પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
14 JUL 2025 3:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે તેમને ભારતીય સિનેમા અને સંસ્કૃતિના એક અનુકરણીય પ્રતિક તરીકે યાદ કરવામાં આવશે. તેમના વૈવિધ્યસભર અભિનયથી પેઢીઓ સુધી અમીટ છાપ પડી છે. વિવિધ ભાષાઓમાં ફેલાયેલા અને વિવિધ વિષયોને આવરી લેતા તેમના કાર્યોએ તેમના બહુમુખી સ્વભાવને ઉજાગર કર્યો, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં લખ્યું હતું કે;
“પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધનથી દુઃખ થયું. તેમને ભારતીય સિનેમા અને સંસ્કૃતિના અનુકરણીય પ્રતિક તરીકે યાદ કરવામાં આવશે. તેમના વૈવિધ્યસભર અભિનયથી પેઢીઓ સુધી પેઢીઓ સુધી અમીટ છાપ પડી ગઈ. વિવિધ ભાષાઓમાં ફેલાયેલા અને વિવિધ વિષયોને આવરી લેતા તેમના કાર્યોએ તેમના બહુમુખી સ્વભાવને ઉજાગર કર્યો. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2144526)
आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam