પ્રધાનમંત્રીનું કાર્યાલય

જર્મનીમાં બર્લિન ખાતે પ્રધાનમંત્રીના સામુદાયિક સ્વાગત પ્રસંગે તેમના પ્રવચનનો મૂળપાઠ

Posted On: 02 MAY 2022 11:59PM by PIB Ahmedabad

ભારત માતા કી જય! નમસ્કાર! મારૂં સૌભાગ્ય છે કે મને મા ભારતીના સંતાનોને આજે જર્મનીમાં આવીને મળવાની તક પ્રાપ્ત થઈ છે. આપ સૌને મળતાં ખૂબ સારૂં લાગી રહ્યું છે. તમારામાંથી ઘણાં લોકો જર્મનીના અલગ અલગ શહેરોમાંથી અહીં બર્લિન પહોંચ્યા છો. આજે સવારે મને મોટી મૂંઝવણ હતી કે અહિંયા ઠંડીની મોસમ છે અને ભારતમાં વર્તમાન સમયમાં ખૂબ ગરમી પડી રહી છે. દિવસોમાં નાના નાના બાળકો પણ સવારના સાડા ચાર કલાકે આવી ગયા હતા. તમારો પ્રેમ, તમારા આશીર્વાદ મારી ખૂબ મોટી તાકાત બની રહે છે. હું જર્મનીમાં અગાઉ પણ આવ્યો છું. તમારામાંથી ઘણાં લોકોને અગાઉ પણ મળી ચૂક્યો છું. તમારામાંથી ઘણાં લોકો ભારત આવે છે ત્યારે પણ ઘણી વખત મળવાની તક પ્રાપ્ત થઈ છે. અને હું જોઈ રહયો છું કે આપણી જે નવી પેઢી છે, યંગ જનરેશન છે તે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નજરે પડી રહ્યા છે. અને તેનું કારણ યુવાનોનો જોશ પણ છે, પરંતુ સૌ પોતાના  વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને અહીંયા આવ્યા છો. તમે અહીં આવ્યા છો તે બદલ હું તમારો હૃદયપૂર્વક આભારી છું. હમણાં આપણાં રાજદૂત જણાવી રહ્યા હતા કે અહીંયા સંખ્યાની દ્રષ્ટિએ તો ભારતીયોની સંખ્યા ઓછી છે, પણ તમારા સ્નેહમાં કોઈ ઊણપ નથી. તમારા જોશમાં કોઈ ઊણપ નથી અને અહીંનુ દ્રશ્ય તેમજ આજે અહીં ભારતના લોકોને જોઉં છું ત્યારે મારૂં મન ગર્વ અનુભવે છે દોસ્તો.

 

સાથીઓ,

આજે હું નથી મોદી સરકારની વાત કરવા માટે આવ્યો કે મારી વાત પણ કરવા આવ્યો નથી. આજે મને ઈચ્છા થાય છે કે મન ભરીને તમને સૌને, કરોડો ભારતવાસીઓના સામર્થ્યની વાત કરૂં. તેમનું ગૌરવગાન કરૂં. તેમના ગીત ગાઉં. અને જ્યારે હું કોટિ કોટિ ભારતવાસીઓની વાત કરૂં છું ત્યારે જે લોક અહીંયા વસે છે તેમની વાત કરતો નથી, મારી વાતમાં દુનિયાના દરેક ખૂણે વસવાટ કરતા મા ભારતીના સંતાનોની વાત છે. હું સૌથી પહેલાં જર્મનીમાં સફળતાના ઝંડા રોપી રહેલા આપ સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

 

સાથીઓ,

21મી સદીનો સમય ભારત માટે, આપણે સૌ ભારતીયો માટે અને ખાસ કરીને આપણાં નવયુવાનો માટે ખૂબ મહત્વનો સમય છે. આજે ભારત મનમાં દ્રઢ નિશ્ચય કરી ચૂક્યું છે અને આજે ભારત દ્રઢ નિશ્ચય સાથે એક સંકલ્પ લઈને આગળ ધપી રહ્યું છે. આજના ભારતને એક ખબર છે કે ક્યાં જવાનું છે, કેવી રીત જવાનું છે, ક્યાં સુધી જવાનું છે. અને આપ સૌ પણ જાણો છો કે જ્યારે કોઈ દેશ દ્રઢ નિશ્ચય કરી લે છે ત્યારે નવા માર્ગ પર પણ ચાલે છે અને મનગમતી મંઝીલો પ્રાપ્ત કરીને પણ બતાવી આપે છે. આજનું મહત્વાકાંક્ષી ભારત, એસ્પીરેશનલ ઈન્ડિયા, આજના યુવા ભારત દેશનો ઝડપી વિકાસ ઈચ્છે છે. તે જાણે છે કે તેના માટે રાજકિય સ્થિરતા અને મજબૂત ઈચ્છાશક્તિ કેટલી જરૂરી છે, કેટલી અનિવાર્ય છે તે આજનું ભારત સારી રીતે સમજે છે. અને એટલા માટે ભારતના લોકોએ ત્રણ દાયકાથી ચાલી રહેલી રાજકિય સ્થિરતાના વાતાવરણને એક બટન દબાવીને ખતમ કરી દીધું છે. ભારતના મતદાતાએ વિતેલા 7- 8 વર્ષમાં તેના મતની તાકાત શું છે અને તેનો એક મત ભારતને કેવી રીતે બદલી શકે છે તેનો પરિચય કરાવ્યો છે. હકારાત્મક પરિવર્તન અને ઝડપી વિકાસની આકાંક્ષાને કારણે 2014માં ભારતની જનતાએ સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર પસંદ કરી છે અને 30 વર્ષ પછી આવું બન્યું છે.

 

ભારતની મહાન જનતાની દીર્ઘ દ્રષ્ટિ છે કે વર્ષ 2019માં પોતાના દેશની સરકારને અગાઉ કરતાં પણ વધુ મજબૂત બનાવી દીધી છે. ભારતમાં ચારે તરફ આગળ વધવા માટે જે પ્રકારની એક નિર્ણાયક સરકારની જરૂર છે તેવી સરકારને ભારતની જનતાએ સત્તા સોંપી છે. સાથીઓ હું જાણું છું કે, અપેક્ષાઓનું કેટલું મોટું આકાશ આપણી સાથે જોડાયેલું છે, મારી સાથે જોડાયેલું છે, અને હું પણ જાણું છું કે મહેનતની પરાકાષ્ટા દ્વારા પોતાની જાતને ખપાવી દઈને કોટિ કોટિ ભારતીયોના સહયોગથી તે કોટિ કોટિ ભારતીયોના નેતૃત્વમાં ભારત એક નવી ઉંચાઈ પર પહોંચી શક્યું છે. ભારત હવે સમય ગુમાવશે નહીં અને સમય વિતાવશે પણ નહીં. આજનો સમય કેવો છે અને તેનું સામર્થ્ય કેવુ છે તથા વર્તમાન સમયમાં તે પ્રાપ્ત કરવા માટે કેવું સામર્થ્ય જરૂરી છે તેને ભારત સારી રીતે સમજે છે.

 

સાથીઓ,

વર્ષે આપણે આપણી આઝાદીનું 75મું વર્ષ મનાવી રહ્યા છીએ. હું દેશનો એવો પ્રથમ પ્રધાનમંત્રી છું કે  જેનો જન્મ આઝાદ ભારતમાં થયો છે. ભારત જ્યારે પોતાની આઝાદીના 100 વર્ષ મનાવશે તે સ્થિતિએ પહોંચવા માટે આપણી પાસે હજુ 25 વર્ષ છે અને તે સમયે દેશ કેવી ઉંચાઈ પર પહોંચ્યો હશે અને તે લક્ષ સાથે આજે ભારત મજબૂતી સાથે એક પછી એક કદમ મૂકીને ઝડપભેર આગળ વધી રહ્યું છે.

 

સાથીઓ,

ભારતમાં ક્યારેય સાધનોની ઊણપ વર્તાઈ નથી કે ક્યારેય સાધનોની ખોટ પડી નથી. આઝાદી પછી દેશે એક માર્ગ નક્કી કરી દીધો છે, એક દિશા નક્કી કરી છે, પરંતુ સમયની સાથે સાથે ઘણાં બધા પરિવર્તન આવે તે જરૂરી બન્યું છે. જે ઝડપથી થવા જોઈએ અને જેટલા વ્યાપક પ્રમાણમાં થવા જોઈએ, કોઈને કોઈ કારણથી આપણે પાછળ ના રહી જઈએ. વિદેશી શાસને ભારતીયોના આત્મવિશ્વાસને દર વર્ષે કચડવાનું કામ કર્યું હતું તે સ્થિતિને ભરપાઈ કરવાનો માત્ર એક ઉપાય હતો કે ફરી એક વખત ભારતના જન જનમાં આત્મવિશ્વાસ ઉભો કરવામાં આવે, તેનામાં આત્મ ગૌરવ ઉભુ કરવામાં આવે અને તેના માટે સરકાર પરનો ભરોસો જળવાઈ રહે તે ખૂબ જરૂરી બન્યું હતું. અંગ્રેજોની પરંપરાના કારણે સરકાર અને જનતાની વચ્ચે ખૂબ મોટી ખાઈ હતી, શંકાના વાદળો મંડરાઈ રહ્યા હતા, કારણ કે અંગ્રેજોના શાસન દરમ્યાન જે જોયું હતું તેમાં પરિવર્તન નજરે પડે તે માટે જે ગતિની જરૂર હતી તે ગતિનો અભાવ વર્તાઈ રહ્યો હતો. અને એટલા માટે સમયની માંગ હતી કે સામાન્ય માનવીની જીંદગીમાં સરકારી શાસન ઓછું થતું જાય અને મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની જરૂરિયાત ઉભી થાય. અને ત્યાં સરકારનો અભાવ ના હોય, પણ જ્યાં જરૂર પડે ત્યાં સરકારનો પ્રભાવ આવશ્યક બની રહે.

 

સાથીઓ,

દેશ જ્યારે આગળ ધપી રહ્યો છે ત્યારે દેશની જનતા જનાર્દન સ્વયં તે વિકાસનું નેતૃત્વ કરે છે. જ્યારે દેશ આગળ ધપે છે ત્યારે દેશના લોકો જાતે આગળ આવીને પોતાની દિશા નક્કી કરે છે. હવે આજના ભારતમાં સરકાર નહીં, મોદી નહીં, પણ દેશના કરોડો કરોડો લોકો સ્વયં પ્રેરકબળ બનીને આગળ ધપી રહ્યા છે. એટલા માટે આપણે દેશના લોકોના જીવનમાં સરકારનું દબાણ દૂર કરી રહ્યા છીએ. સરકારની બિનજરૂરી દખલ ખતમ કરી રહ્યા છીએ. આપણે સુધારા કરતા રહીને દેશમાં પરિવર્તન લાવી રહ્યા છીએ અને હું હંમેશા કહેતો રહ્યો છું કે સુધારા કરવા માટે રાજકિય ઈચ્છાશક્તિ જોઈએ. પર્ફોર્મન્સ બતાવવા માટે સરકારી મશીનરી સુસ્થાપિત કરવાનું જરૂરી બની રહે છે અને સુધારા માટે જનતા જનાર્દનની ભાગીદારી પણ એટલી મહત્વની બની રહે છે. અને આવું થાય છે ત્યાર રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મની ગાડી આગળ ધપતી હોય છે. આજે ભારત કામ કરવામાં આસાની, જીવનની ગુણવત્તા, રોજગારીમાં આસાની, ગુણવત્તાયુક્ત શિક્ષણ, હરવા- ફરવામાં આસાની, પ્રવાસનની ગુણવત્તા અને બિઝનેસ કરવામાં આસાની, સર્વિસીસની ગુણવત્તા, પ્રોડક્ટની ગુણવત્તા જેવા ક્ષેત્રોમાં ઝડપભેર કામ કરી રહ્યું છે. નવા આયામ સ્થાપિત કરી રહ્યું છે. દેશ કે જેને છોડીને તમે ગયા હતા, તે દેશમાં આજે બ્યૂરોક્રસી છે, દેશ છે અને કચેરીઓ છે કે જ્યાં ટેબલ છે, કલમ છે અને ફાઈલો પણ છે. સરકારી મશીનરી પણ છે, પરંતુ હવે બહેતર પરિણામો મળી રહ્યા છે.

 

સાથીઓ,

વર્ષ 2000ની પહેલાં જ્યારે પણ હું તમારા જેવા સાથીદારો સાથે વાત કરી રહ્યો હોઉં ત્યારે એક ખૂબ મોટી ફરિયાદ અને તમને જૂના દિવસોની યાદ આવશે કે તમે જ્યારે પણ ભારત જાવ ત્યારે જોતાં હશો કે જ્યાં પણ દેખતા હશો ત્યાં વર્ક  ઈન પ્રોગ્રેસજોવા મળતું હતું. હું કોઈની ટીકા કરતો નથી, પણ અમારે ત્યાં આવું જોવા મળતું હતું. અગાઉ કોઈ સડક બનતી હોય કે પછી વિજળી માટે સડક ખોદવામાં આવી હોય, કે પછી પાણી વાળા પહોંચ્યા હોય તે પાણી ફેરવી દેતા હતા. તે પછી ટેલિફોનવાળા આવતા હતા અને તે પણ નવા ખાડા કરી દેતા હતા. એક સડક માટે બજેટનો ખર્ચ કરવામાં આવતો હોય, પણ કામ ખતમ થતું હતું. મેં માત્ર એક ઉદાહરણ આપ્યુ છે, કારણ કે મેં મારી નજરે જોયું છે અને એટલા માટે એવું બનતું હતું કે સરકારી વિભાગોનો એક બીજા સાથે કોઈ સંવાદ જોવા મળતો હતો અને માહિતીનો કોઈ તાલમેલ જોવા મળતો હતો. સૌ પોતપોતાની દુનિયા બનાવીને તેમાં બસેલા હતા. દરેકની પાસે રિપોર્ટ કાર્ડ છે કે મેં આટલી સડક બનાવી છે, કોઈ કહેશે કે મેં આટલા તાર નાંખ્યા છે, કોઈ કહેશે કે મેં આટલી પાઈપ નાંખી છે, પણ પરિણામ વર્ક  ઈન પ્રોગ્રેસજોવા મળે છે.

 

પરિસ્થિતિને તોડવા માટે હવે આપણે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ચારે તરફ તેની પ્રશંસા થઈ રહી છે. આપણે દરેક વિભાગની આવી સ્થિતિને તોડવા માટે માળખાકિય સુવિધાઓ સાથે જોડાયેલા દરે પ્રોજેક્ટમાં જોડાયેલા તમામ સહયોગીઓને સાથે લઈને એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ. હવે સરકારના તમામ વિભાગો પોતાના હિસ્સાના દરેક કામ માટે આગોતરૂં આયોજન કરે છે. એક નવા અભિગમ સાથે વિકાસ કાર્યોની ઝડપ વધી ગઈ છે અને વ્યાપ પણ વધ્યો છે. એટલા માટે ભારતની આજે જો કોઈ મોટી તાકાત હોય કે વ્યાપ હોય તો તે સ્પીડ અને સ્કેલ છે. આજે ભારતમાં સામાજીક અને ભૌતિક માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ મૂડીરોકાણ થઈ રહ્યું છે. આજે ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે સહમતિનું એક વાતાવરણ ઉભુ થયું છે તો બીજી તરફ નવી આરોગ્ય નીતિને લાગુ કરવા માટે પણ કામ ચાલી રહ્યું છે. આજે ભારતમાં વિક્રમ સંખ્યામાં એરપોર્ટસ બનાવવામાં આવી રહ્યા છે. નાના નાના શહેરોને પણ એર રૂટ સાથે જોડવામાં આવી રહ્યા છે. ભારતમાં મેટ્રો કનેક્ટિવીટી માટે આજે જેટલું કામ થઈ રહ્યું છે તેટલું અગાઉ ક્યારેય પણ થયું નથી. ભારતમાં આજે વિક્રમ સંખ્યામાં નવા મોબાઈલ ટાવર લાગી રહ્યા છે અને ભારતમાં 5જી ટકોરા દઈ રહ્યું છે. આજે ભારતમાં પણ વિક્રમ સંખ્યામાં ગામડાંઓને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડવામાં આવી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે કેટલા લાખ ગામડાંમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહોંચશે. ભારતના ગામડાં, દુનિયાની સાથે કેવી રીતે પોતાનો નાતો જોડશે તેની તમે કલ્પના કરી શકો છો. ભારતમાં અને જર્મનીમાં રહીને તમે લોકો વાતને વધુ પ્રમાણમાં સમજી શકશો. ભારતમાં જે ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી છે, એટલું નહીં, તાળીઓ તો હવે પડવાની છે કે, તાળીઓ બાબત પર પડવાની છે કે જેટલો સસ્તો ડેટા છે તે ઘણાં બધા દેશો માટે અક્લ્પનિય બાબત છે. વિતેલા વર્ષમાં સમગ્ર દુનિયામાં થયેલા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ, કાન ખોલીને સાંભળો, રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટમાં, સમગ્ર દુનિયાની હું વાત કરી રહ્યો છું. હવે ભારત નાની સોચ ધરાવતું નથી. રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટમાં 40 ટકા ભાગીદારી ભારતની છે.

 

સાથીઓ,

હું એક બાબત પણ જણાવવા માંગુ છું કે જેને જાણીને તમે બેઠા રહેશો કે નહીં બેસી રહો, પણ તમને ચોક્કસપણે સારૂં લાગશે કે હવે ભારતમાં પ્રવાસ કરવાનો સમય છે. સમય આવે એટલે ખિસ્સામાં નાણાં ભરીને ચાલવાની મજબૂરી હવે લગભગ ખતમ થઈ ચૂકી છે. દૂર દૂરથી ગામડાં સુધી લોકો પોતાના મોબાઈલ ફોન પર દરેક પ્રકારના પેમેન્ટ કરવાની સુવિધા ભોગવી રહ્યા છે. શું તમારા માટે આટલું પૂરતું છે દોસ્તો!

 

સાથીઓ,

આજે ભારતના શાસનમાં જે રીતે ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવી રહયો છે તે નવા ભારતની, નવી રાજકિય ઈચ્છાશક્તિ બતાવે છે અને તે ડેમોક્રસીની ડિલીવરીનું ઉદાહરણ છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારોની લગભગ આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની આશરે 10 હજાર સર્વિસીસ ઓનલાઈન ઉપલબ્ધ છે. સરકારી મદદ હોય, સ્કોલરશીપ હોય, ખેડૂતોના પાકની કિંમત હોય જેવા તમામ હવે સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. હવે કોઈ પ્રધાનમંત્રીએ એવું કહેવું પડતું નથી કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું અને તેમાંથી માત્ર 15 પૈસા પહોંચે છે. એવો કયો પંજો હતો કે જે 85 પૈસા ખેંચી જતો હતો.

 

તમને જાણીને સારૂં લાગશે કે વિતેલા 7 થી 8 વર્ષમાં ભારત સરકારે, આંકડા યાદ રહેશે, કારણ કે હું એટલી બધી બાબતો જણાવી રહ્યો છું, ડરશો નહીં, તમારો પુરૂષાર્થ છે, તમારી કમાલ છે કે વિતેલા 7 થી 8 વર્ષમાં ભારત સરકારે ડીબીટી (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર) માત્ર એક ક્લિકથી જે લોકો હક્કદાર છે તેમના ખાતામાં પૈસા  સીધા મોકલી આપ્યા છે  બધુ ડીબીટી દ્વારા થયું છે. અમે જે પૈસા મોકલ્યા છે તે રકમ રૂ.22 લાખ કરોડ કરતાં પણ વધુ છે. હવે તમે જર્મનીમાં છો તો તમને જણાવી દઉં કે 300 અબજ ડોલર કરતાં વધુ રકમ લાભાર્થીઓના ખાતામાં પહોંચી ચૂકી છે. વચ્ચે કોઈ વચેટિયા નથી. વચ્ચે કોઈ પ્રકારની કપાત થતી નથી. કોઈ કટ મની નથી. કારણે વ્યવસ્થામાં એટલી પારદર્શકતા આવી હોવાના કારણે ભરોસાની જે ઊણપ હતી તે ભરવાનું ખૂબ મોટુ કામ નીતિઓના કારણે થયું છે, નિયતને કારણે થયું છે અને ટેકનોલોજીના માધ્યમથી કામ થઈ શક્યું  છે.

 

સાથીઓ,

આવા સાધનો જ્યારે હાથમાં આવે છે ત્યારે નાગરિક શક્તિમાન બની જાય છે અને ખૂબ સ્વાભાવિક છે કે તે આત્મવિશ્વાસથી સભર બને છે. તે જાતે સંકલ્પ લેવાનું શરૂ કરી દે છે અને તે જાતે સંકલ્પને સિધ્ધિમાં પરિવર્તીત કરવા માટે પરિશ્રમને પરાકાષ્ટા સુધી લઈ જાય છે. અને તેથી દેશ આગળ વધે છે દોસ્તો. અને એટલા માટે દોસ્તો, નૂતન ભારત હવે માત્ર સુરક્ષિત ભાવિ અંગે વિચાર કરતું નથી અને જોખમો પણ ઉઠાવે છે. ઈનોવેટ કરતું રહે છે, ઈન્ક્યુબેટ કરતું રહે છે. મને યાદ છે કે વર્ષ 2014ની આસપાસ આપણાં દેશમાં, આટલા મોટા દેશમાં માત્ર 200 થી 400 સ્ટાર્ટઅપ કામ કરતા હતા. કેટલા? જરા યાદ રાખીને બોલો યાર, આજથી 8 વર્ષ પહેલાં 200, 300 અથવા 400 સ્ટાર્ટઅપ કામ કરતા હતા. આજે 68,000 કરતાં પણ વધુ સ્ટાર્ટઅપ છે. દોસ્તો, મને જણાવો. આવું સાંભળ્યા પછી તમે કહેશો કે ક્યાં 400 અને ક્યાં 68,000. 200- 400થી આગળ વધીને 68,000 સુધી પહોંચવામાં તમારી છાતી ગર્વથી ફૂલાઈ જાય કે નહીં? તમારૂ મસ્તક ઉંચુ થયું હશે કે નહીં? અને સાથીઓ માત્ર આટલું નહીં, સ્ટાર્ટઅપની સંખ્યા તે એક બાબત છે. આજે દુનિયાના તમામ માપદંડો કહી રહ્યા છે કે આમાંથી ડઝનબંધ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની ચૂક્યા છે અને આજે મામલો માત્ર યુનિકોર્ન સુધી અટક્યો નથી. દોસ્તો, આજે હું ગર્વ સાથે કહી શકું તેમ છું કે મારા દેશમાં ઘણાં બધા યુનિકોર્ન્સ હવે જોત જોતામાં ડીકાકોર્ન પણ બની રહ્યા છે. આનો અર્થ થયો કે 10 અબજ ડોલરનું સ્તર પણ પાર કરી ચૂક્યા છે. મને યાદ છે કે હું જ્યારે ગુજરાતમાં સીએમ તરીકે કામ કરતો હતો અને આપણાં કોઈપણ અધિકારીને પૂછતો હતો કે બાળકો શું કરે છે? ત્યારે તે કહેતા હતા કે આઈએએસની તૈયારી કરે છે. મોટાભાગના લોકો આવું કહેતા હતા. આજે જ્યારે ભારત સરકારના અધિકારીઓને હું પૂછું છું ત્યારે

ભાઈ શું કરે છે? દિકરા- દિકરીઓ શું કરી રહ્યા છે ત્યારે જવાબ મળે છે કે સાહેબ તે તો સ્ટાર્ટઅપમાં લાગી ગયા છે. પરિવર્તન નાનું નથી દોસ્તો.

 

સાથીઓ,

મૂળ વાત શું છે? મૂળ વાત છે કે આજે સરકાર ઈનોવેટર્સના પગમાં સાંકળ નાંખીને નહીં, પણ તેમનામાં જોશ ભરીને તેમને આગળ ધપાવી રહી છે. આજે જો તમારે કોઈ વિશેષ ક્ષેત્રમાં ઈનોવેશન કરવાનું હોય કે પછી નવા ડ્રોન બનાવવાના હોય કે અવકાશના ક્ષેત્રમાં કોઈ નવો સેટેલાઈટ કે રોકેટ બનાવવાનું હોય, તેના માટે સૌથી વધુ પ્રોત્સાહક વાતાવરણ આજે ભારતમાં ઉપલબ્ધ છે. દોસ્તો, એક સમયે ભારતમાં લોકો નવી નવી કંપનીઓ રજિસ્ટર્ડ કરાવવા માંગતા હતા ત્યારે રજિસ્ટ્રીમાં કાગળ નાંખીને તે ભૂલી જાય ત્યાં સુધી રજીસ્ટ્રી થતી હતી. મહિનાઓ લાગી જતા હતા. જ્યારે ભરોસો વધી જાય છે ત્યારે સરકારનો પણ નાગરિકો પર ભરોસો વધે છે અને નાગરિકોનો પણ સરકાર પર ભરોસો વધે છે. અવિશ્વાસની ખાઈ ખતમ થઈ જાય છે. પરિણામ આવે છે કે આજે જો કોઈ કંપની રજિસ્ટ્રાર કરાવવાની હોય તો 24 કલાકનો સમય લાગે છે. દોસ્તો, માત્ર 24 કલાક. વિતેલા થોડા વર્ષોમાં સરકારની એક આદત બની છે કેએક ચેમ્બર હોય, ઓફિસનું ટેબલ હોય, નંબર-1ના ટેબલ પર તમે જો કોઈ માહિતી માંગી હોય તો નંબર-2નો ટેબલવાળો  તે માહિતી ફરી માંગશે, તે પછી નંબર-5ના ટેબલવાળો ફેબ્રુઆરીના અંતમાં કહેશે કે યાર પેલો કાગળ આપો મારે તેની જરૂર છે. આનો અર્થ થયો કે નાગરિકોએ સતત હજારોની સંખ્યામાં નિયમપાલન કરવું પડે છે. લાવો, તે લાવો, પેલુ લાવો, વગેરે કહેવામાં આવે છે અને તે જાણે અને આપ જાણો.

 

સાથીઓ,

તમને નવાઈ લાગશે કે આજે કામ મારે કરવુ પડે છે. અમે 25 હજારથી વધુ નિયમપાલન (કોમ્પલાયન્સ) ખતમ કરી દીધા છે. અને એટલું નહીં, હું જ્યારે વર્ષ 2013માં તૈયારી કરી રહ્યો હતો ત્યારે, કારણ કે મારા પક્ષે આને પ્રધાનમંત્રી બનાવવાનો છે તેવી જાહેરાત કરી હતી એટલે. મોટાભાગના લોકો ભાષણ કરતા હતા. એક દિવસ દિલ્હીમાં તમામ વેપારીઓએ મને બોલાવ્યો. વેપારીઓનું ખૂબ મોટું સંમેલન હતું અને તેમાં મારી પહેલાં જે સજ્જનો બોલી રહ્યા હતા તે કહી રહ્યા હતા કે જુઓ, કાયદો બની રહ્યો છે, તે કાયદો બની રહ્યો, ઘણાં બધા કાયદા બની રહ્યા છે. હવે ચૂંટણીના સમયે તો બધા   લોકો  એવું કહેતા હોય છે કે ઠીક છે- હું કરી દઈશ. પણ દોસ્તો હું અલગ માટીનો માણસ છું. હું ભાષણ આપવા માટે ઉભો થયો તે વર્ષ 2013ની વાત છે. હું ભાષણ આપવા ઉભો થયો અને મેં કહ્યું કે તમે લોકો કાયદો બનાવવાની વાત કરો છો, મારો તો ઈરાદો ખૂબ અલગ છે. મને ખબર નથી કે હું આપને કહું છું કે તમે મને મત આપશો કે નહીં, પણ મને તો તમે છૂટો કરી દેશો. મેં કહ્યું કે હું તમારી સામે વચન આપું છું કે હું દરરોજ એક કાયદો રદ કરી દઈશ. ઘણાં બધા લોકોને અચરજ થયું કે માણસ કશું સમજતો નથી. સરકાર શું હોય છે અને તેને શું માનતો હશે તે એક સવાલ છે, પણ આજે દોસ્તો હું તમને હિસાબ આપી રહ્યો છું કે પહેલા 5 વર્ષમાં 1500 કાયદા ખતમ કરી દીધા છે દોસ્તો. બધુ શું છે? નાગરિકો પર આવા કાયદાના બંધનની જંજાળ શા માટે? આવો  બોજ શા માટે?

 

ભારત દેશ આઝાદ થઈ ચૂક્યો છે. દેશ મોદીનો નથી. દેશ 130 કરોડ નાગરિકોનો છે. હવે જુઓ, પહેલાં તો આપણાં દેશની વિશેષતા જુઓ. સાહેબ દેશ 1 હતો અને બંધારણ 2 હતા. આટલી બધો સમય કેમ લાગ્યો? જૂના સમયમાં લોકો કહેતા હતા કે ટ્યુબલાઈટ! ખબર છે ને કે  2 બંધારણ હતા. 7 દાયકા વિતી ગયા દોસ્તો. 7 દાયકા વિતી ગયા એક દેશમાં 1 બંધારણ લાગુ કરતાં કરતાં. અને હવે લાગુ થયું છે દોસ્તો. ગરીબો માટે રેશન કાર્ડ, દોસ્તો જો કોઈ જબલપુર રહેતું હોય અને રેશનકાર્ડ ત્યાંનું હોય અને તેણે મજબૂરને કારણે જયપુરમાં રહેવા જવું પડે, મજબૂરીના કારણે ત્યાં જીંદગી ગૂજારવી પડે તો જબલપુરનું રેશનકાર્ડ જયપુરમાં કામમાં આવતું હતું. દેશ એક હતો, પણ રેશનકાર્ડ અલગ અલગ. આજે વન નેશન, વન રેશનકાર્ડ થઈ ગયું છે. અગાઉ જો કોઈ દેશમાં મૂડીરોકાણ કરવા માટે આવતું હતું તો તે ગુજરાતમાં આવતું હતું. ગુજરાતમાં અલગ પ્રકારના કરવેરા અને મહારાષ્ટ્રમાં અલગ પ્રકારના કરવેરા રહેતા હતા. બંગાળ જાય તો અલગ પ્રકારના કરવેરા લાગુ પડતા હતા. જો ત્રણ ચાર કંપનીઓ હોય, એક કંપની ગુજરાતમાં, બીજી કંપની મહારાષ્ટ્રમાં, ત્રીજી કંપની બંગાળમાં. જો આવું હોય તો અલગ અલગ જગાએ અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અલગ અલગ કાયદા સાથે કામ પાર પાડવું પડતું હતુંદોસ્તો, આજે કર વ્યવસ્થા સમાનપણે લાગુ કરવામાં આવી છે. આવી છે કે નહીં? અને આપણાં નાણાં પ્રધાન અહિંયા બેઠેલા છેનિર્મલાજી. એપ્રિલ માસમાં શું થયું છે તેની તમને ખબર છે? જીએસટીનું વિક્રમ કલેક્શન થયું છે. 1 લાખ 68 હજાર કરોડ રૂપિયા. વન નેશન વન ટેક્સની દિશામાં મજબૂતીની સાથે  કામ થયું છે દોસ્તો.

 

સાથીઓ,

મેક ઈન ઈન્ડિયા આજે આત્મનિર્ભર ભારતનું પ્રેરકબળ બની રહ્યું છે. આત્મવિશ્વાસથી ભરેલું ભારત આજે પ્રક્રિયાને તો આસાન કરી રહ્યું છે અને સાથે સાથે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો મારફતે મૂડીરોકાણને પણ ટેકો પૂરો પાડી રહ્યું છે. આનો ખૂબ મોટો પ્રભાવ ભારતમાંથી થઈ રહેલી નિકાસમાં પણ જોવા મળી રહ્યો છે. હમણાં થોડાક દિવસ પહેલાં આપણે 400 અબજ ડોલરની નિકાસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જો આપણે ગુડ્ઝ એન્ડ સર્વિસીસની વાત કરીએ તો વિતેલા વર્ષમાં ભારતે 670 અબજ ડોલર એટલે કે લગભગ 50 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી છે. આંકડા સાંભળીને તાળીઓ વગાડતાં હાથ અટકી કેમ જાય છે?ભારત અનેક નવા દેશમા, નવા નવા સ્થળોએ નિકાસના વ્યાપમાં વધારો કરી રહ્યું છે  અને ઝડપભેર નિકાસ પણ કરી રહ્યું છે. એની એક મજા પણ છે કે આજે ભારતમાં જીરો ડિફેક્ટ, જીરો ઈફેક્ટનો મંત્ર લઈને દેશ આગળ ધપી રહ્યો છે. ઉત્પાદનની ગુણવત્તામાં ઊણપ નથી અને ઉત્પાદનમાં પર્યાવરણ પર કોઈ અસર નથી.

 

સાથીઓ,

21મી સદીના ત્રીજા દાયકાની સૌથી મોટી સચ્ચાઈ છે કે આજે ભારત વિશ્વ તરફ આગળ વધી રહ્યું છે. કોરોનાના કાળમાં ભારતે 150 કરતાં વધુ દેશોમાં જરૂરી દવાઓ મોકલીને અનેક લોકોની જીંદગી બચાવવામાં મદદ કરી છે. જ્યારે ભારતને કોવિડની રસી બનાવવામાં સફળતા મળી ત્યારે આપણે આપણી વેક્સીનને આશરે 100 દેશો સુધી પહોંચાડીને મદદ કરી છે દોસ્તો.

 

સાથીઓ,

આજની તાજા ખબર, રૂકાવટ કે લિયે ખેદ હૈ. આજે દુનિયા ઘઉંની અછતનો સામનો કરી રહ્યુ છે. આહાર સુરક્ષા બાબતે મોટા મોટા દેશો ચિંતામાં પડી ગયા છે. આવા સમયે ભારતનો ખેડૂત દુનિયાનું પેટ ભરવા માટે આગળ આવી રહ્યો છે દોસ્તો.

 

સાથીઓ,

જ્યારે માનવજાતની સામે કોઈ સંકટ ઉભુ થાય છે ત્યારે ભારત ઉપાય લઈને સામે આવે છે. જે સંકટ લઈને આવે છે તેમને સંકટ મુબારક. સોલ્યુશન લઈને તો આપણે આવીએ છીએ. દુનિયાનો જય જયકાર દેખાડે છે કે દોસ્તો, નવા ભારતની દોસ્તી છે, નવા ભારતની તાકાત છે. તમારામાંથી જે લોકો વર્ષોથી ભારત આવી શક્યા નથી તો અંગે શરમ અનુભવવાની જરૂર નથી, પણ તેમને જરૂર લાગતું હશે કે આખરે શું થયુ? અન આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવી ગયું. જી નહીં, સાથીઓ, તમારો જવાબ ખોટો છે. મોદીએ કશુ કર્યું નથી. જે કાંઈ કર્યું છે તે 130 કરોડ દેશવાસીઓએ કર્યું છે.

 

સાથીઓ,

ગ્લોબલ બનતા જતા ભારતમાં તમારૂં યોગદાન પણ ખૂબ મોટું બની રહેવાનું છે, મહત્વનું બની રહેવાનું છે. આજે ભારતમાં લોકલ માટે જે ક્રેઝ ઉભો થયો છે તેવું જ્યારે આઝાદીના આંદોલન સમયે સ્વદેશી વસ્તુઓ માટે હતું તેવું   વાતાવરણ પેદા થયું છે. લાંબા સમય સુધી આપણે જોયું છે કે લોકો એવું કહેતા હતા કે વસ્તુ અમે દેશમાંથી ખરીદી છે કે પેલા દેશમાંથી ખરીદી છે. પણ આજે ભારતના લોકોમાં પોતાના સ્થાનિક ઉત્પાદનો માટે એક નવી અનુભૂતિ પેદા થઈ છે. તમને પણ ખબર હશે કે આજથી 20 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં તમે જ્યારે ઘરે પત્ર લખતાં હતા કે હું અમુક તારીખે ઘરે આવી રહ્યો છું ત્યારે ઘેરથી પત્ર આવતો હતો કે આવતી વખતે આવતી વખતે અમુક વસ્તુ લઈને આવજો. આજે જ્યારે આવો છો ત્યારે ઘરેથી પત્ર આવે છે કે અહિંયા બધુ મળે છે, કશું લાવશો નહીં. હું તમને સાચી વાત કહી રહયો છું અને જણાવી રહ્યો છું કે આવી સ્થિતિ છે દોસ્તો. તાકાતને કારણે હું કહેતો રહ્યો છું કે વોકલ ફોર લોકલ. પણ તમારૂં લોકલ અહીંનું નથી દોસ્તો. જે જોશ પેદા થયો છે તે વસ્તુને બનાવવામાં કોઈ ભારતીયની મહેનત કામે લાગી રહી છે. તેની દરેક પ્રોડક્ટમાં કોઈને કોઈ ભારતીયના પસીનાની મહેંક છે, તે માટીની સુગંધ છે દોસ્તો. અને એટલા માટે આજે જે ભારતમાં બની રહ્યું છે, તેમાં દેશની માટીની સુગંધ છે. તેમાં ભારતના યુવાનનો પરસેવો લાગેલો હોય છે. તે આપણાં માટે ફેશન સ્ટેટમેન્ટ થવું જોઈએ દોસ્તો. તમે જુઓ, એક વખતે લાગણી સાથે અનુભવ કરશો તો વાયબ્રેશનને આસપાસ પહોંચતા વાર નહીં લાગે. અને પછી જોવા ક્યારે જશો? તમે કહેશો કે હું ભારત આવી રહ્યો છું 10 દિવસ માટે. તો લોક પત્ર લખીને જણાવશે કે ભારતથી પાછા આવતાં અમુક વસ્તુ લઈને આવજો. આવું થવું જોઈએ કે નહીં થવું જોઈએઆવું કામ તમારે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ?

 

દોસ્તો,

હું તમને એક શાનદાર ઉદાહરણ આપવા માંગુ છું. એક ખૂબ સાદુ ઉદાહરણ છે અને હું ઉદાહરણ ખાદી અંગે આપવા માંગુ છું. તમારામાંથી ઘણાં બધા લોકો ખાદીને તો ઓળખતા હશેને? ખાદી અને નેતાઓ વચ્ચે અંગ અને વસ્ત્ર જેવો સંબંધ છે. ખાદી અને નેતાઓ એકબીજાથી અલગ થઈ શકતા નથી. ખાદી આવે ત્યારે નેતાઓ જોવા મળે છે અને નેતાઓ આવે ત્યારે ખાદી જોવા મળે છે. જે ખાદીમાં મહાત્મા ગાંધી જીવ્યા, જે ખાદીએ ભારતને આઝાદીના આંદોલન માટે તાકાત પૂરી પાડી, પણ કમનસીબે આઝાદી પછી ખાદીની જે હાલત થઈ, જે ખાદી માટે આઝાદીના દિવાના લોકો સપનું ગણતા હતા. શું આપણી જવાબદારી નથી કે જે ખાદીથી ગરીબ માતાને રોજી મળતી હતી, જે ખાદીના કારણે વિધવા માતાને પોતાના બાળકો મોટા કરવા માટે સહારો મળી રહ્યો હતો, પણ ધીરે ધીરે ખાદીને પોતાના નસીબ પર છોડી દેવામાં આવીએક રીતે કહીએ તો તે મૃત્યુની નજીક આવી પહોંચી હતી. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં બીડુ ઝડપ્યું અને કહ્યું કે તમે ઘણાં ગર્વથી કહો કે મારી પાસે એક કાપડ છે, એક એવા કાપડની સાડી છે, અહીંનું કાપડ છે અને ત્યાંનું પહેરણ છે તેવું લોકો કહેતા હતા. બોલો, કહેતા હતા કે નહીં? સાચું બોલવામાં શું જાય છે? તો હું કહીશ કે યાર, ખાદી પણ રાખી લો. તમારી પાસે અમુક કાપડ હોય તો ખાદીને પણ સાથે રાખો.

 

સાથીઓ,

વાત ખૂબ નાની હતી, પણ આજે દેશની સામે મસ્તક  ઝૂકાવું છું. મારા દેશની બાબતને પણ મેં ગળે લગાવી છે. તમને પણ જાણીને આનંદ થશે કે આઝાદીના 75 વર્ષ પછી આજે જ્યારે દેશ આઝાદીનો અમૃતમહોત્સવ મનાવી રહયો છે ત્યારે વર્ષે ખાદીનો વેપારી 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર પાર કરી ચૂક્યો છે. આવુ પ્રથમ વખત થયું છે. કેટલી ગરીબ વિધવા માતાઓને રોજી રોટી મળી હશે દોસ્તો. વિતેલા 8 વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં આશરે પોણા બસો ટકાની વૃધ્ધિ થઈ છે. તમે તેનો વ્યાપ તો જુઓ. હું જે મિજાજથી સ્ટાર્ટઅપની વાત કરૂં છું તેવા મિજાજથી ખાદીની પણ વાત કરૂં છું. જે મિજાજથી સેટેલાઈટની વાત કરૂં છું તે મિજાજથી હું માટીની પણ વાત કરૂં છું.

 

સાથીઓ,

આજે હું આપ સૌને એવો આગ્રહ કરીશ કે ભારતના લોકલને ગ્લોબલ બનાવવામાં તમે પણ મને સાથ આપો. અહીંના લોકોને ભારતના લોકલની વિવિધતા, ભારતના લોકલની તાકાત, ભારતના લોકલની ખૂબસુરતીનો પરિચય તમે ખૂબ આસાનીથી કરાવી શકો તેમ છો. જરા વિચાર કરો, દુનિયામાં આટલો મોટો ભારતીય સમુદાય છે. દરેક દેશમાં ભારતના લોકો ફેલાયેલા છે અને ભારતીય સમુદાયના લોકોની વિશેષતા રહી છે કે તે દૂધમાં સાકર ભળી જાય તેમ  ભળી જાય છે. ભળી જાય છે ને? અને ખબર પણ પડતી નથી કે મૂલ્યમાં વૃધ્ધિ કરતી વખતે તે દૂધને મીઠું બનાવી દે છે. જેમની પાસે સામર્થ્ય છે તે આસાનીથી ભારતના લોકલને પોતાના પ્રયાસોથી જર્મનીની ધરતી પર ગ્લોબલ બનાવી શકે તેમ છે. આવું કરશોને? કેમ અવાજ દબાઈ ગયો? આવું કરશોને? કહેવામાં શું જાય છે? મોદીજી હવે બીજી વખત ક્યારે આવવાના છે? દોસ્તો, હું આજે તમારી પર વિશ્વાસ મૂકું છું. તમે કામ કરશો તેવો મને વિશ્વાસ છે.

 

હું તમને વધુ એક વાત યાદ અપાવવા માંગુ છું. આપણાં યોગ છે, આપણાં આયુર્વેદ, આપણી પરંપરાગત દવાઓના ઉત્પાદનો કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો કે તેમાં કેટલી ક્ષમતા છે. તમે ભારતના છો એવું કહો ત્યારે સામે વાત કરનાર વ્યક્તિ તમને પૂછશે કે શું તમે યોગ જાણો છો? આવું  પૂછે કે ના પૂછે?તમે કશું જાણતા ના હો તો પણ માત્ર નાક પકડીને બતાવશો તો પણ તે માનશે કે યોગમાં માસ્ટર છે. ભારતના ઋષિમુનિઓની તપસ્યાની આબરૂ એટલી છે કે તમે એક નાનું બોર્ડ લગાવી દો કે પછી કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉભુ કરો અને નાક પકડવાનું શિખવશો તો લોકો ફી ડોલરમાં લઈને આવશે કે નહીં આવે? તમે ઋષિમુનિઓની સાથે કેવી બ્રાન્ડ વેલ્યુઝ બનાવી છે? હજારો વર્ષ પહેલાં જે ઋષિમુનિઓએ સમયે કામ કરીને છોડી દીધું તે બાબત આજે દુનિયાને રસ્તો બતાવી રહી છે. તમે એની સાથે જોડાશો કે નહી જોડાવ? હું તમને આગ્રહ કરીશ કે 21 જૂનનો ઈન્ટરનેશનલ યોગ ડે હવે બહુ દૂર નથી. તમે જૂથ બનાવીને ચારે તરફ જાવ અને તમામ લોકોને નાક પકડતાં શિખવી દો. આપણે નાક કાપવાનું શિખવાનું નથી.

 

સાથીઓ,

હું આજે તમારી સાથે એક વિષય પર ચર્ચા કરવા માંગુ છું અને તે છે ક્લાયમેટ એક્શન. ભારતમાં જલવાયુ પરિવર્તનની સ્થિતિ સામે કામ પાર પાડવા માટે આપણે લોકોની શક્તિથી માંડીને ટેકનોલોજીની શક્તિ સુધીના ઉપાયો ઉપર કામ કર્યું છે. વિતેલા 8 વર્ષમાં આપણે એલપીજીનું કવરેજ 50 ટકાથી વધારીને લગભગ 100 ટકા સુધી પહોંચાડ્યું છે. ભારતના એલઈડી બલ્બ હવે જર્મનીવાળા છે તો બલ્બની વાત જલ્દીથી સમજશો. ભારતના લગભગ દરેક ઘરમાં હવે એલઈડી બલ્બનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉજાલા યોજના હેઠળ આશરે 37 કરોડ એલઈડી બલ્બ આપણે વહેંચ્યા છે અને એલઈડી બલ્બનો ઉપયોગ ઉર્જાની બચત કરવા માટે થાય છે. એનર્જીના સેવીંગ માટે થાય છે. અને તમે જર્મનીમાં છાતી ઠોકીને કહી શકો તેમ છો કે તેનાથી આશરે 48 હજાર મિલિયન કિલોવોટ અવર વિજળીની બચત થઈ છે અને દર વર્ષે આશરે 4 કરોડ ટન કાર્બન એમિશન ઓછું થયું છે. તમે કલ્પના કરી શકો તેમ છો કે એક યોજનાથી પર્યાવરણનું કેટલું રક્ષણ થયું છે.

 

સાથીઓ,

આવા પ્રયાસોના કારણે આજે ભારત અભૂતપૂર્વ સ્તર ઉપર  ગ્રીન જોબ્ઝના ક્ષેત્રમાં એક નવું ક્ષેત્ર ખોલીને આગળ ધપી રહ્યું છે. મને વાતનો આનંદ છે કે ભારત અને જર્મનીએ પણ એક ખૂબ મોટી ભાગીદારી તરફ એક મોટું કદમ ઉઠાવ્યું છે. સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે ક્લાયમેટ રિસ્પોન્સિબિલીટીનેનેક્સ્ટ લેવલ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. હું તમને ઉદાહરણ આપવા માંગુ છું કે ભારતના લોકો દેશના દરેક જિલ્લામાં નોખા પ્રકારે અને નોખા અંદાજથી કામ કરી રહ્યા છે. હું તમને જણાવવા માંગુ છે કે દરેક જિલ્લામાં 75 નવા અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ ભારતના લોકોએ લીધો છેતળાવ બનાવવાનો સંકલ્પ લીધો છે. આવનારા દિવસોમાં દેશમાં આશરે 500 દિવસમાં 50 હજાર નવા જળાશયો બનશે, તળાવો બનશે. અને જૂના જળાશયોને પુનર્જીવિત કરવામાં આવશે. હવે જળ જીવન છે. જલ હૈ તો કલ હૈ. પાણી માટે પણ પરસેવા વહેવડાવવો પડે છે દોસ્તો. શું તમે અભિયાન સાથે જોડાઈ શકો તેમ છો? તમે જે ગામમાંથી આવો છો તે ગામમાં તળાવ બને અને તે તળાવ બનાવવામાં તમારો સહયોગ મળે અને તમે લોકોને તળાવ બનાવવા માટે પ્રેરણા આપી શકો તેમ છો. આઝાદીના અમૃતમહોત્સવમાં અમૃત સરોવર બનાવવા માટે દુનિયામાં ફેલાયેલા દરેક ભારતવાસીનું યોગદાન મળે તો તમે કલ્પના કરી શકો તેમ છો કે તમને કેટલો આનંદ થશે.

 

સાથીઓ,

ભારત અંગે બહેતર સમજ ધરાવતા પ્રસિધ્ધ જર્મન વિદ્વાન મેક્સ મૂલરે ઈન્ડો-યુરોપિયન મૂલ્યોના આદાન-પ્રદાન અંગે વાત કરી હતી. તમારામાંથી ઘણાં લોકો અહિંયા દિવસમાં 10 વખત તેનો ઉલ્લેખ કરતા હશો. 21મી સદીમાં બાબતને વાસ્તવિકતા બનાવવાનો બહેતર સમય છે. ભારત અને યુરોપની મજબૂત ભાગીદારી દુનિયામાં શાંતિ અને સમૃધ્ધિ સુનિશ્ચિત કરી શકે તેમ છે. ભાગીદારી નિરંતર વધતી રહે અને આપ સૌ એવા ઉત્સાહ અને ઉમંગ સાથે માનવ કલ્યાણ માટે, ભારતના કલ્યાણ માટે કંઈકને કંઈક યોગદાન આપતા રહો. કારણ કે આપણે તો વસુધૈવ કુટુમ્બકમમાં માનનારા લોકો છીએ. સાથીઓ તમે જ્યાં પણ હો, ખૂબ આગળ વધો, વિકાસ કરો, તમારા તમામ સપનાં પૂરા થાય તેવી મારી તમારા  સૌ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને 130 કરોડ દેશવાસીઓની શુભેચ્છાઓ તમારી સાથે છે. તમે ખુશ રહો, સ્વસ્થ રહો. ખૂબ ખૂબ ધન્યવાદ!

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1822832) Visitor Counter : 368