પ્રધાનમંત્રીનું કાર્યાલય
વારાણસીમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
07 JUL 2022 8:43PM by PIB Ahmedabad
ઉતરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથજી, મંત્રીમંડળના મારા સહયોગી ધર્મેન્દ્ર પ્રધાનજી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન કે કસ્તૂરરંગનજી, સરકારના અન્ય મંત્રીગણ, આ સંમેલનમાં ભાગ લઈ રહેલા તમામ વાઇસ ચાન્સેલર્સ, શિક્ષણ સંસ્થાઓના ડાયરેક્ટર, તમામ શિક્ષકગણ, શિક્ષાવિદ તથા દેવીઓ અને સજ્જનો,
‘અખિલ ભારતીય શિક્ષણ સમાગમ’નું આ આયોજન એ પવિત્ર ધરતી પર થઈ રહ્યું છે, જ્યાં આઝાદી અગાઉ દેશની ઘણી મહત્વપૂર્ણ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. આ સમાગમ આજે એક એવા સમયે થઈ રહ્યો છે, જ્યાં દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. અમૃતકાળમાં દેશના અમૃત સંકલ્પોને પૂરા કરવાની મોટી જવાબદારી આપણી શિક્ષણ વ્યવસ્થા પર છે, આપણી યુવા પેઢી પર છે. આપણા ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે – વિદ્યા અમૃત અશ્નુતે. એટલે કે વિદ્યા જ અમરત્વ અને અમૃતત્વ સુધી લઈ જાય છે. અને એટલે શિક્ષણ અને સંશોધનો, વિદ્યા અને બોધનું આટલા મોટા પાયે મંથન જ્યેર સર્વવિદ્યાના મુખ્ય કેન્દ્ર કાશીમાં થશે, તો તેમાંથી બહાર નીકળનાર અમૃત દેશને ચોક્કસ નવી દિશા આપશે. હું આ પ્રસંગે મહાન માલવીયજીના ચરણોમાં નમન કરીને આ આયોજન માટે તમને બધાને શુભકામનાઓ આપું છું. હું કાશીનો સાંસદ છું. મારી કાશીમાં તમે પધાર્યા છો, તો એક પ્રકારથી હું તમારો યજમાન પણ છું. તમે આ બધાની સાથે સાથે મારા પણ મહેમાન છો. મને વિશ્વાસ છે કે, હું તમને વધારે અસુવિધા નહીં આપું, વ્યવસ્થાપન કરવાનો બધાએ ભરપૂર પ્રયાસ પણ કર્યો હશે. પણ તેમ છતાં જો કોઈ ખામી રહી જાય, તો તેમાં મારો દોષ રહેશે અને એક યજમાનના નાતે તમને કોઈ પણ અસુવિધા થાય તો સૌપ્રથમ હું એની માફી માંગી છું.
સાથીદારો,
હું હજુ પણ એક કાર્યક્રમ કરીને આવી રહ્યો છું. આ મધ્યાહ્ન ભોજન માટે એક એક સેન્ટ્રલાઇઝ કિચનનું કામ હતું. પણ ત્યાં મને મારી કાશીની સરકારી શાળાના 10થી 12 વર્ષની વયના બાળકોની સાથે સાથે ગપ્પા-ગોષ્ઠી કરવાની તક મળી અને ત્યાંથી નીકળીના અહીં આવ્યો છું. હું તેમની વાતો સાંભળીને આવ્યો છું અને તમને સંભાળવવા આવ્યો છું. મારે કહેવું જોઈએ કે હું જે શાળાના બાળકોને મળ્યો છું, તેના શિક્ષકોથી હું બહુ પ્રભાવિત થયો છું. તમે કલ્પના કરી શકો છો કે, આ પ્રકારના વિચાર મને કેમ આવ્યા હશે. મારા મન પર આટલો પ્રભાવ પેદા થયો, 10-15 મિનિટનો જ એ પ્રસંગ હતો, પણ જે પ્રતિભા એ બાળકોમાં હતી, જે ટેલેન્ટ હતી, જે આત્મવિશ્વાસ હતો અને જે વિવિધતા હતી તથા તે પણ એક સરકારી શાળાના અમારા સામાન્ય કુટુંબના બાળકોની હતી. ત્યાં બાળકોએ જે પ્રતિભા રજૂ કરી હતી, તમારા પરિવારમાં પણ જો તમારા પૌત્ર પૌત્રીઓ આવી પ્રતિભા ધરાવતા હોય તો તમે પણ મહેમાન આવે ત્યારે તેમને તેમની સામે ઊભા કરી દેશો. મારો કહેવાનો અર્થ એ છે કે, વર્તમાન પેઢી અતિ સમર્થ છે. તમે અત્યારે જે પદ પર છો ત્યાં તેઓ પહોંચશે, તમે જે સંસ્થાઓમાં કામ કરે છે એ સંસ્થાઓમાં કામ કરશે, તો તમે ત્યાં નહીં હોય, પણ તમે એવી સંસ્થા બનાવીને જશો કે આ પ્રતિભાશાળી બાળકો આગામી દિવસોમાં આવવના છે. તેમને ત્યાં ખામી ન દેખાય – આ સૌથી મોટું કામ તમારી જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે, આગામી ત્રણ દિવસ સુધી અહીં જે ચર્ચાવિચારણા થશે એનાથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ પ્રભાવશાળી દિશામાં થશે.
સાથીદારો,
તમે બધા જાણો છો કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મૂળ આધાર શિક્ષણને સંકુચિત દાયરામાંથી બહાર કાઢવાનો અને એને 21મી સદીના આધુનિક વિચારો સાથે જોડવાનો છે. આપણા દેશમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા ઓછી નથી. પણ કમનસીબે આપણે ત્યાં એવી વ્યવસ્થા બની ગઈ હતી, જેમાં અભ્યાસનો અર્થ ફક્ત અને ફક્ત નોકરી જ માની લેવામાં આવ્યો હતો. શિક્ષણમાં આ વિકાર ગુલામીના કાળખંડમાં અંગ્રેજોએ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે, પોતાના માટે એક નોકરચાકર વર્ગ તૈયાર કરવા માટે પેદા કર્યો હતો. આઝાદી પછી તેમાં થોડુંઘણું પરિવર્તન થયું, પણ ઘણું બધો ફેરફાર રહી ગયો. હવે અંગ્રેજોને બનાવેલી વ્યવસ્થા કોઈ પણ સમયે ભારતના મૂળ સ્વભાવનો હિસ્સો નહોતી અને ન હોઈ શકે. જો આપણે આપણા દેશના જૂનાં કાળખંડની તરફ નજર કરીએ તો આપણે ત્યાં શિક્ષણમાં અલગ-અલગ કળાઓની ધારણા હતી. બનારસ, મારી કાશી તો એનું જીવંત ઉદાહરણ છે. બનારસ જ્ઞાનનું કેન્દ્ર ફક્ત એટલા મોટું નહોતું, કારણ કે અહીં સારાં ગુરુકુળ અને શિક્ષણ સંસ્થાઓ હતી. બનારસ જ્ઞાનવિજ્ઞાનનું કેન્દ્ર હતું, કારણ કે અહીં જ્ઞાન અને શિક્ષણ, બહુપરિમાણીય, બહુક્ષેત્રીય હતું. શિક્ષણમાં આ જ વિવિધતા આપણી શિક્ષણ વ્યવસ્થાનો પણ પ્રેરણાસ્તોત્ર હોવી જોઈએ. આપણે ફક્ત ડિગ્રીધારક યુવાનો તૈયાર કરવાના નથી, પણ દેશને આગળ વધારવા માટે જેટલા પણ માનવ સંસાધનોની જરૂર છે, આપણી શિક્ષણ વ્યવસ્થા એ દેશને ઉપલબ્ધ કરાવે, દેશને આપે. આ સંકલ્પનું નેતૃત્વ આપણા શિક્ષણ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ કરવાનું છે. આપણા શિક્ષક જેટલી ઝડપથી આ ભાવનાને આત્મસાત કરશે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને દેશના યુવાનોને એટલો જ વધારે, દેશના ભવિષ્યને એટલો જ વધારે લાભ થશે.
સાથીદારો,
નવા ભારતના નિર્માણ માટે, નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરવા, આધુનિક વ્યવસ્થાઓનો સમાવેશ એટલો જ જરૂરી છે. જે અગાઉ ક્યારેય થયું નથી, જે લક્ષ્યાંકો મેળવવા દેશ કલ્પના પણ કરતો નહોતો, તે અત્યારે ભારતમાં હકીકતમાં આપણી સામે નિર્માણ થઈ રહ્યું છે. હવે તમે જુઓ, કોરોનાની આટલી મોટી મહામારીથી આપણે ઝડપથી બહાર આવવાની સાથે અત્યારે ભારત દુનિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક છે. અત્યારે આપણે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવીએ છીએ. સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં, જ્યાં અગાઉ ફક્ત સરકાર જ બધું કરતી હતી, ત્યાં હવે પ્રાઇવેટ કંપનીઓ મારફતે યુવાનો માટે એક નવી દુનિયા તૈયાર થઈ રહી છે, સંપૂર્ણ અંતરિક્ષ તેમની બહુ નજીક આવી રહ્યું છે. દેશની દિકરીઓ માટે મહિલાઓ માટે પણ જે ક્ષેત્ર અગાઉ બંધ હતું, આજે એ ક્ષેત્ર દિકરીઓની પ્રતિભાના ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યું છે.
સાથીદારો,
જ્યારે દેશનો મિજાજ આવો હોય, જ્યારે દેશની ઝડપ આવી હોય, ત્યારે આપણે આપણા યુવાનોને ખુલ્લી ઉડાન ભરવા માટે નવી ઊર્જાથી સભર કરવા પડશે. અત્યાર સુધી શાળા, કોલેજ અને પુસ્તકો – આ નક્કી કરતાં હતાં કે, બાળકોને કઈ દિશામાં જવાનું છે. પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પછી હવે યુવાનોની જવાબદારીમાં વધારો થયો છે. એની સાથે અમારી પણ આ જવાબદારી વધી ગઈ છે કે, આપણે યુવાનોના સ્વપ્નો અને ઉડાનને સતત પ્રોત્સાહન કરીએ, તેમના મનને સમજીએ, તેમની આકાંક્ષાઓને સમજીએ, ત્યારે તો ખાતરપાણી નાંખી શકીશું. તેમને સમજ્યાં વિના કશું પણ લાદ્યા વિના યુગ પસાર થઈ ગયો છે. આપણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે, આપણે એવું જ શિક્ષણ, એવી જ સંસ્થાઓની વ્યવસ્થાઓ, એવો જ માનવ સંસાધન વિકાસના આપણા મિજાજ સાથે પોતાને સજ્જ કરવા પડશે. નવી નીતિમાં સંપૂર્ણ ધ્યાન બાળકોની પ્રતિભા અને પસંદગીના હિસાબ સાથે તેમને કુશળ બનાવવા પર છે. આપણા યુવાનો કુશળ હોય, આત્મવિશ્વાસ સાથે સજ્જ હોય, વ્યવહારિક હોય, ગણતરીપૂર્વક જોખમને સમજતાં હોય, શિક્ષણ નીતિ આ માટે પાયો તૈયાર કરી રહી છે.
સાથીદારો,
દેશમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. આ દરમિયાન શિક્ષણ વ્યવસ્થા અને એની સાથે જોડાયેલા આપ તમામ મહાનુભાવોની ભૂમાક કેટલી મહત્વપૂર્ણ છે – એનું એક ઉદાહરણ હું મારા ગુજરાતના મુખ્યમંત્રી કાળની શરૂઆતના સમયગાળાના અનુભવને જણાવીને આપું છું. હું નવોનવો મુખ્યમંત્રી બન્યો હતો, સરકારની દુનિયા સાથે મારો કોઈ સંબંધ નહોતો. અચાનક કામ પડ્યું હતું. એટલે મેં એક કાર્યક્રમ બનાવ્યો હતો. મારા તમામ સચિવોને કહી દીધું ખે, તમે જ તમારા વિભાગના મુખ્યમંત્રી છો. હવે મને જણાવો કે, તમે આગામી પાંચ વર્ષમાં તમારા વિભાગને કયાં લઈ જશો? કેવી રીતે લઈ જશો? શું હાંસલ કરશો? તેનાથી ગુજરાતના સામાન્ય મનુષ્યના જીવનને શું લાભ થશે? તેનું પોતાનું એક વિઝન અને પૂરી વિગત સાથે પ્રેઝન્ટેશન કરો. આ મેં તમામ વિભાગોના સચિવોને કહ્યું છે અને દરરોજ સાંજે પાંચ વાગે મારા મંત્રીમંડળના તમામ મંત્રીઓ અને તમામ સચિવો અમે બેઠક કરતા હતા અને એક સચિવ આવીને પોતાના વિભાગનું સંપૂર્ણ પ્રેઝન્ટેશન કરતા હતા, પછી ચર્ચા થતી હતી. તમામ સચિવો, જે અગાઉ કૃષિ સચિવ રહ્યાં હશે, તે પણ ત્યાં બેઠેલા હોય છે. તમામ લોકો પોતપોતાના વિચાર રાખતા હતા. ચર્ચા થતી હતી, અમારા મંત્રીઓ પણ ચર્ચાવિચારણા કરતાં હતાં. હું સાંભળતો રહેતો હતો. શીખવાનો પ્રયાસ કરતો હતો. એક દિવસ અને આ મારો કાર્યક્રમ લગભગ એક મહિના ચાલ્યો હતો. સાંજે 5 વાગે શરૂ થતો હતો અને દરરોજ રાતે 10 વાગે મહાપરાણે ઘરે જેવાની છૂટ મળતી હતી. આ કાર્યક્રમ બહુ સઘન હતો. અને કદાચ હિંદુસ્તાનના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હશે. મારાં ત્યાં ઉદ્યોગજગત સાથે સંબંધિત પ્રેઝન્ટેશન થયું. આગામી દિવસોમાં તેઓ ઔદ્યોગિક શું-શું જુએ છે, આગામી દિવસો ઔદ્યોગિક વિકાસ કેવો હશે, તમામ જાણકારી આપવામાં આવી હતી. પછી કાર્યક્રમ પૂર્ણ થયા પછી શિક્ષણ સચિવ મારી પાસે આવ્યાં, કારણ કે બીજા દિવસે શિક્ષણ સચિવનો કાર્યક્રમ હતો. તેમણે કહ્યું કે, સાહેબ, હું આવતીકાલે રજૂઆત નહીં કરી શકું. મેં પૂછ્યું, કેમ? એક મહિના અગાઉ તમને તૈયારી કરવા માટે કહ્યું હતું અને તમે હવે છેલ્લી ક્ષણે પ્રેઝન્ટેશન કરવાની ના પાડો છો. તેમણે કહ્યું કે, તૈયાર છે, પણ આજે મેં ઔદ્યોગિક વિકાસના પ્રેઝન્ટેશનને ફરી જોયું તો લાગ્યું કે મને લાગે છે કે, તેમાં કોઈ મેળ બેસતો નથી. આપણે ડાબી બાજુ જઈ રહ્યાં છીએ, જમણી બાજુ જઈ રહ્યાં છીએ. તો હું એના પ્રકાશમાં મારું પ્રેઝન્ટેશન છે, તેને સુધારવા માટે સમય લેવા માંગું છું. પછી આપણને એક સર્વસમાવેશક વૃદ્ધિની દિશામાં સાથે મળીને શિક્ષણ અને ઉદ્યોગને ચલાવી શકીએ. તેમની વચ્ચે સમન્વય સ્થાપિત કરી શકીએ. આપણી સાથે સંપૂર્ણ દુનિયાને જાણ હોવી જોઈએ, દરેક યુનિવર્સિટી વિશે જાણકારી હોવી જોઈએ કે દુનિયા આગળ કઈ દિશામાં જઈ રહી છે, કેવી રીતે અગ્રેસર થઈ રહી છે. તેમાં આપણો દેશ ક્યાં છે. તેમાં આપણા યુવાનો ક્યાં છે. આગામી 15થી 20 વર્ષ એ બાળકોના હાથમાં ભારત હશે, તેમને હું કેવી રીતે તૈયાર કરી રહ્યો છું. આ આપણી બહુ મોટી જવાબદારી છે. એને અનુરૂપ જ આપણે તમામ શિક્ષણ સંસ્થાઓએ પોતાને પૂછવાની જરૂર છે કે, આપણે ખરેખર ભવિષ્ય માટે સજ્જ છીએ? હું આજે દિવસ પસાર આપું છું, પરીક્ષા આપી રહ્યો છું. પદવીદાન સમારંભનું આયોજન કરું છું. અત્યારે હું જે પદ પર છું એ જ મારું કામ છે, શું મારું કામ એ નથી કે, હું એવી સંસ્થા ઊભી કરીને જાઉં કે આજે જે બાળકો મારી સ્કૂલ, કોલેજમાં આવશે, આઝાદીના 100 વર્ષ થશે, જ્યારે એ બહુ મોટી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે, ત્યારે મારો દેશ ત્યાં પહોંચશે, હું એવી વ્યવસ્થા આજે પેદા કરીને જઈશ. તમારે બધાને વર્તમાનની જવાબદારી સંભાળવાની છે, તમારી અગાઉ જે કામ કરીને ગયા, તેને આગળ વધારવાનું છે, પણ અત્યારે જે કામ કરી રહ્યાં છો, તેમને ભવિષ્ય માટે વિચારવું પડશે અને વ્યવસ્થાઓ ભવિષ્ય માટે વિકસિત કરવી પડશે,. કારણ કે આજે બાળકોની જિજ્ઞાસાવૃત્તિ એવી હોય છે, જેના ઉત્તર આપવા મુશ્કેલ હોય છે. મેં તમને હમણા જ જણાવ્યું કે, હું પ્રતિભાશાળી બાળકોને મળીને આવ્યો છું. તમને પણ ઘરમાં ખબર જ હશે કે તમારા નાનાં પૌત્રપૌત્રીઓ જે સવાલ પૂછતા હશે, તમારા નાનાં દિકરાદિકરીઓ તમને સવાલ પૂછતા હશે, તમારે વિચારવું પડતું હશે. અરે ભાઈ, આ માથું ખાઈ રહ્યાં છે. હકીકતમાં તેઓ માથું ખાતા નથી, પણ તમે તેમના પ્રશ્રોનો જવાબ આપી શકતા નથી. તમને બધાને ઘરમાં આવો અનુભવ થયો હશે, આજની પેઢી અવનવી વાતો લઈને આવે છે. તેઓ ગૂગલ પર 10 ચીજોના સવાલ પૂછે છે, બોલે છે – ગૂગલ તું શું કરે છે. બાળકો તમને મૂંઝવે છે. હવે આ બાળકો તમારી યુનિવર્સિટીમાં 10 વર્ષ ફછી જશે ત્યારે શું સ્થિતિ હશે એનો તમારે વિચાર કરવો જોઈએ. આપણે અત્યારથી જ એની તૈયારી કરવી પડશે. તમે ઘરમાં પણ તમારા બાળકો સાથે મિસમેચનો અનુભવ કરી રહ્યાં છો. જ્યારે શાળા, કોલેજના કેમ્પસની અંદર બહુ મોટી સંખ્યામાં યુવા પેઢીને જોઈ હશે. આ રીતે નવા વિચાર સાથે આવશે. આપણે એને યોગ્ય નહીં હોય તો તેમની સાથે કેટલો બધો અન્યાય કરીશું. એટલે જરૂરી છે કે, આપણે ભવિષ્યને જાણીએ, સમજીએ, વ્યવસ્થાઓ વિકસિત કરીએ. હું હજુ થોડા દિવસ અગાઉ ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં એક પ્રદર્શન જોવા ગયો હતો. ત્યાં સરકારી શાળાઓના બાળકો હતા. બારમા, દસમા અને અગિયારમા ધોરણના બાળકો હતા. ત્યાં બાળકોએ જે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા, જે વિચારો રજૂ કર્યા હતા, હું તેને જોવાનો, સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને હું પ્રભાવિત થયો હતો. એ બાળકોનું કામ મને પસંદ પડ્યું હતું. સંશોધનની આ પ્રકારની સંભવિતતા, ઓછી ઉંમરમાં આ પ્રકારના ઇનોવેશન – તેમની વાતો સાંભળીને હું ચકિત થઈ ગયો હતો. ત્યાં ઘણા બાળકો બાયોટેક અને જેનેટિક્સમાં રસ ધરાવતા હતા. તેમના વર્ગમાં જ્યારે સાયન્સના ફંડામેન્ટલ્સનો અભ્યાસ થતો હતો, ત્યારે તેઓ જિન મેપિંગ, એફેનિટી ક્રો-મેટ્રોગ્રાફી અને જેનેટિક લાઇબ્રેરી આધારિત ટૂલ્સની વાત કરી રહ્યાં હતાં. અત્યારે કેટલું બધું અંતર છે – તમે કલ્પના તો કરો. હું તેમનું કામ જોઈને વિચારી રહ્યો હતો કે, જ્યારે તેઓ ઉચ્ચ શિક્ષણમાં પહોંચશે, ત્યારે આપણી સંસ્થાઓ તેમના આધુનિક વિચાર મુજબ તૈયાર થશે? આપણે આ બાળકો માટે તેમને ઉચ્ચ શિક્ષણમાં પહોંચાડવાની રાહ જોઇશું, ત્યાં સુધી દુનિયા બહુ આગળ નીકળી જશે. એટલે આપણે આ વિચારવું પડશે કે જે વયમાં બાળકોના મનમાં મોટિવેશન છે, એ જ વયમાં તેમને માર્ગદર્શન અને સંસાધનો મળે, એના મેનેજમેન્ટ વિશે આપણે વિચારવું પડશે. આપણે પોતાની સંસ્થાઓમાં એવી વ્યવસ્થા તૈયાર કરવા કામ કરવું જોઈએ.
સાથીદારો,
આ જ મહિનાના અંતે 29 જુલાઈના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બે વર્ષ પૂર્ણ થવાના છે. અને હમણાં જ ધર્મેન્દ્રજી જણાવી રહ્યાં હતાં કે, ઘણી ચર્ચાવિચારણા, મનોમંથન કર્યા ફછી આ શિક્ષણ નીતિ બનાવી છે. કસ્તૂરીરંગનજીએ બહુ સારું નેતૃત્વ આપ્યું, એના કારણે આ શક્ય બન્યું. આટલો વિવિધતાસભર દેશ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આ પ્રકારે આવકાર મળે – આ બહુ મોટી સફળતા છે, સિદ્ધિ છે. બહુ મોટી સિદ્ધિ છે. પણ એની વિશેષતા જુઓ – એને બનાવવા મનોમંથન થયું. સામાન્ય રીતે સરકારનો સ્વાભાવ હોય છે – એક ડોક્યુમેન્ટ બની જાય છે અને પછી એને સમયના ભરોસે છોડી દેવામાં આવે છે. કેટલીક વ્યક્તિઓના ભરોસે છોડી દેવામાં આવે છે. તમારા ટેબલ પર થોડા દિવસ શોભા વધારે છે આ ડોક્યુમેન્ટ. પછી એ ટેબલ પરથી દૂર થઈ જાય છે અને એનું સ્થાન નવું ડોક્યુમેન્ટ લે છે. વાત અહીં જ પૂરી થઈ જાય છે. એનો અનુભવ તમને પણ છે, અહીં બેઠેલા લોકોને પણ છે. અમે આવું થવા દીધું નથી. અમે દરેક ક્ષણે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જીવંત રાખી છે. હું પોતે પણ આટલા ઓછા સમયમાં ઓછામાં ઓછા 25 સેમિનારમાં ગયો છું કદાચ. 25થી વધારે અને આ જ વિષય પર હું બોલતો રહ્યો છું. આ રિપોર્ટ સુપરત કર્યા પછી કસ્તૂરીરંગનજી પોતે સતત સંવાદ કરી રહ્યાં છે, દરેક ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. તેમની સ્પષ્ટતા જોઈએ, તેઓ સમજાવી રહ્યાં છે, આ નીતિ પાછળનું વિઝન શું છે, એના પાયામાં રહેલી માહિતીને, પાયામાં રહેલા વિચારને તેઓ સમજાવી રહ્યાં છે. સંપૂર્ણ સરકારના તમામ વિભાગ સતત પ્રયાસ કરી રહ્યાં છે, કારણ કે 30 વર્ષ પછી તૈયાર થયેલું આ ડોક્યુમેન્ટ ફક્ત કાગળનો ઢગલો નથી. તમે જ્યારે અહીં ત્રણ દિવસ મનોમંથન કરશો, ત્યારે તેની ઘણી બારીક બાબતો એક નવી રીતે તમારી સામે બહાર આવશે, ભલે તમે આખું પેજ વાંચી લીધું હોય. એટલે પોતાની યુનિવર્સિટીની અંદર પણ આવા જ સતત મંથનની યોજના બનાવીને અહીંથી જવાનું છે. ફક્ત અહીંથી તમે સાંભળીને જતાં ન રહેતાં. તમારી સાથે જોડાયેલા બાકી સાથીદારો પણ એવું જ મનોમંથન કરે, તેમાંથી વધારે વિચારો, સૂચનો મળશે અને આપણે વધારે લાભ મળશે. એના અમલીકરણ માટે જે પડકારો છે એની દરેક બારીક બાબતો પર આપણે વિચાર કરતાં રહેવું જોઈએ.
સાથીદારો,
જ્યારે અત્યારે કોઈ કામ આપણે હાથમાં લઈએ છીએ, ત્યારે સમસ્યાઓનું સમાધાન બહુ ઝડપથી મળી જાય છે. જો તમે સમસ્યાને બરોબર સમજશો જ નહીં તો તમને સમાધાન ક્યારેય નહીં મળે. સાથીદારો, આ બે વર્ષોમાં દેશમાં સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાની દિશામાં નક્કર પગલાં લીધી છે. આ દરમિયાન સુલભતા, ગુણવતા અને ભવિષ્ય માટે સજ્જ જેવા જરૂરી વિષયો પર કાર્યશાળાઓએ પણ બહુ મદદ કરી છે. દેશવિદેશના એકેડેમિશિયન્સ એમની સાથે જે ચર્ચાવિચારણાઓ થઈ, મારો પણ દેશના શિક્ષણ મંત્રીઓ સાથે, શિક્ષાવિદો સાથે જે સંવાદ થયો, તેમાંથી પણ એને વેગ મળ્યો છે અને હજુ થોડા દિવસ અગાઉ આપણા ધર્મેન્દ્રજીએ દેશભરના શિક્ષણ મંત્રીઓને પણ બોલાવ્યાં હતા. જેમ તમારી સાથે ચર્ચા કરી રહ્યાં છે, તેમ તેમની સાથે પણ કરી હતી. સતત પ્રયાસો થઈ રહ્યાં છે કે, આ ચીજનો આપણે 100 ટકા સાકાર કેવી રીતે કરી શકીએ? રાજ્ય સરકારોએ પણ પોતપોતાના સ્તર પર આ દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. અને આજે તમામ પ્રયાસોના પરિણામે દેશ, ખાસ કરીને દેશના યુવાનો આ મોટા પરિવર્તનમાં ભાગીદારી બની રહ્યાં છે.
સાથીદારો,
નવી રાષ્ટ્રીય શિશ્રણ નીતિ માટે દેશના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટા માળખાગત કાયાપલટ પર પણ કામ થયું છે. અત્યારે દેશમાં મોટી સંખ્યામાં નવી કોલેજ ખુલી રહી છે, નવી યુનિવર્સિટી ખુલી રહી છે, નવી આઇઆઇટી અ આઇઆઇએમની સ્થાપના થઈ રહી છે. વર્ષ 2014 પછી દેશમાં મેડિકલ કોલેજની સંખ્યામાં 55 ટકાનો વધારો થયો છે. યુવાનોને શ્રેષ્ઠ તક આપવા માટે, યુનિવર્સિટીમાં સમાન ધારાધોરણો માટે આ વર્ષથી Common University Entrance Test (CUET) પણ લાગુ કરવામાં આવી છે. આવા જ અન્ય ઘણા સુધારા કરવામાં આવ્યાં છે. દેશના આ પ્રયાસોનું પરિણામ છે – વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય સંસ્થાઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ ફેરફાર ફક્ત શરૂઆત છે. હજુ આપણે આ દિશામાં લાંબી મજલ કાપવાની છે.
સાથીદારો,
મને એ બાબતનો સંતોષ પણ છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે માતૃભાષામાં શિક્ષણના માર્ગો ખોલી રહી છે. આ જ ક્રમમાં સંસ્કૃતિ જેવી પ્રાચીન ભારતીય ભાષાઓને પણ આગળ વધારવામાં આવે છે. હું અહીં જોઈ રહ્યો છું કે, આ આયોજનમાં પણ સંસ્કૃત સાથે જોડાયેલા લોકો માટે વિશેષ વ્યવસ્થા છે. કાશીની ધરતીથી થયેલી આ શરૂઆત નિશ્ચિત ભારતીય ભાષાઓ અને ભારતીય સંકલ્પોને નવી ઊર્જા દેવાનું કામ કરશે.
સાથીદારો,
મને પૂરી ખાતરી છે કે, આગામી સમયમાં ભારત દુનિયામાં વૈશ્વિક શિક્ષણનું એક મોટું કેન્દ્ર બનીને બહાર આવી શકે છે. ભારત દુનિયાના યુવાનો માટે એજ્યુકેશન ડેસ્ટિનેશન બનવાની સાથે દુનિયાના દેશોમાં પણ આપણા યુવાનો માટે નવી તક ઊભી કરી શકે છે. આ માટે આપણે આપણી શૈક્ષણિક વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર તૈયાર કરવી પડશે. આ દિશામાં દેશ સતત પ્રયાસ પણ કરી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ તૈયાર કરવા માટે નવા સૂચનો જાહેર થઈ ગયા છે. લગભગ 180 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય બાબતો માટે વિશેષ કાર્યાલયની સ્થાપના પણ કરવામાં આવી છે. હું ઇચ્છું છું કે, તમે બધા આ જ દિશામાં જરૂરી ચર્ચા અને વિચારણા કરવાની સાથે ભારતની બહારની વ્યવસ્થાઓ સાથે પણ પરિચિત થવાનો પ્રયાસ કરો. આ નવી વ્યવસ્થા, ભારતની શૈક્ષણિક વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય અનુભવો સાથે જોડવામાં મદદરૂપ થશે.
સાથીદારો,
આ ત્રણ દિવસોમાં તમે લોકો અલગ અલગ સત્રોમાં ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશો. હું ઇચ્છું છું કે, તમારી આ ચર્ચાથી દેશ માટે અલગ-અલગ ક્ષેત્રોમાં નવા માર્ગો ખુલે, યુવા પીઢીનં માર્ગદર્શન મળે. દુનિયાના ઘણા દેશોએ અલગ-અલગ ક્ષેત્રોમાં જે ઝડપ પકડી છે, તેમાં એક મોટું યોગદાન ત્યાંની યુનિવર્સિટીઓનું પણ છે. યુનિવર્સિટીઓ સતત સામાજિક, આર્થિક અને વૈજ્ઞાનિક વિષયો પર સંશોધન કરે છે, સરકારને સૂચન આપે છે. આ સંસ્કૃતિ, આ કાર્યપદ્ધતિ આપણને આપણે ત્યાં પણ વિકસિત કરવાની જરૂર છે. એનાથી યુવા પેઢીને દેશ અને દેશની નીતિઓની સમજણ આવે છે અને તેઓ તેની સંભાવનાઓથી પણ પરિચિત થાય છે. હું હંમેશાથી માનું છું કે, દેશના યુવાનોની નવીન વિચારો સાથે નવા વિચારોથી નવી વ્યવસ્થાઓને પણ વધારે જોડાવું જોઈએ. એનાથી નવી પ્રતિભાઓ આવે છે, નવા વિચારો મળે છે. હું ઇચ્છું છું કે, એને લઈને પણ તમામ ચર્ચા કરો, કોઈ રોડમેપ તૈયાર કરો. યુનિવર્સિટીઝ કેવી રીતે સરકાર સાથે અલગ-અલગ ક્ષેત્રોમાં ભાગીદારી કરી શકે છે, આ વિશે પણ વિચાર કરવું જોઈએ. પોતાની કુશળતા કયા ક્ષેત્રમાં છે એ તમારે નક્કી કરવાનું છે. તમે જે ક્ષેત્રમાં છે એને લઈને સર્વે અને સ્ટડી કરો, સરકારને સૂચનો કરો. તમારી યુનિવર્સિટીનો જે 50થી 100 કિલોમીટરનો જે દાયરો હશે, ત્યાંના લોકોની સામાન્ય સમસ્યાઓ શું છે? તેનો ઉપાય શું છે? સંસાધનો શું છે? આ સંસાધનો માટે શું કરી શકાય છે? ત્યાંના સામાન્ય વ્યક્તિઓની વૃત્તિ પ્રવૃત્તિ શું છે? તમારા વિદ્યાર્થીઓને એક પ્રોજેક્ટ મળી જશે. સ્થાનિક રીતે શ્રેષ્ઠ રિપોર્ટ બનશે, સરકારની કોઈ યોજના ચાલે છે તો તેની સારી બાબતો શું છે, ખામીઓ શું છે, સુધારાની સંભાવનાઓ શું છે, શ્રેષ્ઠ રિપોર્ટ બનાવી શકે છે. આ તમામ બાબતો સરકારની અંદર ગંભીરતાથી લેવામાં આવે, તો બહુ મોટું પરિણામ આવે છે. મને યાદ છે કે, હું ગુજરાતમાં હતો ત્યારે એક વાર સરદાર પટેલ યુનિવર્સિટીમાં મારો કાર્યક્રમ હતો. સરદાર પટેલ યુનિવર્સિટીના લોકોને ગ્રામીણ વિકાસમાં ઘણું સંશોધન કરીને કેટલાંક પુસ્તકો તૈયાર કર્યા હતા. તે દિવસે તેમણે મને ભેટ આપી. મને થોડી બારીક રીતે એને જોઈએ. મને બહુ રસ પડ્યો. મેં વિભાગને કામ સુપરત કર્યું. મેં કહ્યું, આ વિદ્યાર્થીઓએ જે કામ કર્યું છે એને તમે જરા જુઓ અને તમે વિચારો – સરકાર જ્યાં જઈ રહી છે અને આ બાળકો જે કહી રહ્યાં છે, એની વચ્ચે કેટલો ફરક છે અને તમને નવાઈ લાગશે કે તેમાંથી ઘણી બધી બાબતો ગ્રામીણ વિકાસમાં મારા કામમાં મદદરૂપ થઈ. વિદ્યાર્થીઓએ શિક્ષકનું કામ કર્યું હતું. જે સરકારમાં એર કન્ડિશન રૂમમાં બેસીને નિર્ણય કરવાનું મુશ્કેલ હોય છે, જે ફિલ્ડમાં આપણી આ પેઢી જાય છે, બહુ સારો તેનો અર્ક કાઢીને લાવે છે. કેટલીક ચીજવસ્તુઓની કલ્પનાનો લાભ થયો એ પણ ધ્યાનમાં આવે છે. મને વિશ્વાસ છે. જેમ કે, આપણે ત્યાં કૃષિ વિશ્વવિદ્યાલય છે. આ કૃષિ વિશ્વવિદ્યાલય પ્રયોગશાળામાં જે કામ કરે છે. ગમે એટલું સારું કામ કરે, એને પ્રમાણપત્ર પણ મળી જાય, આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં એનો લેખ પણ પ્રકાશિત થાય. તેને ડિગ્રી પણ મળી જાય, પણ એ મામલો તો પ્રયોગશાળા પૂરતો મર્યાદિત રહી જશે. આપણી પાસે લેબ ટૂ લેન્ડનો રોડમેપ પણ હોવો જોઈએ. જે પ્રયોગશાળામાં છે એને જમીન પર પણ ઉતારવું જોઈએ. જેમ લેબ ટૂ લેન્ડ હોવું જોઈએ તેમ જમીન પરથી યુનિવર્સિટીમાંથી ન ગયેલા લોકોનો અનુભવ પણ બહુ વધારે હોય છે. જે જમીનનો અનુભવ છે એને પ્રયોગશાળામાં પણ લાવવો જોઈએ. પણ પ્રયોગશાળામાં તેમને કેવી રીતે લાવવા? સંશોધનને સમૃદ્ધ કેવી રીતે કરવું, પરંપરાગત અનુભવને કેવી રીતે આગળ વધારવો આ વિચારને આપણે પગલું ઉઠાવી શકીએ. આ જ રીતે આપણે ત્યાં અહીં પરંપરાગત મેડિસિન આયુર્વેદનું આપણી પાસે જે જ્ઞાન છે તેને તમે પડકાર નહીં ફેંકો, હું પણ નહીં ફેંકું. પણ દુનિયાના ઘણા દેશ છે, જે પરંપરાગત મેડિસિનમાં આપણાથી આગળ નીકળી ગયા છે. આવું એટલા માટે થયું, કારણ કે હાલના સમયમાં પરિણામ અને પ્રમાણ બંનેની જરૂર હોય છે. આપણે એ કહીએ કે ભાઈ, હું આ જડીબુટ્ટી લેવાના ફાયદા થાય છે, સારાં પરિણામો મળે છે, પણ આપણે માનીને ચાલીએ અને તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થી મારું કશું સાંભળીને જશો તો ચાલશે, બે શબ્દ મારા સાંભળીને જજો અને એના પર વિચાર કરશો. આપણને પરિણામો તો મળી જાય છે, પણ પ્રમાણ હોતા નથી અને એટલે આપણી પાસે પરિણામની સાથે સાથે પ્રમાણ હોવા જોઈએ. આપણી પાસે ડેટાબેઝ હોવો જોઈએ. આપણી પાસે સંપૂર્ણ વિગતવાર રેકોર્ડ હોવો જોઈએ, ક્યાંથી કેવી રીતે પરિવર્તન થયા છે. આપણે ભાવનાને આધારે દુનિયા ન બદલી શકીએ. દુનિયાની સામે એને મોડલ સ્વરૂપે પ્રસ્તુત ન કરી શકીએ. અને એટલે પરિણામ હોવા છતાં પ્રમાણની જરૂરિયાત હાલના વિશ્વને વધારે છે, બહુ જરૂરી છે. અને એટલે જ આપણી યુનિવર્સિટીઓ જે પરિણામથી આપણે પરિચિત છીએ, પણ તેમાં પ્રમાણનો અભાવ છે, એ પ્રમાણની પૂર્તિ કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરે, વ્યવસ્થા વિકસાવે, પરંપરાગત વિકસિત કરે – આ તમારા વિના, તમામ સાથીદારોની મદદ વિના શક્ય નથી. પુરાવા આધારિત પરંપરાગત મેડિસિન પર સંશોધનનું આ કામ આપણી યુનિવર્સિટીઝ બહુ સારી રીતે કરી શકે છે.
સાથીદારો,
આપણા દેશમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી બહુ મોટી તાકાત છે. ચર્ચા પણ કરે છે, પણ શું કોઈ યુનિવર્સિટી છે જેણે આનો અભ્યાસ કર્યો છે કે છેવટે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે. શું દુનિયામાં જ્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ટનો પ્રસંગ આવ્યો હતો, ત્યારે આ દુનિયાના ઉદ્દેશએ કઈ રીતે પગલું ઉઠાવ્યું હતું. ત્યાંની યુનિવર્સિટી કેવી રીતે વ્યવહાર કરતી હતી અને તેનો તેને શું લાભ મળ્યો. આપણે વારંવાર કહીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ. પણ ડેમોગ્રાફિક ડિવિડન્ડની સંભાવનાઓ પર આપણે કેમ કામ ન કરીએ, એ સામર્થ્યનો ઉપયોગ અમે આગામી 20, 25, 30 વર્ષ માટે દેશને કેવી રીતે આપી શકીએ. આ જ રીતે આપણે જોઈએ છીએ કે, હવે દુનિયાના દેશોની સ્થિતિ જુઓ. સૌથી વધુ સમૃદ્ધ દેશ પણ આ વાતથી પરેશાન છે કે, ત્યાં લોકોની આયુષ્ય બહુ વધી રહી છે. એજિંગ સમસ્યા છે અને યુવા પેઢી ન હોવા બરોબર છે. બહુ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ લોકો છે. જેમને દેશદુનિયા ચલાવવાની છે તેઓ ચલાવી શકે એમ નથી. હવે આ ચક્ર એવું છે કે, તેમાં દરેક દેશને પસાર થવાનું છે. અત્યારે આપણો દેશ યુવાન છે. એક સમયે આપણો દેશ પણ સમૃદ્ધ દેશો જેવો થશે. તેમાં યુવાનો ઓછા હશે, વૃદ્ધો વધારે હશે. આ દિવસો આવવાના છે. દુનિયામાં અત્યારે કોઈ છે, જેણે આ પ્રકારના વૃદ્ધત્વને કારણે દેશમાં જે સ્થિતિસંજોગો ઊભા થાય છે એના સમાધાન માટે માર્ગો શોધ્યા છે. યુવાનોની ખેંચમાં તેઓ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરી રહ્યાં છે. ચીજવસ્તુઓ બહુ સરળતાપૂર્વક આગળ વધે એવી કોઈ વ્યવસ્થા બનાવી છે. આ તમામ વિચારવા લાયક કામ મારી યુનિવર્સિટીનો સહજ સ્વભાવ હોવો જોઈએ. યુનિવર્સિટીમાં તમારા માટે અત્યારથી હું માનું છું કે સંશોધન અને કામ કરવાની સારી તક છે અને આના કારણે જે બાળકોને આ પ્રોજેક્ટ આપીએ છીએ તેમનું એક વિઝન આકાર લે છે. તેમને પણ નવી ચીજો સમજવાની તક મળે છે. અત્યારે આબોહવામાં પરિવર્તનની બહુ ચર્ચાવિચારણા ચાલી રહી છે. આબોહવાના ક્ષેત્રમાં પણ આપણઆ લોકો જો કામ કરે તો આપણી પાસે અમર્યાદિત સંભાવનાઓ છે. હવે આપણા દેશમાં એક યોજના બનાવવામાં આવી છે – CDRIની. આબોહવાની સ્થિતિમાં આપણી માળખાગત સુવિધાઓ એવી હોવી જોઈએ, જે એનો સામનો કરી શકે. મજબૂત હોવી જોઈએ. હવે તેના પર આપણે સંશોધન વિના કામ કેવી રીતે કરીશું, અગાઉના યુગોમાં આટલી મોટી સંખ્યામાં પ્રચંડ પૂર આવતા નહોતા, આટલો વરસાદ થતો નહોતો, કુદરતી આપણી સાથે ચાલતી હતી, આપણે કુદરતની સાથે સમન્વય સ્થાપિત કરતા હતા. હવે તે આપણાથી ઊલટી ચાલ ચાલી રહી છે, આપણે એનાથી ઊલટી ચાલ ચાલી રહ્યાંછીએ અને એટલે આપણે આ નવા સંકટની સામે જીવવું કેવી રીતે એને શીખવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે આખી દુનિયા સૌર ઊર્જા તરફ અગ્રેસર છે. ભારત ભાગ્યશાળી છે કે, તેની પાસે તપતો સૂરજ છે. આ તપતા સૂરજની માલિકીનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું. તેના સામર્થ્યને આપણે આપણી જીવન વ્યવસ્થાનો હિસ્સો કેવી રીતે બનાવીએ. સૌર ઊર્જાને આપણે બહુ મહત્વ આપ્યું છે. સરકારની નીતિઓમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પણ અમે સંશોધન દ્વારા, નવા-નવા સંશોધન દ્વારા આજે નવા યુગના હિસાબથી નવા વૈજ્ઞાનિક સંસાધનો સાથે આ ઊર્જાનો ઉપયોગ કરવા માટે આપણે ઘણું કામ કરવાની જરૂર છે. એ જ રીતે સાથીદારો, સ્વચ્છ ભારત અભિયાન દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચી ગયું છે. સ્વચ્છ ભારતના વિષયમાં કોઈ સમાધાન ન થવું જોઈએ. પણ વાત આટલાથી અટકતી નથી. જ્યાં સુધી આપણે વેસ્ટ ટૂ વેલ્થ તરફ યોજનાઓ નહીં બનાવીએ, આ કચરો નીકળે, તેની સર્ક્યુલર ઇકોનોમી શું હોઈ શેક છે, તેનું શ્રેષ્ઠ ઉત્પાદન શું હોઈ શકે છે. આ તો યુનિવર્સિટી રિસર્ચ કરીને આપી શકે છે. આપણા નવા-નવા લોકો આવે છે, પ્રયોગ કરીને જોઈ શકે છે. આપણે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવીએ. આપણે સર્ક્યુલર ઇકનોમીને કેવી રીતે મજબૂત કરીએ અને ખાસ કરીને સ્થાનિક સ્તર પર સર્ક્યુલર ઇનકોમી જેવા અનેક ક્ષેત્રો અત્યારે આપણઆ વિદ્યાર્થીઓ માટે ખુલ્લાં છે. અત્યારે દેશના રમતગમત ક્ષેત્રમાં પણ નવા આત્મવિશ્વાસ સાથે નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યાં છીએ. આપણી યુનિવર્સિટીઝ એવી ન હોવી જોઈએ કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી અહીં બની રહી છે એટલે બાકી યુનિવર્સિટીના યુવાનોને સ્પોર્ટ્સ સાથે કોઈ લેવાદેવા નથી. આપણી યુનિવર્સિટીના મેદાન સાંજે ભરેલા હોવા જોઈએ. બાળકોને ઘર મોકલવા માટે મહેનત કરવી પડે, આ વાતાવરણ દરેક યુનિવર્સિટીના મેદાનમાં ઊભું થવું જોઈએ. આપણી યુનિવર્સિટી આ લક્ષ્યાંક બનાવી શકે છે. એક-એક યુનિવર્સિટી નક્કી કરી શકે છે કે આગામી વર્ષોમાં મારી યુનિવર્સિટી કેટલાંક ગોલ્ડ મેડલ્સ લાવશે, મારી સ્કૂલ કેટલાં વિદ્યાર્થીઓ, મારી કોલેજ કેટલાં વિદ્યાર્થીઓને આગળ વધારશે. આ યુનિવર્સિટીના લક્ષ્યાંક કેમ ન હોવો જોઈએ. મિત્રો, દુનિયાના કેટલાંક દેશમાં મારી યુનિવર્સિટી બાળકોને રમવા માટે મોકલશે, હું તેમને કેવી રીતે તૈયાર કરું. તેમને એક્સપોઝર મળશે. તેઓ પણ મારી એક બહુ મોટી મૂડી બની જશે. સાથીદારો, હું આ વિચારો રમતગમતને પ્રોત્સાહન આપવા રજૂ કરું છું. અગણિત સંભાવનાઓ છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તમારા હાથમાં એક તક આપી છે. જે ગત વર્ષોમાં આપણી પાસે નહોતી. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કારણે શક્ય બન્યું છે. આ આપણું કામ છે તેને આગળ વધારીએ.
સાથીદારો,
આપણે બધાએ યાદ રાખવું પડશે કે દેશના ભવિષ્યનું નિર્માણનું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નેતૃત્વ તમે બધા સાથીદારોના હાથમાં છે. મને ખાતરી છે કે, અખિલ ભારતીય શિક્ષણ સમાગમમાં તમારા મંથનમાંથી પ્રાપ્ત થનાર અમૃત, તમારા સૂચન, દેશને એક નવી દિશા આપશે. જે નવયુવાનોની સાથે તમારો સમય પસાર થાય છે, તેમને વર્તમાન માટે નહીં પણ ભવિષ્ય માટે, આવતીકાલ માટે તૈયાર કરવાના છે. જો ભવિષ્ય માટે તૈયાર કરવાના હોય, તો તમારે આગામી વર્ષ માટે તૈયાર થવાનું છે. જો તમારે આગામી વર્ષ માટે તૈયાર થવાનું હોય, તો તમારે સંસ્થાને આગામી 100 વર્ષ માટે તૈયાર કરવાની છે. પછી આ કામને, આ ઉદ્દેશને પાર પાડી શકો છો અને એ જ ભાવ સાથે તમે લોકો કાશીની આ પવિત્ર ધરતી પર છે. માતા ગંગાના કિનારા પર વિરાજમાન છો. સંપૂર્ણ સાંસ્કૃતિક પરંપરા આપણને નવી ચેતના અને પ્રેરણા આપનારી પરંપરા છે. આ પરંપરામાં કશું ને કશું અમૃતબિંદુ તમારા નસીબમાં પણ હશે, જે અમૃતબિંદુ લઈને તમે જશો. જ્યારે તમે તેને રજૂ કરશો, ત્યારે યુવાન યુવતીઓ પણ આગામી અમૃતકાળમાં ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે કામ આવશે, હું એક વાર ફરી વિભાગનો આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આભાર માનું છું. તમે બધા ઉત્સાહ અને ઉમંગ સાથે તેમાં સામેલ થયા છો. મને વિશ્વાસ છે કે, ત્રણ દિવસમાં તમે થાકી નહીં જાવ, હું બેઠા-બેઠા કાર્યક્રમ જોઈ રહ્યો હતો. મને લાગી રહ્યું છે કે, ખબર નહીં તમારું ત્રણ દિવસ પછી શું થશે. પણ તમે અકાદમિક જગતમાંથી આવો છો, તો જરૂરી તેને આગળ વધારશો. તમને બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.
ધન્યવાદ!
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1840221)
મુલાકાતી સંખ્યા : 566
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam