પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની 14મી બ્રિક્સ સમિટમાં ભાગીદારી
Posted On:
21 JUN 2022 3:00PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23-24 જૂન 2022ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં ચીન દ્વારા આયોજિત 14મી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. આમાં 24 જૂને અતિથિ દેશો સાથે વૈશ્વિક વિકાસ પર ઉચ્ચ સ્તરીય સંવાદનો સમાવેશ થાય છે.
2. બ્રિક્સ તમામ વિકાસશીલ દેશો માટે સમાન ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશોએ નિયમિતપણે બહુપક્ષીય પ્રણાલીને વધુ પ્રતિનિધિ અને સમાવિષ્ટ બનાવવા માટે તેમાં સુધારાની હાકલ કરી છે.
3. 14મી બ્રિક્સ સમિટ દરમિયાનની ચર્ચાઓમાં આતંકવાદ વિરોધી, વેપાર, આરોગ્ય, પરંપરાગત દવા, પર્યાવરણ, S&T અને નવીનતા, કૃષિ, તકનીકી અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અને MSME જેવા ક્ષેત્રોમાં આંતર-બ્રિક્સ સહકારને આવરી લેવાની અપેક્ષા છે. બહુપક્ષીય પ્રણાલીમાં સુધારા, કોવિડ-19 રોગચાળા સામે લડવા અને વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
4. સમિટ પહેલા, 22 જૂન 2022ના રોજ બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદઘાટન સમારોહમાં, પ્રધાનમંત્રી રેકોર્ડેડ કીનોટ વક્તવ્ય દ્વારા ભાગ લેશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1836426)
Read this release in:
Marathi
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Odia
,
Telugu