વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

શનિવાર-રવિવાર, 28-29 ઓક્ટોબર 2023 6-7 કારતક, શક સંવત 1945એ આંશિક ચંદ્રગ્રહણ

Posted On: 20 OCT 2023 12:32PM by PIB Ahmedabad

28-29 ઓક્ટોબર, 2023 (6-7 કારતક, શક સંવત 1945)ના રોજ આંશિક ચંદ્રગ્રહણ થશે. જો કે ચંદ્ર 28 ઓક્ટોબરની મધ્યરાત્રિએ પેનમ્બ્રામાં પ્રવેશ કરશે, ગ્રહણનો પેનમ્બ્રલ તબક્કો 29 ઓક્ટોબરના પ્રારંભિક કલાકોમાં શરૂ થશે. ગ્રહણ મધ્યરાત્રિની આસપાસ ભારતના તમામ સ્થળોએથી દેખાશે.

આ ગ્રહણ પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, આફ્રિકા, પૂર્વીય દક્ષિણ અમેરિકા, ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાંથી દેખાશે.

આ ગ્રહણનો પડછાયો તબક્કો 29 ઓક્ટોબરે રહેશે. ભારતીય સમયના અનુસાર સવારે 01:05 કલાકે શરૂ થશે. ભારતીય સમય મુજબ બપોરે 02:24 કલાકે સમાપ્ત થશે.

ગ્રહણનો સમયગાળો 0.126 ની ખૂબ જ ઓછી તીવ્રતા સાથે 1 કલાક 19 મિનિટનો રહેશે.

ભારતમાં દૃશ્યમાન આગામી ચંદ્રગ્રહણ 07 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે અને તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે.

ભારતમાં દૃશ્યમાન છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022 ના રોજ હતું અને તે સંપૂર્ણ ગ્રહણ હતું.

જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક સીધી રેખામાં સ્થિત હોય છે ત્યારે પૂર્ણ ચંદ્ર પર ચંદ્રગ્રહણ થાય છે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સમગ્ર ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો હોય છે અને જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો હોય ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1969306) Visitor Counter : 345