પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 29મી માર્ચે મધ્ય પ્રદેશમાં PMAY-Gના 5 લાખથી વધુ લાભાર્થીઓના 'ગૃહપ્રવેશ'માં ભાગ લેશે


દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને પાકું ઘર આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસ તરફ આ એક બીજું પગલું છે

प्रविष्टि तिथि: 28 MAR 2022 2:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી માર્ચે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના લગભગ 5.21 લાખ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને તમામ પાયાની સુવિધાઓ સાથે પાકું મકાન આપવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ આ દિશામાં વધુ એક પગલું છે.

આ ફંક્શનમાં શંખ, દીવો, ફૂલો અને રંગોળી સાથે પરંપરાગત ઉજવણીઓનું પણ સાક્ષી બનશે જે સમગ્ર મધ્યપ્રદેશમાં નવા ઘરોમાં આયોજિત કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં PMAY-Gનું અમલીકરણ મહિલા મેસન્સ સહિત હજારો કડિયાઓને તાલીમ આપવા, ફ્લાય એશ ઈંટોનો ઉપયોગ, મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને કેન્દ્રીય સામગ્રી માટે લોન આપીને સશક્તિકરણ, પ્રોજેક્ટના બહેતર અમલ અને દેખરેખ માટે ટેકનોલોજી જેવા ઘણા અનન્ય અને નવીન પગલાંઓનું સાક્ષી છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1810488) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam