પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કચ્છમાં ભારતીય સશસ્ત્ર દળો સાથે દિવાળીની ઉજવણી કરી
અમને આપણા સુરક્ષા કર્મચારીઓ પર ખૂબ ગર્વ છે, જેઓ પ્રતિકૂળ સ્થળોએ મક્કમ છે અને આપણું રક્ષણ કરે છે: પ્રધાનમંત્રી
Posted On:
31 OCT 2024 7:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કચ્છનાં ક્રીક એરિયામાં લક્કી નાળામાં બીએસએફ, આર્મી, નેવી અને એરફોર્સનાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમને આપણાં સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ પ્રતિકૂળ સ્થળોએ દ્રઢતાપૂર્વક ઊભા છે અને આપણું રક્ષણ કરે છે. કચ્છનો ક્રીક વિસ્તાર અત્યંત તાપમાનને કારણે પડકારજનક અને દૂરસ્થ બંને છે. તેની પાસે અન્ય પર્યાવરણીય પડકારો પણ છે, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ક્રીક વિસ્તારમાં તરતા એક બીઓપીમાં જઈને બહાદુર સુરક્ષાકર્મીઓ સાથે મીઠાઈ વહેંચી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગુજરાતનાં કચ્છમાં આપણાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી.
Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB
— Narendra Modi (@narendramodi) October 31, 2024
આપણા સુરક્ષા કર્મચારીઓ દુર્ગમ સ્થાનો પર અડગ રહે છે અને આપણું રક્ષણ કરે છે. અમને તેમના પર ખૂબ ગર્વ છે.
Our security personnel stand firm in the inhospitable of places and protect us. We are very proud of them. pic.twitter.com/FlbxvO2VHw
— Narendra Modi (@narendramodi) October 31, 2024
કચ્છના ક્રીક એરિયામાં આવેલા લક્કી નાળા ખાતે બીએસએફ, આર્મી, નેવી અને એરફોર્સના આપણા બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી એ જાણીને આનંદ થયો. આ ક્ષેત્ર પડકારજનક અને દૂરસ્થ બંને છે. દિવસો કાળઝાળ ગરમી હોય છે અને તેમાં ઠંડી પણ પડે છે. ક્રીક વિસ્તારમાં અન્ય પર્યાવરણીય પડકારો પણ છે.
Glad to have celebrated Diwali with our brave personnel from the BSF, Army, Navy, and Air Force at Lakki Nala in the Creek Area, Kutch. This area is both challenging and remote. The days are scorching hot and it also gets cold. The Creek area has other environmental challenges as… pic.twitter.com/LlcNER4XQF
— Narendra Modi (@narendramodi) October 31, 2024
ક્રીક વિસ્તારમાં એક તરતા બીઓપીમાં ગયા અને અમારા બહાદુર સુરક્ષા કર્મચારીઓ સાથે મીઠાઈ વહેંચી."
Went to one of the floating BOPs in the Creek area and shared sweets with our brave security personnel. pic.twitter.com/aZ6pE1eajK
— Narendra Modi (@narendramodi) October 31, 2024
AP/GP/JD
(Release ID: 2069925)
Visitor Counter : 55
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam