પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા કરી


પીએમને પ્રભાવિત રાજ્યો પર ચક્રવાતની અસર વિશે માહિતી આપવામાં આવી

પીએમએ કહ્યું કે સરકાર અસરગ્રસ્ત રાજ્યોને સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલુ રાખશે

એનડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે; ટીમોએ સ્થળાંતર, એરલિફ્ટિંગ અને રોડ ક્લિયરન્સ કામગીરી હાથ ધરી

PMએ ગૃહ મંત્રાલયને પરિસ્થિતિ પર નજર રાખવા અને પુનઃસ્થાપન માટે જરૂરી સહાયતા આપવા માટે નિયમિતપણે આ બાબતની સમીક્ષા કરવા પણ સૂચના આપી

Posted On: 02 JUN 2024 2:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા કરી હતી.

પીએમને બેઠક દરમિયાન ચક્રવાતની અસરગ્રસ્ત રાજ્યો પરની અસર વિશે માહિતી આપવામાં આવી હતી. મિઝોરમ, આસામ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે માનવ જીવન અને મકાનો અને મિલકતોને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે. ટીમોએ સ્થળાંતર, એરલિફ્ટિંગ અને રોડ ક્લિયરન્સ કામગીરી હાથ ધરી છે. બેઠક દરમિયાન, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો સાથે નિયમિત સંપર્કમાં છે.

PM એ કહ્યું કે ભારત સરકાર ચક્રવાતથી પ્રભાવિત રાજ્યને સંપૂર્ણ સહાય આપવાનું ચાલુ રાખશે. પીએમએ ગૃહ મંત્રાલયને પણ પરિસ્થિતિ પર નજર રાખવા અને પુનઃસ્થાપન માટે જરૂરી સહાયતા આપવા માટે નિયમિતપણે આ બાબતની સમીક્ષા કરવા સૂચના આપી હતી.

પીએમના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ડીજી એનડીઆરએફ અને સભ્ય સચિવ, એનડીએમએ તેમજ પીએમઓ અને સંબંધિત મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2022520) Visitor Counter : 134