પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 21 APR 2025 2:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા.

તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:

"પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ કરશે. નાનપણથી જ, તેમણે ભગવાન ઈસુ ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા. તેમણે ગરીબો અને વંચિતોની ભક્તિભાવથી સેવા કરી. તેમણે પીડિત લોકોમાં આશાની ભાવના જગાવી."

મને તેમની સાથેની મારી મુલાકાતો ખૂબ જ યાદ છે અને સમાવિષ્ટ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી હું ખૂબ પ્રેરિત થયો છું. ભારતના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2123142) आगंतुक पटल : 83
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Nepali , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam