પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ દિવસ છે
12-14 વયજૂથના યુવાનો અને 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી લેવા વિનંતી કરી
Posted On:
16 MAR 2022 10:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસોમાં આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે અને 12-14 વર્ષની વય જૂથના યુવાનો અને 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાવવા વિનંતી કરી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં,પ્રધાનમંત્રીએ કહ્યું;
"આજનો દિવસ આપણા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. હવે પછી, 12-14 વય જૂથના કિશોર રસી માટે પાત્ર છે અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો સાવચેતીના ડોઝ માટે પાત્ર છે. હું આ વય જૂથના લોકોને રસી લેવા વિનંતી કરું છું. "
"સમગ્ર વિશ્વની સંભાળ રાખવાની ભારતની નીતિને અનુરૂપ, અમે રસી મૈત્રી કાર્યક્રમ હેઠળ ઘણા દેશોમાં રસી મોકલી છે. મને આનંદ છે કે ભારતના રસીકરણના પ્રયાસોએ કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવી છે."
"આજે, ભારતમાં ઘણી બધી 'મેડ ઈન ઈન્ડિયા' રસીઓ છે. અમે મૂલ્યાંકનની યોગ્ય પ્રક્રિયા પછી અન્ય રસીઓને પણ મંજૂરી આપી છે. આપણે આ જીવલેણ રોગચાળા સામે લડવા માટે ઘણી સારી સ્થિતિમાં છીએ. તે જ સમયે, કોવિડ સંબંધિત તમામ સાવચેતીઓનું પાલન કરવાની આપણે જરૂર છે.."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1806426)
Visitor Counter : 252
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada