પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
14 JUL 2025 11:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સાથે વિવિધ પ્રસંગોએ થયેલી તેમની મુલાકાતો અને વાતચીતોને યાદ કરી. શ્રી મોદીએ કહ્યું કે મુહમ્મદુ બુહારીની બૌદ્ધિકતા, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદભુત હતી. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, લોકો અને નાઇજીરીયાની સરકાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના અવસાનથી ખૂબ દુઃખ થયું. મને વિવિધ પ્રસંગોએ થયેલી અમારી મુલાકાતો અને વાતચીતો યાદ છે. તેમની બૌદ્ધિકતા, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદભુત હતી. હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, લોકો અને નાઇજીરીયાની સરકાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.
@officialABAT
@NGRPresident”
AP/NP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2144471)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam