ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામના લોકોને ડોલ જાત્રા અને ડોલ પૂર્ણિમાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
ભક્તિ અને રંગોનો આ તહેવાર દરેકના જીવનમાં સારા સ્વાસ્થ્ય, ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના
ભગવાન શ્રીકૃષ્ણ સાથેના આ આનંદમય મિલનનો ઉત્સવ બધા માટે ખુશી અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના
આ તહેવારની ભવ્યતા આપણી સંસ્કૃતિ અને વારસામાં આપણા મૂળને વધુ મજબૂત બનાવે તેવી પ્રાર્થના
પોસ્ટેડ ઓન:
03 MAR 2026 12:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ડોલ જાત્રા અને ડોલ પૂર્ણિમાના શુભ પ્રસંગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું, "ડોલ જાત્રા નિમિત્તે પશ્ચિમ બંગાળના મારા બહેનો અને ભાઈઓને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવારની ભવ્યતા આપણી સંસ્કૃતિ અને વારસામાં આપણા મૂળને મજબૂત બનાવે અને દરેક માટે સુખ અને સમૃદ્ધિ લાવે."
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, “ડોલા પૂર્ણિમાના અવસરે ઓડિશાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રીકૃષ્ણ સાથેના આ આનંદમય મિલનનો ઉત્સવ સૌના જીવનમાં સુખ અને સદભાગ્યના આશીર્વાદ લાવે.”
શ્રી અમિત શાહે કહ્યું, "ડોલ જાત્રાના શુભ પ્રસંગે આસામની મારી બહેનો અને ભાઈઓને શુભકામનાઓ. ભક્તિ અને રંગોનો આ તહેવાર દરેકના જીવનને સારા સ્વાસ્થ્ય, ખુશી અને સમૃદ્ધિથી ભરી દે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2234909)
મુલાકાતી સંખ્યા : 78
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam