પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્વામી આત્મસ્થાનંદની જન્મ શતાબ્દીની ઉજવણીમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ સ્વામીજીના મિશનને લોકો સુધી પહોંચાડવા માટે ફોટો બાયોગ્રાફી અને ડોક્યુમેન્ટ્રી રિલિઝ કરવા બદલ ખુશી વ્યક્ત કરી

“સંન્યાસનો અર્થ એ છે કે પોતાનાથી ઉપર ઊઠીને સમાજ માટે કામ કરવું અને સમાજના કલ્યાણ માટે જીવવું”

“સ્વામી વિવેકાનંદજીએ સંન્યાસની મહાન પરંપરાને આધુનિક સ્વરૂપમાં ઘડી છે”

“રામકૃષ્ણ મિશનના આદર્શો મિશન મોડમાં કામ કરવા, નવી સંસ્થાઓનું નિર્માણ કરવા અને સંસ્થાઓને મજબૂત કરવા માટેના છે”

“ભારતની સંત પરંપરા હંમેશા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઘોષણા કરતી રહી છે”

“સૌ કોઇ વ્યક્તિ રામકૃષ્ણ મિશનના સંતોને દેશમાં રાષ્ટ્રીય એકતાના વાહક તરીકે ઓળખે છે”

“સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એવા જ એક સંત હતા જેમને મા કાલીનું સ્પષ્ટ દર્શન હતું”

“ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક અગ્રણી તરીકે ઉદયમાન થયું છે”

Posted On: 10 JUL 2022 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશાના માધ્યમથી સ્વામી આત્મસ્થાનંદની જન્મશતાબ્દીની ઉજવણીમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ સ્વામી આત્મસ્થાનંદજી સાથે વિતાવેલા સમયને યાદ કરીને સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગ ઘણી લાગણીઓ અને યાદોથી ભરેલો છે. મને હંમેશા તેમના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તેમની સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે ઘણા સદભાગ્યની વાત છે કે, હું છેલ્લી ઘડી સુધી તેની સાથે સંપર્કમાં રહ્યો હતો.

પ્રધાનમંત્રીએ સ્વામીજીના મિશનને વિશાળ જન સમુદાય સુધી પહોંચાડવા માટે ફોટો બાયોગ્રાફી અને ડોક્યુમેન્ટ્રી રિલિઝ કરવામાં આવી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીજીએ રામકૃષ્ણ મિશનના પ્રમુખ પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી મહારાજજીને આ કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વામી આત્મસ્થાનંદજીએ શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી પાસેથી દીક્ષા લીધી હતી તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે સ્વામી રામકૃષ્ણ પરમહંસની જાગૃત અવસ્થા અને આધ્યાત્મિક ઊર્જા તેમનામાં સ્પષ્ટપણે દેખાતી હતી. શ્રી મોદીએ દેશમાં ત્યાગની મહાન પરંપરા પર પણ ટિપ્પણી કરી હતી. વાનપ્રસ્થ આશ્રમ પણ સન્યાસ તરફનું એક પગલું છે તેમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું હતું કે, ‘સંન્યાસનો અર્થ છે પોતાનાથી ઉપર ઊઠીને સમાજ માટે કામ કરવું અને સમાજના કલ્યાણ માટે જીવવું. સમુદાય સુધી સ્વયંનું વિસ્તરણ કરવું. સંન્યાસી માટે, જીવોની સેવા એ જ ભગવાનની સેવા છે, જીવમાં શિવનું દર્શન સર્વોપરી છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સ્વામી વિવેકાનંદજીએ સંન્યાસની મહાન પરંપરાને આધુનિક સ્વરૂપમાં ઘડી હતી. સ્વામી આત્મસ્થાનંદજીએ પણ આ સ્વરૂપમાં નિવૃત્તિ લીધી હતી અને આ સ્વરૂપમાં જ તેઓ જીવન જીવ્યા અને જીવનમાં તેનો અમલ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ બેલુર મેટ અને રામકૃષ્ણ મિશન દ્વારા તેમના દિશાસૂચન હેઠળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશમાં પણ હાથ ધરવામાં આવેલી જબરદસ્ત રાહત અને બચાવ કામગીરી પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોના કલ્યાણ માટે સ્વામીજીએ અવિરત રીતે કરેલા કાર્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ સ્વામીજી દ્વારા ગરીબોને રોજગાર અને આજીવિકામાં મદદ કરવા માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ અંગે પણ ટિપ્પણી કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વામીજી ગરીબોની સેવા, જ્ઞાનનો પ્રસાર અને તેના પોતાના કામને જ પૂજા માનતા હતા. શ્રી મોદીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, રામકૃષ્ણ મિશનના આદર્શો મિશન મોડમાં કામ કરવા, નવી સંસ્થાઓનું નિર્માણ કરવા અને સંસ્થાઓને મજબૂત કરવા માટેના છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે જ્યાં પણ આવા સંતો હોય છે, ત્યાં માનવતાની સેવાના કેન્દ્રો આપમેળે જ ઊભા થઇ જાય છે, સ્વામીજીએ તેમના સંન્યાસી જીવન દ્વારા આ સાબિત કરી બતાવ્યું હતું. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સેંકડો વર્ષો પહેલાંના આદિ શંકરાચાર્ય હોય કે પછી આધુનિક સમયમાં સ્વામી વિવેકાનંદ હોય, ભારતની સંત પરંપરા હંમેશા એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના જાહેર કરતી રહી છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે સંકળાયેલી છે. સ્વામી વિવેકાનંદના યોગદાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ આ સંકલ્પને એક મિશનના રૂપમાં જીવ્યા હતા. તેમનો પ્રભાવ દેશના તમામ ભાગોમાં જોવા મળ્યો અને તેમની યાત્રાઓએ ગુલામીના યુગમાં દેશને તેની પ્રાચીન રાષ્ટ્રીય ચેતનાનો અહેસાસ કરાવ્યો હતો તેમજ તેનામાં નવો આત્મવિશ્વાસનો પણ સંચાર કર્યો હતો. રામકૃષ્ણ મિશનની આ પરંપરાને સ્વામી આત્મસ્થાનંદજીએ જીવનભર આગળ ધપાવવાનું કામ કર્યું હતું.

સ્વામીજી સાથે વિતાવેલા સમયને યાદ કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે, તેમની સાથે ગુજરાતીમાં વાત કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પ્રધાનમંત્રીએ કચ્છમાં આવેલા ભૂકંપ વખતે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું તે સમયને યાદ કરીને પણ ટિપ્પણી કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, ‘સૌ કોઇ વ્યક્તિ રામકૃષ્ણ મિશનના સંતોને દેશમાં રાષ્ટ્રીય એકતાના વાહક તરીકે ઓળખે છે. અને, જ્યારે તેઓ વિદેશમાં ગયા હતા, ત્યારે તેઓએ ત્યાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્વામી રામક્રૃષ્ણ પરમહંસ એક એવા સંત હતા જેમને મા કાલીનું સાક્ષાત દર્શન હતું, જેમણે પોતાનું સર્વસ્વ માતા કાલીના ચરણોમાં સમર્પિત કર્યુ હતું. આ સમગ્ર વિશ્વ, આ ચલિત અને સ્થિર, દરેક વસ્તુમાં માતાની ચેતના ફેલાયેલી છે. આ ચેતના બંગાળમાં કાલી પૂજામાં જોઇ શકાય છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ દ્વારા જગાવવામાં આવેલી આ ચેતના અને શક્તિનું પૂંજ સ્વામી વિવેકાનંદ જેવા યુગપુરુષના સ્વરૂપમાં જોઇ શકાય છે. માતા કાલી અંગે સ્વામી વિવેકાનંદે અનુભવેલી આધ્યાત્મિક દ્રષ્ટીએ તેમની અંદર અસામાન્ય ઊર્જા અને શક્તિ સંચારિત કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ જેવું શક્તિશાળી વ્યક્તિત્વ જગમાતા કાલીની સ્મૃતિમાં તેમના ભક્તિભાવમાં નાના બાળક જેવો રોમાંચ અનુભવતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ સ્વામી આત્મસ્થનંદનજીની અંદર પણ આજ પ્રકારની સમર્પણની નિખાલસતા અને આ જ પ્રકારની શક્તિ સાધના જોઇ શકે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી આત્મસ્થાનંદનજીનીના જીવનને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે આપણા સંતોએ આપણને દર્શાવ્યું છે કે જ્યારે આપણા વિચારો વ્યાપક હોય છે, ત્યારે આપણે આપણા પ્રયત્નોમાં ક્યારેય એકલા હોતા નથી! તમે ભારત વર્ષની જન્મભૂમિ ઉપર આવા અનેક સંતોની જીવનની સફર જોઇ શકશો જેમણે કોઇપણ સંશાધનો વગર પોતાના નિર્ધાર પરિપૂર્ણ કર્યા છે. શ્રી નરેન્દ્ર મોદીને આવી જ શ્રદ્ધા અને સમર્પણ આત્મસ્થનંદનજીના જીવનમાં જોવા મળી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જ્યારે ભારતની એક વ્યક્તિ, એક સંત આટલું બધુ કરી શકે છે ત્યારે તેવો કોઇપણ લક્ષ્યાંક નથી જે 130 કરોડ દેશવાસીઓની સામૂહિક નિર્ણય શક્તિથી પૂર્ણ કરી શકાય નહીં.

ડિજિટલ ઇન્ડિયાનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારત સમગ્ર વિશ્વમાં અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે. પ્રધાનમંત્રી વધુમાં ભારતના લોકોને 200 કરોડ રસીનો ડોઝ આપવાની સિદ્ધી પણ રેખાંકિત કરી હતી. આ ઉદાહરણો તે હકીકતનો સંકેત છે કે જ્યારે વિચારો શુદ્ધ હોય ત્યારે પ્રયત્નો પૂર્ણ કરવા માટે લાંબો સમય લાગતો નથી અને રાહમાં કોઇ અડચણો નડતી નથી.

એકત્રિત થયેલા આદરણીય સંતોને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરો બનાવવામાં આવી રહ્યાં છે. શ્રી નરેન્દ્ર મોદીએ દરેક લોકોને અન્ય લોકોને પ્રેરિત કરવાની અને માનવ સેવાના ઉમદા કાર્યમાં જોડાવવાની અપીલ કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શતાબ્દી વર્ષો નવી ઊર્જા અને નવી પ્રેરણાના વર્ષ બની રહ્યાં છે અને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજની ભાવના જાગૃત કરવામાં આઝાદી કા અમૃત મહોત્સવ સફળ બને. પ્રધાનમંત્રી અપીલ કરી હતી કે આપણા તમામ લોકોનું સામૂહિક યોગદાન આ મોટું પરિવર્તન લાવી શકે છે.

 

 

Tributes to Swami Atmasthananda Ji on his birth centenary. https://t.co/EKKExOGbll

— Narendra Modi (@narendramodi) July 10, 2022

स्वामी आत्मस्थानानन्द जी को श्री रामकृष्ण परमहंस के शिष्य, पूज्य स्वामी विजनानन्द जी से दीक्षा मिली थी।

स्वामी रामकृष्ण परमहंस जैसे संत का वो जाग्रत बोध, वो आध्यात्मिक ऊर्जा उनमें स्पष्ट झलकती थी: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 10, 2022

सन्यासी के लिए जीव सेवा में प्रभु सेवा को देखना, जीव में शिव को देखना, यही सर्वोपरि है।

इस महान संत परंपरा को, सन्यस्थ परंपरा को स्वामी विवेकानंद जी ने आधुनिक रूप में ढाला।

स्वामी आत्मस्थानानन्द जी ने भी सन्यास के इस स्वरूप को जीवन में जिया, और चरितार्थ किया: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 10, 2022

सैकड़ों साल पहले आदि शंकराचार्य हों या आधुनिक काल में स्वामी विवेकानंद, हमारी संत परंपरा हमेशा ‘एक भारत, श्रेष्ठ भारत’ का उद्घोष करती रही है।

रामकृष्ण मिशन की तो स्थापना ‘एक भारत, श्रेष्ठ भारत’ के विचार से जुड़ी हुई है: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 10, 2022

आप देश के किसी भी हिस्से में जाइए, आपको ऐसा शायद ही कोई क्षेत्र मिलेगा जहां विवेकानंद जी गए न हों, या उनका प्रभाव न हो।

उनकी यात्राओं ने गुलामी के उस दौर में देश को उसकी पुरातन राष्ट्रीय चेतना का अहसास करवाया, उसमें नया आत्मविश्वास फूंका: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 10, 2022

स्वामी रामकृष्ण परमहंस, एक ऐसे संत थे जिन्होंने माँ काली का स्पष्ट साक्षात्कार किया था, जिन्होंने माँ काली के चरणों में अपना सर्वस्व समर्पित कर दिया था।

वो कहते थे- ये सम्पूर्ण जगत, ये चर-अचर, सब कुछ माँ की चेतना से व्याप्त है।

यही चेतना बंगाल की काली पूजा में दिखती है: PM

— PMO India (@PMOIndia) July 10, 2022

हमारे संतों ने हमें दिखाया है कि जब हमारे विचारों में व्यापकता होती है, तो अपने प्रयासों में हम कभी अकेले नहीं पड़ते!

आप भारत वर्ष की धरती पर ऐसे कितने ही संतों की जीवन यात्रा देखेंगे जिन्होंने शून्य संसाधनों के साथ शिखर जैसे संकल्पों को पूरा किया: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 10, 2022

हमारे संतों ने हमें दिखाया है कि जब हमारे विचारों में व्यापकता होती है, तो अपने प्रयासों में हम कभी अकेले नहीं पड़ते!

आप भारत वर्ष की धरती पर ऐसे कितने ही संतों की जीवन यात्रा देखेंगे जिन्होंने शून्य संसाधनों के साथ शिखर जैसे संकल्पों को पूरा किया: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 10, 2022

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1840533) Visitor Counter : 212