પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 04 SEP 2022 6:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સાયરસ મિસ્ત્રીના અકાળે અવસાન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું છે કે તેઓ એક આશાસ્પદ બિઝનેસ લીડર હતા જેઓ ભારતની આર્થિક ક્ષમતામાં વિશ્વાસ રાખતા હતા.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"શ્રી સાયરસ મિસ્ત્રીનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક આશાસ્પદ બિઝનેસ લીડર હતા જેઓ ભારતના આર્થિક સામર્થ્યમાં વિશ્વાસ રાખતા હતા. તેમના નિધનથી વાણિજ્ય અને ઉદ્યોગ જગત માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે."

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1856676) મુલાકાતી સંખ્યા : 203