નાણા મંત્રાલય
વર્લ્ડ બેંકે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની દ્રષ્ટિએ ઓછી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોમાં ભારતને ટોચના પાંચ દેશોમાં સ્થાન આપ્યું છે
હાઈ-સ્પીડ કોરિડોર લગભગ દસ ગણો વધ્યો- 550 કિમી (નાણાકીય વર્ષ 14) થી વધીને 5,364 કિમી (નાણાકીય વર્ષ 26, ડિસેમ્બર સુધી)
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર છે, જેમાં એરપોર્ટની સંખ્યા 2014 માં 74 થી વધીને 2025 માં 164 થઈ ગઈ છે
બહેતર ટર્નઅરાઉન્ડ સમય સાથે, વર્લ્ડ બેંકના ઇન્ડેક્સ 2024 માં 7 બંદરો ટોચના 100 માં સ્થાન ધરાવે છે
એકંદર રિન્યુએબલ ઊર્જા અને સ્થાપિત સોલર ક્ષમતામાં ભારત ત્રીજા ક્રમે છે
प्रविष्टि तिथि:
29 JAN 2026 2:10PM by PIB Ahmedabad
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની વિકાસ વ્યૂહરચનાના કેન્દ્રમાં ચાલુ રહ્યું છે, જેમાં સાર્વજનિક મૂડી ખર્ચ નાણાકીય વર્ષ 15 થી સતત ઉપર તરફના માર્ગે છે, અને આ સંક્રમણની એક નિર્ણાયક વિશેષતા PM ગતિશક્તિ દ્વારા મલ્ટીમોડલ પ્લાનિંગનું સંસ્થાકીયકરણ છે, જે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પૂરક છે જે ટ્રાન્ઝેક્શન ખર્ચ અને અમલીકરણના જોખમોને ઘટાડી રહ્યા છે, તેમ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 માં જણાવવામાં આવ્યું છે.
જાહેર મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો
આ પરિવર્તનનું મુખ્ય તત્વ જાહેર મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો છે. ભારત સરકારનો મૂડી ખર્ચ નાણાકીય વર્ષ 18 માં ₹2.63 લાખ કરોડથી આશરે 4.2 ગણો વધીને નાણાકીય વર્ષ 26 (BE) માં ₹11.21 લાખ કરોડ થયો છે, જ્યારે નાણાકીય વર્ષ 26 (BE)માં અસરકારક મૂડી ખર્ચ ₹15.48 લાખ કરોડ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્ય વૃદ્ધિ ચાલકબળ તરીકે સ્થાપિત કરે છે, અને અર્થતંત્ર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પેદા થતી મજબૂત મલ્ટિપ્લાયર અસરોને સ્વીકારે છે, તેમ આર્થિક સર્વેક્ષણ 2025-26 એ જણાવ્યું છે.
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ લેન્ડસ્કેપમાં ફેરફાર
ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ લેન્ડસ્કેપ બદલાઈ રહ્યું છે અને બેંક ક્રેડિટની બહાર વધુને વધુ વૈવિધ્યસભર બની રહ્યું છે, જેમાં કોમર્શિયલ સેક્ટરને NBFC ક્રેડિટ નાણાકીય વર્ષ 20-25 દરમિયાન 43.3% ના CAGR થી વધી રહી છે, સાથે લાંબા ગાળાની સંસ્થાકીય મૂડી એકત્ર કરવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) ની વધતી ભૂમિકા છે, તેમ સર્વે 2025-26 કહે છે.
જાહેર ખાનગી ભાગીદારી
આર્થિક સર્વેક્ષણ 2025-26 એ જણાવ્યું છે કે વર્લ્ડ બેંક ભારતને ઓછી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ટોચના પાંચ દેશોમાં સ્થાન આપે છે. ભારત દક્ષિણ એશિયામાં PPI રોકાણના સૌથી મોટા પ્રાપ્તકર્તા તરીકે પણ ઉભરી આવ્યું છે, જે પ્રદેશના કુલ ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ મજબૂત વૈશ્વિક સ્થિતિ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ એપ્રેઝલ કમિટી (PPPAC) દ્વારા પ્રોજેક્ટ મંજૂરીઓમાં થયેલા નોંધપાત્ર વધારામાં સ્થાનિક રીતે પ્રતિબિંબિત થાય છે.
મુખ્ય ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
નેશનલ હાઈવે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે, જેમાં NH નેટવર્ક લગભગ 60 ટકા વધીને 91,287 કિમી (નાણાકીય વર્ષ 14) થી 1,46,572 કિમી (નાણાકીય વર્ષ 26, ડિસેમ્બર સુધી) થયું છે અને કાર્યરત હાઈ-સ્પીડ કોરિડોર લગભગ દસ ગણો વધીને — 550 કિમી (નાણાકીય વર્ષ 14) થી 5,364 કિમી (નાણાકીય વર્ષ 26, ડિસેમ્બર સુધી) થયા છે. રોડવેઝ અને હાઈવે સેક્ટરમાં મુખ્ય પહેલો અને સુધારાઓમાં હાઈ-સ્પીડ કોરિડોર ડેવલપમેન્ટ, ઈકોનોમિક નોડ કનેક્ટિવિટી અને અર્બન ડીકન્જેશન (શહેરી ભીડ ઘટાડવી) [1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડ અને બાયપાસ માટે નવી નીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે] નો સમાવેશ થાય છે, તેમ આર્થિક સર્વેક્ષણ 2025-26 માં જણાવાયું છે.
રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર: આર્થિક સર્વેક્ષણ 2025-26 માં જણાવાયું છે કે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિસ્તરતું રહ્યું છે, જેમાં રેલ નેટવર્ક માર્ચ 2025 સુધીમાં 69,439 રૂટ કિમી સુધી પહોંચી ગયું છે, નાણાકીય વર્ષ 26 માં 3,500 કિમીના વધારાનો લક્ષ્યાંક છે, અને ઓક્ટોબર 2025 સુધીમાં 99.1 ટકા વીજળીકરણ હાંસલ કરવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોની એક નિર્ણાયક વિશેષતા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો રેકોર્ડ મૂડી ખર્ચ રહ્યો છે, જેમાં નવી લાઇન, ડબલિંગ અને મલ્ટી-ટ્રેકિંગ, રોલિંગ સ્ટોક વૃદ્ધિ, સિગ્નલિંગ અને સલામતી સંબંધિત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રેલવે ક્ષેત્રની મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલોમાં ઇકોનોમિક રેલવે કોરિડોર (ત્રણ કોરિડોર કાર્યક્રમો - ઊર્જા, મિનરલ અને સિમેન્ટ; પોર્ટ કનેક્ટિવિટી; અને હાઈ ટ્રાફિક ડેન્સિટી રૂટ્સ), મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, સ્ટેશન પુનઃવિકાસ [અમૃત ભારત સ્ટેશન યોજના - 1337 સ્ટેશનો પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે], સલામતી અને ટેકનોલોજી અપગ્રેડેશન [કવચ – એડવાન્સ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ], ટ્રેક અપગ્રેડેશન [78 ટકાથી વધુ ટ્રેક 110 કિમી પ્રતિ કલાક અને તેથી વધુની સેક્શનલ સ્પીડ માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે] અને PPPs નો સમાવેશ થાય છે.
નાગરિક ઉડ્ડયન: ભારત વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં એરપોર્ટની સંખ્યા 2014 માં 74 થી વધીને 2025માં 164 થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 25માં, ભારતીય એરપોર્ટ્સે 412 મિલિયન મુસાફરોને હેન્ડલ કર્યા હતા અને નાણાકીય વર્ષ 31 સુધીમાં તે વધીને 665 મિલિયન થવાનો અંદાજ છે. વધુમાં, એર કાર્ગો વોલ્યુમ નાણાકીય વર્ષ 15 માં 2.53 MMT થી વધીને નાણાકીય વર્ષ 25 માં 3.72 MMT થયું છે. આ વૃદ્ધિ RCS-UDAN, ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી, એરપોર્ટ આધુનિકીકરણ અને ક્ષમતા વિસ્તરણ, ડિજિટલ અને ટેકનોલોજીકલ પહેલો [ડીજી યાત્રા, ઉદાર ડ્રોન નિયમો] અને ભારતીય વાયુયાન વિધેયક 2024 અને એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સમાં હિતોનું રક્ષણ અધિનિયમ 2025 જેવા કાયદાકીય સુધારાઓ જેવી અનેક મુખ્ય નીતિગત પહેલો દ્વારા સંચાલિત છે, તેમ આર્થિક સર્વેક્ષણ 2025-26 એ જણાવ્યું છે.
બંદરો અને શિપિંગ: મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 અને મેરીટાઇમ અમૃત કાલ વિઝન 2047 હેઠળ, બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, નિયમનકારી માળખાને વધારવા, કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પરિણામ એ આવ્યું છે કે ભારતીય બંદરોએ સરેરાશ કન્ટેનર વેસલ ટર્નઅરાઉન્ડ સમયમાં લગભગ વૈશ્વિક ધોરણો હાંસલ કર્યા છે, જેમાં સાત બંદરો હવે વર્લ્ડ બેંકના કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2024 માં ટોચના 100 માં સ્થાન ધરાવે છે. બંદરો અને શિપિંગ ક્ષેત્રના તાજેતરના કાયદાકીય સુધારાઓમાં મર્ચન્ટ શિપિંગ એક્ટ 2025, કોસ્ટલ શિપિંગ એક્ટ 2025, ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ 2025, બિલ્સ ઓફ લેડિંગ એક્ટ 2025 અને કેરેજ ઓફ ગુડ્સ બાય સી એક્ટ 2025 નો સમાવેશ થાય છે.
દેશમાં અંતર્દેશીય જળ પરિવહનમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નવેમ્બર 2025 સુધીમાં, 32 રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત છે જે 5155 કિમીમાં ફેલાયેલા છે, જેમાં 29 NWs પર કાર્ગો કામગીરી, 15 NWs પર ક્રૂઝ કામગીરી અને 23 NWs પર પેસેન્જર સેવાઓ છે; 11 NWs ત્રણેય મોડ્સને સપોર્ટ કરે છે જે મજબૂત મલ્ટિમોડલ એકીકરણ દર્શાવે છે. અંતર્દેશીય જળ પરિવહન (IWT) દ્વારા કાર્ગોની હિલચાલ 2013-14 માં 18 MMT થી નોંધપાત્ર રીતે વધીને 2024-25 માં 146 MMT થઈ છે.
શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં, દેશની શિપબિલ્ડિંગ અને મેરીટાઇમ ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા માટે સપ્ટેમ્બર 2025 માં ₹69,725 કરોડના વ્યાપક પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, તકનીકી રીતે અદ્યતન અને ટકાઉ દરિયાઈ ક્ષેત્ર વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ચાર સ્તંભ અભિગમ અપનાવે છે, તેમ આર્થિક સર્વેક્ષણ 2025-26 માં જણાવાયું છે.
ઊર્જા ક્ષેત્ર
પાવર (વીજળી): પાવર ક્ષેત્રે ક્ષમતામાં સતત વિસ્તરણ નોંધાવ્યું છે, જેમાં સ્થાપિત ક્ષમતા નવેમ્બર 2025 સુધીમાં 11.6 ટકા (y-o-y) વધીને 509.74 GW થઈ છે. ભારત સરકારે દરેક ઘરમાં અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્યો/વિતરણ ઉપયોગિતાઓને ટેકો આપવા માટે અનેક પહેલો અમલમાં મૂકી છે. DDUGJY, ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ (IPDS) અને PM સૌભાગ્ય (SAUBHAGYA) હેઠળ વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે આશરે 1.85 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. જેમાં DDUGJY હેઠળ 18,374 ગામડાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું અને સૌભાગ્ય સમયગાળા દરમિયાન 2.86 કરોડ ઘરોમાં વીજળી પહોંચી છે. પરિણામ એ આવ્યું છે કે માંગ-પુરવઠાનો તફાવત નાણાકીય વર્ષ 14 માં 4.2 ટકાથી ઘટીને નવેમ્બર 2025 સુધીમાં શૂન્ય થઈ ગયો છે.
વિતરણ ઉપયોગિતાઓની નાણાકીય સ્થિરતા અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે રાજ્યોને વધુ સહાય કરવા માટે, 2021 માં ₹3.03 લાખ કરોડના ખર્ચ સાથે રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે અને અન્ય અનેક પહેલોના પરિણામે પાવર સેક્ટરના સુધારાઓએ ઐતિહાસિક પરિવર્તન લાવ્યું હતું, જેમાં ડિસ્કોમ્સ (DISCOMs) એ પ્રથમ વખત નાણાકીય વર્ષ 25 માં ₹2,701 કરોડનો પોઝિટિવ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, સાથે AT&C નુકસાનમાં પણ ઘટાડો થયો છે જે 22.62 ટકા (નાણાકીય વર્ષ 14) થી ઘટીને 15.04 ટકા (નાણાકીય વર્ષ 25) થયો છે. વિતરણ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સરકારે પાવર સેક્ટરમાં કાર્યક્ષમતા, સ્પર્ધા અને નાણાકીય શિસ્ત વધારવાના ઉદ્દેશ્ય સાથે ઈલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ, 2026 નો પ્રસ્તાવ મૂક્યો છે, તેમ આર્થિક સર્વેક્ષણ 2025-26 કહે છે.
રિન્યુએબલ ઊર્જા: ભારતનું ઊર્જા લેન્ડસ્કેપ માળખાગત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં નવેમ્બર 2025 સુધીમાં રિન્યુએબલ ઊર્જા હવે કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના આશરે 49.83 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં ભારત એકંદર RE અને સ્થાપિત સોલર ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે અને સ્થાપિત વિન્ડ ક્ષમતામાં ચોથા ક્રમે છે. કુલ રિન્યુએબલ ઊર્જા ક્ષમતા છેલ્લા દાયકામાં ત્રણ ગણાથી વધુ વધી છે, જે માર્ચ 2014 માં 76.38 GW થી વધીને નવેમ્બર 2025 સુધીમાં 253.96 GW થઈ ગઈ છે, તેમ આર્થિક સર્વેક્ષણ 2025-26 કહે છે.
આર્થિક સર્વેક્ષણનો નિષ્કર્ષ એ છે કે તાજેતરના વર્ષોમાં ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહરચના સ્કેલ, સંકલન અને ગુણવત્તા તરફ નિર્ણાયક પરિવર્તન પ્રતિબિંબિત કરે છે, જેમાં સતત જાહેર મૂડી ખર્ચ વૃદ્ધિ માટે શક્તિશાળી ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. રસ્તાઓ, રેલવે, બંદરો, નાગરિક ઉડ્ડયન, ઊર્જા, ડિજિટલ અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંકલિત રોકાણોથી મૂર્ત કાર્યક્ષમતા લાભો - ઓછો મુસાફરી સમય, ઝડપી માલસામાનની હિલચાલ, સુધારેલ લોજિસ્ટિક્સ પ્રદર્શન અને આવશ્યક સેવાઓ સુધી વ્યાપક પહોંચ મળવાનું શરૂ થયું છે. PM ગતિશક્તિ દ્વારા સંકલિત આયોજનના સંસ્થાકીયકરણની સાથે ધિરાણ, એસેટ મોનેટાઇઝેશન અને જાહેર-ખાનગી ભાગીદારીમાં સુધારાઓએ ખાનગી રોકાણને આકર્ષવાની સાથે પ્રોજેક્ટની તૈયારી અને અમલીકરણને મજબૂત બનાવ્યું છે.
SM/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2220141)
आगंतुक पटल : 8