પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી
                    
                    
                        
બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
તેમણે પ્રધાનમંત્રી મિત્સોતાકિસની ભારત યાત્રા પછી દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટીમાં પ્રગતિની સમીક્ષા કરી
 
તેમણે IMEEC સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું
                    
                
                
                    Posted On:
                02 NOV 2024 8:22AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ. 
પ્રધાનમંત્રી મિત્સોતાકિસે ભારતમાં સામાન્ય ચૂંટણી પછી પ્રધાનમંત્રી મોદીને ફરીથી ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા.
બંને નેતાઓએ હાલમાં જ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં સર્જાયેલી ગતિની પ્રશંસા કરી અને ભારત-ગ્રીસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
તેઓએ આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી મિત્સોતાકિસની ભારત મુલાકાત બાદ વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટી સહિત દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી.
બંને નેતાઓએ IMEEC અને પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. 
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
 
 
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2070270)
                Visitor Counter : 171
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam