પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 12મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે વર્ષભરની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 1875માં પ્રચલિત સામાજિક અસમાનતાઓનો સામનો કરવા આર્ય સમાજની સ્થાપના કરી હતી.
આર્ય સમાજે દેશના સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સરકાર સમાજ સુધારકો અને મહત્વની હસ્તીઓની ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને એવા લોકો કે જેમના યોગદાનને અખંડ ભારતના સ્તરે હજુ સુધી યોગ્ય સન્માન આપવામાં આવ્યું નથી.
Posted On:
11 FEB 2023 10:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણીના વર્ષભરના સમારોહનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ, 12મી ફેબ્રુઆરી, 1824ના રોજ થયો હતો, તેઓ એક સમાજ સુધારક હતા જેમણે 1875માં પ્રચલિત સામાજિક અસમાનતાઓનો સામનો કરવા આર્ય સમાજની સ્થાપના કરી હતી. આર્ય સમાજે સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકીને દેશના સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
સરકાર સમાજ સુધારકો અને મહત્વની હસ્તીઓની ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જેમના યોગદાનને હજુ સુધી અખંડ ભારત સ્તરે યોગ્ય સન્માન આપવામાં આવ્યું નથી. ભગવાન બિરસા મુડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવાથી માંડીને શ્રી અરબિંદોની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા સુધી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવી પહેલોને આગળથી આગળ લઈ જઈ રહ્યા છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1898246)
Visitor Counter : 298
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam