પ્રધાનમંત્રીનું કાર્યાલય
જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
Posted On:
19 AUG 2024 9:53PM by PIB Ahmedabad
જાપાનના વિદેશ મંત્રી શ્રીમતી કામિકાવા યોકો અને સંરક્ષણ મંત્રી શ્રી કિહારા મિનોરુ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી મોદીએ ત્રીજી ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય બેઠક પહેલા બંનેને ભારતમાં આવકાર્યા. પ્રધાનમંત્રીએ બેઠક દરમિયાન ભારત-જાપાન સંરક્ષણ અને સુરક્ષા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“ત્રીજી ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક પહેલા જાપાનના વિદેશ મંત્રી @Kamikawa_Yoko અને સંરક્ષણ મંત્રી @kihara_minoruને મળીને આનંદ થયો. ભારત-જાપાન સંરક્ષણ અને સુરક્ષા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત-જાપાન ભાગીદારીની ભૂમિકાને પુનઃપુષ્ટિ કરી.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2047464)
Visitor Counter : 68
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam