પ્રધાનમંત્રીનું કાર્યાલય
યુકે (UK) ના વિદેશ સચિવ પ્રધાનમંત્રીને મળ્યા
प्रविष्टि तिथि:
04 JUN 2026 9:37PM by PIB Ahmedabad
યુકે (UK) ના વિદેશ સચિવ ઇવેટ કૂપરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ મુલાકાત અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તાજેતરના સમયમાં ભારત-યુકે ભાગીદારીના વિસ્તરણની પ્રશંસા કરી હતી, જેણે બંને દેશો માટે વૃદ્ધિની અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલ્યા છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-યુકે વિઝન 2035 ભાગીદારીને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને વૈશ્વિક કલ્યાણ માટેના સંયુક્ત પ્રયાસોને મજબૂત કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"યુકેના વિદેશ સચિવ ઇવેટ કૂપરને મળીને આનંદ થયો. તાજેતરના સમયમાં ભારત-યુકે ભાગીદારીના વિસ્તરણની પ્રશંસા કરી, જેણે આપણા બંને દેશો માટે વૃદ્ધિની અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલ્યા છે.
ભારત-યુકે વિઝન 2035 આપણી ભાગીદારીને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને વૈશ્વિક કલ્યાણ માટેના આપણા સંયુક્ત પ્રયાસોને મજબૂત કરશે. @YvetteCooperMP"
SM/DK/JD
(रिलीज़ आईडी: 2269112)
आगंतुक पटल : 14