પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પેરા કેનોઇંગ મહિલા VL2 ફાઇનલમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રાચી યાદવને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 23 OCT 2023 11:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાચી યાદવને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પેરા કેનોઇંગ મહિલા VL2 ફાઇનલમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પ્રાચી યાદવે એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ મેડલ મેળવીને ભારતીય રમતગમતના ઈતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે.

પેરા કેનોઇંગ મહિલા VL2 ફાઇનલમાં નોંધપાત્ર સિલ્વર મેડલ જીતવા બદલ પ્રાચી યાદવને અભિનંદન.

તેના અદ્ભુત પ્રદર્શને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1969969) મુલાકાતી સંખ્યા : 179