નાણા મંત્રાલય
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું- ગરીબીને હરાવવા માટે સરકાર સબકા સાથ દ્વારા ગરીબોને સશક્ત બનાવી રહી છે
પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ અને પ્રધાનમંત્રી જનમન યોજના મારફતે સીધો લાભ હસ્તાંતરણ લોકોને સશક્ત બનાવવાનો પુરાવો છેઃ નાણામંત્રી
Posted On:
01 FEB 2024 12:38PM by PIB Ahmedabad
દેશ કા કલ્યાણ તરીકે ગરીબ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબોને સશક્ત કરવામાં માને છે.
શ્રીમતી સીતારામને આજે વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, "અધિકારો મારફતે ગરીબી દૂર કરવા અગાઉનાં અભિગમમાં ખૂબ જ સાધારણ પરિણામો મળ્યાં હતાં. જ્યારે ગરીબો વિકાસની પ્રક્રિયામાં સશક્ત ભાગીદાર બને છે, ત્યારે તેમને સહાય કરવાની સરકારની શક્તિમાં પણ અનેકગણો વધારો થાય છે."
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સબકા સાથના અનુસંધાનમાં સરકારે 25 કરોડ લોકોને બહુ-આયામી ગરીબીમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરી છે. શ્રીમતી સીતારમને વધુમાં જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો હવે આવા સશક્ત લોકોની ઊર્જા અને જુસ્સો સાથે સુમેળભર્યા બની રહ્યા છે; આ ખરેખર તેમને ગરીબીમાંથી ઉન્નત કરી રહ્યું છે.
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે રૂ. 34 લાખ કરોડ રૂપિયાની ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર’ પીએમ-જન ધન ખાતાઓનો ઉપયોગ કરીને થતા સરકારને 2.7 લાખ કરોડની બચત થઈ અને આ અગાઉના પ્રચલિત લીકેજને ટાળવાથી શક્ય બન્યું છે. આ બચતથી ‘ગરીબ કલ્યાણ’ માટે વધુ ભંડોળ પૂરું પાડવામાં મદદ મળી છે.
ગરીબોને સશક્ત બનાવતી યોજનાઓના ઉદાહરણો ટાંકતા, શ્રીમતી સીતારામને કહ્યું, “PM-SVANidhiએ 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને ક્રેડિટ સહાય પૂરી પાડી છે. તેમાંથી કુલ 2.3 લાખને ત્રીજી વખત ક્રેડિટ મળી છે.
PM-જનમન યોજનાને સશક્તીકરણના મુખ્ય ઉદાહરણ તરીકે ટાંકીને કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે આ યોજના ખાસ કરીને નબળા આદિવાસી જૂથો સુધી પહોંચે છે, જેઓ અત્યાર સુધી વિકાસના ક્ષેત્રની બહાર રહ્યા છે.
CB/GP/JD
(Release ID: 2001394)
Visitor Counter : 168
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam