પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ જીતવા બદલ નિતેશ કુમાર, તરુણ ધિલ્લોનને અભિનંદન પાઠવ્યા

Posted On: 27 OCT 2023 7:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડબલ્સ બેડમિન્ટન SL3-SL4 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિતેશ કુમાર અને તરુણ ધિલ્લોનને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તેમના ટીમવર્કની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે આવનારા એથ્લેટ્સ માટે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"નિતેશ કુમાર અને તરુણ ધિલ્લોનને બેડમિન્ટન - મેન્સ ડબલ્સ SL3-SL4 માં ભવ્ય ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. તેમની ટીમ વર્ક અને પ્રતિભાએ આવનારા એથ્લેટ્સ માટે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ભારતને તેમના પર ગર્વ છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1972320) Visitor Counter : 86