સહિત આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે સક્રીયપણે જોડાયા છે.
  • આસામમાં, કોવિડ-19 અંગે વિવાદિત નિવેદન કરવા બદલ ધીંગના AIUDFના ધારાસભ્ય એમીનુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે.
  • મણીપૂરના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી હતી કે, લૉકડાઉન દરમિયાન રાજ્ય દ્વારા મુખ્યમંત્રીના કોવિડ-19 રાહત ભંડોળમાંથી રાજ્યની બહાર વસતા પોતાના રાજ્યના દરેક વ્યક્તિના ખાતામાં રૂપિયા 2000 ટ્રાન્સફર કરવાવામાં આવશે.
  • મેઘાલયમાં, ખાનગી હોસ્પિટલો બિન- કોવિડ દર્દીઓનેને સારવાર આપવા માટે તૈયાર. સરકાર તબીબી બિલોની ચુકવણી કરશે.
  • મિઝોરમ આરોગ્ય વિભાગે તમામ ડૉક્ટરોને સૂચના આપી કે તેઓ તબીબી સમસ્યા ધરાવતી કોઇ વ્યક્તિ માટે કોઇપણ સમયે ઉપલબ્ધ રહે.
  • નાગાલેન્ડ સરકારે જણાવ્યું કે, નિજામુદ્દીન મકરજના શકંમદોની ઓળખ કરવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. સરકારે કહ્યું કે,  જેઓ આમા હાજર રહ્યા હતા તેઓ રાજ્ય કંટ્રોલ રૂમનો સંપર્ક કરે.
  • સિક્કીમમાં, 107 લોકો સાથે 12 ક્વૉરેન્ટાઇન સુવિધાઓ અને 4 આઇસોલેશન કેન્દ્રો છે.
  • ત્રિપૂરામાં જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે વિવિધ સંગઠનો આગળ આવ્યા.

પશ્ચિમ પ્રદેશ

  • રાજસ્થાનમાં મંગળવારે કોવિડ-19ના નવા 24 કેસ પોઝિટીવ નોંધાયા. જોધપુરમાં મહત્તમ સંખ્યા સાથે નવ કેસ પોઝિટીવ નોંધાયા. રાજ્યમાં કોવિડ-19 કુલ પોઝિટીવ કેસોનો આંકડો વધીને 325 સુધી પહોંચ્યો (રાજસ્થાન જાહેર આરોગ્ય વિભાગ).
  • ગુજરાતમાં કોવિડ-19થી અસરગ્રસ્ત કેસોની સંખ્યા મંગળવારે વધીને 165 સુધી પહોંચી જેમાં રાજ્યમાં વધુ 19 કેસમાં આ વાઇરલ ઇન્ફેક્શનનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો. નવા કેસોમાંથી અમદાવાદમાં 13 કેસો પોઝિટીવ હોવાનું નોંધાયું (સ્રોત: અગ્ર સચિવ- આરોગ્ય વિભાગ)
  • ભોપાલમાં કોવિડ-19ના વધુ 12 પોઝિટીવ કેસ નોંધાતા મધ્યપ્રદેશમાં પોઝિટીવ કેસોનો કુલ આંકડો 268 સુધી પહોંચ્યો. નવા દર્દીઓમાંથી, 7 પોલીસ જવાનો અને તેમના પરિવાજનો છે જ્યારે 5 દર્દીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે. (સ્રોત: મુખ્ય તબીબી અધિકારી, ભોપાલ)
  • ગોવા સરકારે ત્રણ દિવસમાં સામુદાયિક ડોર-ટુ-ડોર સર્વે કરવાની જાહેરાત કરી છે. અંદાજે 7,000 લોકો દ્વારા આ કામગીરી કરવામાં આવશે અને રાજ્યમાં તાવ જેવા લક્ષણો ધરાવતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોની માહિતી એકઠી કરવામાં આવશે.
  • મહારાષ્ટ્ર પોલીસે પાલઘઢ જિલ્લામાં રસાયણની ફેક્ટરીમાં દરોડો પાડીને FDAની માન્યતા વગર તૈયાર કરવામાં આવતા હેન્ડ સેનિટાઇઝરનો જથ્થો અને કાચા માલનો જથ્થો જપ્ત કર્યો હતો.

દક્ષિણ પ્રદેશ

  • કેરળ: આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 14 એપ્રિલ પછી પણ રાજ્યમાં પ્રતિબંધોનો અમલ ચાલુ રહેશે મુંબઇ પોલીસે ધારાવીના પ્રથમ કોવિડ દર્દી સાથે રોકાયેલાય કેરળના એક વ્યક્તિની ઓળખ કરી; તે તમામે દિલ્હીમાં તબલીઘી જમાનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેરળની એક વ્યક્તિનું આજે USમાં કોવિડના કારણે મૃત્યું થયું.
  • તામિલનાડુ: રાજ્ય દ્વારા ખેડૂતો માટે કેટલાંક પગલાંની જાહેરાત કરવામાં આવી: ટૉલ ફ્રી નંબર, મફત કોલ્ડ સ્ટોરેજ, મોબાઇલ શાકભાજી- ફળની દુકાન, કૃષિ ઉત્પાદન કંપનીઓ માટે ધિરાણ સુવિધા વગેરેની જાહેરાત.
  • આંધ્રપ્રદેશ: કોવિડના કારણે કુલ 4 વ્યક્તિનાં મોત નીપજ્યાં જેમાં કુર્નૂલમાં આજે 1 મોત નોંધાયું. 900 વેન્ટિલેટર ઉપલબ્ધ. રાજ્યએ હોટ સ્પોટ પરથી રેન્ડમ નમૂના લેવાનું નક્કી કર્યું. રાજ્યએ ખાનગી હોસ્પિટલોને આરોગ્યશ્રી સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ હેઠળ કોવિડના દર્દીની સારવાર કરવા નિર્દેશ આપ્યા; સારવારની ફી રૂપિયા 16,000થી રૂ. 2.16 લાખ નિર્ધારિત કરવામાં આવી.
  • તેલંગાણા: અત્યાર સુધીમાં વધુ 11 પોઝિટીવ કેસો નોંધાતા કુલ આંકડો 375 થયો; સક્રિય કેસ 317. તેલંગાણા ઉચ્ચ ન્યાયાલયમાં સંપૂર્ણ અદાલતની વીડિયો કોન્ફરન્સથી બેઠક. 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો. પોલીસ ઓટોમેટિક નંબર પ્લેટ રેગ્નેશન સિસ્ટમ (ANPR)ની મદદથી ક્રાઉડ એનાલિટિક્સ સોફ્ટવૅર અને ડ્રોન દ્વારા લૉકડાઉનનો અમલ કરાવી રહી છે.

Fact Check on #Covid19



(Release ID: 1612124) Visitor Counter : 279