પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની બ્રિજવોટર એસોસિએટ્સના સહ-સ્થાપક શ્રી રે ડાલિયો સાથે મુલાકાત

Posted On: 21 JUN 2023 8:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યૂયોર્કમાં અમેરિકન રોકાણકાર, લેખક અને હેજ ફંડ, બ્રિજવોટર એસોસિએટ્સના સહ-સ્થાપક શ્રી રે ડાલિયોને મળ્યા હતા.

શ્રી ડાલિયો સાથેની તેમની વાતચીતમાં, પ્રધાનમંત્રીએ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં મોટા પ્રમાણમાં કાયદાકીય જોગવાઈઓના અનુપાલનમાં ઘટાડો અને અપરાધીકરણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ શ્રી ડાલિયોને ભારતમાં વધુ રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1933866) Visitor Counter : 168