નાણા મંત્રાલય
સરકાર મધ્યમ વર્ગના લાયક વર્ગોને "ભાડાના મકાનો, અથવા ઝૂંપડપટ્ટીઓ, અથવા ચાલ અને અનધિકૃત વસાહતોમાં રહેતા" ને તેમના પોતાના મકાનો ખરીદવા અથવા બનાવવા માટે મદદ કરવા માટે યોજના શરૂ કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સરકાર 3 કરોડ મકાનોનું લક્ષ્ય હાંસલ કરવાની નજીક
પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઊભી થતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનોની કામગીરી હાથ ધરવામાં આવશે
Posted On:
01 FEB 2024 12:48PM by PIB Ahmedabad
આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ જાહેરાત કરી હતી કે સરકાર મધ્યમ વર્ગના લાયક વર્ગોને "ભાડાના મકાનો, અથવા ઝૂંપડપટ્ટીઓ, અથવા ચાલ અને અનધિકૃત વસાહતોમાં રહેતા" ને તેમના પોતાના મકાનો ખરીદવા અથવા બનાવવા માટે મદદ કરવા માટે એક યોજના શરૂ કરશે
પીએમ આવાસ યોજના (ગ્રામીણ)ની ઉપલબ્ધિ પર પ્રકાશ પાડતા કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે કોવિડના કારણે પડકારો છતાં આ યોજનાનો અમલ ચાલુ જ રહ્યો અને સરકાર ત્રણ કરોડ આવાસોના લક્ષ્યને પ્રાપ્ત કરવાની નજીક છે. તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં કુટુંબોની સંખ્યામાં વધારાને કારણે ઊભી થનારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વધુ બે કરોડ મકાનોની કામગીરી હાથ ધરવામાં આવશે.
શ્રીમતી નિર્મલા સીતારામને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર વિકાસલક્ષી અભિગમ સાથે કામ કરી રહી છે, જે સર્વાંગી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક (सर्वांगीण, सर्वस्पर्शी और सर्वसमावेशी) છે. જે 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવા માટે છે.
CB/GP/JD
(Release ID: 2001232)
Visitor Counter : 145
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam