પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તસ્કરી કરાયેલી કલાકૃતિઓ પરત કરવા બદલ યુએસએનો આભાર માન્યો
વિવિધ પ્રદેશો અને ભારતના પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતી 105 તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓ યુએસએથી વતન પરત
Posted On:
19 JUL 2023 12:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસએથી સ્વદેશ પરત ફરતી ભારતના વિવિધ પ્રદેશો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતી 105 તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓ બાબતે યુએસએનો આભાર માન્યો હતો.
વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“આનાથી દરેક ભારતીય ખુશ થશે. આ માટે યુએસએનો આભાર. આ અમૂલ્ય કલાકૃતિઓ પુષ્કળ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. તેમનું વતન પરત ફરવું એ આપણા વારસા અને સમૃદ્ધ ઈતિહાસને જાળવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1940675)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam